ડેટિંગ ટુ વેડિંગ: સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની આવી છે લવ સ્ટોરી

Published: 16th October, 2020 15:53 IST | Rachana Joshi
 • 16 ઓક્ટોબરના રોજ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરે છે. ત્યારે અમે તમારી માટે લઈને આવ્યા છે તેમની લવ સ્ટોરીનો રીકૅપ.

  16 ઓક્ટોબરના રોજ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરે છે. ત્યારે અમે તમારી માટે લઈને આવ્યા છે તેમની લવ સ્ટોરીનો રીકૅપ.

  1/20
 • પ્રથમ પ્રેમ અમૃતા સિંહ સાથે 13 વર્ષ લગ્નજીવન માણ્યા બાદ સૈફ અલી ખાને વર્ષ 2004માં તેની સાથે છૂટાછેડા લીધા હતા અને ત્યારબાદ ત્રણ વર્ષ રોસા કેટાલાનોને ડેટ કર્યા પછી અભિનેતા વર્ષ 2007માં કરીના કપૂરને મળ્યો હતો.

  પ્રથમ પ્રેમ અમૃતા સિંહ સાથે 13 વર્ષ લગ્નજીવન માણ્યા બાદ સૈફ અલી ખાને વર્ષ 2004માં તેની સાથે છૂટાછેડા લીધા હતા અને ત્યારબાદ ત્રણ વર્ષ રોસા કેટાલાનોને ડેટ કર્યા પછી અભિનેતા વર્ષ 2007માં કરીના કપૂરને મળ્યો હતો.

  2/20
 • ત્યારે આ તરફ કરીના કપૂર છોટે નવાબના પ્રેમમાં પડી તે પહેલા વર્ષ 2004થી 2007ના સમયગાળા દરમિયાન અભિનેતા શાહિદ કપૂર સાથે સિરિયસ રિલેશનશિપમાં હતી. જોકે, વર્ષ 2007માં ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ વી મેટ'ના શૂટિંગ દરમિયાન જ તેઓ અલગ થઈ ગયા હતા.

  ત્યારે આ તરફ કરીના કપૂર છોટે નવાબના પ્રેમમાં પડી તે પહેલા વર્ષ 2004થી 2007ના સમયગાળા દરમિયાન અભિનેતા શાહિદ કપૂર સાથે સિરિયસ રિલેશનશિપમાં હતી. જોકે, વર્ષ 2007માં ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ વી મેટ'ના શૂટિંગ દરમિયાન જ તેઓ અલગ થઈ ગયા હતા.

  3/20
 • યશરાજ ફિલ્મ્સની ફિલ્મ 'ટશન' માટે જ્યારે લદાખ અને રાજસ્થાનમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર શૂટિંગ કરી રહ્યાં હતા ત્યારે તેમના લિન્કઅપની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. 

  યશરાજ ફિલ્મ્સની ફિલ્મ 'ટશન' માટે જ્યારે લદાખ અને રાજસ્થાનમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર શૂટિંગ કરી રહ્યાં હતા ત્યારે તેમના લિન્કઅપની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. 

  4/20
 • આ પહેલા તેમણે ફિલ્મ 'ઓમકારા'માં પણ સાથે કામ કર્યું હતું. પરંતુ તેમની વચ્ચે કંઈક ચાલતું હોવાની અફવાઓએ ફિલ્મ 'ટશન'ના શૂટિંગ સમયે જોર પકડયું હતું. 

  આ પહેલા તેમણે ફિલ્મ 'ઓમકારા'માં પણ સાથે કામ કર્યું હતું. પરંતુ તેમની વચ્ચે કંઈક ચાલતું હોવાની અફવાઓએ ફિલ્મ 'ટશન'ના શૂટિંગ સમયે જોર પકડયું હતું. 

  5/20
 • રાજસ્થાનમાં ફિલ્મ 'ટશન'નું શૂટિંગ ચાલતું હતું એ દરમિયાન બન્ને એકબીજા તરફ આકર્ષાયા હતા. શૂટિંગ દરમિયાન બન્ને જણ જેસલમેરમાં બાઈક રાઈડ માટે પણ જતા હતા. ત્યારબાદ બાંદ્રામાં એક ક્લબની બહાર સૈફ અને કરીના સાથે જોવા મળ્યા હતા અને અફેરની અફવાઓને લગભગ બધાએ સાચી માની લીધી હતી.

  રાજસ્થાનમાં ફિલ્મ 'ટશન'નું શૂટિંગ ચાલતું હતું એ દરમિયાન બન્ને એકબીજા તરફ આકર્ષાયા હતા. શૂટિંગ દરમિયાન બન્ને જણ જેસલમેરમાં બાઈક રાઈડ માટે પણ જતા હતા. ત્યારબાદ બાંદ્રામાં એક ક્લબની બહાર સૈફ અને કરીના સાથે જોવા મળ્યા હતા અને અફેરની અફવાઓને લગભગ બધાએ સાચી માની લીધી હતી.

  6/20
 • કરીના કપૂર સાથે અફેર હોવાનું ખબર પડતા જ લોકો સૈફ અલી ખાનની તેના અને અમૃતા સિંહના બાળકો (સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન) અને પરિવારને છોડવા બદલ ટીકા કરતા હતા. તેમ છતા સૈફે કરીના સાથેના પ્રેમ સંબંધને અકબંધ રાખ્યો હતો.

  કરીના કપૂર સાથે અફેર હોવાનું ખબર પડતા જ લોકો સૈફ અલી ખાનની તેના અને અમૃતા સિંહના બાળકો (સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન) અને પરિવારને છોડવા બદલ ટીકા કરતા હતા. તેમ છતા સૈફે કરીના સાથેના પ્રેમ સંબંધને અકબંધ રાખ્યો હતો.

  7/20
 • બીજી બાજુ, કરીના કપૂરને જ્યારે પણ તેના અને સૈફના સંબંધો વિશે મિડિયા દ્વારા પ્રશ્નો કરવામાં આવતા ત્યારે તે હંમેશા કહેતી કે, નિયતિએ તેમને સાથે લાવ્યા છે અને સૈફ તેના માટે બેસ્ટ છે.

  બીજી બાજુ, કરીના કપૂરને જ્યારે પણ તેના અને સૈફના સંબંધો વિશે મિડિયા દ્વારા પ્રશ્નો કરવામાં આવતા ત્યારે તે હંમેશા કહેતી કે, નિયતિએ તેમને સાથે લાવ્યા છે અને સૈફ તેના માટે બેસ્ટ છે.

  8/20
 • ડેટિંગની શરૂઆત કરી ત્યારથી સૈફ અને કરીનાએ તેમના સંબંધો વિશે કોઈને કંઈ જણાવ્યું નહોતું. પરંતુ તેઓ વર્ષ 2007માં આવેલી રણબીર કપૂરની ડેબ્યૂ ફિલ્મ 'સાંવરિયા'ના પ્રિમિયરમાં એકબીજાનો હાથ પકડીને આવ્યા હતા.

  ડેટિંગની શરૂઆત કરી ત્યારથી સૈફ અને કરીનાએ તેમના સંબંધો વિશે કોઈને કંઈ જણાવ્યું નહોતું. પરંતુ તેઓ વર્ષ 2007માં આવેલી રણબીર કપૂરની ડેબ્યૂ ફિલ્મ 'સાંવરિયા'ના પ્રિમિયરમાં એકબીજાનો હાથ પકડીને આવ્યા હતા.

  9/20
 • હજી તો, સૈફ અને કરીનાના સંબંધોને એક જ વર્ષ થયું હતું અને 2009માં સૈફે પોતાના હાથ પર દેવનાગરી લિપિમાં 'કરીના'ના નામનું ટેટૂ કરાવ્યું હતું અને બેબો પ્રત્યે અવિરત પ્રેમ હોવાનું દેખાડી દીધું હતું.

  હજી તો, સૈફ અને કરીનાના સંબંધોને એક જ વર્ષ થયું હતું અને 2009માં સૈફે પોતાના હાથ પર દેવનાગરી લિપિમાં 'કરીના'ના નામનું ટેટૂ કરાવ્યું હતું અને બેબો પ્રત્યે અવિરત પ્રેમ હોવાનું દેખાડી દીધું હતું.

  10/20
 • એક ઇન્ટરવ્યૂ દરમિયાન સૈફે કહ્યું કે, 'એક દિવસ અમે બંને કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. બપોરનો સમય હતો અને અમે ડેવિડ બેકહામ વિશે વાત કરી રહ્યા હતા. પછી મેં મારા ખભા પર કેટલીક ડિઝાઈન બનાવવાનો વિચાર કર્યો અને ત્યારે કરીનાએ કહ્યું કે અન્ય કોઈ ડિઝાઈન શા માટે? આપણે હાથ પર 'K' લખાવીએને અને પછી સૈફે કરીનાના નામનું ટેટૂ કરાવ્યું હતું. આ વાત દુનિયાની સામે આવતાની સાથે જ અનેક પ્રશ્નો થવા લાગ્યા હતા અને તેમના સંબંધના સમાચારો તે સમયે હેડલાઇન્સ બન્યા હતા.

  એક ઇન્ટરવ્યૂ દરમિયાન સૈફે કહ્યું કે, 'એક દિવસ અમે બંને કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. બપોરનો સમય હતો અને અમે ડેવિડ બેકહામ વિશે વાત કરી રહ્યા હતા. પછી મેં મારા ખભા પર કેટલીક ડિઝાઈન બનાવવાનો વિચાર કર્યો અને ત્યારે કરીનાએ કહ્યું કે અન્ય કોઈ ડિઝાઈન શા માટે? આપણે હાથ પર 'K' લખાવીએને અને પછી સૈફે કરીનાના નામનું ટેટૂ કરાવ્યું હતું. આ વાત દુનિયાની સામે આવતાની સાથે જ અનેક પ્રશ્નો થવા લાગ્યા હતા અને તેમના સંબંધના સમાચારો તે સમયે હેડલાઇન્સ બન્યા હતા.

  11/20
 • તેના ત્રણ વર્ષ પછી બન્ને એકબીજાને ડેટ કરતા હતા અને તેઓ લગ્ન ક્યારે કરશે તેવી ચર્ચાઓએ જોર પકડયું હતું. લગ્ન બાબતે મીડિયાની અસંખ્ય અટકળો પછી, સૈફની માતા શર્મિલા ટાગોરે જુલાઈ, 2012માં ખુલાસો કર્યો હતો કે બન્ને જણ 16 ઓક્ટોબર 2012ના રોજ લગ્ન કરશે.

  તેના ત્રણ વર્ષ પછી બન્ને એકબીજાને ડેટ કરતા હતા અને તેઓ લગ્ન ક્યારે કરશે તેવી ચર્ચાઓએ જોર પકડયું હતું. લગ્ન બાબતે મીડિયાની અસંખ્ય અટકળો પછી, સૈફની માતા શર્મિલા ટાગોરે જુલાઈ, 2012માં ખુલાસો કર્યો હતો કે બન્ને જણ 16 ઓક્ટોબર 2012ના રોજ લગ્ન કરશે.

  12/20
 • સૈફ અને કરીના 2012માં લગ્ન બંધનમાં બંધાયા હતા પરંતુ બૉલિવુડના અન્ય લગ્નની જેમ આ લગ્ન પણ ખાનગી જ હતા. જેમાં ફક્ત પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર હતા. 

  સૈફ અને કરીના 2012માં લગ્ન બંધનમાં બંધાયા હતા પરંતુ બૉલિવુડના અન્ય લગ્નની જેમ આ લગ્ન પણ ખાનગી જ હતા. જેમાં ફક્ત પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર હતા. 

  13/20
 • એક ઈન્ટરવ્યૂમાં કરીના કપૂરે કહ્યું હતું કે, અમે અમારા લગ્ન પ્રાઈવેટ રાખવા માંગતા હતા પણ તે શક્ય નહોતું. અમે અમારા પરિવારજનોને ધમકી આપી હતી કે જો અમારા લગ્ન બહુ હાઈલાઇટ બનશે તો અમે ઘરમાંથી ભાગી જઈશું. પણ પછી જ્યારે અમને ખબર પડી કે અમારા લગ્નની નાની નાની વિગતો બધાને ખબર છે પછી અમારા રજિસ્ટર લગ્નના તુરંત બાદ અમે ઘરની બાલકનીમાંથી મીડિયાને જણાવ્યું હતું.

  એક ઈન્ટરવ્યૂમાં કરીના કપૂરે કહ્યું હતું કે, અમે અમારા લગ્ન પ્રાઈવેટ રાખવા માંગતા હતા પણ તે શક્ય નહોતું. અમે અમારા પરિવારજનોને ધમકી આપી હતી કે જો અમારા લગ્ન બહુ હાઈલાઇટ બનશે તો અમે ઘરમાંથી ભાગી જઈશું. પણ પછી જ્યારે અમને ખબર પડી કે અમારા લગ્નની નાની નાની વિગતો બધાને ખબર છે પછી અમારા રજિસ્ટર લગ્નના તુરંત બાદ અમે ઘરની બાલકનીમાંથી મીડિયાને જણાવ્યું હતું.

  14/20
 • કરીના કપૂરે લગ્ન પછીના કામ ન કરનારી અભિનેત્રીઓનું સ્ટીરિયોટાઇપ તોડ્યું છે. હકીકતમાં, કરીનાએ તેના લગ્ન પછી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાંથી કેટલીક બ્લોકબસ્ટર બની હતી. કારણકે સૈફ અલી ખાને પણ હંમેશા તેનો સપોર્ટ કર્યો છે.

  કરીના કપૂરે લગ્ન પછીના કામ ન કરનારી અભિનેત્રીઓનું સ્ટીરિયોટાઇપ તોડ્યું છે. હકીકતમાં, કરીનાએ તેના લગ્ન પછી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાંથી કેટલીક બ્લોકબસ્ટર બની હતી. કારણકે સૈફ અલી ખાને પણ હંમેશા તેનો સપોર્ટ કર્યો છે.

  15/20
 • સૈફ-કરીનાની જોડી 'કપલ્સ ગોલ' છે. તેઓ ઘણીવાર સાથે પાર્ટી કરતા અને રજાઓ માણતા જોવા મળે છે.

  સૈફ-કરીનાની જોડી 'કપલ્સ ગોલ' છે. તેઓ ઘણીવાર સાથે પાર્ટી કરતા અને રજાઓ માણતા જોવા મળે છે.

  16/20
 • સૈફ-કરીનાની જોડી ઓફ-સ્ક્રિન લોકોને બહુ જ પસંદ છે. પણ ઓન-સ્ક્રિન તેમની જોડીએ કઈ બહુ સારું નથી કર્યું. બન્ને જણાએ સાથે 'એજન્ટ વિનોદ' 'કુર્બાન', 'ટશન' વગેરે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પરંતુ એકપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર હીટ નથી રહી.

  સૈફ-કરીનાની જોડી ઓફ-સ્ક્રિન લોકોને બહુ જ પસંદ છે. પણ ઓન-સ્ક્રિન તેમની જોડીએ કઈ બહુ સારું નથી કર્યું. બન્ને જણાએ સાથે 'એજન્ટ વિનોદ' 'કુર્બાન', 'ટશન' વગેરે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પરંતુ એકપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર હીટ નથી રહી.

  17/20
 • સૈફ અલી ખાન અને કરીના કપૂરના પહેલા સંતાન તૈમૂર અલી ખાનનો જન્મ ડિસેમ્બર 2016માં થયો હતો. એટલું જ નહીં, કરીનાએ સૈફ અને અમૃતાના બાળકો સારા અને ઇબ્રાહિમ સાથે પણ સારું બોન્ડિંગ રાખ્યું છે.

  સૈફ અલી ખાન અને કરીના કપૂરના પહેલા સંતાન તૈમૂર અલી ખાનનો જન્મ ડિસેમ્બર 2016માં થયો હતો. એટલું જ નહીં, કરીનાએ સૈફ અને અમૃતાના બાળકો સારા અને ઇબ્રાહિમ સાથે પણ સારું બોન્ડિંગ રાખ્યું છે.

  18/20
 • સૈફ અને કરીના હવે તેમના બીજા બાળકને જન્મ આપવાના છે અને તેઓ જીવનમાં આવનારા નવા મહેમાનના સ્વાગત માટે ખુબ જ ઉત્સુક છે.

  સૈફ અને કરીના હવે તેમના બીજા બાળકને જન્મ આપવાના છે અને તેઓ જીવનમાં આવનારા નવા મહેમાનના સ્વાગત માટે ખુબ જ ઉત્સુક છે.

  19/20
 • ડેટિંગથી લઈને વેડિંગ સુધી લોકોને 'કપલ્સ ગોલ' આપનાર જોડીને હેપી એનિર્વસરી.

  ડેટિંગથી લઈને વેડિંગ સુધી લોકોને 'કપલ્સ ગોલ' આપનાર જોડીને હેપી એનિર્વસરી.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ના લગ્નને 16 ઓક્ટબર 2020ના રોજ આઠ વર્ષ પૂરા થયા છે. આજે જેઓ ત્યારે તેમની લગ્નની આઠમી વર્હગાંઠની ઉજવણી કરી રહ્યાં છે ત્યારે નજર કરીએ તેમના ડેટિંગ ડેથી લઈને વેડિંગ ડે સુધીના સફર પર...

(તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, ઈન્સ્ટાગ્રામ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK