ટીવીથી બૉલીવુડ સુધી પોતાનું વર્ચસ્વ ધરાવનાર હિના ખાન હાલ માલદિવ્ઝમાં રજા માણી રહી છે.
માલદિવ્ઝમાં પણ તે ફોટોઝ અને વીડિયોઝ ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કરીને ફૅન્સથી જોડાયેલી છે.
હિનાના સોશ્યલ મીડિયામાં ફૅન ફોલોવિંગ ખૂબ જ છે.
સોશ્યલ મીડિયામાં અભિનેત્રીના ફોટોઝ ખૂબ જ વાયરલ થતા હોય છે.
ફૅન્સ પણ હિના ખાનના ફોટોઝના વખાણ કરતા થાકતા નથી.
હિના ખાનના માલદિવ્ઝના ફોટોઝને એક લાખથી પણ વધુ લાઈક મળ્યા છે.
હિના ખાનની જેમ બૉલીવુડના ઘણા સેલેબ્ઝ માલદિવ્ઝમાં છે પરંતુ હિના ખાનના ફોટોઝની વાત કંઈક અલગ જ છે.
ફોટો ઉપરાંત હિનાએ વીડિયો પણ શૅર કર્યો છે, જેમાં તે બીચ ઉપર મસ્તી કરતા જણાય છે.
તાજેતરમાં જ હિના ખાન સિદ્ધાર્થ શુકલા અને ગોહર ખાન સાથે બિગ બૉસ 14માં તૂફાની સિનિયર તરીકે જોવા મળી હતી.
આ વર્ષે જ અભિનેત્રીની વેબ સીરિઝ ડેમેજ્ડ-2 પણ રિલીઝ થઈ હતી. યે રિશ્તા ક્યા કહેલાતા હે સિરીયલથી હિના ખાન લાઈમ લાઈટમાં આવી હતી.
ટીવીથી બૉલીવુડ સુધી પોતાનું વર્ચસ્વ ધરાવનાર હિના ખાન હાલ માલદિવ્ઝમાં રજા માણી રહી છે. (તસવીર સૌજન્યઃ હિના ખાનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)