HBD Simone Singh: આ કારણોને લીધે લોકો માને છે અભિનેત્રીને સુપર સ્ટાર

Published: 10th November, 2020 14:21 IST | Keval Trivedi
  • સિમોન સિંહનો જન્મ જમશેદપુરમાં 10 નવેમ્બર, 1974ના રોજ થયો હતો. કારકિર્દીની શરૂઆત ટીવી સિરીયલ સી હોક્સથી કરી હતી, તે પછી વર્ષ 1995માં સ્વાભિમાનમાં જોવા મળ્યા હતા.

    સિમોન સિંહનો જન્મ જમશેદપુરમાં 10 નવેમ્બર, 1974ના રોજ થયો હતો. કારકિર્દીની શરૂઆત ટીવી સિરીયલ સી હોક્સથી કરી હતી, તે પછી વર્ષ 1995માં સ્વાભિમાનમાં જોવા મળ્યા હતા.

    1/14
  • સિમોન સિંહ લાઈમલાઈટમાં ત્યારે આવ્યા જ્યારે તે ‘હીના’માં જોવા મળી હતી. આ બાબતે વાતચીત કરતા સિમોને મિડ-ડેને કહ્યું હતું કે, જે લોકો મને હીના તરીકે ઓળખતા હશે તો એ મારા માટે સૌથી મોટો કોમ્પ્લિમેન્ટ કહેવાશે કારણ કે આ પાત્રએ લોકોના મગજમાં ભૂંસાય નહીં તેવી છાપ છોડી છે. 

    સિમોન સિંહ લાઈમલાઈટમાં ત્યારે આવ્યા જ્યારે તે ‘હીના’માં જોવા મળી હતી. આ બાબતે વાતચીત કરતા સિમોને મિડ-ડેને કહ્યું હતું કે, જે લોકો મને હીના તરીકે ઓળખતા હશે તો એ મારા માટે સૌથી મોટો કોમ્પ્લિમેન્ટ કહેવાશે કારણ કે આ પાત્રએ લોકોના મગજમાં ભૂંસાય નહીં તેવી છાપ છોડી છે. 

    2/14
  • તેમણે ઉમેર્યું કે, તમે હીનાની વાત કરો તો મોટા ભાગના લોકો કહેશે કે મારુ સાક્ષીનું પાત્ર (એક હસીના થી) સૌથી શ્રેષ્ઠ હતુ કારણ કે તેમાં લખાણ ખૂબ જ સરસ હતું.

    તેમણે ઉમેર્યું કે, તમે હીનાની વાત કરો તો મોટા ભાગના લોકો કહેશે કે મારુ સાક્ષીનું પાત્ર (એક હસીના થી) સૌથી શ્રેષ્ઠ હતુ કારણ કે તેમાં લખાણ ખૂબ જ સરસ હતું.

    3/14
  • સિમોન સિંહે લેખક-ફિલ્મનિર્માતા ફહાદ સમીર સાથે લગ્ન કર્યા છે. તેમ જ આ બંને વેબ સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝમાં પણ એકસાથે જોવા મળ્યા હતા.

    સિમોન સિંહે લેખક-ફિલ્મનિર્માતા ફહાદ સમીર સાથે લગ્ન કર્યા છે. તેમ જ આ બંને વેબ સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝમાં પણ એકસાથે જોવા મળ્યા હતા.

    4/14
  • ટીવી સિરીયલમાં પોતાનો દબદબો ધરાવતી સિમોન સિંહે ફિલ્મોમાં પણ નોંધપાત્ર કામ કર્યું છે. બિંગ સાયરલમાં સિમોનાના કામ બદલ તેની ખૂબ જ સરાહના થઈ હતી. તેમ જ કભી ખુશી કભી ગમ, કલ હો ના હો જેવી બૉલીવુડ બ્લોકબસ્ટર ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    ટીવી સિરીયલમાં પોતાનો દબદબો ધરાવતી સિમોન સિંહે ફિલ્મોમાં પણ નોંધપાત્ર કામ કર્યું છે. બિંગ સાયરલમાં સિમોનાના કામ બદલ તેની ખૂબ જ સરાહના થઈ હતી. તેમ જ કભી ખુશી કભી ગમ, કલ હો ના હો જેવી બૉલીવુડ બ્લોકબસ્ટર ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    5/14
  • સુર-ધ મેલોડી ઓફ લાઈફમાં સિમોન સિંહને તેની એક્ટિંગ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. તેમ જ એક હસીના થી માટે તેમને બેસ્ટ એક્ટ્રેસ ઈન નેગેટિવ રોલનો એવોર્ડ મળ્યો છે.

    સુર-ધ મેલોડી ઓફ લાઈફમાં સિમોન સિંહને તેની એક્ટિંગ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. તેમ જ એક હસીના થી માટે તેમને બેસ્ટ એક્ટ્રેસ ઈન નેગેટિવ રોલનો એવોર્ડ મળ્યો છે.

    6/14
  • પતિ સાથેના કામ કરવાના અનુભવ વ્યક્ત કરતા સિમોને મિડ-ડેને જણાવ્યું હતું કે, આમાં ખૂબ જ ફન હતું. અમે એક્સાઈટેડ હતા પરંતુ વિરોધી પાત્ર હોવાથી અમને ખાતરી નહોતી કે કામ કરવાની મજા આવશે કે નહીં. 

    પતિ સાથેના કામ કરવાના અનુભવ વ્યક્ત કરતા સિમોને મિડ-ડેને જણાવ્યું હતું કે, આમાં ખૂબ જ ફન હતું. અમે એક્સાઈટેડ હતા પરંતુ વિરોધી પાત્ર હોવાથી અમને ખાતરી નહોતી કે કામ કરવાની મજા આવશે કે નહીં. 

    7/14
  • કેમેરા સામે પહેલી વખત ફહાદ આવ્યો તો કમ્ફર્ટેબલ હતો કે નહીં એ બાબતે સિમોને કહ્યું કે, બધાનો ફીડબેક એવો જ હતો કે ફહાદ કેમેરામાં પણ નેચરલ જ છે. કેમેરા સામે પહેલી વખત આવ્યા હોવા છતાં તે એકદમ કમ્ફર્ટેબલ હતો. 

    કેમેરા સામે પહેલી વખત ફહાદ આવ્યો તો કમ્ફર્ટેબલ હતો કે નહીં એ બાબતે સિમોને કહ્યું કે, બધાનો ફીડબેક એવો જ હતો કે ફહાદ કેમેરામાં પણ નેચરલ જ છે. કેમેરા સામે પહેલી વખત આવ્યા હોવા છતાં તે એકદમ કમ્ફર્ટેબલ હતો. 

    8/14
  • સિમોન સિંહે વર્ષ 2014માં ટીવી શોમાંથી બ્રેક લઈને ફરી વર્ષ 2018માં વેબ શો ‘હક સે’માં કમબેક કર્યું હતું. 

    સિમોન સિંહે વર્ષ 2014માં ટીવી શોમાંથી બ્રેક લઈને ફરી વર્ષ 2018માં વેબ શો ‘હક સે’માં કમબેક કર્યું હતું. 

    9/14
  • સિમોને કહ્યું કે, હું પ્રોજેક્ટ કે પાત્રની પસંદગી ત્યારે કરુ જ્યારે મને લાગે કે તે કરવા જેવો છે, એમ નહીં લોકોની નજર સામે રહેવા માટે હું કોઈ પણ પ્રોજેક્ટની પસંદગી કરું. ફોટોઃ ટીવી શો બહુ બેગમના લોન્ચ ઈવેન્ટમાં સિમોન સિંહ, ડાયના ખાન, સમિક્ષા જૈસવાલ, અર્જીત તનેજા, રેહાન રોય.

    સિમોને કહ્યું કે, હું પ્રોજેક્ટ કે પાત્રની પસંદગી ત્યારે કરુ જ્યારે મને લાગે કે તે કરવા જેવો છે, એમ નહીં લોકોની નજર સામે રહેવા માટે હું કોઈ પણ પ્રોજેક્ટની પસંદગી કરું. ફોટોઃ ટીવી શો બહુ બેગમના લોન્ચ ઈવેન્ટમાં સિમોન સિંહ, ડાયના ખાન, સમિક્ષા જૈસવાલ, અર્જીત તનેજા, રેહાન રોય.

    10/14
  • લોકો શું વિચારે છે અને કોઈ તક છૂટી જાય તે બાબતે સિમોનને ક્યારેય ડર લાગ્યો નથી. તેમણે ડિજિટલ દુનિયામાં કમબેક કર્યો છે, એ પણ પ્રચલિત વેબ સિરીઝ, ફોર મોર શોટ્સ પ્લીઝની બંને સીઝનમાં.

    લોકો શું વિચારે છે અને કોઈ તક છૂટી જાય તે બાબતે સિમોનને ક્યારેય ડર લાગ્યો નથી. તેમણે ડિજિટલ દુનિયામાં કમબેક કર્યો છે, એ પણ પ્રચલિત વેબ સિરીઝ, ફોર મોર શોટ્સ પ્લીઝની બંને સીઝનમાં.

    11/14
  • આ વેબ સિરીઝની બીજી સીઝન 17 એપ્રિલ, 2020ના લોન્ચ થઈ હતી. આમાં તેણે સિદ્ધી પટેલની મમ્મી સ્નેહા પટેલનું પાત્ર ભજવ્યું છે. ફોટોઃ સિમોન અને ટીસ્કા ચોપડા.

    આ વેબ સિરીઝની બીજી સીઝન 17 એપ્રિલ, 2020ના લોન્ચ થઈ હતી. આમાં તેણે સિદ્ધી પટેલની મમ્મી સ્નેહા પટેલનું પાત્ર ભજવ્યું છે. ફોટોઃ સિમોન અને ટીસ્કા ચોપડા.

    12/14
  • આ સીઝનમાં સિમોનનું પાત્ર લોકોને ખૂબ જ ગમ્યુ હતું. સિમોનને પણ આ વેબ સિરીઝમાં કામ કરવાની મજા આવી હતી.

    આ સીઝનમાં સિમોનનું પાત્ર લોકોને ખૂબ જ ગમ્યુ હતું. સિમોનને પણ આ વેબ સિરીઝમાં કામ કરવાની મજા આવી હતી.

    13/14
  • આ પહેલા સિમોન સિંહ ટીવી શો બહુ બેગમમાં જોવા મળી હતી. આ સિરીયલ જુલાઈ 2019થી જાન્યુઆરી 2020 સુધી ટેલીકાસ્ટ થઈ હતી. હેપ્પી બર્થ ડે સિમોન સિંહ!

    આ પહેલા સિમોન સિંહ ટીવી શો બહુ બેગમમાં જોવા મળી હતી. આ સિરીયલ જુલાઈ 2019થી જાન્યુઆરી 2020 સુધી ટેલીકાસ્ટ થઈ હતી. હેપ્પી બર્થ ડે સિમોન સિંહ!

    14/14
  • loading...

ફોટોઝ વિશે

આજે ગ્લેમર અભિનેત્રી સિમોન સિંહનો જન્મદિવસ છે. તાજેતરમાં જ લૉન્ચ થયેલી વેબ સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝ!માં જોવા મળી હતી. તેમ જ હીના, થોડા હે થોડે કી ઝરૂરત હે જેવી સિરિયલો અને કભી ખુશી કભી ગમ, બિંગ સાયરસમાં તેમની શ્રેષ્ઠ એક્ટિંગને દર્શકોનું મનોરંજન કર્યું છે. આ ખાસ દિવસે જાણીએ સિમોન વિશે વધુ... (ફોટોઝઃ એએફપી, યોગેન શાહ, મિડ-ડે આર્કાઈવ્ઝ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK