હેમા સાથે લગ્ન કરવા હતા જીતેન્દ્રને, જાણો જીતેન્દ્રના જન્મદિવસ પર 5 અજાણી વાતો

Published: Apr 07, 2019, 13:12 IST | Falguni Lakhani
 • ફિલ્મોમાં આવતા પહેલા જીતેન્દ્ર રવિ કપૂરના નામથી જાણીતા હતા. તેમને જીતેન્દ્ર નામ વી. શાંતારામે આપ્યું હતું. એક સમયે હેમા માલિની સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખનારા અને બોલીવુડના જમ્પિંગ જેક તરીકે ઓળખાતા જીતેન્દ્રએ પોતાના અભિનય અને ડાંસિંગની સ્ટાઈલથી લાખો લોકોનું દિલ જીત્યું. આવો જાણીએ તેમના જીવન વિશે એવી કેટલીક વાતો જે કોઈ નથી જાણતું.

  ફિલ્મોમાં આવતા પહેલા જીતેન્દ્ર રવિ કપૂરના નામથી જાણીતા હતા. તેમને જીતેન્દ્ર નામ વી. શાંતારામે આપ્યું હતું. એક સમયે હેમા માલિની સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખનારા અને બોલીવુડના જમ્પિંગ જેક તરીકે ઓળખાતા જીતેન્દ્રએ પોતાના અભિનય અને ડાંસિંગની સ્ટાઈલથી લાખો લોકોનું દિલ જીત્યું. આવો જાણીએ તેમના જીવન વિશે એવી કેટલીક વાતો જે કોઈ નથી જાણતું.

  1/6
 • 1. ઈંડસ્ટ્રીમાં જીતેન્દ્રનું પહેલું કદમ 7 એપ્રિલ 1942માં એક ઝવેરીના પરિવારમાં જન્મેલા જીતેન્દ્રએ પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત 1059માં પ્રદર્શિત ફિલ્મ "નવરંગ"થી કરી જેમાં તેમને નાનકડી ભૂમિકા ભજવવાનો અવસર મળ્યો. લગભગ પાંચ વર્ષ સુધી જીતેન્દ્ર ઈંડસ્ટ્રીમાં અભિનેતાના રૂપમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરતા રહ્યા. વર્ષ 1964માં તેમને ગીત ગાયા પથ્થરોનેમાં કામ કરવાનો મોકો મળ્યો. જે બાદ જીતેન્દ્ર પોતાની ઓળખ બનાવવામાં સફળ થયા.

  1. ઈંડસ્ટ્રીમાં જીતેન્દ્રનું પહેલું કદમ

  7 એપ્રિલ 1942માં એક ઝવેરીના પરિવારમાં જન્મેલા જીતેન્દ્રએ પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત 1059માં પ્રદર્શિત ફિલ્મ "નવરંગ"થી કરી જેમાં તેમને નાનકડી ભૂમિકા ભજવવાનો અવસર મળ્યો. લગભગ પાંચ વર્ષ સુધી જીતેન્દ્ર ઈંડસ્ટ્રીમાં અભિનેતાના રૂપમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરતા રહ્યા. વર્ષ 1964માં તેમને ગીત ગાયા પથ્થરોનેમાં કામ કરવાનો મોકો મળ્યો. જે બાદ જીતેન્દ્ર પોતાની ઓળખ બનાવવામાં સફળ થયા.

  2/6
 • 2. જીતેન્દ્રની સફળતા તેમણે લગભગ 250થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી અનેક સુપરહિટ રહી છે. અભિનેતાની સાથે તેઓ નિર્માતા અને નિર્દેશક તરીકે પણ કામ કરી ચુક્યા છે. સતત ફિલ્મો કરવા મામલે તેઓ કહે છે કે, "મે મારી લાઈફમાં બહુ જ ગરીબી જોઈ છે. એટલેક જ દરેક ફિલ્મ માટે હા પાડી દેતો હતો."

  2. જીતેન્દ્રની સફળતા

  તેમણે લગભગ 250થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી અનેક સુપરહિટ રહી છે. અભિનેતાની સાથે તેઓ નિર્માતા અને નિર્દેશક તરીકે પણ કામ કરી ચુક્યા છે. સતત ફિલ્મો કરવા મામલે તેઓ કહે છે કે, "મે મારી લાઈફમાં બહુ જ ગરીબી જોઈ છે. એટલેક જ દરેક ફિલ્મ માટે હા પાડી દેતો હતો."

  3/6
 • 3. રાજેશ ખન્ના સાથે ગાઢ મિત્રતા એ જીતેન્દ્રના સંઘર્ષના દિવસો હતા જ્યારે તેમને જાણીતા ફિલ્મ નિર્માતા વી શાંતારામે સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવ્યા. જીતેન્દ્ર ચિંતામાં હતા, તેમને લાગ્યું કે તેઓ કોઈની મદદ લે જેથી તે આ ટેસ્ટમાં પાસ થઈ જાય. ત્યારે તેમના યાદ આવ્યા મિત્ર રાજેશ ખન્ના. જીતેન્દ્ર કહે છે કે, "હું મારા મિત્ર રાજેશ ખન્નાની પાસે ગયો. ત્યારે તેઓ થિએટર કરતા હતા. તેમણે મને તૈયારી કરાવી અને હું ગીત ગાયા પથ્થરોને માટે સિલેક્ટ થઈ ગયો."

  3. રાજેશ ખન્ના સાથે ગાઢ મિત્રતા

  એ જીતેન્દ્રના સંઘર્ષના દિવસો હતા જ્યારે તેમને જાણીતા ફિલ્મ નિર્માતા વી શાંતારામે સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવ્યા. જીતેન્દ્ર ચિંતામાં હતા, તેમને લાગ્યું કે તેઓ કોઈની મદદ લે જેથી તે આ ટેસ્ટમાં પાસ થઈ જાય. ત્યારે તેમના યાદ આવ્યા મિત્ર રાજેશ ખન્ના. જીતેન્દ્ર કહે છે કે, "હું મારા મિત્ર રાજેશ ખન્નાની પાસે ગયો. ત્યારે તેઓ થિએટર કરતા હતા. તેમણે મને તૈયારી કરાવી અને હું ગીત ગાયા પથ્થરોને માટે સિલેક્ટ થઈ ગયો."

  4/6
 • 4. હેમા માલિની સાથે કરવાના હતા લગ્ન શું તમને ખબર છે હેમા માલિનીને ધર્મન્દ્રની સાથે સાથે જીતેન્દ્ર અને સંજીવ કુમાર પણ ખૂબ જ પસંદ કરતા હતા અને તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા. એવા પણ સમાચારો આવ્યા હતા કે જીતેન્દ્ર અને હેમા માલિનીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે અને તેઓ ચેન્નઈમાં છે. એ સમયે જીતેન્દ્રનો શોભા(વર્તમાન પત્ની) સાથે પણ રોમાંસ ચાલી રહ્યો હતો. એ જાણ થતા જ ધર્મેન્દ્ર, શોભાને લઈને મદ્રાસ પહોંચી ગયા. અને કહેવાય છે કે ત્યાં શોભાએ હંગામો મચાવી દીધો અને તેના કારણે જીતેન્દ્ર અને હેમાના લગ્ન ન થઈ શક્યા. બાદમાં ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કરી લીધા.

  4. હેમા માલિની સાથે કરવાના હતા લગ્ન

  શું તમને ખબર છે હેમા માલિનીને ધર્મન્દ્રની સાથે સાથે જીતેન્દ્ર અને સંજીવ કુમાર પણ ખૂબ જ પસંદ કરતા હતા અને તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા. એવા પણ સમાચારો આવ્યા હતા કે જીતેન્દ્ર અને હેમા માલિનીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે અને તેઓ ચેન્નઈમાં છે. એ સમયે જીતેન્દ્રનો શોભા(વર્તમાન પત્ની) સાથે પણ રોમાંસ ચાલી રહ્યો હતો. એ જાણ થતા જ ધર્મેન્દ્ર, શોભાને લઈને મદ્રાસ પહોંચી ગયા. અને કહેવાય છે કે ત્યાં શોભાએ હંગામો મચાવી દીધો અને તેના કારણે જીતેન્દ્ર અને હેમાના લગ્ન ન થઈ શક્યા. બાદમાં ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કરી લીધા.

  5/6
 • 5. જીતેન્દ્રની ફિટનેસનું રહસ્ય જીતેન્દ્રને 2003માં ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેંટ પુરસ્કાર અને 2005માં સ્ક્રીનના લાઈમટાઈમ અચીવમેંટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શું તમે જાણો છો કે જીતેન્દ્ર જ્યારે 60 વર્ષના થયા ત્યારે તેમણે સિગરેટ, શરાબ અને દરેક પ્રકારનો નશો છોડી દીધો. તેમનું માનવું છે કે 60 વર્ષ બાદ આપણે આપણા સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સતર્ક રહેવું જોઈએ. અને એટલે જ જીતેન્દ્ર આજે પણ એટલા જ સ્વસ્થ નજર આવે છે.

  5. જીતેન્દ્રની ફિટનેસનું રહસ્ય

  જીતેન્દ્રને 2003માં ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેંટ પુરસ્કાર અને 2005માં સ્ક્રીનના લાઈમટાઈમ અચીવમેંટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શું તમે જાણો છો કે જીતેન્દ્ર જ્યારે 60 વર્ષના થયા ત્યારે તેમણે સિગરેટ, શરાબ અને દરેક પ્રકારનો નશો છોડી દીધો. તેમનું માનવું છે કે 60 વર્ષ બાદ આપણે આપણા સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સતર્ક રહેવું જોઈએ. અને એટલે જ જીતેન્દ્ર આજે પણ એટલા જ સ્વસ્થ નજર આવે છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

આજે છે જાણીતા અભિનેતા જીતેન્દ્રનો જન્મદિવસ. ત્યારે જાણીએ તેમના વિશે એવી કેટલીક વાતો જે મોટા ભાગના લોકો નથી જાણતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK