Neha Bhasin: દેશના પ્રથમ ગર્લ બૅન્ડની રચના કરનારનો છે આવો અનોખો અંદાજ

Published: 18th November, 2020 12:49 IST | Keval Trivedi
  • પૉપ સિંગર અને ગર્લ બૅન્ડ વીવાની પૂર્વ મેમ્બર નેહા ભસિનનો જન્મ 18 નવેમ્બર, 1982ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તે ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલમાં ભણી હતી.

    પૉપ સિંગર અને ગર્લ બૅન્ડ વીવાની પૂર્વ મેમ્બર નેહા ભસિનનો જન્મ 18 નવેમ્બર, 1982ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તે ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલમાં ભણી હતી.

    1/15
  • માત્ર નવ વર્ષની ઉંમરે નેહા એક સિંગિંગ કોમ્પિટીશનની વિનર બની હતી. તેણે મારિહા કૅરીનું ‘હિરો’ સોંગ ગાયુ હતું. નેહાએ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસેતી વોકલ ક્લાસિકલ ટ્રેનિંગ પણ લીધી છે. નેહા જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે વર્ષ 2001માં Coke(V)માં ઑડિશન આપ્યુ હતુ અને તે આ કૉમ્પિટિશન જીતી હતી. તેણે દેશનું પ્રથમ ગર્લ બૅન્ડની રચના કરી હતી. તેના ગ્રુપમાં ત્રણ છોકરીઓનો સમાવેશ હતો.

    માત્ર નવ વર્ષની ઉંમરે નેહા એક સિંગિંગ કોમ્પિટીશનની વિનર બની હતી. તેણે મારિહા કૅરીનું ‘હિરો’ સોંગ ગાયુ હતું. નેહાએ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસેતી વોકલ ક્લાસિકલ ટ્રેનિંગ પણ લીધી છે. નેહા જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે વર્ષ 2001માં Coke(V)માં ઑડિશન આપ્યુ હતુ અને તે આ કૉમ્પિટિશન જીતી હતી. તેણે દેશનું પ્રથમ ગર્લ બૅન્ડની રચના કરી હતી. તેના ગ્રુપમાં ત્રણ છોકરીઓનો સમાવેશ હતો.

    2/15
  • ફોટોમાં જે ગ્રુપ છે તે તમને યાદ છે? વિવા, દેશનું પ્રથમ ગર્લ બૅન્ડ. આ બૅન્ડમાં નેહા ભસિન, મહુઆ કામત, પ્રતિચી મોહનપાત્રા અને અનુષ્કા મનચંદા હતા. આ ગ્રુપના ફક્ત બે જ આલ્બમ હતા પરંતુ તેના ગીતો ખૂબ જ ફૅમસ હતા. જાગો ઝરા અને હમ નયે ગીત સુનાયે જેવા સૉન્ગ આજે પણ બધાને યાદ છે.

    ફોટોમાં જે ગ્રુપ છે તે તમને યાદ છે? વિવા, દેશનું પ્રથમ ગર્લ બૅન્ડ. આ બૅન્ડમાં નેહા ભસિન, મહુઆ કામત, પ્રતિચી મોહનપાત્રા અને અનુષ્કા મનચંદા હતા. આ ગ્રુપના ફક્ત બે જ આલ્બમ હતા પરંતુ તેના ગીતો ખૂબ જ ફૅમસ હતા. જાગો ઝરા અને હમ નયે ગીત સુનાયે જેવા સૉન્ગ આજે પણ બધાને યાદ છે.

    3/15
  • નેહાએ 23 ઑક્ટોબર, 2016ના રોજ મ્યુઝીક કંપોઝર સમિર ઉદેન સાથે ઈટલીમાં લગ્ન કર્યા હતા. ફોટામાં નેહા અને તેના પિતા અશોક ભસિન જોવા મળે છે.

    નેહાએ 23 ઑક્ટોબર, 2016ના રોજ મ્યુઝીક કંપોઝર સમિર ઉદેન સાથે ઈટલીમાં લગ્ન કર્યા હતા. ફોટામાં નેહા અને તેના પિતા અશોક ભસિન જોવા મળે છે.

    4/15
  • નેહા અને સમિર એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા. ભસિને આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સમિરને હુ બહુ પહેલાથી ઓળખતી હતી. પરંતુ તે વખતે અમે કનેક્ટ નહોતા. જોકે મ્યુઝિકના લીધે અમે ચાર વર્ષ પહેલા જોડાયા અને અમારી મિત્રતા મજબૂત બનતી ગઈ.

    નેહા અને સમિર એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા. ભસિને આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સમિરને હુ બહુ પહેલાથી ઓળખતી હતી. પરંતુ તે વખતે અમે કનેક્ટ નહોતા. જોકે મ્યુઝિકના લીધે અમે ચાર વર્ષ પહેલા જોડાયા અને અમારી મિત્રતા મજબૂત બનતી ગઈ.

    5/15
  • નેહા રોમેન્ટિક ગીત ‘તેરા મેરા’નું રેકોર્ડિંગ કરતી હતી તે વખતે તે સમિરને મળી હતી. નેહાએ કહ્યું કે, સમિર મારા કામ માટે ખૂબ જ સપોર્ટિવ હતો, તેમ જ મને એક વ્યક્તિ તરીકે સમજીને પણ સપોર્ટ કરતો હતો. અમે એકબીજાને ડેટ કરવાનુ શરૂ કર્યુ અને હવે અમે સાથે છીએ.

    નેહા રોમેન્ટિક ગીત ‘તેરા મેરા’નું રેકોર્ડિંગ કરતી હતી તે વખતે તે સમિરને મળી હતી. નેહાએ કહ્યું કે, સમિર મારા કામ માટે ખૂબ જ સપોર્ટિવ હતો, તેમ જ મને એક વ્યક્તિ તરીકે સમજીને પણ સપોર્ટ કરતો હતો. અમે એકબીજાને ડેટ કરવાનુ શરૂ કર્યુ અને હવે અમે સાથે છીએ.

    6/15
  • નેહાના ઈન્સ્ટાગ્રામ ફોટોઝ જોતા સમજાય છે કે તેને કલર્સ ખૂબ જ ગમે છે. ફૅન્સને તેનુ સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ ખૂબ જ ગમે છે.

    નેહાના ઈન્સ્ટાગ્રામ ફોટોઝ જોતા સમજાય છે કે તેને કલર્સ ખૂબ જ ગમે છે. ફૅન્સને તેનુ સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ ખૂબ જ ગમે છે.

    7/15
  • મિડ-ડે સાથે વાત કરતા વિવા બૅન્ડના રિયુનિયન બાબતે નેહાએ કહ્યું કે, અમે હવે 20 વર્ષના નથી, અમે બધા જીવનમાં આગળ વધ્યા છે. મારી પાસે આ બૅન્ડમાં જોડાવવાનો સમય નથી. અમે એકબીજાને મળતા રહીએ છીએ. ફોટોઃ નેહા ભસિન અને વિવા મેમ્બર પ્રતિચી મોહનપાત્રા

    મિડ-ડે સાથે વાત કરતા વિવા બૅન્ડના રિયુનિયન બાબતે નેહાએ કહ્યું કે, અમે હવે 20 વર્ષના નથી, અમે બધા જીવનમાં આગળ વધ્યા છે. મારી પાસે આ બૅન્ડમાં જોડાવવાનો સમય નથી. અમે એકબીજાને મળતા રહીએ છીએ. ફોટોઃ નેહા ભસિન અને વિવા મેમ્બર પ્રતિચી મોહનપાત્રા

    8/15
  • પૉપ આલ્બમ ગીતો ઉપરાંત નેહાએ ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે, જેવી કે કુછ ખાસ (ફૅશન), આખે મિલાયેંગે ડર સે (નિરજા), જગ ગુમિયા (સુલ્તાન), દિલ દિયા ગાલન (ટાઈગર ઝીન્દા હે) અને ચાસની (ભારત). 

    પૉપ આલ્બમ ગીતો ઉપરાંત નેહાએ ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે, જેવી કે કુછ ખાસ (ફૅશન), આખે મિલાયેંગે ડર સે (નિરજા), જગ ગુમિયા (સુલ્તાન), દિલ દિયા ગાલન (ટાઈગર ઝીન્દા હે) અને ચાસની (ભારત). 

    9/15
  • આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં નેહાએ કહ્યું કે, સુલ્તાનમાં તમને જરાક ફોલ્ક સોંગ સાંભળવા મળશે. એટલે કે સંપૂર્ણ ફોલ્ક સોંગ નથી, તેમાં કોમ્પોઝીશન છે...રાજસ્થાની ટચ આપવામાં આવ્યો છે.

    આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં નેહાએ કહ્યું કે, સુલ્તાનમાં તમને જરાક ફોલ્ક સોંગ સાંભળવા મળશે. એટલે કે સંપૂર્ણ ફોલ્ક સોંગ નથી, તેમાં કોમ્પોઝીશન છે...રાજસ્થાની ટચ આપવામાં આવ્યો છે.

    10/15
  • ફોલ્ક સોંગ બાબતે નેહાએ કહ્યું કે, મારા ઘરમાં લાઈફસ્ટાઈલમાં ફોલ્ક મ્યુઝીક એક ભાગ છે. મારી દાદી સારી સિંગર હતી અને મારી નાની મને સોંગ્સના વોઈસ નોટ્સ મોકલતી હતી જેમાં આજે પણ મારે કામ કરવાની જરૂર છે. ફોલ્ક મ્યુઝિકના લીધે હુ મારી ફેમિલીથી વધુ ક્લોઝ થઈ છું. 

    ફોલ્ક સોંગ બાબતે નેહાએ કહ્યું કે, મારા ઘરમાં લાઈફસ્ટાઈલમાં ફોલ્ક મ્યુઝીક એક ભાગ છે. મારી દાદી સારી સિંગર હતી અને મારી નાની મને સોંગ્સના વોઈસ નોટ્સ મોકલતી હતી જેમાં આજે પણ મારે કામ કરવાની જરૂર છે. ફોલ્ક મ્યુઝિકના લીધે હુ મારી ફેમિલીથી વધુ ક્લોઝ થઈ છું. 

    11/15
  • થોડા સમય પહેલા નેહા ભસિન સમાચારોમાં રહેતી હતી કારણ કે સોશ્યલ મીડિયામાં તેણે કહ્યું હતું કે અનુ મલિકે ઘણી વખત તેને અનકમ્ફર્ટેબલ ફિલ કરાવ્યુ છે.

    થોડા સમય પહેલા નેહા ભસિન સમાચારોમાં રહેતી હતી કારણ કે સોશ્યલ મીડિયામાં તેણે કહ્યું હતું કે અનુ મલિકે ઘણી વખત તેને અનકમ્ફર્ટેબલ ફિલ કરાવ્યુ છે.

    12/15
  • નેહાએ ટ્વીટ કર્યું કે, આપણે સેક્સિએસ્ટ વિશ્વમાં રહીએ છીએ. અનુ મલિક પ્રિડેટર (શિકારી) છે. જ્યારે હુ 21 વર્ષની હતી ત્યારે હુ ઘણી વખત એના ગેરવર્તનથી ભાગી છું. મારી એવી પરિસ્થિતિમાં નથી ફસાઈ જવુ જેમાં તે મારી સામે સ્ટુડિયોના સોફામાં સુતો હોય અને મારી આખો વિશે વાતો કરે. 

    નેહાએ ટ્વીટ કર્યું કે, આપણે સેક્સિએસ્ટ વિશ્વમાં રહીએ છીએ. અનુ મલિક પ્રિડેટર (શિકારી) છે. જ્યારે હુ 21 વર્ષની હતી ત્યારે હુ ઘણી વખત એના ગેરવર્તનથી ભાગી છું. મારી એવી પરિસ્થિતિમાં નથી ફસાઈ જવુ જેમાં તે મારી સામે સ્ટુડિયોના સોફામાં સુતો હોય અને મારી આખો વિશે વાતો કરે. 

    13/15
  • નેહા ભસિને મિડ-ડેને કહ્યું હતું કે, તે અને તેની ટીમ પંજાબી ફોલ્ક મ્યુઝીકને મેઈનસ્ટ્રીમમાં લાવવાનો પ્રયત્ન કરે છે. પરંપરાગત ગીતો સાથે છેડછાડ કર્યા વિના અમે મેઈનસ્ટ્રીમમાં લાવવા માગીએ છીએ. હેતુ એ છે કે નવા મ્યુઝિકલ વિશ્વમાં મેલોડી (આલાપ) અખંડ રહે.

    નેહા ભસિને મિડ-ડેને કહ્યું હતું કે, તે અને તેની ટીમ પંજાબી ફોલ્ક મ્યુઝીકને મેઈનસ્ટ્રીમમાં લાવવાનો પ્રયત્ન કરે છે. પરંપરાગત ગીતો સાથે છેડછાડ કર્યા વિના અમે મેઈનસ્ટ્રીમમાં લાવવા માગીએ છીએ. હેતુ એ છે કે નવા મ્યુઝિકલ વિશ્વમાં મેલોડી (આલાપ) અખંડ રહે.

    14/15
  • હૅપ્પી બર્થ ડે નેહા ભસિન!   

    હૅપ્પી બર્થ ડે નેહા ભસિન!   

    15/15
  • loading...

ફોટોઝ વિશે

આજે પૉપ સિંગર નેહા ભસિનનો 38મો જન્મદિન છે. આ ખાસ દિવસે જાણીએ નેહાના અંગત જીવન વિશે વધુ. (ફોટોઝઃ નેહા ભસિનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK