Goodbye 2020: વર્ષની બકવાસ ફિલ્મો

Published: 31st December, 2020 09:55 IST | Rachana Joshi
  • કૂલી નંબર વન વરુણ ધવન અને સારા અલી ખાનની આ ફિલ્મને લઈને ઘણી આશા હતી કે એ લોકોને મનોરંજન પૂરું પાડશે. જોકે આ ફિલ્મ ખૂબ જ બકવાસ નીકળી છે. ડેવિડ ધવન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને જોયા બાદ રીમેક શું કામ બનાવી એ સવાલ થાય છે.

    કૂલી નંબર વન

    વરુણ ધવન અને સારા અલી ખાનની આ ફિલ્મને લઈને ઘણી આશા હતી કે એ લોકોને મનોરંજન પૂરું પાડશે. જોકે આ ફિલ્મ ખૂબ જ બકવાસ નીકળી છે. ડેવિડ ધવન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને જોયા બાદ રીમેક શું કામ બનાવી એ સવાલ થાય છે.

    1/5
  • સડક 2 સંજય દત્ત, આદિત્ય રૉય કપૂર અને આલિયા ભટ્ટની આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ ગાળો આપી હતી. આ ફિલ્મ દ્વારા મહેશ ભટ્ટ ખૂબ જ લાંબા સમય બાદ ડિરેક્શનમાં આવ્યા હતા. જોકે એમ છતાં તેઓ તેમનો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

    સડક 2

    સંજય દત્ત, આદિત્ય રૉય કપૂર અને આલિયા ભટ્ટની આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ ગાળો આપી હતી. આ ફિલ્મ દ્વારા મહેશ ભટ્ટ ખૂબ જ લાંબા સમય બાદ ડિરેક્શનમાં આવ્યા હતા. જોકે એમ છતાં તેઓ તેમનો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

    2/5
  • લક્ષ્મી અક્ષયકુમાર અને કિયારા અડવાણીની આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જોરદાર હતું, પરંતુ ફિલ્મ એટલી જ ફૂસસસસસ હતી. દિવાળી દરમ્યાન રિલીઝ થયેલી આ ફિલ્મમાં અક્ષયકુમારે પહેલી વાર ટ્રાન્સજેન્ડરનું પાત્ર ભજવ્યું હતું. તેની પાસે ખૂબ જ સારો પ્લૉટ હતો, પરંતુ સ્ટોરીમાં દમ ન હોવાથી ફિલ્મ લોકોને પસંદ નહોતી પડી.

    લક્ષ્મી

    અક્ષયકુમાર અને કિયારા અડવાણીની આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જોરદાર હતું, પરંતુ ફિલ્મ એટલી જ ફૂસસસસસ હતી. દિવાળી દરમ્યાન રિલીઝ થયેલી આ ફિલ્મમાં અક્ષયકુમારે પહેલી વાર ટ્રાન્સજેન્ડરનું પાત્ર ભજવ્યું હતું. તેની પાસે ખૂબ જ સારો પ્લૉટ હતો, પરંતુ સ્ટોરીમાં દમ ન હોવાથી ફિલ્મ લોકોને પસંદ નહોતી પડી.

    3/5
  • દુર્ગામતી: ધ મિથ ભૂમિ પેડણેકરની ‘દુર્ગામતી : ધ મિથ’ પણ ખૂબ જ ચર્ચામાં હતી. હીરો તરીકે પહેલી વાર ભૂમિ તેના ખભા પર આ ફિલ્મને ઉઠાવી રહી હતી. જોકે ફિલ્મની સ્ટોરી, ડિરેક્શન બધું જ બકવાસ હતું. ભૂમિનાં એક્સપ્રેશન અને તેનો અવાજ પણ મૅચ નહોતા થઈ રહ્યા.

    દુર્ગામતી: ધ મિથ

    ભૂમિ પેડણેકરની ‘દુર્ગામતી : ધ મિથ’ પણ ખૂબ જ ચર્ચામાં હતી. હીરો તરીકે પહેલી વાર ભૂમિ તેના ખભા પર આ ફિલ્મને ઉઠાવી રહી હતી. જોકે ફિલ્મની સ્ટોરી, ડિરેક્શન બધું જ બકવાસ હતું. ભૂમિનાં એક્સપ્રેશન અને તેનો અવાજ પણ મૅચ નહોતા થઈ રહ્યા.

    4/5
  • લવ આજ કલ કાર્તિક આર્યન અને સારા અલી ખાનની આ ફિલ્મને લઈને દર્શકોને ખૂબ જ આશા હતી, પરંતુ એના પર એ ખરી નહોતી ઉતરી. સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની ઓરિજિનલ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ પડી હતી, પરંતુ સીક્વલમાં ઇમ્તિયાઝ અલી તેનો જાદુ નહોતો ચલાવી શક્યો.

    લવ આજ કલ

    કાર્તિક આર્યન અને સારા અલી ખાનની આ ફિલ્મને લઈને દર્શકોને ખૂબ જ આશા હતી, પરંતુ એના પર એ ખરી નહોતી ઉતરી. સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની ઓરિજિનલ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ પડી હતી, પરંતુ સીક્વલમાં ઇમ્તિયાઝ અલી તેનો જાદુ નહોતો ચલાવી શક્યો.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

કોરોના વાઇરસને કારણે માર્ચથી થિયેટર્સ બંધ છે, પરંતુ ત્યાર બાદ પણ બૉલીવુડ દ્વારા ઘણી ફિલ્મોને ઑનલાઇન રિલીઝ કરવામાં આવી છે. જોકે આ વર્ષે ઘણી ફિલ્મોને લઈને ઘણી આશા  રાખવામાં આવી હતી, પરંતુ એ લોકોની અપેક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. જેમાં ‘બાગી 3’, ‘સ્ટ્રીટ ડાન્સર 3D’, ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’, ‘મલંગ’, ‘જવાની જાનેમન’, ‘ઇન્દુ કી જવાની’ અને ‘ગુલાબો સિતાબો’નો સમાવેશ થાય છે. તો આવી જ કેટલીક ફિલ્મો જેવી પણ દર્શકોને એન્ટરટેઇન નહોતી કરી શકી તે જોઈએ...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK