Hemang Shah: જાણો 'મોન્ટુની બિટ્ટુ'ના ખાસ મિત્ર 'દડી' કેવી રીતે એક્ટર બન્યા ?

Jul 26, 2019, 15:47 IST
  • હેમાંગ શાહને તમે કરસનદાસ પે એન્ડ યુઝમાં સુંદર તરીકે જોઈ ચૂક્યા છો. અમદાવનાદના એક્ટર પોતાની કોમેડી માટે જાણીતા છે. 

    હેમાંગ શાહને તમે કરસનદાસ પે એન્ડ યુઝમાં સુંદર તરીકે જોઈ ચૂક્યા છો. અમદાવનાદના એક્ટર પોતાની કોમેડી માટે જાણીતા છે. 

    1/18
  • હેમાંગનો જન્મ 2 સપ્ટેમ્બર 1994ના રોજ થયો છે. અને તે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે. 

    હેમાંગનો જન્મ 2 સપ્ટેમ્બર 1994ના રોજ થયો છે. અને તે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે. 

    2/18
  • હેમાંગે બાપુનગરની અક્ષર હાઈસ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું છે, તો કોમર્સમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ GLS કોલેજમાંથી કર્યો છે. 

    હેમાંગે બાપુનગરની અક્ષર હાઈસ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું છે, તો કોમર્સમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ GLS કોલેજમાંથી કર્યો છે. 

    3/18
  • હેમાંગની એક્ટિંગ કરિયરની શરૂઆ પણ GLSથી જ થઈ છે. કોલેજમાં અભ્યાસ દરમિયાન હેમાંગ યુથ ફેસ્ટિવલ અને INT જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા. 

    હેમાંગની એક્ટિંગ કરિયરની શરૂઆ પણ GLSથી જ થઈ છે. કોલેજમાં અભ્યાસ દરમિયાન હેમાંગ યુથ ફેસ્ટિવલ અને INT જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા. 

    4/18
  • એક્ટિંગ વિશે વાત કરતા હેમાંગ કહે છે કે,'એસવાયમાં મને લાગ્યું કે હવે આપણે એક્ટિંગમાં જ આગળ વધવું છે. પણ મારા ફેમિલીમાંથી સ્ટેજ મેં જ પહેલીવાર જોયું હતું. GLSમાં મેં માઈક,વન એક્ટ પ્લેથી શરૂઆત કરી.'

    એક્ટિંગ વિશે વાત કરતા હેમાંગ કહે છે કે,'એસવાયમાં મને લાગ્યું કે હવે આપણે એક્ટિંગમાં જ આગળ વધવું છે. પણ મારા ફેમિલીમાંથી સ્ટેજ મેં જ પહેલીવાર જોયું હતું. GLSમાં મેં માઈક,વન એક્ટ પ્લેથી શરૂઆત કરી.'

    5/18
  • એક રસપ્રદ કિસ્સો યાદ કરતા હેમાંગ કહે છે કે,'કોલેજ સમયે મારા ઘરે ખબર જ નહોતી કે હું નાટકોમાં એક્ટિંગ કરું છું. એમને તો એમ કે કંઈક ડાન્સ કે એવું કશું કરું છું. અને ઘરે કીધા વગર જ હું કરતો.'

    એક રસપ્રદ કિસ્સો યાદ કરતા હેમાંગ કહે છે કે,'કોલેજ સમયે મારા ઘરે ખબર જ નહોતી કે હું નાટકોમાં એક્ટિંગ કરું છું. એમને તો એમ કે કંઈક ડાન્સ કે એવું કશું કરું છું. અને ઘરે કીધા વગર જ હું કરતો.'

    6/18
  • હેમાંગ પોતાની કરિયરમાં અત્યાર સુધી 35થી વધુ નાટકો અને ચાર ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમના પ્રોફેશનલ એક્ટિંગ કરિયરની શરૂઆત નિમેષ દેસાઈના 'વળતર' નામના નાટક સાથે થઈ હતી.

    હેમાંગ પોતાની કરિયરમાં અત્યાર સુધી 35થી વધુ નાટકો અને ચાર ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમના પ્રોફેશનલ એક્ટિંગ કરિયરની શરૂઆત નિમેષ દેસાઈના 'વળતર' નામના નાટક સાથે થઈ હતી.

    7/18
  • 'વળતર'માં હેમાંગે 'દિનું' નામનું પાત્ર ભજવ્યું હતું. જે બાદ હેમાંગ ચલ ઉડ જા રે પંછી, ડરનો વાઘ, હીરો આલોમ, મારે રાષ્ટ્રગાન વેચવું છે, ગોડસે @ ગાંધી ડોટ કોમ, બકરી, સોક્રેટિસ, વાંકેવાંકા, ચૂં ચૂં કા મુરબ્બા, હીરો આલોમ જેવા નાટકોમાં કામ કરી ચૂક્યા છે. 

    'વળતર'માં હેમાંગે 'દિનું' નામનું પાત્ર ભજવ્યું હતું. જે બાદ હેમાંગ ચલ ઉડ જા રે પંછી, ડરનો વાઘ, હીરો આલોમ, મારે રાષ્ટ્રગાન વેચવું છે, ગોડસે @ ગાંધી ડોટ કોમ, બકરી, સોક્રેટિસ, વાંકેવાંકા, ચૂં ચૂં કા મુરબ્બા, હીરો આલોમ જેવા નાટકોમાં કામ કરી ચૂક્યા છે. 

    8/18
  • હેમાંગ કહે છે કે મને ખબર નહોતી કેવી રીતે આગળ વધવાનું. એટલે GLSમાં મારા સર હતા મિહિર ઉપાધ્યાય એમની પાસેથી નંબર લઈને હું બધાને મળતો કે મને કામ આપો. ધીમે ધીમે કામ મળ્યું. વળતરમાં લીડ રોલ કર્યો અને એક્ટિંગ વખણાઈ બસ પછી તો ગાડી દોડવા લાગી. 

    હેમાંગ કહે છે કે મને ખબર નહોતી કેવી રીતે આગળ વધવાનું. એટલે GLSમાં મારા સર હતા મિહિર ઉપાધ્યાય એમની પાસેથી નંબર લઈને હું બધાને મળતો કે મને કામ આપો. ધીમે ધીમે કામ મળ્યું. વળતરમાં લીડ રોલ કર્યો અને એક્ટિંગ વખણાઈ બસ પછી તો ગાડી દોડવા લાગી. 

    9/18
  • હેમાંગ કહે છે કે,'મમ્મી પપ્પાને થોડી ચિંતા તો રહેતી જ હતી. એમને થતું કે પૈસા કમાશે કે નહીં. જો કે તેઓ મારા નાટકો જોવા આવતા, મને એવોર્ડ મળે એ જોતા. એટલે અચીવમેન્ટથી એમણે મારી એક્ટિંગ કરિયર સ્વીકારી લીધી.'

    હેમાંગ કહે છે કે,'મમ્મી પપ્પાને થોડી ચિંતા તો રહેતી જ હતી. એમને થતું કે પૈસા કમાશે કે નહીં. જો કે તેઓ મારા નાટકો જોવા આવતા, મને એવોર્ડ મળે એ જોતા. એટલે અચીવમેન્ટથી એમણે મારી એક્ટિંગ કરિયર સ્વીકારી લીધી.'

    10/18
  • હેમાંગ મલ્હાર ઠાકર સાથે દુનિયાદારી, સિદ્ધાર્થ રાંદેરિયા સાથે નટસમ્રાટ, મયુર ચૌહાણ સાથે કરસનદાસ પે એન્ડ યુઝ અને પાત્ર નામની ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જેમાં કરસનદાસ માં તેમની એક્ટિંગ ખૂબ વખણાઈ હતી. 

    હેમાંગ મલ્હાર ઠાકર સાથે દુનિયાદારી, સિદ્ધાર્થ રાંદેરિયા સાથે નટસમ્રાટ, મયુર ચૌહાણ સાથે કરસનદાસ પે એન્ડ યુઝ અને પાત્ર નામની ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જેમાં કરસનદાસ માં તેમની એક્ટિંગ ખૂબ વખણાઈ હતી. 

    11/18
  • છેલ્લા બે વર્ષથી હેમાંગ શાહ જાણીતા ડિરેક્ટર મહેશ ઘોડેસ્વાર સાથે કામ કરી રહ્યા છે. અને તેમનું નાટક 'હીરો આલોમ' પણ વખણાઈ રહ્યું છે. 

    છેલ્લા બે વર્ષથી હેમાંગ શાહ જાણીતા ડિરેક્ટર મહેશ ઘોડેસ્વાર સાથે કામ કરી રહ્યા છે. અને તેમનું નાટક 'હીરો આલોમ' પણ વખણાઈ રહ્યું છે. 

    12/18
  • આ ઉપરાંત હેમાંગ કેટલાક નાટકો ડિરેક્ટ પણ કરી ચૂક્યા છે. હેમાંગે  ડ્રીમ ઓફ પરેશ હેન્ડલ, કોતવાલજી ચોરી હો ગઈ, ફાઉલ નામના નાટકો ડિરેક્ટ કર્યા છે. 

    આ ઉપરાંત હેમાંગ કેટલાક નાટકો ડિરેક્ટ પણ કરી ચૂક્યા છે. હેમાંગે  ડ્રીમ ઓફ પરેશ હેન્ડલ, કોતવાલજી ચોરી હો ગઈ, ફાઉલ નામના નાટકો ડિરેક્ટ કર્યા છે. 

    13/18
  • પર્સનલ લાઈફની વાત કરીએ તો ઓન સ્ક્રીનની જેમ જ તેમની કેમેસ્ટ્રી મયુર ચૌહાણ જોડે જામે છે. મયુર અને હેમાંગ ખાસ મિત્રો છે. 

    પર્સનલ લાઈફની વાત કરીએ તો ઓન સ્ક્રીનની જેમ જ તેમની કેમેસ્ટ્રી મયુર ચૌહાણ જોડે જામે છે. મયુર અને હેમાંગ ખાસ મિત્રો છે. 

    14/18
  • આ ઉપરાંત એક્ટ્રેસ દીક્ષા જોશી, મૌલિક નાયક સાથે પણ હેમાંગનું બોન્ડિંગ જબરજસ્ત છે. 

    આ ઉપરાંત એક્ટ્રેસ દીક્ષા જોશી, મૌલિક નાયક સાથે પણ હેમાંગનું બોન્ડિંગ જબરજસ્ત છે. 

    15/18
  • હેમાંગને અત્યાર સુધીમાં કરસનદાસ પે એન્ડ યુઝ માટે રેડિયો સિટીનો બેસ્ટ કોમેડિયન એવોર્ડ, આ જ ફિલ્મ માટે IGFFનો બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ મળ્યો છે. INTની સ્પર્ધામાં હેમાંગને સતત ત્રણ વર્ષ લુધી બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળી ચૂક્યો છે. 

    હેમાંગને અત્યાર સુધીમાં કરસનદાસ પે એન્ડ યુઝ માટે રેડિયો સિટીનો બેસ્ટ કોમેડિયન એવોર્ડ, આ જ ફિલ્મ માટે IGFFનો બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ મળ્યો છે. INTની સ્પર્ધામાં હેમાંગને સતત ત્રણ વર્ષ લુધી બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળી ચૂક્યો છે. 

    16/18
  • માત્ર કોમેડી રોલ જ કેમ એના જવાબમાં હેમાંગ કહે છે,'એવું કશું નથી, હું થિયેટરમાં જુદા જુદા રોલ કરું છું અને ફિલ્મોમાં પણ બીજા રોલ કરવા છે. જો કે મને મોટા ભાગે કોમેડી રોલ જ ઓફર થાય છે. મેં નટસમ્રાટમાં સિરીયસ રોલ કર્યો જ છે.'

    માત્ર કોમેડી રોલ જ કેમ એના જવાબમાં હેમાંગ કહે છે,'એવું કશું નથી, હું થિયેટરમાં જુદા જુદા રોલ કરું છું અને ફિલ્મોમાં પણ બીજા રોલ કરવા છે. જો કે મને મોટા ભાગે કોમેડી રોલ જ ઓફર થાય છે. મેં નટસમ્રાટમાં સિરીયસ રોલ કર્યો જ છે.'

    17/18
  • હેમાંગને પર્સનલ લાઈફમાં નાટકો જોવાનો, ફિલ્મો જોવાનો અને મિત્રો સાથે બેસીને વાતો કરવાનો શોખ છે. હેમાંગ હવે વિજયગિરી બાવા ડિરેક્ટેડ મોન્ટુની બિટ્ટુ અને પાત્ર નામની ફિલ્મમાં દેખાશે.

    હેમાંગને પર્સનલ લાઈફમાં નાટકો જોવાનો, ફિલ્મો જોવાનો અને મિત્રો સાથે બેસીને વાતો કરવાનો શોખ છે. હેમાંગ હવે વિજયગિરી બાવા ડિરેક્ટેડ મોન્ટુની બિટ્ટુ અને પાત્ર નામની ફિલ્મમાં દેખાશે.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

કરસનદાસ પે એન્ડ યુઝ ફેમ સુંદર ઉર્ફે હેમાંગ શાહ પોતાના કોમિક ટાઈમિંગ માટે જાણીતા છે. આજે તો હેમાંગના ઢગલાબંધ ફેન્સ છે, પરંતુ એક સમયે હેમાંગ ઘરે કહ્યા વિના જ નાટકોમાં એક્ટિંગ કરતા હતા. જાણો હેમાંગની આવી અજાણી વાતો ફોટોઝ સાથે 

(Image Courtesy: Hemang Shah Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK