ગુજરાતી ફિલ્મોનાં જાણીતાં અભિનેત્રી પ્રાંજલ ભટ્ટે કર્યા લગ્ન, જુઓ તસવીરો

Updated: Jul 20, 2020, 13:45 IST | Shilpa Bhanushali
 • ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ જેમણે ઘણી સુપરહિટ અને હિટ ફિલ્મો આપી છે. પ્રાંજલ ભટ્ટે 1500થી વધારે વીડિયો આલ્બમમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું છે. તેમને ઘણાં નેશનલ અને ઇન્ટરનેશનલ એવૉર્ડ્સ પણ મળ્યા છે. 

  ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ જેમણે ઘણી સુપરહિટ અને હિટ ફિલ્મો આપી છે. પ્રાંજલ ભટ્ટે 1500થી વધારે વીડિયો આલ્બમમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું છે. તેમને ઘણાં નેશનલ અને ઇન્ટરનેશનલ એવૉર્ડ્સ પણ મળ્યા છે. 

  1/9
 • અભિનેત્રીને વર્ષ 2019માં FFI દ્વારા ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. 2019માં સરકારશ્રી તરફથી વિશેષ પ્રતિભા સન્માન એવૉર્ડ સામાજિક કાર્યો કરવા બદલ આપવામાં આવ્યો. પ્રાંજલ ભટ્ટ BJPના મુખ્ય સ્ટાર પ્રચારક તરીકે લોકસભા, વલસાડ નગરપાલિકામાં સ્વચ્છ ભારત અભિયાનમાં મુખ્ય બ્રાન્ડ એમ્બેસેડર, બેટી બચાઓ બેટી પઢાઓ જેવા અનેક સમાજલક્ષી કાર્યોમાં સક્રિય છે. હાલમાં BJP માં મહિલા સંગઠનમાં મુખ્ય સ્ટાર પ્રચારક તરીકે સક્રીય છે.

  અભિનેત્રીને વર્ષ 2019માં FFI દ્વારા ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. 2019માં સરકારશ્રી તરફથી વિશેષ પ્રતિભા સન્માન એવૉર્ડ સામાજિક કાર્યો કરવા બદલ આપવામાં આવ્યો. પ્રાંજલ ભટ્ટ BJPના મુખ્ય સ્ટાર પ્રચારક તરીકે લોકસભા, વલસાડ નગરપાલિકામાં સ્વચ્છ ભારત અભિયાનમાં મુખ્ય બ્રાન્ડ એમ્બેસેડર, બેટી બચાઓ બેટી પઢાઓ જેવા અનેક સમાજલક્ષી કાર્યોમાં સક્રિય છે. હાલમાં BJP માં મહિલા સંગઠનમાં મુખ્ય સ્ટાર પ્રચારક તરીકે સક્રીય છે.

  2/9
 • પ્રાંજલ ભટ્ટ 'પ્રીત જનમો જનમની ભુલાશે નહિ', 'પાટણથી પાકિસ્તાન', 'તું તો સાજણ મારા કાળજે કોરાણી', 'મોંઘેરા મૂલની ચુંદડી હો સાયબા', 'આખરી ફેસલો', 'ઢોલો મારા મલકનો', 'ડ્રાઈવર દિલવાળો', 'દીકરો કહું કે દેવ', 'સાંવરિયા લઇદે હો રંગની ચૂડી', 'દેશ પરદેશ', 'મેં તો હૈયે લખ્યું સાજણ તારૂ નામ', 'બાપ ધમાલ દીકરા કમાલ', 'મોટા ઘરની વહુ', 'લક્ષ્મી આવી આંગણે', 'સેંથીનું સિંદુર', 'શૂટ આઉટ' જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળ્યા છે.

  પ્રાંજલ ભટ્ટ 'પ્રીત જનમો જનમની ભુલાશે નહિ', 'પાટણથી પાકિસ્તાન', 'તું તો સાજણ મારા કાળજે કોરાણી', 'મોંઘેરા મૂલની ચુંદડી હો સાયબા', 'આખરી ફેસલો', 'ઢોલો મારા મલકનો', 'ડ્રાઈવર દિલવાળો', 'દીકરો કહું કે દેવ', 'સાંવરિયા લઇદે હો રંગની ચૂડી', 'દેશ પરદેશ', 'મેં તો હૈયે લખ્યું સાજણ તારૂ નામ', 'બાપ ધમાલ દીકરા કમાલ', 'મોટા ઘરની વહુ', 'લક્ષ્મી આવી આંગણે', 'સેંથીનું સિંદુર', 'શૂટ આઉટ' જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળ્યા છે.

  3/9
 • તેમણે વર્ષ ૨૦૧૭ માં નિર્માત્રી તરીકે ‘ધ એન્ડ’ નામની ફિલ્મ પણ પી.વાય.પ્રોડક્શનના બેનર હેઠળ બનાવી હતી. અને તેમાં પણ તેઓ મુખ્ય અભિનેત્રીનાં પાત્રમાં જોવા મળ્યાં હતાં.

  તેમણે વર્ષ ૨૦૧૭ માં નિર્માત્રી તરીકે ‘ધ એન્ડ’ નામની ફિલ્મ પણ પી.વાય.પ્રોડક્શનના બેનર હેઠળ બનાવી હતી. અને તેમાં પણ તેઓ મુખ્ય અભિનેત્રીનાં પાત્રમાં જોવા મળ્યાં હતાં.

  4/9
 • પ્રાંજલ ભટ્ટે ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમાર, જીત ઉપેન્દ્ર, હિતુ કનોડિયા, ચંદન રાઠોડ, વિક્રમ ઠાકોર તથા જગદીશ ઠાકોર જેવા અનેક લોકપ્રિય કલાકારો સાથે મુખ્ય અભિનેત્રી તરીકે સફળ જોડી જમાવી હતી. તેઓને ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ ત્રણવાર મળ્યો છે. 

  પ્રાંજલ ભટ્ટે ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમાર, જીત ઉપેન્દ્ર, હિતુ કનોડિયા, ચંદન રાઠોડ, વિક્રમ ઠાકોર તથા જગદીશ ઠાકોર જેવા અનેક લોકપ્રિય કલાકારો સાથે મુખ્ય અભિનેત્રી તરીકે સફળ જોડી જમાવી હતી. તેઓને ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ ત્રણવાર મળ્યો છે. 

  5/9
 • દરેક નામાંકિત હીરો સાથે તેઓ મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી ચુક્યાં છે. જેમાં તેમનો યાદગાર રોલ જાનકીનાં પાત્રમાં ફિલ્મ ‘પ્રીત જનમો જનમની ભુલાશે નહિ’નો રહ્યો છે. તેમજ ‘લક્ષ્મી આવી આંગણે’માં તેમનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું.

  દરેક નામાંકિત હીરો સાથે તેઓ મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી ચુક્યાં છે. જેમાં તેમનો યાદગાર રોલ જાનકીનાં પાત્રમાં ફિલ્મ ‘પ્રીત જનમો જનમની ભુલાશે નહિ’નો રહ્યો છે. તેમજ ‘લક્ષ્મી આવી આંગણે’માં તેમનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું.

  6/9
 • ઘણા યુવા દિલોની ધડકન બનેલી પ્રાંજલ ભટ્ટે આમ અચાનક લગ્ન કરી લેતા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ વાતની જાણ બહુ ઓછા લોકોને હતી. છેલ્લા જૂન મહિનાની ૨૫ મી તારીખે બંને નવદંપતી લગ્નબંધને જોડાયા છે. ઘણીવાર એવું બનતું આવ્યું છે કે આપણા ચહિતા કલાકારો ક્યારે લગ્ન કરી લે તેનો ખ્યાલ તેઓ પોતાના ચાહકોને નથી આવવા દેતા. પછી અચાનક તેઓ સરપ્રાઈઝ આપી સામે આવતા હોય છે. 

  ઘણા યુવા દિલોની ધડકન બનેલી પ્રાંજલ ભટ્ટે આમ અચાનક લગ્ન કરી લેતા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ વાતની જાણ બહુ ઓછા લોકોને હતી. છેલ્લા જૂન મહિનાની ૨૫ મી તારીખે બંને નવદંપતી લગ્નબંધને જોડાયા છે. ઘણીવાર એવું બનતું આવ્યું છે કે આપણા ચહિતા કલાકારો ક્યારે લગ્ન કરી લે તેનો ખ્યાલ તેઓ પોતાના ચાહકોને નથી આવવા દેતા. પછી અચાનક તેઓ સરપ્રાઈઝ આપી સામે આવતા હોય છે. 

  7/9
 • આવું જ કંઇક ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી પ્રાંજલ ભટ્ટે કર્યું છે. અચાનક લગ્નના સમાચાર આવતા આ વાત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ચર્ચાનો વિષય બની છે. તેઓ આમ લગ્ન કરી લેશે તેવી કોઈને જાણ નહોતી. એમના લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કોઈપણ કલાકારો જોવા મળ્યાં નહોતાં.

  આવું જ કંઇક ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી પ્રાંજલ ભટ્ટે કર્યું છે. અચાનક લગ્નના સમાચાર આવતા આ વાત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ચર્ચાનો વિષય બની છે. તેઓ આમ લગ્ન કરી લેશે તેવી કોઈને જાણ નહોતી. એમના લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કોઈપણ કલાકારો જોવા મળ્યાં નહોતાં.

  8/9
 • હવે પ્રાંજલ ભટ્ટના ચાહકો અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એ પ્રશ્ન હશે અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ લગ્ન બાદ પણ ફિલ્મોમાં કામ કરશે કે અન્ય અભિનેત્રીઓની જેમ પોતાનું ઘરસંસાર સંભાળશે? પરંતુ આપણે તે નવદંપતીને અભિનંદન આપીએ કે આપનું લગ્નજીવન સફળ નીવડે.

  હવે પ્રાંજલ ભટ્ટના ચાહકો અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એ પ્રશ્ન હશે અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ લગ્ન બાદ પણ ફિલ્મોમાં કામ કરશે કે અન્ય અભિનેત્રીઓની જેમ પોતાનું ઘરસંસાર સંભાળશે? પરંતુ આપણે તે નવદંપતીને અભિનંદન આપીએ કે આપનું લગ્નજીવન સફળ નીવડે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ દિલ્હીના જાણીતા બિઝનેસમેન સુમિત ચૌધરી કે જેઓ MBA ટોપર અને ઇન્જિનીયર છે તથા હાલમાં પ્રતિષ્ઠિત બિઝનેસમેન છે. તેમણે ૨૫ જૂન ૨૦૨૦નાં રોજ લગ્ન કરી લીધા છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK