દોસ્તીને સેલિબ્રેટ કરવા કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી તેમ છતા મિત્રો સાથે જુની વાતો, મસ્તી અને યાદોને તાજા કરવાનો દિવસ એટલે ફ્રેન્ડશીપ ડે. ભારતમાં ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો મિત્રો સાથે આજના દિવસે ફરવા જાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે ક્યાંય બહાર જવાનું શક્ય નથી ત્યારે તમે તમારા મિત્રો સાથે બેસીને બૉલીવુડની આ ફિલ્મો જોઈ શકો છો, જેમાં દોસ્તીની ખરી વ્યાખ્યા સમજાવવામાં આવી છે. તેમાંથી કેટલીક ફિલ્મો તો સદાબહાર છે. જ્યારે કેટલીક નવી ફિલ્મો પણ દોસ્તીનો ખરો અર્થ સમજાવી જાય છે. તો ચાલો, આ લિસ્ટમાંથી નક્કી કરો કે તમે તમારા દોસ્તો સાથે કઈ ફિલ્મ જોશો....