હેલ્લારો ફેમ અભિનેતા ટૂંક સમયમાં જ જોવા મળશે 'રિલેશનશીટ'માં, જાણો વધુ

Updated: 2nd February, 2021 14:35 IST | Shilpa Bhanushali
 • વેબસીરિઝનું કથાનક અમદાવાદનું છે. જેમાં સિદ્ધાર્થ અને દિશા વચ્ચેની સ્ટોરી છે. સિદ્ધાર્થ અમદાવાદમાં રહે છે જે બેચલર જીવન જીવે છે અને મિત્રો સાથે પોતાનું જીવન માણી રહ્યો છે દરમિયાન દિશા એટલે કે અભિનેત્રી મેની રાવલની એન્ટ્રી અભિનેતાના જીવનમાં થાય છે. ત્યાર પછી તેના જીવનમાં કેવા ફેરફાર અને ઉથલપુથલ સર્જાય છે તે ઘટનાઓના તાણાવાણા એટલે 'રિલેશનશીટ'.

  વેબસીરિઝનું કથાનક અમદાવાદનું છે. જેમાં સિદ્ધાર્થ અને દિશા વચ્ચેની સ્ટોરી છે. સિદ્ધાર્થ અમદાવાદમાં રહે છે જે બેચલર જીવન જીવે છે અને મિત્રો સાથે પોતાનું જીવન માણી રહ્યો છે દરમિયાન દિશા એટલે કે અભિનેત્રી મેની રાવલની એન્ટ્રી અભિનેતાના જીવનમાં થાય છે. ત્યાર પછી તેના જીવનમાં કેવા ફેરફાર અને ઉથલપુથલ સર્જાય છે તે ઘટનાઓના તાણાવાણા એટલે 'રિલેશનશીટ'.

  1/11
 • કુલ 7 એપિસોડમાં બનેલી આ વેબસીરિઝ દર્શકોમાં પોતાનું એક આગવું સ્થાન તો ઊભું કરશે પણ સાથે લોકો પોતાને આ વેબસીરિઝ સાથે જોડી પણ શકશે.

  કુલ 7 એપિસોડમાં બનેલી આ વેબસીરિઝ દર્શકોમાં પોતાનું એક આગવું સ્થાન તો ઊભું કરશે પણ સાથે લોકો પોતાને આ વેબસીરિઝ સાથે જોડી પણ શકશે.

  2/11
 • આ વેબસીરિઝના પ્રૉડ્યુસર J.G. પ્રૉડક્શન એન્ડ પારસ પટેલ છે જ્યારે લાઇન પ્રૉડ્યુસર અને પ્રૉડક્શન મેનેજર જનક ઠક્કર છે. લેખક નિસર્ગ ત્રિવેદી છે જ્યારે સ્ક્રિપ્ટ રાઇટિંગ વિશ્વાસ રાષ્ટ્રપાલે કર્યું છે.

  આ વેબસીરિઝના પ્રૉડ્યુસર J.G. પ્રૉડક્શન એન્ડ પારસ પટેલ છે જ્યારે લાઇન પ્રૉડ્યુસર અને પ્રૉડક્શન મેનેજર જનક ઠક્કર છે. લેખક નિસર્ગ ત્રિવેદી છે જ્યારે સ્ક્રિપ્ટ રાઇટિંગ વિશ્વાસ રાષ્ટ્રપાલે કર્યું છે.

  3/11
 • આ વેબસીરિઝમાં અભિનેતા રાજન ઠાકર સાથે મેનિ રાવલ, સની જોગી, ગ્રીષ્મા શાહ, ચેતન દૈયા, ઓજસ રાવલ, તીર્થ ગાંધી, જીતેન જોશી, વિકી ડોડિયા, દર્શન દેવરે, કરન નિકમ, અંશુલ જોશી, નિકિતા સોનાવણે, પ્રિયા સરૈયા અને નદિમ ખાન પણ જોવા મળશે.

  આ વેબસીરિઝમાં અભિનેતા રાજન ઠાકર સાથે મેનિ રાવલ, સની જોગી, ગ્રીષ્મા શાહ, ચેતન દૈયા, ઓજસ રાવલ, તીર્થ ગાંધી, જીતેન જોશી, વિકી ડોડિયા, દર્શન દેવરે, કરન નિકમ, અંશુલ જોશી, નિકિતા સોનાવણે, પ્રિયા સરૈયા અને નદિમ ખાન પણ જોવા મળશે.

  4/11
 • આ વેબસીરિઝમાં વિશાલ સોની અને પ્રફુલ સકરિયાએ DOP તરીકે કામગીરી બજાવી છે. જ્યારે આર્યન પ્રજાપતિ આસિસ્ટન્ટ DOP રહ્યા.

  આ વેબસીરિઝમાં વિશાલ સોની અને પ્રફુલ સકરિયાએ DOP તરીકે કામગીરી બજાવી છે. જ્યારે આર્યન પ્રજાપતિ આસિસ્ટન્ટ DOP રહ્યા.

  5/11
 • વેબસીરિઝના ડિરેક્ટર પ્રણય ઠાકર છે જ્યારે સંદીપ શર્માએ એસોસિએટ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવી. એડિટર છે કરણ બારોટ. મોનિકા પરિહર અને રિશી વ્યાસ આસિસ્ટન્ટ ડિરેક્ટર છે. વેબસીરિઝના કાસ્ટિંગ ડિરેક્ટર ભાવિક રાવલ છે. વેબસીરિઝમાં મ્યુઝિક ડિરેક્ટર તરીકે રાજ સોરઠિયાએ કામ કર્યું છે.

  વેબસીરિઝના ડિરેક્ટર પ્રણય ઠાકર છે જ્યારે સંદીપ શર્માએ એસોસિએટ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવી. એડિટર છે કરણ બારોટ. મોનિકા પરિહર અને રિશી વ્યાસ આસિસ્ટન્ટ ડિરેક્ટર છે. વેબસીરિઝના કાસ્ટિંગ ડિરેક્ટર ભાવિક રાવલ છે. વેબસીરિઝમાં મ્યુઝિક ડિરેક્ટર તરીકે રાજ સોરઠિયાએ કામ કર્યું છે.

  6/11
 • ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર કૃષ્ણ આચાર્ય અને ધ્રુવ છે. વેબસીરિઝમાં કલ્ટ સલૂન તેમજ ઑનર ચિરાગ બગથળિયા અને કાનન બગથળિયાએ મેકઅપ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે તેમના વિશે વાત કરતા ડિરેક્ટર પ્રણય ઠાકર જણાવે છે કે "મેકઅપ માટે અમને કલ્ટ સલૂને જે કામ કરી આપ્યું છે ખરેખર વખાણવાલાયક છે તેમના વગર આ કામ ખરેખર મુશ્કેલ રહ્યું હોત."

  ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર કૃષ્ણ આચાર્ય અને ધ્રુવ છે. વેબસીરિઝમાં કલ્ટ સલૂન તેમજ ઑનર ચિરાગ બગથળિયા અને કાનન બગથળિયાએ મેકઅપ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે તેમના વિશે વાત કરતા ડિરેક્ટર પ્રણય ઠાકર જણાવે છે કે "મેકઅપ માટે અમને કલ્ટ સલૂને જે કામ કરી આપ્યું છે ખરેખર વખાણવાલાયક છે તેમના વગર આ કામ ખરેખર મુશ્કેલ રહ્યું હોત."

  7/11
 • વેબ સીરિઝ વિશે વાત કરતા રાજન ઠાકર ગુજરાતી મિડ-ડેને જણાવે છે કે, "આ વેબ સીરિઝ એવા નાયકની સ્ટોરી છે જેમાં દિશા (નાયિકા) નાયકને જીવનની દિશા આપે છે અને પછી તેની સાથે શું થાય છે તે દર્શકોએ ખાસ જોવું જોઇએ..."

  વેબ સીરિઝ વિશે વાત કરતા રાજન ઠાકર ગુજરાતી મિડ-ડેને જણાવે છે કે, "આ વેબ સીરિઝ એવા નાયકની સ્ટોરી છે જેમાં દિશા (નાયિકા) નાયકને જીવનની દિશા આપે છે અને પછી તેની સાથે શું થાય છે તે દર્શકોએ ખાસ જોવું જોઇએ..."

  8/11
 • આ વેબસીરિઝમાં કોરોના પેન્ડેમિકનો પણ ઉલ્લેખ છે અને તેમાં નાયક કઈ રીતે આગળ આવીને લોકોની મદદ કરે છે તે જોવા જેવું છે.

  આ વેબસીરિઝમાં કોરોના પેન્ડેમિકનો પણ ઉલ્લેખ છે અને તેમાં નાયક કઈ રીતે આગળ આવીને લોકોની મદદ કરે છે તે જોવા જેવું છે.

  9/11
 • આ સંપૂર્ણ વેબસીરિઝમાં નાયક કેવી રીતે એક કૉલેજિયન છોકરામાંથી કઈ રીતે મેચ્યોરિટી તરફ વળે છે તેનો આખો ઘટનાક્રમ દર્શાવવામાં આવ્યો છે. આ આખી વેબસીરિઝમાં નાયિકા કે નાયક બન્નેમાંથી કોઇની પણ નેગેટિવિટી બતાવવાનો ક્યાંય કોઇ પ્રયત્ન નથી.

  આ સંપૂર્ણ વેબસીરિઝમાં નાયક કેવી રીતે એક કૉલેજિયન છોકરામાંથી કઈ રીતે મેચ્યોરિટી તરફ વળે છે તેનો આખો ઘટનાક્રમ દર્શાવવામાં આવ્યો છે. આ આખી વેબસીરિઝમાં નાયિકા કે નાયક બન્નેમાંથી કોઇની પણ નેગેટિવિટી બતાવવાનો ક્યાંય કોઇ પ્રયત્ન નથી.

  10/11
 • આખી વેબસીરિઝ બે એવા વ્યક્તિઓના વિરહ-મિલનની ઘટના છે જેમાં એક વ્યક્તિ ખૂબ જ પ્રેક્ટિકલ છે તો બીજી ખૂબ જ ઇમોશનલ. આમ બન્ને અંતિમ એક જગ્યાએ મળે છે અને છૂટા પડે છે દરમિયાન તેમના જીવનના તાણાવાણામાં ગુંથાયેલું આ વેબસીરિઝનું કથાનક દર્શકોમાં લોકપ્રિયતા મેળવી શકશે તેવી આશા સાથે અમે ટૂંક સમયમાં જ લાવી રહ્યા છીએ, "રિલેશન શીટ"- વાતો મારા પ્રેમની...

  આખી વેબસીરિઝ બે એવા વ્યક્તિઓના વિરહ-મિલનની ઘટના છે જેમાં એક વ્યક્તિ ખૂબ જ પ્રેક્ટિકલ છે તો બીજી ખૂબ જ ઇમોશનલ. આમ બન્ને અંતિમ એક જગ્યાએ મળે છે અને છૂટા પડે છે દરમિયાન તેમના જીવનના તાણાવાણામાં ગુંથાયેલું આ વેબસીરિઝનું કથાનક દર્શકોમાં લોકપ્રિયતા મેળવી શકશે તેવી આશા સાથે અમે ટૂંક સમયમાં જ લાવી રહ્યા છીએ, "રિલેશન શીટ"- વાતો મારા પ્રેમની...

  11/11
 • loading...

ફોટોઝ વિશે

નેશનલ એવૉર્ડ વિનર ફિલ્મ હેલ્લારો ફેમ અભિનેતા રાજન ઠાકર ટૂંક સમયમાં જ હવે પ્રણય ઠાકર દિગ્દર્શિત વેબસીરિઝ 'રિલેશનશીટ'માં જોવા મળશે. આ વેબસીરિઝમાં અભિનેતા રાજન ઠાકર સાથે અભિનેત્રી મેની રાવલ મુખ્ય પાત્રમાં જોવા મળશે. એક તરફ જ્યાં આ વેબસીરિઝ સંબંધોની માયાજાળ વિશેની સ્ટોરી દર્શાવશે તો બીજી તરફ નાયક અને નાયિકાના પ્રેમની વાતો જોવા મળશે. 

First Published: 2nd February, 2021 13:45 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK