જયેશ મોરેઃ જુઓ ગુજરાતના મનોજ બાજપાઈ તરીકે ફેમસ એક્ટરના ડિફરન્ટ લૂક

Updated: Mar 20, 2019, 13:53 IST | Bhavin
 • મૂળ મરાઠી એવા જયેશ મોરે વર્ષોથી ગુજરાતના સુરતમાં સ્થાયી થયા છે. કોલેજ સમયથી જ તેમને એક્ટિંગનો શોખ હતો. ગુજરાતી નાટકો બાદ તેઓ ગુજરાતી ફિલ્મોમાં પણ ધમાલ મચાવી રહ્યા છે.

  મૂળ મરાઠી એવા જયેશ મોરે વર્ષોથી ગુજરાતના સુરતમાં સ્થાયી થયા છે. કોલેજ સમયથી જ તેમને એક્ટિંગનો શોખ હતો. ગુજરાતી નાટકો બાદ તેઓ ગુજરાતી ફિલ્મોમાં પણ ધમાલ મચાવી રહ્યા છે.

  1/12
 • જયેશ મોરે ગુજ્જુભાઈ સિરીઝ, મિજાજ, પાસપોર્ટ, રોંગ સાઈડ રાજુ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. મોટા ભાગની ફિલ્મોમાં ઈન્સ્પેક્ટરનો રોલ કરતા જોવા મળે છે. 

  જયેશ મોરે ગુજ્જુભાઈ સિરીઝ, મિજાજ, પાસપોર્ટ, રોંગ સાઈડ રાજુ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. મોટા ભાગની ફિલ્મોમાં ઈન્સ્પેક્ટરનો રોલ કરતા જોવા મળે છે. 

  2/12
 • આ ઉપરાંત સૌમ્ય જોશીના નાટક આજ જાને કી જિદ ના કરોમાં પણ જયેશ મોરે પોલીસ ઈન્સ્પેક્ટરનું પાત્ર ભજવે છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેમને મોટા ભાગે ઈન્સ્પેક્ટરના જ રોલ ઓફર થાય છે. એટલે સુધી કે ઈન્ડસ્ટ્રીમાં બીજા કોઈને પોલીસનું પાત્ર મળે તો તેમને પણ એવું કહેવામાં આવે છે કે જયેશ મોરે જેવો પોલીસવાળો જોઈએ છે.

  આ ઉપરાંત સૌમ્ય જોશીના નાટક આજ જાને કી જિદ ના કરોમાં પણ જયેશ મોરે પોલીસ ઈન્સ્પેક્ટરનું પાત્ર ભજવે છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેમને મોટા ભાગે ઈન્સ્પેક્ટરના જ રોલ ઓફર થાય છે. એટલે સુધી કે ઈન્ડસ્ટ્રીમાં બીજા કોઈને પોલીસનું પાત્ર મળે તો તેમને પણ એવું કહેવામાં આવે છે કે જયેશ મોરે જેવો પોલીસવાળો જોઈએ છે.

  3/12
 • જયેશ મોરે ગુજરાતના મનોજ બાજપાઈ તરીકે ઓળખાય છે. તેમની એક્ટિંગના લાખો ફૅન્સ છે. ગુજરાતી નાટકો અને ફિલ્મોની સાતે તે ટીવી સિરિયલ્સમાં પણ કામ કરે છે. હાલ સોની સબ પર આવતી ભાખરવડી સિરીયલમાં પણ જયેશ મોરે એક્ટિંગ કરી રહ્યા છે. 

  જયેશ મોરે ગુજરાતના મનોજ બાજપાઈ તરીકે ઓળખાય છે. તેમની એક્ટિંગના લાખો ફૅન્સ છે. ગુજરાતી નાટકો અને ફિલ્મોની સાતે તે ટીવી સિરિયલ્સમાં પણ કામ કરે છે. હાલ સોની સબ પર આવતી ભાખરવડી સિરીયલમાં પણ જયેશ મોરે એક્ટિંગ કરી રહ્યા છે. 

  4/12
 • ઈન્ડસ્ટ્રીમાં જયેશ મોરે તેમના જુદા જુદા લૂક્સને લઈ ફેમસ છે. તમે પણ તેમના ફોટોઝ જોશો તો દરેક વખતે તેઓ એક જૂદા જ મૂડ અને જુદા જ લૂકમાં દેખાશે. 

  ઈન્ડસ્ટ્રીમાં જયેશ મોરે તેમના જુદા જુદા લૂક્સને લઈ ફેમસ છે. તમે પણ તેમના ફોટોઝ જોશો તો દરેક વખતે તેઓ એક જૂદા જ મૂડ અને જુદા જ લૂકમાં દેખાશે. 

  5/12
 • ઘૂંઘરાળા વાળથી લઈને સાવ જ ટૂંકા મિલ્ટ્રી કટ વાળનો લૂક પણ જયેશ મોરેને સૂટ કરે છે. આ ગુજરાતી એક્ટર પોતાની જાતને હંમેશા ગુજરાઠી તરીકે ઓળખાવે છે. 

  ઘૂંઘરાળા વાળથી લઈને સાવ જ ટૂંકા મિલ્ટ્રી કટ વાળનો લૂક પણ જયેશ મોરેને સૂટ કરે છે. આ ગુજરાતી એક્ટર પોતાની જાતને હંમેશા ગુજરાઠી તરીકે ઓળખાવે છે. 

  6/12
 • એક્ટિંગ સુધી પહોંચવાની જયેશ મોરેની જર્ની રસપ્રદ છે. તેઓ કહે છે કે કોલેજમાં તેમણે એક નાટક જોયું અને મને લાગ્યું કે આપણે પણ આવું કશું કરવું છે. એક નાટકમાં નાનો રોલ કર્યો અને મજા પડી ગઈ.

  એક્ટિંગ સુધી પહોંચવાની જયેશ મોરેની જર્ની રસપ્રદ છે. તેઓ કહે છે કે કોલેજમાં તેમણે એક નાટક જોયું અને મને લાગ્યું કે આપણે પણ આવું કશું કરવું છે. એક નાટકમાં નાનો રોલ કર્યો અને મજા પડી ગઈ.

  7/12
 • જયેશ મોરે એક કિસ્સો હંમેશા યાદ કરે છે. તેમણે નાટક કરવા માટે સુરતની કે. પી. કોલેજમાં એડમિશન લીધું. પરંતુ જે સર પાસેથી એક્ટિંગ શીખવા એડમિશન લીધું હતું તે સર જયેશ મોરેને 2 વર્ષ સુધી મળ્યા જ નહીં. 

  જયેશ મોરે એક કિસ્સો હંમેશા યાદ કરે છે. તેમણે નાટક કરવા માટે સુરતની કે. પી. કોલેજમાં એડમિશન લીધું. પરંતુ જે સર પાસેથી એક્ટિંગ શીખવા એડમિશન લીધું હતું તે સર જયેશ મોરેને 2 વર્ષ સુધી મળ્યા જ નહીં. 

  8/12
 • આખરે કોલેજના બે વર્ષ બાદ જયેશ મોરેની સર સાથે મુલાકાત થઈ અને ત્રીજા વર્ષથી તેમણે એક્ટિંગમાં ફૂલ ફ્લેજથી ઝંપલાવ્યું. 

  આખરે કોલેજના બે વર્ષ બાદ જયેશ મોરેની સર સાથે મુલાકાત થઈ અને ત્રીજા વર્ષથી તેમણે એક્ટિંગમાં ફૂલ ફ્લેજથી ઝંપલાવ્યું. 

  9/12
 • જયેશ મોરે ભલે ઈન્સ્પેક્ટરના રોલ માટે જાણીતા હોય, પરંતુ મલ્હાર ઠાકરની ફિલ્મ પાસપોર્ટમાં તેઓ એક ચોરનો રોલ કરી ચૂક્યા છે.  તસવીરમાંઃ એક્ટર અનંગ દેસાઈ અને જે. ડી. મજિઠીયા સાથે જયેશ મોરે 

  જયેશ મોરે ભલે ઈન્સ્પેક્ટરના રોલ માટે જાણીતા હોય, પરંતુ મલ્હાર ઠાકરની ફિલ્મ પાસપોર્ટમાં તેઓ એક ચોરનો રોલ કરી ચૂક્યા છે. 

  તસવીરમાંઃ એક્ટર અનંગ દેસાઈ અને જે. ડી. મજિઠીયા સાથે જયેશ મોરે 

  10/12
 • એક્ટર જયેશ મોરે ચા પીવાના શોખીન છે. અને તેમનો ચા પ્રેમ તેમની ટીશર્ટમાં પણ છલકાય છે. આ ફોટો સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,' Hell yeah! 🤘🤘🤘 Always, Forever 💖☕  

  એક્ટર જયેશ મોરે ચા પીવાના શોખીન છે. અને તેમનો ચા પ્રેમ તેમની ટીશર્ટમાં પણ છલકાય છે. આ ફોટો સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,' Hell yeah! 🤘🤘🤘 Always, Forever 💖☕

   

  11/12
 • જયેશ મોરેને એક ક્યૂટ પુત્રી પણ છે, જેનુ નામ સુહાન છે. ક્યારેક ક્યારેક આ એક્ટર પોતાની વ્હાલી પુત્રીના ફોટોઝ પણ શૅર કરતા રહે છે. 

  જયેશ મોરેને એક ક્યૂટ પુત્રી પણ છે, જેનુ નામ સુહાન છે. ક્યારેક ક્યારેક આ એક્ટર પોતાની વ્હાલી પુત્રીના ફોટોઝ પણ શૅર કરતા રહે છે. 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી નાટકો બાદ જયેશ મોરે ગુજરાતી ફિલ્મોમાં પણ કાઠું કાઢી ચૂક્યા છે. ગુજરાતના દર્શકો માટે આ નામ અજાણ્યું નથી. સ્થિતિ એવી છે કે ઈન્સ્પેક્ટરના રોલમાં લોકો જયેશ મોરેને જ જોવા ઈચ્છે છે. આજે આ ધાંસુ એક્ટરનો જન્મદિવસ છે ત્યારે જુઓ તેમના ડિફરન્ટ લૂક્સ (તસવીર સૌજન્યઃજયેશ મોરેનું ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK