જુઓ હવે આવા દેખાય છે મહાભારતનાં આ મહારથી કલાકારો

Published: Jun 18, 2020, 16:49 IST | Rachana Joshi
 • મુકેશ ખન્ના: મુકેશ ખન્નાએ જ્યારે બીઆર ચોપરાની મહાભારતમાં દેવવ્રત ભિષ્મ ઉર્ફ ભિષ્મપિતામહનું પાત્ર ભજવ્યું હતું ત્યારે તેઓ માત્ર 30 વર્ષના હતા. અત્યારે તેઓ 62 વર્ષના છે અને છેલ્લા થોડાક સમયથી સોશ્યલ મીડિયા પર થોડાક એક્ટિવ પણ છે. 

  મુકેશ ખન્ના: મુકેશ ખન્નાએ જ્યારે બીઆર ચોપરાની મહાભારતમાં દેવવ્રત ભિષ્મ ઉર્ફ ભિષ્મપિતામહનું પાત્ર ભજવ્યું હતું ત્યારે તેઓ માત્ર 30 વર્ષના હતા. અત્યારે તેઓ 62 વર્ષના છે અને છેલ્લા થોડાક સમયથી સોશ્યલ મીડિયા પર થોડાક એક્ટિવ પણ છે. 

  1/15
 • ડબ્બૂ મલિક: ડબ્બૂ મલિકે કિશોરવયના ભિષ્મની ભૂમિકા ભજવી હતી. અત્યારે અરમાન મલિકના પિતા તરીકે ઓળખાતા ડબ્બૂ મલિકને 1993માં આવેલી ફિલ્મ 'બાઝીગર'એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતાનો સ્વાદ ચખાડયો હતો.

  ડબ્બૂ મલિક: ડબ્બૂ મલિકે કિશોરવયના ભિષ્મની ભૂમિકા ભજવી હતી. અત્યારે અરમાન મલિકના પિતા તરીકે ઓળખાતા ડબ્બૂ મલિકને 1993માં આવેલી ફિલ્મ 'બાઝીગર'એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતાનો સ્વાદ ચખાડયો હતો.

  2/15
 • નિતિશ ભારદ્વાજ: મહાભારતનું સૌથી લોકલાડીલું પાત્ર એટલે કૃષ્ણ. બીઆર ચોપરાની મહાભારતમાં આ પાત્ર નિતિશ ભારદ્વાજે ભજવ્યું હતું. કહેવાય છે કે , કૃષ્ણના પાત્રને સમજવા માટે નિતિશે સાહિત્ય અને પુસ્તકોનું બહુ વાંચન કર્યું હતું. બાદમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય તરીકે જોડાયા હતા અને રાજકારણમાં સક્રિય થયા હતા.

  નિતિશ ભારદ્વાજ: મહાભારતનું સૌથી લોકલાડીલું પાત્ર એટલે કૃષ્ણ. બીઆર ચોપરાની મહાભારતમાં આ પાત્ર નિતિશ ભારદ્વાજે ભજવ્યું હતું. કહેવાય છે કે , કૃષ્ણના પાત્રને સમજવા માટે નિતિશે સાહિત્ય અને પુસ્તકોનું બહુ વાંચન કર્યું હતું. બાદમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય તરીકે જોડાયા હતા અને રાજકારણમાં સક્રિય થયા હતા.

  3/15
 • રૂપાલી ગાંગુલી: પાંડવોની પત્ની દ્રોપદીનું પાત્ર રૂપાલી ગાંગુલીએ ભજવ્યું હતું. અભિનેત્રી ટેલિવિઝન ક્ષેત્રે પણ એટલા જ સક્રિય હતા. એટલું જ નહીં ગાયિકા તરીકે પણ રૂપાલી સફળ કારર્કિદી ધરાવે છે. તેમણે બંગાળી ફિલ્મ 'આભોશેષેય' માટે બેસ્ટ પ્લેબૅક સિંગરનો નેશનલ અવૉર્ડ મળ્યો હતો. અત્યારે તેઓ મધ્ય પ્રદેશ ભાજપમાં છે.

  રૂપાલી ગાંગુલી: પાંડવોની પત્ની દ્રોપદીનું પાત્ર રૂપાલી ગાંગુલીએ ભજવ્યું હતું. અભિનેત્રી ટેલિવિઝન ક્ષેત્રે પણ એટલા જ સક્રિય હતા. એટલું જ નહીં ગાયિકા તરીકે પણ રૂપાલી સફળ કારર્કિદી ધરાવે છે. તેમણે બંગાળી ફિલ્મ 'આભોશેષેય' માટે બેસ્ટ પ્લેબૅક સિંગરનો નેશનલ અવૉર્ડ મળ્યો હતો. અત્યારે તેઓ મધ્ય પ્રદેશ ભાજપમાં છે.

  4/15
 • ગુફી પેંટલ: ગાંધારીના ભાઈ અને માસ્ટરમાઈન્ડ શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું ગુફી પેંટલે. મહાભારત બાદ અભિનેતાએ પૌરાણિક કથાઓ પર આધારિત અનેક સિરિયલોમાં અભિનય કર્યો હતો. 

  ગુફી પેંટલ: ગાંધારીના ભાઈ અને માસ્ટરમાઈન્ડ શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું ગુફી પેંટલે. મહાભારત બાદ અભિનેતાએ પૌરાણિક કથાઓ પર આધારિત અનેક સિરિયલોમાં અભિનય કર્યો હતો. 

  5/15
 • રેણુકા ઈસરાની: ગાંધારીનું પાત્ર નિભાવનાર અભિનેત્રી રેણુકા ઈસરાની ત્યારે ફક્ત 22 વર્ષના હતા. તેઓ હજી સુધી અભિનય ક્ષેત્રે કાર્યરત છે. 

  રેણુકા ઈસરાની: ગાંધારીનું પાત્ર નિભાવનાર અભિનેત્રી રેણુકા ઈસરાની ત્યારે ફક્ત 22 વર્ષના હતા. તેઓ હજી સુધી અભિનય ક્ષેત્રે કાર્યરત છે. 

  6/15
 • અર્જુન ફિરોજ ખાન: કોઈપણ કલાકારને આખી દુનિયા પોતાના પાત્રના નામથી ઓળખે તેનાથી વિશેષ અનુભિતિ બીજી કોઈ જ ન હોઈ શકે. આવું જ કંઈક બન્યું છે મહાભારતમાં અર્જુનનું પાત્ર ભજવનાર અભિનેતા ફિરોઝ ખાન સાથે. અર્જુન ફિરોઝ ખાનને બૉલીવુડની 90ના દશકની અનેક ફિલ્મોમાં વિલન તરીકે લોકોએ જોયા છે. પરંતુ મહાભારતે જ તેમની કારકિર્દીને આકાર આપ્યો છે અને ઘર ઘરમાં જાણીતું નામ બન્યા છે.

  અર્જુન ફિરોજ ખાન: કોઈપણ કલાકારને આખી દુનિયા પોતાના પાત્રના નામથી ઓળખે તેનાથી વિશેષ અનુભિતિ બીજી કોઈ જ ન હોઈ શકે. આવું જ કંઈક બન્યું છે મહાભારતમાં અર્જુનનું પાત્ર ભજવનાર અભિનેતા ફિરોઝ ખાન સાથે. અર્જુન ફિરોઝ ખાનને બૉલીવુડની 90ના દશકની અનેક ફિલ્મોમાં વિલન તરીકે લોકોએ જોયા છે. પરંતુ મહાભારતે જ તેમની કારકિર્દીને આકાર આપ્યો છે અને ઘર ઘરમાં જાણીતું નામ બન્યા છે.

  7/15
 • ચેતન હંસરાજ: મહાભારત સાથે જોડાયેલ દરેક કલાકાર અત્યારે સ્ટાર છે. સિરિયલમાં યુવાન બલરામની ભૂમિકા ભજવનાર અભિનેતા ચેતન હંસરાજ ટેલિવિઝન ક્ષેત્રે જાણીતું નામ છે. 

  ચેતન હંસરાજ: મહાભારત સાથે જોડાયેલ દરેક કલાકાર અત્યારે સ્ટાર છે. સિરિયલમાં યુવાન બલરામની ભૂમિકા ભજવનાર અભિનેતા ચેતન હંસરાજ ટેલિવિઝન ક્ષેત્રે જાણીતું નામ છે. 

  8/15
 • ગજેન્દ્ર ચૌહાણ: ધર્મરાજ યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર ગજેન્દ્ર ચૌહાણની પ્રથમ પસંદગી કૃષ્ણના પાત્ર માટે થઈ હતી. સિરિયલના બે એપિસોડનું શૂટિંગ પણ થઈ ગયું હતું. પરંતુ બાદમાં શૂટિંગ લંબાતા ગજેન્દ્ર ચૌહાણે સાઉથની ફિલ્મોનું શૂટિંગ કરવા ચાલ્યા ગયા હતા. મહાભારતનું શૂટિંગ શરૂ થયું અને અભિનેતા પાછા આવ્યા ત્યારે તેમનું વજન વધી ગયું હતું તેથી તેઓ કૃષ્ણના પાત્ર માટે બંધબેસતા હતા એટલે પછી તેમને યુધિષ્ઠિરનું પાત્ર આપવામાં આવ્યું હતું.

  ગજેન્દ્ર ચૌહાણ: ધર્મરાજ યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર ગજેન્દ્ર ચૌહાણની પ્રથમ પસંદગી કૃષ્ણના પાત્ર માટે થઈ હતી. સિરિયલના બે એપિસોડનું શૂટિંગ પણ થઈ ગયું હતું. પરંતુ બાદમાં શૂટિંગ લંબાતા ગજેન્દ્ર ચૌહાણે સાઉથની ફિલ્મોનું શૂટિંગ કરવા ચાલ્યા ગયા હતા. મહાભારતનું શૂટિંગ શરૂ થયું અને અભિનેતા પાછા આવ્યા ત્યારે તેમનું વજન વધી ગયું હતું તેથી તેઓ કૃષ્ણના પાત્ર માટે બંધબેસતા હતા એટલે પછી તેમને યુધિષ્ઠિરનું પાત્ર આપવામાં આવ્યું હતું.

  9/15
 • પંકજ ધીર: સુર્યપુત્ર કર્ણનું પાત્ર ભજવ્યું હતું વરિષ્ઠ અભિનેતા પંકજ ધીરે. શુટિંગ સમયે અભિનેતાની આંખ પાસે બાણ વાગ્યું હતું અને પછી તેમને સર્જરી કરાવવી પડી હતી. 

  પંકજ ધીર: સુર્યપુત્ર કર્ણનું પાત્ર ભજવ્યું હતું વરિષ્ઠ અભિનેતા પંકજ ધીરે. શુટિંગ સમયે અભિનેતાની આંખ પાસે બાણ વાગ્યું હતું અને પછી તેમને સર્જરી કરાવવી પડી હતી. 

  10/15
 • પુનિત ઈસ્સાર: કૌરવોના જ્યેષ્ઠ ભાઈ દુર્યોધનનું પાત્ર ભજવનાર અભિનેતા પુનિત ઈસ્સારને સહુથી પહેલા પાંડુપુત્ર ભીમના પાત્રની ઓફર કરવામાં આવી હતી. પરંતુ અભિનેતાએ બીઆર ચોપરાને ભાર આપીને કહ્યું હતું કે, તેણે દુર્યોધનનું પાત્ર ભજવવું છે. ત્યારે બીઆર ચોપરા એ શરતે રાજી થયા હતા કે જો કોઈ બીજો કલાકાર મળશે ભીમના પાત્ર માટે તો જ તેમને દુર્યોધનનું પાત્ર ભજવવા દેવામાં આવશે.

  પુનિત ઈસ્સાર: કૌરવોના જ્યેષ્ઠ ભાઈ દુર્યોધનનું પાત્ર ભજવનાર અભિનેતા પુનિત ઈસ્સારને સહુથી પહેલા પાંડુપુત્ર ભીમના પાત્રની ઓફર કરવામાં આવી હતી. પરંતુ અભિનેતાએ બીઆર ચોપરાને ભાર આપીને કહ્યું હતું કે, તેણે દુર્યોધનનું પાત્ર ભજવવું છે. ત્યારે બીઆર ચોપરા એ શરતે રાજી થયા હતા કે જો કોઈ બીજો કલાકાર મળશે ભીમના પાત્ર માટે તો જ તેમને દુર્યોધનનું પાત્ર ભજવવા દેવામાં આવશે.

  11/15
 • સુમિત રાઘવન: ટેલિવિઝન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો એટલે સુમિત રાઘવન. તેણે 16 વર્ષની ઉંમરમા મહાભારતમાં કૃષ્ણના મિત્ર, યુવાન સુદામાનું પાત્ર ભજવ્યું હતું. 

  સુમિત રાઘવન: ટેલિવિઝન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો એટલે સુમિત રાઘવન. તેણે 16 વર્ષની ઉંમરમા મહાભારતમાં કૃષ્ણના મિત્ર, યુવાન સુદામાનું પાત્ર ભજવ્યું હતું. 

  12/15
 • વર્ષા ઉસગાંવકર: અભિનેત્રી વર્ષા ઉસગાંવકરે બીઆર ચોપરાની મહાભારતમાં ઉત્તરાનું પાત્ર ભજવ્યું હતું. 

  વર્ષા ઉસગાંવકર: અભિનેત્રી વર્ષા ઉસગાંવકરે બીઆર ચોપરાની મહાભારતમાં ઉત્તરાનું પાત્ર ભજવ્યું હતું. 

  13/15
 • હરિશ ભિમાણી: મહાભારતના પ્રથમ એપિસોડથી અંતિમ એપિસોડ સુધી જેનો અવાજ માત્ર સાંભળવા મળ્યો છે તે સમય. સમય પાછળ બીજા કોઈનો નહીં પણ હરિશ ભિમાણીનો અવાજ હતો. 

  હરિશ ભિમાણી: મહાભારતના પ્રથમ એપિસોડથી અંતિમ એપિસોડ સુધી જેનો અવાજ માત્ર સાંભળવા મળ્યો છે તે સમય. સમય પાછળ બીજા કોઈનો નહીં પણ હરિશ ભિમાણીનો અવાજ હતો. 

  14/15
 • બીઆર ચોપરાની મહાભારતે દર્શકોના સ્થાનમાં એક આગવું સ્થાન બનાવ્યું છે.

  બીઆર ચોપરાની મહાભારતે દર્શકોના સ્થાનમાં એક આગવું સ્થાન બનાવ્યું છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

હિન્દુ મહાકાવ્ય 'મહાભારત'ને નાના પડદા પર રજુ કરવાનો પ્રયાસ અનેક નિર્માતાઓએ કર્યો પરંતુ આજ સુધી બીઆર ચોપરા અને તેમના પુત્ર રવિએ બનાવેલ 'મહાભારત'ની સફળતાને કોઈ ન આંબી શક્યું. 1988 અને 1990માં દુરદર્શન પર પ્રસારિત થયેલ મહાભારતના 139 એપિસોડ હતા. મહાભારતના સ્ક્રિનપ્લે અને કલાકારોએ સહુના દિલ જીતી લીધા હતા. ભિષ્મપિતામહ, અર્જુન, કર્ણ, દુર્યોધન, શકુની, કૃષ્ણ આ બધા પાત્રો કોણે ભજવ્યા હતા અને ક્યો કલાકાર આજે કેવો લાગે છે ખબર છે તમને? ચાલો જોઈએ....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK