Kareena Kapoor: ગ્લેમરસ, હૉટ, બિંધાસ્ત, બોલ્ડ બેબો થઇ 40ની

Updated: 21st September, 2020 19:09 IST | Chirantana Bhatt
  • રણધીર કપૂર અને બબીતા શિવદાસાનીની દીકરી કરીનાનું નામ પુસ્તક અન્ના કરેનિના પરથી પડ્યું છે. બબિતા જ્યારે પ્રેગનેન્ટ હતાં ત્યારે તેમણે પુસ્તક વાંચ્યુ હતું. 

    રણધીર કપૂર અને બબીતા શિવદાસાનીની દીકરી કરીનાનું નામ પુસ્તક અન્ના કરેનિના પરથી પડ્યું છે. બબિતા જ્યારે પ્રેગનેન્ટ હતાં ત્યારે તેમણે પુસ્તક વાંચ્યુ હતું. 

    1/20
  • કરીના નાની હતી ત્યારે નરગીસ અને મીના કુમારીની એક્ટિંગ સ્ટાઇલથી બહુ પ્રભાવિત હતી. 

    કરીના નાની હતી ત્યારે નરગીસ અને મીના કુમારીની એક્ટિંગ સ્ટાઇલથી બહુ પ્રભાવિત હતી. 

    2/20
  • કરીના કપૂરનાં માતા-પિતા છૂટા પડી ગયા હતા અને કરીના તથા તેની મોટી બહેન કરિશ્મા તેમનાં મમ્મી સાથે રહીને જ ઉછર્યાં. 

    કરીના કપૂરનાં માતા-પિતા છૂટા પડી ગયા હતા અને કરીના તથા તેની મોટી બહેન કરિશ્મા તેમનાં મમ્મી સાથે રહીને જ ઉછર્યાં. 

    3/20
  • આમ તો કપૂર ખાનદાનની દીકરીઓ અને વહુઓ ફિલ્મોમાં કામ નથી કરતી પણ બબિતા સાથે રહીને ઉછરતી બંન્ને દીકરીઓએ ફિલ્મોમાં કામ કર્યું અને કપૂર ખાનદાનની જુની પ્રથા બદલી. 

    આમ તો કપૂર ખાનદાનની દીકરીઓ અને વહુઓ ફિલ્મોમાં કામ નથી કરતી પણ બબિતા સાથે રહીને ઉછરતી બંન્ને દીકરીઓએ ફિલ્મોમાં કામ કર્યું અને કપૂર ખાનદાનની જુની પ્રથા બદલી. 

    4/20
  • જો કે છેલ્લા કેટલાક વર્ષોથી રણધીર કપૂર અને બબીતા ફરી ભેગાં થયાં છે. 

    જો કે છેલ્લા કેટલાક વર્ષોથી રણધીર કપૂર અને બબીતા ફરી ભેગાં થયાં છે. 

    5/20
  • કરીના કપૂર જૂહુની જમનાબાઇ નરસી સ્કૂલમાં ભણી છે અને પછી દહેરાદૂનની વેલ્હામમાં ભણી છે. 

    કરીના કપૂર જૂહુની જમનાબાઇ નરસી સ્કૂલમાં ભણી છે અને પછી દહેરાદૂનની વેલ્હામમાં ભણી છે. 

    6/20
  • મુંબઇની મિઠીબાઇમાં બે વર્ષ કોમર્સનો અભ્યાસ પણ તેણે કર્યો છે. 

    મુંબઇની મિઠીબાઇમાં બે વર્ષ કોમર્સનો અભ્યાસ પણ તેણે કર્યો છે. 

    7/20
  • એક સમયે આ હૉટ અભિનેત્રીને લૉયર બનવાના કોડ પણ જાગ્યા હતા, જો કે કૉલેજમાં એનરોલમેન્ટ પછી એને રસ ઉડી પણ ગયો અને ત્યાં સુધીમાં કરિશ્મા ફિલ્મોમાં કામ કરવા માંડી હતા અને બેબોને પણ ફિલ્મોમાં રસ જાગ્યો. 

    એક સમયે આ હૉટ અભિનેત્રીને લૉયર બનવાના કોડ પણ જાગ્યા હતા, જો કે કૉલેજમાં એનરોલમેન્ટ પછી એને રસ ઉડી પણ ગયો અને ત્યાં સુધીમાં કરિશ્મા ફિલ્મોમાં કામ કરવા માંડી હતા અને બેબોને પણ ફિલ્મોમાં રસ જાગ્યો. 

    8/20
  • કરીનાએ કિશોર નમિત કપૂર પાસે તેણે એક્ટિંગની તાલીમ લીધી છે. તેની પહેલી ફિલ્મ હતી રેફ્યુજી, જો કે તેનું ડેબ્યુ તો કહોના પ્યાર હૈથી થવાનું હતું પણ પછી આ ફિલ્મ તેણે છોડી. 

    કરીનાએ કિશોર નમિત કપૂર પાસે તેણે એક્ટિંગની તાલીમ લીધી છે. તેની પહેલી ફિલ્મ હતી રેફ્યુજી, જો કે તેનું ડેબ્યુ તો કહોના પ્યાર હૈથી થવાનું હતું પણ પછી આ ફિલ્મ તેણે છોડી. 

    9/20
  • તેણે અમુક તો બહુ વાહિયાત ફિલ્મો પણ કરી છે પણ ચમેલી, દેવ અને હિરોઇન જેવી ફિલ્મોમાં તેનું કામ બહુ વખણાયું પણ છે. વળી કરણ જોહરની કભી ખૂશી કભી ગમમાં તેનું પાત્ર પૂ તો આજે પણ હૉટ ફેવરી છે. અને જબ વી મેટની ગીતને કોઇ કેવી રીતે ભૂલી શકે.  ટશન ફિલ્મમાં તેણે પોતાનું વજન ઉતારીને ઝીરો ફિગર કરી દીધી હતી. 

    તેણે અમુક તો બહુ વાહિયાત ફિલ્મો પણ કરી છે પણ ચમેલી, દેવ અને હિરોઇન જેવી ફિલ્મોમાં તેનું કામ બહુ વખણાયું પણ છે. વળી કરણ જોહરની કભી ખૂશી કભી ગમમાં તેનું પાત્ર પૂ તો આજે પણ હૉટ ફેવરી છે. અને જબ વી મેટની ગીતને કોઇ કેવી રીતે ભૂલી શકે.  ટશન ફિલ્મમાં તેણે પોતાનું વજન ઉતારીને ઝીરો ફિગર કરી દીધી હતી. 

    10/20
  • ટનશ ફિલ્મ દરમિયાન જ તે સૈફના પ્રેમમાં પડી હતી. આ પહેલાં તેનું શાહિદ કપૂર સાથે અફેર હતું અને જબ વી મેટના શૂટિંગ દરમિયાન જ તેમનું બ્રેક અપ થયું હતું. 

    ટનશ ફિલ્મ દરમિયાન જ તે સૈફના પ્રેમમાં પડી હતી. આ પહેલાં તેનું શાહિદ કપૂર સાથે અફેર હતું અને જબ વી મેટના શૂટિંગ દરમિયાન જ તેમનું બ્રેક અપ થયું હતું. 

    11/20
  • હૉટ બેબોની કેટફાઇટ્સ પણ જાણીતી છે. સૌથી વધુ ફેમસ છે બેસ્ટ ફ્રેન્ડ પ્રિયંકા ચોપરા સાથેની તેની બબાલ. જો કે એ તૈમુરની મમ્મી બનવાની હતી ત્યારે કૉફી વિથ કરણમાં તે પ્રિયંકા ચોપરા જોનસ સાથે શૉ પર આવી હતી. તેમની દોસ્તી પહેલાં જેવી કદાચ નહીં હોય પણ હા બંન્ને જણાએ મેચ્યોરિટીથી હાથ તો મેળવી જ લીધા છે એમ લાગે છે. 

    હૉટ બેબોની કેટફાઇટ્સ પણ જાણીતી છે. સૌથી વધુ ફેમસ છે બેસ્ટ ફ્રેન્ડ પ્રિયંકા ચોપરા સાથેની તેની બબાલ. જો કે એ તૈમુરની મમ્મી બનવાની હતી ત્યારે કૉફી વિથ કરણમાં તે પ્રિયંકા ચોપરા જોનસ સાથે શૉ પર આવી હતી. તેમની દોસ્તી પહેલાં જેવી કદાચ નહીં હોય પણ હા બંન્ને જણાએ મેચ્યોરિટીથી હાથ તો મેળવી જ લીધા છે એમ લાગે છે. 

    12/20
  • તમને ખબર છે કરીના એ સ્ટાઇલ ડાયરી ઑફ એ બૉલીવુડ ડિવા પુસ્તક કો-ઑથર કર્યું છે, આ પુસ્તક ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. આ સિવાય તેણે ન્યુટ્રિશનનાં બે પુસ્તકો પણ કો-ઑથર કર્યાં છે.

    તમને ખબર છે કરીના એ સ્ટાઇલ ડાયરી ઑફ એ બૉલીવુડ ડિવા પુસ્તક કો-ઑથર કર્યું છે, આ પુસ્તક ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. આ સિવાય તેણે ન્યુટ્રિશનનાં બે પુસ્તકો પણ કો-ઑથર કર્યાં છે.

    13/20
  • કરીનાએ તો ફેમસ રિટેઇલ ચેન સાથે ક્લોધિંગ લાઇન પણ લૉન્ચ કરી હતી. 

    કરીનાએ તો ફેમસ રિટેઇલ ચેન સાથે ક્લોધિંગ લાઇન પણ લૉન્ચ કરી હતી. 

    14/20
  • હૉટ બોડી માટે ફેમસ કરીનાએ પોતાની પહેલી પ્રેગનેન્સી વખતે રેમ્પ વૉક પણ કરેલું. તે જે રીતે પ્રેગનેન્સીમાં પણ સ્ટાઇલિશ રહી તેનાથી તે હંમેશા ચર્ચામાં રહી. 

    હૉટ બોડી માટે ફેમસ કરીનાએ પોતાની પહેલી પ્રેગનેન્સી વખતે રેમ્પ વૉક પણ કરેલું. તે જે રીતે પ્રેગનેન્સીમાં પણ સ્ટાઇલિશ રહી તેનાથી તે હંમેશા ચર્ચામાં રહી. 

    15/20
  • કરીનાએ પરણતાં પહેલાં સૈફને પાંચ વર્ષ ડેટ કર્યો. 

    કરીનાએ પરણતાં પહેલાં સૈફને પાંચ વર્ષ ડેટ કર્યો. 

    16/20
  • કરીના ફેશન વિશે માને છે કે શરીરના જે હિસ્સા અંગે કોન્શિયસ હો તેને વધારે સારી રીતે કેવી રીતે દર્શાવાય એ શીખીને કૉન્ફીડન્સથી અને કમ્ફર્ટ સાથે તૈયાર થવું જોઇએ. 

    કરીના ફેશન વિશે માને છે કે શરીરના જે હિસ્સા અંગે કોન્શિયસ હો તેને વધારે સારી રીતે કેવી રીતે દર્શાવાય એ શીખીને કૉન્ફીડન્સથી અને કમ્ફર્ટ સાથે તૈયાર થવું જોઇએ. 

    17/20
  • કરીના તેની બહેન કરતાં વધુ બોલ્ડ છે અને તેણે અલગ અલગ પાત્રો પણ એ જ રીતે પસંદ કર્યા છે. 

    કરીના તેની બહેન કરતાં વધુ બોલ્ડ છે અને તેણે અલગ અલગ પાત્રો પણ એ જ રીતે પસંદ કર્યા છે. 

    18/20
  • કરીના કપૂરે આઇટમ સોંગમાં પણ લોકોને મ્હોમાં આંગળા નખાવ્યા છે. સૈફને તેની ઝિરો ફિગર કરતાં ભરાવદાર શરીર વધારે ગમે છે એવું સૈફે પોતે એક ઇન્ટરવ્યુમાં અગાઉ કહ્યું હતું. 

    કરીના કપૂરે આઇટમ સોંગમાં પણ લોકોને મ્હોમાં આંગળા નખાવ્યા છે. સૈફને તેની ઝિરો ફિગર કરતાં ભરાવદાર શરીર વધારે ગમે છે એવું સૈફે પોતે એક ઇન્ટરવ્યુમાં અગાઉ કહ્યું હતું. 

    19/20
  • હૉટ એન્ડ હેપનિંગ કરીનાને હેપ્પી બર્થ ડે...

    હૉટ એન્ડ હેપનિંગ કરીનાને હેપ્પી બર્થ ડે...

    20/20
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ બેગમ કરીના કપૂર ખાનનો જન્મદિવસ છે 21 સપ્ટેમ્બર. 1980માં જન્મેલી કરીના થઇ છે 40 વર્ષની. નેવુંના દાયકાથી અત્યાર સુધીમાં કરીનાએ પોતાના બોલ્ડ લૂક્સ ઓન સ્ક્રીન અને ઑફ સ્ક્રીન જાળવ્યા છે. કરીએ એક નજર ( તસવીરો ઇન્સ્ટાગ્રામ)

First Published: 21st September, 2020 14:35 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK