જગદીપની દફન વિધિમાં પહોંચ્યા જોની લિવર, યાદ કર્યું કે તેમની નકલ કરી થયા ફેમસ

Updated: Jul 09, 2020, 14:17 IST | Chirantana Bhatt
 • બૉલિવુડના પ્રખ્યાત અભિનેતા જગદીપનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમનું સાચું નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. તેમણે 400 ફિલ્મો કરી છે પરંતુ શોલેમાં તેમનું 'સૂરમા ભોપાલી'નું પાત્ર હંમેશા યાદગાર રહ્યું. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પણ તેમના મૃત્યુથી શોકગ્રસ્ત છે.

  બૉલિવુડના પ્રખ્યાત અભિનેતા જગદીપનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમનું સાચું નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. તેમણે 400 ફિલ્મો કરી છે પરંતુ શોલેમાં તેમનું 'સૂરમા ભોપાલી'નું પાત્ર હંમેશા યાદગાર રહ્યું. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પણ તેમના મૃત્યુથી શોકગ્રસ્ત છે.

  1/10
 • જગદીપનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. તેમણે લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું હતું. જગદીપનો જન્મ 29 માર્ચ 1929 માં પંજાબના અમૃતસરમાં થયો હતો. પ્રખ્યાત કલાકારો જાવેદ જાફરી અને નાવેદ જાફરી તેના પુત્રો છે. તેઓ બુધવારે મોડી સાંજે સાડા આઠ વાગ્યે બાન્દ્રાના તેમના નિવાસ્થાને જ ગુજરી ગયા.

  જગદીપનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. તેમણે લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું હતું. જગદીપનો જન્મ 29 માર્ચ 1929 માં પંજાબના અમૃતસરમાં થયો હતો. પ્રખ્યાત કલાકારો જાવેદ જાફરી અને નાવેદ જાફરી તેના પુત્રો છે. તેઓ બુધવારે મોડી સાંજે સાડા આઠ વાગ્યે બાન્દ્રાના તેમના નિવાસ્થાને જ ગુજરી ગયા.

  2/10
 • શિયા કબ્રસ્તાન મઝગાંવમાં તેમની દફન વિધી કરાઇ હતી.

  શિયા કબ્રસ્તાન મઝગાંવમાં તેમની દફન વિધી કરાઇ હતી.

  3/10
 • નવી પેઢી તેમને અંદાઝ અપના અપના ફિલ્મમાં સલમાન ખાનનાં પિતાના રોલમાં ખુબ સારી પેઠે જાણે છે. તસવીરમાં સ્વજનો અંતિમ દર્શન માટે કબ્રસ્તાન પહોંચી રહ્યા છે.

  નવી પેઢી તેમને અંદાઝ અપના અપના ફિલ્મમાં સલમાન ખાનનાં પિતાના રોલમાં ખુબ સારી પેઠે જાણે છે. તસવીરમાં સ્વજનો અંતિમ દર્શન માટે કબ્રસ્તાન પહોંચી રહ્યા છે.

  4/10
 •  જી પી સિપ્પીની ફિલ્મ બ્રહ્મચારીમાં પણ જગદીપનો કૉમેડી રોલ ખુબ જ વખણાયો હતો.તસવીરમાં દિકરા નાવેદ જાફરી.

   જી પી સિપ્પીની ફિલ્મ બ્રહ્મચારીમાં પણ જગદીપનો કૉમેડી રોલ ખુબ જ વખણાયો હતો.તસવીરમાં દિકરા નાવેદ જાફરી.

  5/10
 • આયુષ્માન ખુરાનાએ જગદીપ જાફરીના નિધન વિશે ટ્વિટ કર્યું હતું. અભિનેતા અનુપમ ખેરે પણ જગદીપ વિષે આ રીતે પોતાની યાદગીરી શેર કરીને કહ્યું કે હજી એક સિતારો આકાશમાં ભળી ગયો. અનુભવ સિંહા તથા મનોજ બાજપાઇએ પણ જગદીપ સા'બના નિધન અંગે પોતાની પીડા વ્યક્ત કરી હતી.

  આયુષ્માન ખુરાનાએ જગદીપ જાફરીના નિધન વિશે ટ્વિટ કર્યું હતું. અભિનેતા અનુપમ ખેરે પણ જગદીપ વિષે આ રીતે પોતાની યાદગીરી શેર કરીને કહ્યું કે હજી એક સિતારો આકાશમાં ભળી ગયો. અનુભવ સિંહા તથા મનોજ બાજપાઇએ પણ જગદીપ સા'બના નિધન અંગે પોતાની પીડા વ્યક્ત કરી હતી.

  6/10
 • બાળ કલાકાર તરીકે કામ શરૂ કરનારા જગદીપે 1951માં બી આર ચોપરાની અફસાનામાં કામ કર્યું હતું અને ત્યાર પછી રાજ કપૂરે પ્રોડ્યૂસ કરેલી અબ દિલ્હી દૂર નહીં, કે અબ્બાસની મુન્ના અને ગુરુદત્તની આરપાર તથા બિમલ રોયની દો બીઘા ઝમીન ઉપરાંત એવીએમની હમ પંછી એક ડાલ કે ફિલ્મમાં યાદગાર અભિનય આપ્યો હતો. તસવીરમાં દિકરા જાવેદ જાફરી.  

  બાળ કલાકાર તરીકે કામ શરૂ કરનારા જગદીપે 1951માં બી આર ચોપરાની અફસાનામાં કામ કર્યું હતું અને ત્યાર પછી રાજ કપૂરે પ્રોડ્યૂસ કરેલી અબ દિલ્હી દૂર નહીં, કે અબ્બાસની મુન્ના અને ગુરુદત્તની આરપાર તથા બિમલ રોયની દો બીઘા ઝમીન ઉપરાંત એવીએમની હમ પંછી એક ડાલ કે ફિલ્મમાં યાદગાર અભિનય આપ્યો હતો. તસવીરમાં દિકરા જાવેદ જાફરી.

   

  7/10
 • તેમના અભિનયથી પ્રભાવિત થઇ પંડિત નેહરૂએ તેમને પોતાનો પર્સનલ સ્ટાફ ભેટમાં આપ્યો હતો.

  તેમના અભિનયથી પ્રભાવિત થઇ પંડિત નેહરૂએ તેમને પોતાનો પર્સનલ સ્ટાફ ભેટમાં આપ્યો હતો.

  8/10
 • જહોની લિવરથી માંડીને આયુષ્માન ખુરાના સુધીના ઘણા બૉલિવૂડ સ્ટાર્સે જગદીપ જાફરીને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની અંતિમ ક્રિયામા પણ જોની લિવર પહોંચ્યા હતા અને તેમણે પોતે જગદીપ પાસેથી કેટલું બધું શિખ્યા છે તેની વાત પણ કરી હતી. કઇ રીતે પોતે તેમની નકલ કરીને જ પ્રખ્યાત થયા તેવું તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું.

  જહોની લિવરથી માંડીને આયુષ્માન ખુરાના સુધીના ઘણા બૉલિવૂડ સ્ટાર્સે જગદીપ જાફરીને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની અંતિમ ક્રિયામા પણ જોની લિવર પહોંચ્યા હતા અને તેમણે પોતે જગદીપ પાસેથી કેટલું બધું શિખ્યા છે તેની વાત પણ કરી હતી. કઇ રીતે પોતે તેમની નકલ કરીને જ પ્રખ્યાત થયા તેવું તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું.

  9/10
 • અનુપમ ખેરે ટ્વીટમાં લખ્યું હતું કે કે એક હાસ્ય અભિનેતા તરીકે તે યુનિક હતા,તેમનો કોઇ તોટો જડે તેમ નહોતો. ઘણા વર્ષો પહેલા એક પાર્ટીમાં તેમણે મને કહ્યું, "બરખુરદાર હસવું સહેલું છે, હસાવવું ખૂબ મુશ્કેલ છે. તમારી ખોટ બહુ સાલશે."

  અનુપમ ખેરે ટ્વીટમાં લખ્યું હતું કે કે એક હાસ્ય અભિનેતા તરીકે તે યુનિક હતા,તેમનો કોઇ તોટો જડે તેમ નહોતો. ઘણા વર્ષો પહેલા એક પાર્ટીમાં તેમણે મને કહ્યું, "બરખુરદાર હસવું સહેલું છે, હસાવવું ખૂબ મુશ્કેલ છે. તમારી ખોટ બહુ સાલશે."

  10/10
 • loading...

ફોટોઝ વિશે

બૉલિવુડના પ્રખ્યાત અભિનેતા જગદીપનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમનું સાચું નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. તેમણે 400 ફિલ્મો કરી છે પરંતુ શોલેમાં તેમનું 'સૂરમા ભોપાલી'નું પાત્ર હંમેશા યાદગાર રહ્યું. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પણ તેમના મૃત્યુથી શોકગ્રસ્ત છે. જહોની લિવરથી માંડીને આયુષ્માન ખુરાના સુધીના ઘણા બૉલિવૂડ સ્ટાર્સે જગદીપ જાફરીને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની અંતિમ ક્રિયામા પણ જોની લિવર પહોંચ્યા હતા. તસવીરો યોગેન શાહ, શાદાબ ખાન, સુરેશ કારકેરા

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK