Happy Teacher's Day: ગુરુ-શિષ્યના સંબંધો પર બનેલી બૉલીવુડની આ ફિલ્મો આપણને ઘણું શીખવી જાય છે

Updated: 5th September, 2020 15:08 IST | Rachana Joshi
 • ફિલ્મ: જાગૃતિ (1954) સત્યેન બોઝની 'જાગૃતિ' પ્રથમ હિન્દી ફિલ્મ હતી. જે શિક્ષકોના યોગદાનને ઉજાગર કરતી હતી. ફિલ્મમાં શિક્ષકની ભૂમિકા અભિ ભટ્ટાચાર્ય દ્વારા ભજવવામાં આવી હતી. જેણે મહાત્મા ગાંધીની વાર્તા કહીને તેમના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. આ ફિલ્મનું 'દે દી હમે આઝાદી' અને 'આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાનકી' ગીત આજે પણ લોકપ્રિય છે.

  ફિલ્મ: જાગૃતિ (1954)

  સત્યેન બોઝની 'જાગૃતિ' પ્રથમ હિન્દી ફિલ્મ હતી. જે શિક્ષકોના યોગદાનને ઉજાગર કરતી હતી. ફિલ્મમાં શિક્ષકની ભૂમિકા અભિ ભટ્ટાચાર્ય દ્વારા ભજવવામાં આવી હતી. જેણે મહાત્મા ગાંધીની વાર્તા કહીને તેમના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. આ ફિલ્મનું 'દે દી હમે આઝાદી' અને 'આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાનકી' ગીત આજે પણ લોકપ્રિય છે.

  1/21
 • ફિલ્મ: શ્રી 420 (1955) વર્ષ 1955માં રાજ કપૂરની ફિલ્મ 'શ્રી 420' આવી હતી. આ ફિલ્મ સંપૂર્ણ રીતે શિક્ષક અને વિદ્યાર્થીઓ પર આધારિત હોવાનું કહી શકાય નહીં. પરંતુ તેમાં શિક્ષક તરીકે નરગિસની ભૂમિકા જબરદસ્ત હતી. ફિલ્મનું ગીત 'ઈચક દાના, બિચક દાના....' આજે પણ બાળકોમાં લોકપ્રિય છે.

  ફિલ્મ: શ્રી 420 (1955)

  વર્ષ 1955માં રાજ કપૂરની ફિલ્મ 'શ્રી 420' આવી હતી. આ ફિલ્મ સંપૂર્ણ રીતે શિક્ષક અને વિદ્યાર્થીઓ પર આધારિત હોવાનું કહી શકાય નહીં. પરંતુ તેમાં શિક્ષક તરીકે નરગિસની ભૂમિકા જબરદસ્ત હતી. ફિલ્મનું ગીત 'ઈચક દાના, બિચક દાના....' આજે પણ બાળકોમાં લોકપ્રિય છે.

  2/21
 • ફિલ્મ: શાર્ગિદ (1967) ફિલ્મ 'પડોસન'ની જેમ જ આ ફિલ્મમાં આઈએસ જોહરને કંઈક આ જ પ્રકારની શિક્ષા આપે છે.

  ફિલ્મ: શાર્ગિદ (1967)

  ફિલ્મ 'પડોસન'ની જેમ જ આ ફિલ્મમાં આઈએસ જોહરને કંઈક આ જ પ્રકારની શિક્ષા આપે છે.

  3/21
 • ફિલ્મ: પડોસન (1968) 1960ના દાયકાની અત્યાર સુધીની શ્રેષ્ઠ કૉમેડી ફિલ્મ્સમાંની એક એટલે ફિલ્મ 'પડોસન'. કિશોર કુમાર તેમના શિષ્ય સુનિલ દત્તને શીખવે છે કે, કેવી રીતે તેના ઘરની સામે રહેતી સાયરા બાનુના હૃદયમાં પ્રવેશ કરવો

  ફિલ્મ: પડોસન (1968)

  1960ના દાયકાની અત્યાર સુધીની શ્રેષ્ઠ કૉમેડી ફિલ્મ્સમાંની એક એટલે ફિલ્મ 'પડોસન'. કિશોર કુમાર તેમના શિષ્ય સુનિલ દત્તને શીખવે છે કે, કેવી રીતે તેના ઘરની સામે રહેતી સાયરા બાનુના હૃદયમાં પ્રવેશ કરવો

  4/21
 • ફિલ્મ: પરિચય (1972) ગુલઝાર દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં જીતેન્દ્ર પાંચ બેશિસ્ત બાળકોના શિક્ષકની ભૂમિકા ભજવી હતી. જે તેમના જીવનને પ્રેમથી બદલી નાખે છે.

  ફિલ્મ: પરિચય (1972)

  ગુલઝાર દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં જીતેન્દ્ર પાંચ બેશિસ્ત બાળકોના શિક્ષકની ભૂમિકા ભજવી હતી. જે તેમના જીવનને પ્રેમથી બદલી નાખે છે.

  5/21
 • ફિલ્મ: બુલંદી (1981) 1981માં આવેલી ફિલ્મ 'બુલંદી'માં રાજકુમાર એક શિસ્તપ્રિય પ્રોફેસર બન્યા છે.

  ફિલ્મ: બુલંદી (1981)

  1981માં આવેલી ફિલ્મ 'બુલંદી'માં રાજકુમાર એક શિસ્તપ્રિય પ્રોફેસર બન્યા છે.

  6/21
 • ફિલ્મ: હિપ હિપ હુર્રે (1984) શિક્ષકની ભૂમિકામાં જોવા મળેલાં રાજકિરણની આ ફિલ્મ થિયેટરમાં બહુ ચાલી નહોતી. પરંતુ ભારતીય સિનેમાના ઈતિહાસમાં શિક્ષક વિદ્યાર્થીના સંબંધને દર્શાવતી તે શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. ફિલ્મમાં રાજકિરણ તેમની ફૂટબોલ ટીમના વિદ્યાર્થીઓને જીતવા માટે પ્રેરણા આપતા જોવા મળી રહ્યાં છે.

  ફિલ્મ: હિપ હિપ હુર્રે (1984)

  શિક્ષકની ભૂમિકામાં જોવા મળેલાં રાજકિરણની આ ફિલ્મ થિયેટરમાં બહુ ચાલી નહોતી. પરંતુ ભારતીય સિનેમાના ઈતિહાસમાં શિક્ષક વિદ્યાર્થીના સંબંધને દર્શાવતી તે શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. ફિલ્મમાં રાજકિરણ તેમની ફૂટબોલ ટીમના વિદ્યાર્થીઓને જીતવા માટે પ્રેરણા આપતા જોવા મળી રહ્યાં છે.

  7/21
 • ફિલ્મ: સર (1993) મહેશ ભટ્ટની 'સર'માં નસીરુદ્દીન શાહ એક શિક્ષક તરીકે શીખવે પણ છે અને જ્યારે પરિસ્થિતિ બદલાય છે ત્યારે વિશ્વનો સામનો પણ કરે છે.

  ફિલ્મ: સર (1993)

  મહેશ ભટ્ટની 'સર'માં નસીરુદ્દીન શાહ એક શિક્ષક તરીકે શીખવે પણ છે અને જ્યારે પરિસ્થિતિ બદલાય છે ત્યારે વિશ્વનો સામનો પણ કરે છે.

  8/21
 • ફિલ્મ: રૉકફોર્ડ (1999) નાગેશ કુકનૂરની ફિલ્મમાં બોર્ડિંગ સ્કૂલમાં રહેતા 13 વર્ષના છોકરાની વાત છે. નંદિતા દાસે તેમાં આકર્ષક શિક્ષક મિસ વેગાસની ભૂમિકા ભજવી હતી.

  ફિલ્મ: રૉકફોર્ડ (1999)

  નાગેશ કુકનૂરની ફિલ્મમાં બોર્ડિંગ સ્કૂલમાં રહેતા 13 વર્ષના છોકરાની વાત છે. નંદિતા દાસે તેમાં આકર્ષક શિક્ષક મિસ વેગાસની ભૂમિકા ભજવી હતી.

  9/21
 • ફિલ્મ: મોહબ્બતેં (2000) 'મોહબત્તેં'માં અમિતાભ બચ્ચને ગુરૂકુળની પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન ઉપર ચાલનારા ડીનના રૂપમાં અભિનય કર્યો હતો. અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં પોતાની ભૂમિકાને યાદગાર બનાવી દીધી હતી. ફિલ્મમાં તેઓ ચંચળ વિદ્યાર્થી શાહરૂખ ખાનથી ત્રાસી ગયા હતા. પરંતુ ફિલ્મમાં બન્નેએ એકબીજાને પાઠ ભણાવ્યા છે.

  ફિલ્મ: મોહબ્બતેં (2000)

  'મોહબત્તેં'માં અમિતાભ બચ્ચને ગુરૂકુળની પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન ઉપર ચાલનારા ડીનના રૂપમાં અભિનય કર્યો હતો. અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં પોતાની ભૂમિકાને યાદગાર બનાવી દીધી હતી. ફિલ્મમાં તેઓ ચંચળ વિદ્યાર્થી શાહરૂખ ખાનથી ત્રાસી ગયા હતા. પરંતુ ફિલ્મમાં બન્નેએ એકબીજાને પાઠ ભણાવ્યા છે.

  10/21
 • ફિલ્મ: મૈં હું ના (2004) આ ફિલ્મમાં શાહરૂખ ખાન વિદ્યાર્થી બન્યો હતો અને તે તેનાથી નાની ઉંમરની પણ તેની શિક્ષિકા સુષ્મિતા સેનનો દિવાનો હતો.

  ફિલ્મ: મૈં હું ના (2004)

  આ ફિલ્મમાં શાહરૂખ ખાન વિદ્યાર્થી બન્યો હતો અને તે તેનાથી નાની ઉંમરની પણ તેની શિક્ષિકા સુષ્મિતા સેનનો દિવાનો હતો.

  11/21
 • ફિલ્મ: ઈકબાલ (2005) સાંભળી અને બોલી ન શકતો એક યુવાન દેશ માટે ક્રિકેટ રમવાનું સપનું જોવે છે. જોકે, તેના પિતા આ વાતનો વિરોધ કરે છે. પણ પછી બહેનની મદદથી તેને એક કોચ અને માર્ગદર્શક મળે છે. જે તેનું જીવન બદલે છે.

  ફિલ્મ: ઈકબાલ (2005)

  સાંભળી અને બોલી ન શકતો એક યુવાન દેશ માટે ક્રિકેટ રમવાનું સપનું જોવે છે. જોકે, તેના પિતા આ વાતનો વિરોધ કરે છે. પણ પછી બહેનની મદદથી તેને એક કોચ અને માર્ગદર્શક મળે છે. જે તેનું જીવન બદલે છે.

  12/21
 • ફિલ્મ: બ્લેક (2005) સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં શિક્ષક બનેલા અમિતાભ બચ્ચન મૂંગી-બહેરી છોકરીને જીવન જીવતા શીખવાડયું અને સમાજને બતાવ્યું કે જીવવાનો અધિકાર દરેક વ્યક્તિને છે

  ફિલ્મ: બ્લેક (2005)

  સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં શિક્ષક બનેલા અમિતાભ બચ્ચન મૂંગી-બહેરી છોકરીને જીવન જીવતા શીખવાડયું અને સમાજને બતાવ્યું કે જીવવાનો અધિકાર દરેક વ્યક્તિને છે

  13/21
 • ફિલ્મ: ચક દે ઈન્ડિયા (2007) ફિલ્મમાં કોચ કબીર ખાન બનેલા શાહરૂખ ખાને નબળી ભારતીય મહિલા હોકી ટીમને વર્લ્ડ કપમાં સ્થાન અપાવ્યું અને ર્વ્લ્ડ કપ જીતાડયો પણ. સાથે જ પોતાના પરથી દેશદ્રોહી હોવાનો દાગ પણ દુર કર્યો હતો.

  ફિલ્મ: ચક દે ઈન્ડિયા (2007)

  ફિલ્મમાં કોચ કબીર ખાન બનેલા શાહરૂખ ખાને નબળી ભારતીય મહિલા હોકી ટીમને વર્લ્ડ કપમાં સ્થાન અપાવ્યું અને ર્વ્લ્ડ કપ જીતાડયો પણ. સાથે જ પોતાના પરથી દેશદ્રોહી હોવાનો દાગ પણ દુર કર્યો હતો.

  14/21
 • ફિલ્મ: તારે ઝમીન પર (2007) અભિનેતા આમિર ખાને ફિલ્મ 'તારે જમીન પર'માં એક શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. આ પાત્રમાં અભિનેતા બાળકોને અલગ રીતે જ ભણાવે છે. જેમાં તે આસાન રીતે બાળકોન ભણાવવાની વાત કરે છે. તે પુસ્તકોથી અલગ પોતાના એક વિદ્યાર્થીને ડે ડિસ્લેક્સિયાની બિમારીથી પીડિત છે. તેને પણ ખુબ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

  ફિલ્મ: તારે ઝમીન પર (2007)

  અભિનેતા આમિર ખાને ફિલ્મ 'તારે જમીન પર'માં એક શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. આ પાત્રમાં અભિનેતા બાળકોને અલગ રીતે જ ભણાવે છે. જેમાં તે આસાન રીતે બાળકોન ભણાવવાની વાત કરે છે. તે પુસ્તકોથી અલગ પોતાના એક વિદ્યાર્થીને ડે ડિસ્લેક્સિયાની બિમારીથી પીડિત છે. તેને પણ ખુબ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

  15/21
 • ફિલ્મ: 3 ઈડિયટ્સ (2009) આ ફિલ્મમાં એક એવા વિદ્યાર્થીની વાર્તા રજૂ કરવામાં આવી હતી, જેની પાસે કોઈ સુવિધા નથી. છતાં પણ તેણે પોતાના જુસ્સા પર કોઈ ખચકાટ કર્યા વિના વિશ્વની સામે પોતાની ક્ષમતા સાબિત કરી. પાછળથી તે માત્ર એક મહાન શિક્ષક જ નહીં પરંતુ એક મહાન શિક્ષક જ નહીં પણ એક મહાન વૈજ્ઞાનિક પણ બને છે. ફિલ્મની વાર્તાએ ઘણા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે.

  ફિલ્મ: 3 ઈડિયટ્સ (2009)

  આ ફિલ્મમાં એક એવા વિદ્યાર્થીની વાર્તા રજૂ કરવામાં આવી હતી, જેની પાસે કોઈ સુવિધા નથી. છતાં પણ તેણે પોતાના જુસ્સા પર કોઈ ખચકાટ કર્યા વિના વિશ્વની સામે પોતાની ક્ષમતા સાબિત કરી. પાછળથી તે માત્ર એક મહાન શિક્ષક જ નહીં પરંતુ એક મહાન શિક્ષક જ નહીં પણ એક મહાન વૈજ્ઞાનિક પણ બને છે. ફિલ્મની વાર્તાએ ઘણા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે.

  16/21
 • ફિલ્મ: પાઠશાલા (2010) આ ફિલ્મમાં શાહિદ કપૂર એક શિક્ષકની ભૂમિકા ભજવે છે અને તે ફિલ્મમાં એજ્યુકેશન સિસ્ટમ અંગે સવાલો ઉઠાવતો જોવા મળ્યો હતો.

  ફિલ્મ: પાઠશાલા (2010)

  આ ફિલ્મમાં શાહિદ કપૂર એક શિક્ષકની ભૂમિકા ભજવે છે અને તે ફિલ્મમાં એજ્યુકેશન સિસ્ટમ અંગે સવાલો ઉઠાવતો જોવા મળ્યો હતો.

  17/21
 • ફિલ્મ: આરક્ષણ (2011) ગુરુ અને શિષ્યના સંબંધો પર આધારીત આ ફિલ્મમાં દિગ્ગજ અમિતાભ બચ્ચન આચાર્ય તરીકે જોવા મળ્યા હતા. જે પાછળથી એક સમાજ સેવક બની જાય છે. આ ફિલ્મમાં બિગ બી સિસ્ટમ સામે લડતા જોવા મળ્યા હતા.

  ફિલ્મ: આરક્ષણ (2011)

  ગુરુ અને શિષ્યના સંબંધો પર આધારીત આ ફિલ્મમાં દિગ્ગજ અમિતાભ બચ્ચન આચાર્ય તરીકે જોવા મળ્યા હતા. જે પાછળથી એક સમાજ સેવક બની જાય છે. આ ફિલ્મમાં બિગ બી સિસ્ટમ સામે લડતા જોવા મળ્યા હતા.

  18/21
 • ફિલ્મ: હિચકી (2018) અભિનેત્રી રાની મુખર્જીએ ફિલ્મ 'હિચકી'માં એક સ્પેશ્યલ ટીચરનો રોલ નિભાવ્યો છે. જેમાં એક સિન્ડ્રોમના કારણે વાંરવાર હિચકી આવે છે. ફિલ્મમાં અભિનેત્રીએ પહેલાથી જ ખુબ મુશ્કેલીઓ વેઠી છે. તે જે બાળકોની આર્થિક સ્થિતિ ખરાબ છે તેવા બાળકોને ભણાવે છે. તેના માટે તેને ખુબ મહેનત કરવી પડે છે.

  ફિલ્મ: હિચકી (2018)

  અભિનેત્રી રાની મુખર્જીએ ફિલ્મ 'હિચકી'માં એક સ્પેશ્યલ ટીચરનો રોલ નિભાવ્યો છે. જેમાં એક સિન્ડ્રોમના કારણે વાંરવાર હિચકી આવે છે. ફિલ્મમાં અભિનેત્રીએ પહેલાથી જ ખુબ મુશ્કેલીઓ વેઠી છે. તે જે બાળકોની આર્થિક સ્થિતિ ખરાબ છે તેવા બાળકોને ભણાવે છે. તેના માટે તેને ખુબ મહેનત કરવી પડે છે.

  19/21
 • ફિલ્મ: સુપર 30 (2019) ઋત્વિક રોશને 'સુપર 30'માં ટીચરનું પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મ મશહૂર શિક્ષક આનંદ કુમારની બાયોપિક છે. જેમાં તેણે ગણિતના શિક્ષકનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં ઋત્વિક રોશન ગરીબ બાળકોને ભણાવે છે અને તેમને આઈઆઈટીમાં એડમિશનની તૈયારી કરાવે છે. ફિલ્મમાં ઋત્વિક રોશનની એક્ટિંગના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા.

  ફિલ્મ: સુપર 30 (2019)

  ઋત્વિક રોશને 'સુપર 30'માં ટીચરનું પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મ મશહૂર શિક્ષક આનંદ કુમારની બાયોપિક છે. જેમાં તેણે ગણિતના શિક્ષકનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં ઋત્વિક રોશન ગરીબ બાળકોને ભણાવે છે અને તેમને આઈઆઈટીમાં એડમિશનની તૈયારી કરાવે છે. ફિલ્મમાં ઋત્વિક રોશનની એક્ટિંગના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા.

  20/21
 • ફિલ્મ: ચૉક એન્ડ ડસ્ટર (2019) આ ફિલ્મમાં શબાના આઝમી સહિત અન્ય ઘણા કલાકારોએ શિક્ષકો અને વિદ્યાર્થીઓની કેમેસ્ટ્રીને સફળતાપૂર્વક પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો છે.

  ફિલ્મ: ચૉક એન્ડ ડસ્ટર (2019)

  આ ફિલ્મમાં શબાના આઝમી સહિત અન્ય ઘણા કલાકારોએ શિક્ષકો અને વિદ્યાર્થીઓની કેમેસ્ટ્રીને સફળતાપૂર્વક પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો છે.

  21/21
 • loading...

ફોટોઝ વિશે

દર વર્ષે ભારતમાં પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ અને સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, માતાપિતા આપણા પહેલા શિક્ષકો છે. અલબત્ત તેમાં કોઈ શંકા નથી. પરંતુ જો કોઈ આપણને શિક્ષકનો સાચો અર્થ કહે છે, તો તે આપણા શાળાના શિક્ષક છે. બાળમાનસ પર શાળાના શિક્ષકોની છબી, તેમના હાવભાવ, કોઈપણ કામ કરવાની તેમની રીત, એમની વિચારસરણી સુધીની દરેક બાબતો અસર કરે છે. આ શિક્ષકો જ વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાનની સાથે સાથે જીવનનું જ્ઞાન પણ આપે છે. આજથી નહીં આ રીત સદીઓથી ચાલતી આવી છે. ગુરુ તેના શિષ્યને દરેક ક્ષણનો સામનો કરવાનું શીખવે છે તો શિષ્ય પણ અંગૂઠો કાપીને ગુરુના ચરણોમાં અર્પણ કરવાનું ચુકતો નથી. ગુરુ-શિષ્યના આ પવિત્ર સંબંધની મીઠાશ બૉલીવુડની ફિલ્મોમાં પણ જોવા મળે છે. ગુરુ-શિષ્યના સંબંધને દર્શાવતી અનેક લોકપ્રિય ફિલ્મો બૉલીવુડમાં પણ છે. આજના આ અવસરે આપણે બૉલીવુડની ગુરુ-શિષ્યના સંબંધો પર આધારિત ફિલ્મો પર એક નજર કરીએ...

(તસવીર સૌજન્ય: વિકિપીડિયા)

First Published: 5th September, 2020 14:30 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK