Feroz Khan:કેવી રીતે હોર્સ બ્રીડરમાંથી બન્યા બોલીવુડના સ્ટાઈલ આઈકન

Sep 25, 2019, 11:28 IST
  • 25 સપ્ટેમ્બર 1939ના રોજ જ્મેલા ફિરોઝ ખાને બોલીવુડને સ્પેગેટી વેસ્ટર્ન સહિતની સ્ટાઈલ ગિફ્ટ કરી છે. ખોટે સિક્કે હોય કે પછી જાંબાઝના પોલીસ, વેલકમના RDX ફિરોઝ ખાનનો ક્લાસ જ કંઈક અલગ છે. તસવીરમાંઃ પોતાના ટ્રેડમાર્ક કાઉબોય સ્વેગરમાં ફિરોઝ ખાન

    25 સપ્ટેમ્બર 1939ના રોજ જ્મેલા ફિરોઝ ખાને બોલીવુડને સ્પેગેટી વેસ્ટર્ન સહિતની સ્ટાઈલ ગિફ્ટ કરી છે. ખોટે સિક્કે હોય કે પછી જાંબાઝના પોલીસ, વેલકમના RDX ફિરોઝ ખાનનો ક્લાસ જ કંઈક અલગ છે.

    તસવીરમાંઃ પોતાના ટ્રેડમાર્ક કાઉબોય સ્વેગરમાં ફિરોઝ ખાન

    1/19
  • ફિરોઝ ખાને 20 વર્ષની ઉંમરે સુનીલ દત્ત સ્ટારર ફિલ્મ દીદીથી ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મ બાદ લલિતા પવારે ફિરોઝ ખાનને કહ્યું હતું,'કામયાબી ના-કામયાબી તુમ્હારે બસ કી બાત નહીં, તુમ બસ અપને મક્સદ કે સાથ સચ્ચે રહો.' તસવીરમાંઃ પત્ની સુંદરી અને પુત્ર ફરદીન, પુત્રી લૈલા સાથે ફિરોઝ ખાન

    ફિરોઝ ખાને 20 વર્ષની ઉંમરે સુનીલ દત્ત સ્ટારર ફિલ્મ દીદીથી ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મ બાદ લલિતા પવારે ફિરોઝ ખાનને કહ્યું હતું,'કામયાબી ના-કામયાબી તુમ્હારે બસ કી બાત નહીં, તુમ બસ અપને મક્સદ કે સાથ સચ્ચે રહો.'

    તસવીરમાંઃ પત્ની સુંદરી અને પુત્ર ફરદીન, પુત્રી લૈલા સાથે ફિરોઝ ખાન

    2/19
  • નરગીસની ભત્રીજી ઝહીદા ફિરોઝ ખાનને તે સ્ટાર બન્યા તે પહેલાથી જાણતી હતી. મિડ ડેને 2009માં આપેલ ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું,'ફિરોઝ ખાન મરીન ડ્રાઈવમાં મારા પાડોશી હતા. તે ગેસ્ટ હાઉસમાં રહેતા હતા. રેડ પોલો નેક શર્ટ્સ અને સ્વેગરમાં ફિરોઝ ખૂબ જ હેન્ડસમ લાગતા. તેઓ હંમેશા કલરફૂલ વ્યક્તિ રહ્યા છે. અને તે સમયે તેને એંગ્લો ઈન્ડિયન ગર્લફ્રેન્ડ હતી. ' તસવીરમાંઃ પુત્ર ફરદીન અને પુત્રી લૈલા સાથે ફિરોઝ ખાન

    નરગીસની ભત્રીજી ઝહીદા ફિરોઝ ખાનને તે સ્ટાર બન્યા તે પહેલાથી જાણતી હતી. મિડ ડેને 2009માં આપેલ ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું,'ફિરોઝ ખાન મરીન ડ્રાઈવમાં મારા પાડોશી હતા. તે ગેસ્ટ હાઉસમાં રહેતા હતા. રેડ પોલો નેક શર્ટ્સ અને સ્વેગરમાં ફિરોઝ ખૂબ જ હેન્ડસમ લાગતા. તેઓ હંમેશા કલરફૂલ વ્યક્તિ રહ્યા છે. અને તે સમયે તેને એંગ્લો ઈન્ડિયન ગર્લફ્રેન્ડ હતી. '

    તસવીરમાંઃ પુત્ર ફરદીન અને પુત્રી લૈલા સાથે ફિરોઝ ખાન

    3/19
  • રાત ઔર દિનને બનતા વાર લાગી પરંતુ તે પહેલા 1965માં ફિરોઝ ખાને રામાનંદ સાગરની આરઝૂમાં રાજેન્દ્રકુમારના ફ્રેન્ડનો અને સાધનાના પ્રેમીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ હિટ રહી હતી. આ જ વર્ષે ફિરોઝ ખાનની ફિલ્મ ઉંચે લોગ પણ હિટ રહી હતી. તસવીરમાંઃ ફિરોઝ ખાન અને શમ્મી કપૂર

    રાત ઔર દિનને બનતા વાર લાગી પરંતુ તે પહેલા 1965માં ફિરોઝ ખાને રામાનંદ સાગરની આરઝૂમાં રાજેન્દ્રકુમારના ફ્રેન્ડનો અને સાધનાના પ્રેમીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ હિટ રહી હતી. આ જ વર્ષે ફિરોઝ ખાનની ફિલ્મ ઉંચે લોગ પણ હિટ રહી હતી.

    તસવીરમાંઃ ફિરોઝ ખાન અને શમ્મી કપૂર

    4/19
  •  ફિરોઝ ખાને બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જો કે મોટી ફિલ્મોમાં તે સપોર્ટિંગ રોલ કરતા. ફિલ્મ આદમી ઓર ઈન્સાનમાં સપોર્ટિંગ રોલ માટે ફિરોઝ ખાનને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિગ એક્ટર એવોર્ડ મળ્યો હતો.

     ફિરોઝ ખાને બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જો કે મોટી ફિલ્મોમાં તે સપોર્ટિંગ રોલ કરતા. ફિલ્મ આદમી ઓર ઈન્સાનમાં સપોર્ટિંગ રોલ માટે ફિરોઝ ખાનને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિગ એક્ટર એવોર્ડ મળ્યો હતો.

    5/19
  • 1970માં ફિરોઝ ખાને સફર નામની ફિલ્માં શર્મિલા ટાગોરના પતિનો રોલ કર્યો હતો. જેમાં મુકેશે તમામ ગીત ગાયા હતા. તસવીરમાંઃ પુત્રી લૈલા અને રેખા સાથે ફિરોઝ ખાન

    1970માં ફિરોઝ ખાને સફર નામની ફિલ્માં શર્મિલા ટાગોરના પતિનો રોલ કર્યો હતો. જેમાં મુકેશે તમામ ગીત ગાયા હતા.

    તસવીરમાંઃ પુત્રી લૈલા અને રેખા સાથે ફિરોઝ ખાન

    6/19
  • ફિરોઝ ખાનના ભાઈ સંજય ખાન ચોકલેટી ગૂડ લૂક્સ ધરાવતા હતા, એટલે એમને ફિરોઝ ખાન કરતા પહેલા ફિલ્મો મળી હતી. જોકે ફિરોઝ ખાનના ફેન્સ હંમેશા વધારે રહ્યા. મેલા અને ઉપાસના ફિલ્મમાં ફિરોઝ ખાન અને સંજય ખાન સાથે કામ કરતા હતા, જેમાં સંજય ખાનની સામે મુમતાઝ લીડ રોલમાં હતા. તસવીરમાંઃ નાના ભાઈ સંજય ખાન સાથે ફિરોઝ ખાન

    ફિરોઝ ખાનના ભાઈ સંજય ખાન ચોકલેટી ગૂડ લૂક્સ ધરાવતા હતા, એટલે એમને ફિરોઝ ખાન કરતા પહેલા ફિલ્મો મળી હતી. જોકે ફિરોઝ ખાનના ફેન્સ હંમેશા વધારે રહ્યા. મેલા અને ઉપાસના ફિલ્મમાં ફિરોઝ ખાન અને સંજય ખાન સાથે કામ કરતા હતા, જેમાં સંજય ખાનની સામે મુમતાઝ લીડ રોલમાં હતા.

    તસવીરમાંઃ નાના ભાઈ સંજય ખાન સાથે ફિરોઝ ખાન

    7/19
  •  એક સમયે ફિરોઝ ખાન હોર્સ બ્રીડરનું કામ કરતા. જો કે બોલીવુડમાં તે લંબી રેસ કા ઘોડા સાબિત થયા. ગીતા મેરા નામમાં ફિરોઝ ખાન સાથે કામ કરનાર સાધને મિડ ડે સાથે 2009માં કરેતી વાતચીતમાં કહ્યું હતું,'ફિરોઝ ખાન ખૂબ જ સ્ટાઈલિશ હતા. પ્રોડ્યુસર તરીકે તે બમણા પૈસા ખર્ચતા.'  તસવીરમાંઃ ફિલ્મ યલગારનું પોસ્ટર. આ ફિલ્મ તેમણે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી હતી. જેમાં સંજય દત્ત અને મનીષા કોઈરાલા પણ હતા.

     એક સમયે ફિરોઝ ખાન હોર્સ બ્રીડરનું કામ કરતા. જો કે બોલીવુડમાં તે લંબી રેસ કા ઘોડા સાબિત થયા. ગીતા મેરા નામમાં ફિરોઝ ખાન સાથે કામ કરનાર સાધને મિડ ડે સાથે 2009માં કરેતી વાતચીતમાં કહ્યું હતું,'ફિરોઝ ખાન ખૂબ જ સ્ટાઈલિશ હતા. પ્રોડ્યુસર તરીકે તે બમણા પૈસા ખર્ચતા.' 

    તસવીરમાંઃ ફિલ્મ યલગારનું પોસ્ટર. આ ફિલ્મ તેમણે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી હતી. જેમાં સંજય દત્ત અને મનીષા કોઈરાલા પણ હતા.

    8/19
  • તસવીરમાંઃ ફિરોઝ ખાનને ઘોડા ખૂબ જ ગમતા હતા. બેંગ્લોરના ફિરોઝ ખાનના ફાર્મ હાઉસમાં તેમણે ઘોડા રાખ્યા પણ હતા.

    તસવીરમાંઃ ફિરોઝ ખાનને ઘોડા ખૂબ જ ગમતા હતા. બેંગ્લોરના ફિરોઝ ખાનના ફાર્મ હાઉસમાં તેમણે ઘોડા રાખ્યા પણ હતા.

    9/19
  • અપરાધની મુમતાઝ હોય કે કુરબાનીની ઝિન અપમાન, કે પછી યલગારની નગમા, ફિરોઝ ખાન હંમેશા પોતાની હિરોઈન્સને ગ્લેમર ક્વીન તરીકે રજૂ કરતા. તસવીરમાંઃ ફરદીન ખાનના કરિયરની શરૂઆત સમયે પુત્ર સાથે ફિરોઝ ખાન

    અપરાધની મુમતાઝ હોય કે કુરબાનીની ઝિન અપમાન, કે પછી યલગારની નગમા, ફિરોઝ ખાન હંમેશા પોતાની હિરોઈન્સને ગ્લેમર ક્વીન તરીકે રજૂ કરતા.

    તસવીરમાંઃ ફરદીન ખાનના કરિયરની શરૂઆત સમયે પુત્ર સાથે ફિરોઝ ખાન

    10/19
  • ફિરોઝ ખાને ઘણી મલ્ટીસ્ટારર ફિલ્મોમાં કામ કર્યું છે, મોટા ભાગની ફિલ્મોમાં તેઓ સેકન્ડ લીડમાં રહેતા. જો કે તેમ છતાંય ફિરોઝ ખાનનો પોતાનો ફેન બેઝ હતો. તસવીરમાંઃ પુત્રી લૈલા, ફિરોઝ ખાન, ફરદીન ખાન અને ફરદીન ખાનની વાઈફ નતાશા માધવાની(મુમતાઝની પુત્રી)

    ફિરોઝ ખાને ઘણી મલ્ટીસ્ટારર ફિલ્મોમાં કામ કર્યું છે, મોટા ભાગની ફિલ્મોમાં તેઓ સેકન્ડ લીડમાં રહેતા. જો કે તેમ છતાંય ફિરોઝ ખાનનો પોતાનો ફેન બેઝ હતો.

    તસવીરમાંઃ પુત્રી લૈલા, ફિરોઝ ખાન, ફરદીન ખાન અને ફરદીન ખાનની વાઈફ નતાશા માધવાની(મુમતાઝની પુત્રી)

    11/19
  • ઉંચે લોગ નામની ફિલ્મમાં અશોક કુમાર અને રાજ કુમાર જેવા કલાકારોની હાજરીમાં પણ ફિરોઝ ખાન પોતાની નોંધ લેવડાવવામાં સફળ થયા હતા. ફિરોઝ ખાન દરેક રોલમાં ખૂબ જ કમ્ફર્ટેબલ દેખાતા હતા. 

    ઉંચે લોગ નામની ફિલ્મમાં અશોક કુમાર અને રાજ કુમાર જેવા કલાકારોની હાજરીમાં પણ ફિરોઝ ખાન પોતાની નોંધ લેવડાવવામાં સફળ થયા હતા. ફિરોઝ ખાન દરેક રોલમાં ખૂબ જ કમ્ફર્ટેબલ દેખાતા હતા. 

    12/19
  • ફિરોઝ ખાનના સમકાલી એક્ટર ફિલ્મ ડિરેક્ટ કરતા તો તે બીજા હીરોને કાસ્ટ નહોતા કરતા, પરંતુ ફિરોઝ આમ કરવાથી નહોતા અચકાતા. ફિરોઝ ખાને 6 ફિલ્મો પોતાના સ્ટારડમ દરમિયાન ડિરેક્ટ કરી છે, જેમાંથી તેમણે માત્ર 2માં લીડ રોલ કર્યો હતો. તેમાં પણ કુરબાની અને દયાવાનમાં વિનોદ ખન્ના ફર્સ્ટ લીડમાં હતા. તસવીરમાંઃ સોહેલ ખાન અને આદિત્ય પંચોલી સાથે ફિરોઝ ખાન

    ફિરોઝ ખાનના સમકાલી એક્ટર ફિલ્મ ડિરેક્ટ કરતા તો તે બીજા હીરોને કાસ્ટ નહોતા કરતા, પરંતુ ફિરોઝ આમ કરવાથી નહોતા અચકાતા. ફિરોઝ ખાને 6 ફિલ્મો પોતાના સ્ટારડમ દરમિયાન ડિરેક્ટ કરી છે, જેમાંથી તેમણે માત્ર 2માં લીડ રોલ કર્યો હતો. તેમાં પણ કુરબાની અને દયાવાનમાં વિનોદ ખન્ના ફર્સ્ટ લીડમાં હતા.

    તસવીરમાંઃ સોહેલ ખાન અને આદિત્ય પંચોલી સાથે ફિરોઝ ખાન

    13/19
  • ફિરોઝ ખાન પોતાના બેનર FK International અંતર્ગત ફિલ્મો બનાવતા હતા. તસવીરમાંઃ ફિલ્મ સફરનું એક દ્રશ્ય

    ફિરોઝ ખાન પોતાના બેનર FK International અંતર્ગત ફિલ્મો બનાવતા હતા.

    તસવીરમાંઃ ફિલ્મ સફરનું એક દ્રશ્ય

    14/19
  • મુંબઈમાં જ્યારે તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી, ત્યારે તેમને બંગ્લોરમાં પોતાની જન્મભૂમિ પર પાછા જવું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં તેમની તબિયત પણ સુધરી નહોતી રહી. તેઓ જ્યાં જન્મ્યા ત્યાં જ મરવા ઈચ્છતા હતા. ફિરોઝ ખાનની છેલ્લી ઈચ્છા પોતાની માતાની કબરની બાજુમાં દફન થવાની હતી. 27 એપ્રિલ, 2009માં ફિરોઝ ખાનનું નિધન થયું હતું.

    મુંબઈમાં જ્યારે તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી, ત્યારે તેમને બંગ્લોરમાં પોતાની જન્મભૂમિ પર પાછા જવું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં તેમની તબિયત પણ સુધરી નહોતી રહી. તેઓ જ્યાં જન્મ્યા ત્યાં જ મરવા ઈચ્છતા હતા. ફિરોઝ ખાનની છેલ્લી ઈચ્છા પોતાની માતાની કબરની બાજુમાં દફન થવાની હતી. 27 એપ્રિલ, 2009માં ફિરોઝ ખાનનું નિધન થયું હતું.

    15/19
  • ફિરોઝ ખાનની અંતિમ યાત્રામાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. 

    ફિરોઝ ખાનની અંતિમ યાત્રામાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. 

    16/19
  • પોતાના સ્ટાઈલિશ લૂક ઉપરાંત ડાઈલોગથી પણ ફિરોઝ ખાન ખૂબ ફેમસ થયા હતા. કુરબાનીમાં તેનો ડાઈલોગ,'ભગવાન તો હો નહી સક્તે, ઈન્સાન તો લગતે નહીં ઔર શૈતાન સે મેં નહીં ડરતા.' ખૂબ જ ફેમસ થયો હતો.

    પોતાના સ્ટાઈલિશ લૂક ઉપરાંત ડાઈલોગથી પણ ફિરોઝ ખાન ખૂબ ફેમસ થયા હતા. કુરબાનીમાં તેનો ડાઈલોગ,'ભગવાન તો હો નહી સક્તે, ઈન્સાન તો લગતે નહીં ઔર શૈતાન સે મેં નહીં ડરતા.' ખૂબ જ ફેમસ થયો હતો.

    17/19
  • ફિરોઝ ખાનનું મૃત્યુ થયું ત્યારે તેઓ 70 વર્ષના હતા. કેન્સરના કારણે તેમનું નિધન થયું હતું. તસવીરમાંઃ ફિલ્મ દયાવાનમાં વિનોદ ખન્ના સાથે ફિરોઝ ખાન

    ફિરોઝ ખાનનું મૃત્યુ થયું ત્યારે તેઓ 70 વર્ષના હતા. કેન્સરના કારણે તેમનું નિધન થયું હતું.

    તસવીરમાંઃ ફિલ્મ દયાવાનમાં વિનોદ ખન્ના સાથે ફિરોઝ ખાન

    18/19
  • 2007માં ફિરોઝ ખાન છેલ્લે વેલકમમાં દેખાયા હતા. આ ફિલ્મમાં પણ તેમણે પોતાની સ્ટાઈલ જાળવી રાખી હતી. 

    2007માં ફિરોઝ ખાન છેલ્લે વેલકમમાં દેખાયા હતા. આ ફિલ્મમાં પણ તેમણે પોતાની સ્ટાઈલ જાળવી રાખી હતી. 

    19/19
  • loading...

ફોટોઝ વિશે

ફિરોઝ એક સમયે બોલીવુડના અલ્ટીમેટ સ્ટાઈલ આઈકન તરીકે જાણીતા હતા. ત્યારે તેમની બર્થ એનિવર્સરી પર જોઈએ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કેટલાક ખાસ ફોટોઝ
(All photos/mid-day archives)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK