HBD રાકેશ રોશન: અભિનેતાથી ફિલ્મમેકર સુધીની સફર

Updated: Sep 06, 2020, 16:57 IST | Rachana Joshi
  • રાકેશ રોશનનો જન્મ 6 સપ્ટેમ્બર 1949ના રોજ થયો છે. આજે તેમનો 71મો જન્મદિવસ છે.

    રાકેશ રોશનનો જન્મ 6 સપ્ટેમ્બર 1949ના રોજ થયો છે. આજે તેમનો 71મો જન્મદિવસ છે.

    1/19
  • રાકેશ રોશને 1970માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઘર ઘર કી કહાની'થી અભિનયની શરૂઆત કરી હતી. ફિલ્મમાં બલરાજ સાહની, નિરૂપા રોય અને ઓમ પ્રકાશ મુખ્ય ભૂમિકામાં હતાં. છતા ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી નહોતી.

    રાકેશ રોશને 1970માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઘર ઘર કી કહાની'થી અભિનયની શરૂઆત કરી હતી. ફિલ્મમાં બલરાજ સાહની, નિરૂપા રોય અને ઓમ પ્રકાશ મુખ્ય ભૂમિકામાં હતાં. છતા ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી નહોતી.

    2/19
  • રાકેશ રોશને 'ખટ્ટા મીઠા', 'ખેલ ખેલ મેં' અને 'ખુબસુરત' જેવી ફિલ્મો દ્વારા અભિનેતા તરીકે દર્શકોનું મનોરંજન કર્યું છે. તસવીરમાં: બૉલીવુડની સર્વશ્રેષ્ટ સસ્પેન્સ થ્રિલર 'ખેલ ખેલ મેં'માં નીતુ સિંહ અને ઋષિ કપૂર સાથે રાકેશ રોશન

    રાકેશ રોશને 'ખટ્ટા મીઠા', 'ખેલ ખેલ મેં' અને 'ખુબસુરત' જેવી ફિલ્મો દ્વારા અભિનેતા તરીકે દર્શકોનું મનોરંજન કર્યું છે.

    તસવીરમાં: બૉલીવુડની સર્વશ્રેષ્ટ સસ્પેન્સ થ્રિલર 'ખેલ ખેલ મેં'માં નીતુ સિંહ અને ઋષિ કપૂર સાથે રાકેશ રોશન

    3/19
  • તમને જાણીને આશ્ચર્ય થશે કે રાકેશ રોશન 1970થી 1989 દરમિયાન 84 ફિલ્મોમાં દેખાયા હતાં. તસવીરમાં: રાકેશ રોશન રણધીર કપૂર, રેખા અને જીતેન્દ્ર સાથે

    તમને જાણીને આશ્ચર્ય થશે કે રાકેશ રોશન 1970થી 1989 દરમિયાન 84 ફિલ્મોમાં દેખાયા હતાં.

    તસવીરમાં: રાકેશ રોશન રણધીર કપૂર, રેખા અને જીતેન્દ્ર સાથે

    4/19
  • એક અભિનેતા તરીકે રાકેશ રોશન મોટા બજેટની ફિલ્મોમાં મોટાભાગે સહાયક ભૂમિકાઓ ભજવી હતી અને તેઓ તે માટે જ જાણીતા હતા. તે ફિલ્મોમાં મોટાભાગે સંજીવ કુમાર અને રાજેશ ખન્ના મુખ્ય ભૂમિકામાં હતા.

    એક અભિનેતા તરીકે રાકેશ રોશન મોટા બજેટની ફિલ્મોમાં મોટાભાગે સહાયક ભૂમિકાઓ ભજવી હતી અને તેઓ તે માટે જ જાણીતા હતા. તે ફિલ્મોમાં મોટાભાગે સંજીવ કુમાર અને રાજેશ ખન્ના મુખ્ય ભૂમિકામાં હતા.

    5/19
  • રાકેશ રોશને 1987માં ફિલ્મ 'ખુદગર્ઝ' દ્વારા નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું.

    રાકેશ રોશને 1987માં ફિલ્મ 'ખુદગર્ઝ' દ્વારા નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું.

    6/19
  • રાકેશ રોશને ટૂંક સમયમાં 'કે' અક્ષરથી શરૂ થતા ટાઇટલ વાળી ફિલ્મ્સના નિર્દેશન માટે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તસવીરમાં: 'કરણ અર્જુન'ના સેટ પર શાહરૂખ ખાન અને જોની લિવર સાથે રોશન

    રાકેશ રોશને ટૂંક સમયમાં 'કે' અક્ષરથી શરૂ થતા ટાઇટલ વાળી ફિલ્મ્સના નિર્દેશન માટે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

    તસવીરમાં: 'કરણ અર્જુન'ના સેટ પર શાહરૂખ ખાન અને જોની લિવર સાથે રોશન

    7/19
  • રાકેશ રોશને 'ખુન ભારી માંગ' (1988), 'કિશન કન્હૈયા' (1990), 'કરણ અર્જુન' (1995), 'કહો ના ...પ્યાર હૈ' (2000), 'કોઈ ...મિલ ગયા' (2003) અને સુપરહિરો 'ક્રિશ'ની ફ્રેન્ચાઇઝ (2006-2013)નું દિગ્દર્શન કર્યું હતું. તસવીરમાં: રાકેશ રોશન ભાઈ રાજેશ અને દીકરા હ્રિતિક સાથે

    રાકેશ રોશને 'ખુન ભારી માંગ' (1988), 'કિશન કન્હૈયા' (1990), 'કરણ અર્જુન' (1995), 'કહો ના ...પ્યાર હૈ' (2000), 'કોઈ ...મિલ ગયા' (2003) અને સુપરહિરો 'ક્રિશ'ની ફ્રેન્ચાઇઝ (2006-2013)નું દિગ્દર્શન કર્યું હતું.

    તસવીરમાં: રાકેશ રોશન ભાઈ રાજેશ અને દીકરા હ્રિતિક સાથે

    8/19
  • રાકેશ રોશને વર્ષ 2017માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પુણ કર્યા હતાં.

    રાકેશ રોશને વર્ષ 2017માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પુણ કર્યા હતાં.

    9/19
  • મિડ-ડેના એક ઈન્ટરવ્યુમાં રાકેશ રોશને કહ્યું હતું કે, જ્યારે મને સમજાયું કે અભિનેતા તરીકે મારી ફિલ્મો કામ નથી કરી રહી ત્યારે મને સમજાય ગયું કે હવે બીજી દિશામાં આગળ વધવાનો સમય આવી ગયો છે. ત્યારબાદ મેં નિર્માતા તરીકે શરૂઆત કરી અને પછી દિગ્દર્શક તરીકે ફિલ્મોમાં આગળ વધ્યો. ત્યારથી પાછળ ફરીને જોયું નથી. તસવીરમાં: રાકેશ રોશન મ્યુઝિક ડાયરેક્ટર અને ભાઈ રાજેશ

    મિડ-ડેના એક ઈન્ટરવ્યુમાં રાકેશ રોશને કહ્યું હતું કે, જ્યારે મને સમજાયું કે અભિનેતા તરીકે મારી ફિલ્મો કામ નથી કરી રહી ત્યારે મને સમજાય ગયું કે હવે બીજી દિશામાં આગળ વધવાનો સમય આવી ગયો છે. ત્યારબાદ મેં નિર્માતા તરીકે શરૂઆત કરી અને પછી દિગ્દર્શક તરીકે ફિલ્મોમાં આગળ વધ્યો. ત્યારથી પાછળ ફરીને જોયું નથી.

    તસવીરમાં: રાકેશ રોશન મ્યુઝિક ડાયરેક્ટર અને ભાઈ રાજેશ

    10/19
  • વીસ વર્ષ પહેલાં, ફિલ્મ નિર્માતા રાકેશ રોશને તેમના પુત્ર હ્રિતિક રોશનને ફિલ્મ 'કહો ના ...પ્યાર હૈ' દ્વારા લોન્ચ કર્યો હતો અને ફિલ્મે રાતોરાત તેમને સ્ટાર બનાવી દીધા હતા. ત્યારથી, રાકેશ રોશને દિગ્દર્શક તરીકે એવી જ ફિલ્મો બનાવી જેમાં હ્રિતિક રોશન મુખ્ય ભૂમિકામાં હોય. તેમજ તે હંમેશા મુખ્ય ભૂમિકામાં હોય તેવો આગ્રહ રાખે છે. તસવીરમાં: રાકેશ રોશન ફિલ્મ 'કહો ના ...પ્યાર હૈ'ની સુપરહીટ જોડી અમિષા પટેલ અને હ્રિતિક રોશન સાથે

    વીસ વર્ષ પહેલાં, ફિલ્મ નિર્માતા રાકેશ રોશને તેમના પુત્ર હ્રિતિક રોશનને ફિલ્મ 'કહો ના ...પ્યાર હૈ' દ્વારા લોન્ચ કર્યો હતો અને ફિલ્મે રાતોરાત તેમને સ્ટાર બનાવી દીધા હતા. ત્યારથી, રાકેશ રોશને દિગ્દર્શક તરીકે એવી જ ફિલ્મો બનાવી જેમાં હ્રિતિક રોશન મુખ્ય ભૂમિકામાં હોય. તેમજ તે હંમેશા મુખ્ય ભૂમિકામાં હોય તેવો આગ્રહ રાખે છે.

    તસવીરમાં: રાકેશ રોશન ફિલ્મ 'કહો ના ...પ્યાર હૈ'ની સુપરહીટ જોડી અમિષા પટેલ અને હ્રિતિક રોશન સાથે

    11/19
  • મિડ-ડેના ઈન્ટરવ્યૂમાં રાકેશ રોશને એમ કહ્યું હતું કે, હ્રિતિક વિના કોઈપણ ફિલ્મની કલ્પના કરવી જ મારા માટે અશક્ય છે. કારણકે હું હંમેશા તેને ધ્યાનમાં રાખીને જ વાર્તા લખું છું. મને તો એમ થાય છે કે, લોકો મારા પર હસશે કે મારા ઘરમાં જ સુપરસ્ટાર છે અને હું બીજા સાથે કામ કરી રહ્યો છું. તસવીરમાં: રાકેશ રોશન દીકરા હ્રિતિક સાથે

    મિડ-ડેના ઈન્ટરવ્યૂમાં રાકેશ રોશને એમ કહ્યું હતું કે, હ્રિતિક વિના કોઈપણ ફિલ્મની કલ્પના કરવી જ મારા માટે અશક્ય છે. કારણકે હું હંમેશા તેને ધ્યાનમાં રાખીને જ વાર્તા લખું છું. મને તો એમ થાય છે કે, લોકો મારા પર હસશે કે મારા ઘરમાં જ સુપરસ્ટાર છે અને હું બીજા સાથે કામ કરી રહ્યો છું.

    તસવીરમાં: રાકેશ રોશન દીકરા હ્રિતિક સાથે

    12/19
  • ફિલ્મ 'કહો ના ...પ્યાર હૈ' બોક્સ ઓફિસ પર સુપરહીટ રહી હતી. 10 કરોડમાં ભનેલી ફિલ્મે 62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ રાકેશ રોશનને અન્ડરવર્લ્ડમાંથી ધમકી મળી હતી. 21 જાન્યુઆરી 2000ના રોજ સાંતાક્રુઝ સ્થિત ઓફિસમાંથી રાકેશ રોશન બહાર નીકળ્યા પછી તેમના પર છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હતી. જેમાંથી એક ગોળી તેમને ખભામાં વાગી હતી અને બીજી તેમને છાતીમાં વાગી હતી. જોકે તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવતા તેમનો જીવ બચી ગયો હતો. તસવીરમાં: રાકેશ રોશન દીકરા હ્રિતિક અને તેમની ભૂતપુર્વ પુત્રવધુ સુઝૈન ખાન સાથે

    ફિલ્મ 'કહો ના ...પ્યાર હૈ' બોક્સ ઓફિસ પર સુપરહીટ રહી હતી. 10 કરોડમાં ભનેલી ફિલ્મે 62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ રાકેશ રોશનને અન્ડરવર્લ્ડમાંથી ધમકી મળી હતી. 21 જાન્યુઆરી 2000ના રોજ સાંતાક્રુઝ સ્થિત ઓફિસમાંથી રાકેશ રોશન બહાર નીકળ્યા પછી તેમના પર છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હતી. જેમાંથી એક ગોળી તેમને ખભામાં વાગી હતી અને બીજી તેમને છાતીમાં વાગી હતી. જોકે તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવતા તેમનો જીવ બચી ગયો હતો.

    તસવીરમાં: રાકેશ રોશન દીકરા હ્રિતિક અને તેમની ભૂતપુર્વ પુત્રવધુ સુઝૈન ખાન સાથે

    13/19
  • છેલ્લા કેટલાક વર્ષોથી રાકેશ રોશન લાઇમલાઇટથી દુર છે અને જીમમાં વર્કઆઉટ કરીને વજન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. તસવીરમાં: રાકેશ રોશન પત્ની પિંકી રોશન સાથે

    છેલ્લા કેટલાક વર્ષોથી રાકેશ રોશન લાઇમલાઇટથી દુર છે અને જીમમાં વર્કઆઉટ કરીને વજન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.

    તસવીરમાં: રાકેશ રોશન પત્ની પિંકી રોશન સાથે

    14/19
  • માની શકાય કે, ફિટનેસ માટે રાકેશ રોશનનો પ્રેમ નવો છે. પરંતુ, તે આરોગ્યને અગ્રતા રાખવા માટે તેના એથ્લેટિક ઉછેરને શ્રેય આપે છે. તસવીરમાં: રાકેશ રોશન દીકરા હ્રિતિક જોડે ફિલ્મ 'ક્રિશ 2'ના સેટ પર

    માની શકાય કે, ફિટનેસ માટે રાકેશ રોશનનો પ્રેમ નવો છે. પરંતુ, તે આરોગ્યને અગ્રતા રાખવા માટે તેના એથ્લેટિક ઉછેરને શ્રેય આપે છે.

    તસવીરમાં: રાકેશ રોશન દીકરા હ્રિતિક જોડે ફિલ્મ 'ક્રિશ 2'ના સેટ પર

    15/19
  • મિડ-ડે સાથેની વાતચીતમાં રાકેશ રોશને કહ્યું હતું કે, હું ઘણાં વર્ષોથી કસરત કરું છું. હું બોર્ડિંગ સ્કૂલમાં હતો. જ્યાં હું હોર્સ રાઇડિંગ, હોકી, સ્વિમિંગ અને બાસ્કેટબોલમાં ભાગ લેતો હતો. હું હંમેશા એથ્લેટિક હતો. તસવીરમાં: સિમિ ગેરેવાલ સાથે 'રેંડેઝવુસ'ના સેટ પર રોશન પરિવાર

    મિડ-ડે સાથેની વાતચીતમાં રાકેશ રોશને કહ્યું હતું કે, હું ઘણાં વર્ષોથી કસરત કરું છું. હું બોર્ડિંગ સ્કૂલમાં હતો. જ્યાં હું હોર્સ રાઇડિંગ, હોકી, સ્વિમિંગ અને બાસ્કેટબોલમાં ભાગ લેતો હતો. હું હંમેશા એથ્લેટિક હતો.

    તસવીરમાં: સિમિ ગેરેવાલ સાથે 'રેંડેઝવુસ'ના સેટ પર રોશન પરિવાર

    16/19
  • રાકેશ રોશનને પરિવાર સાથે વર્કઆઉટ કરવું ખુબ ગમે છે. તસવીરમાં: રાકેશ રોશન પત્ની પિંકી અને બાર્બરા મોરી સાથે

    રાકેશ રોશનને પરિવાર સાથે વર્કઆઉટ કરવું ખુબ ગમે છે.

    તસવીરમાં: રાકેશ રોશન પત્ની પિંકી અને બાર્બરા મોરી સાથે

    17/19
  • રાકેશ રોશનની ફિલ્મોમાં પાછા ફરવાની કોઈ જ ઈચ્છા નથી. હા, પણ તેમને હૉલીવુડમાં અભિનય કરવાની ઈચ્છા છે. તસવીરમાં: રાકેશ રોશન હ્રિતિક રોશન અને બાર્બરા મોરી સાથે કેન્સમાં ફિલ્મ 'કાઈટ્સ'ના રિલીઝ સમયે

    રાકેશ રોશનની ફિલ્મોમાં પાછા ફરવાની કોઈ જ ઈચ્છા નથી. હા, પણ તેમને હૉલીવુડમાં અભિનય કરવાની ઈચ્છા છે.

    તસવીરમાં: રાકેશ રોશન હ્રિતિક રોશન અને બાર્બરા મોરી સાથે કેન્સમાં ફિલ્મ 'કાઈટ્સ'ના રિલીઝ સમયે

    18/19
  • હેપી બર્થ ડે ટુ રાકેશ રોશન. તસવીરમાં: મકાઉમાં એક એવૉર્ડ ફંક્શનમાં રાકેશ રોશન

    હેપી બર્થ ડે ટુ રાકેશ રોશન.

    તસવીરમાં: મકાઉમાં એક એવૉર્ડ ફંક્શનમાં રાકેશ રોશન

    19/19
  • loading...

ફોટોઝ વિશે

આજે એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ રાકેશ રોશન (Rakesh Roshan )નો જન્મદિવસ છે. આજના આ ખાસ અવસરે અમે તમને તેમની બૉલીવુડ અભિનેતાથી ફિલ્મમેકરની સુધીની સફર વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ. સાથે જોઈએ તેમની ક્યારેય ન જોયેલી તસવીરો...

(તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK