વરુણ ધવનની નવપરિણિતાને જોઇને કેમ ભડક્યા ચાહકો? અહીં જાણો કારણ...

Published: 3rd February, 2021 14:29 IST | Shilpa Bhanushali
 • બૉલીવુડ અભિનેતા વરુણ ધવન સાથે લગ્ન બાદ નતાશા દલાલ પોતાની મેરેજ લાઇફ એન્જૉય કરી રહી છે. લગ્ન પછી એક તરફ જ્યાં વરુણ ધવન પોતાના કામમાં વ્યસ્ત છે તો તેની પત્ની નતાશા દલાલ ઘરની બહાર જ સ્પૉટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં નતાશા કારમાંથી ઉતરતી જોવા મળે છે. તસવીરમાં નતાશા બ્લેક આઉટફિટમાં દેખાઇ રહી છે. તેણે બ્લેક સ્વેટર સાથે મેચિંગ પેન્ટ પહેર્યું છે.

  બૉલીવુડ અભિનેતા વરુણ ધવન સાથે લગ્ન બાદ નતાશા દલાલ પોતાની મેરેજ લાઇફ એન્જૉય કરી રહી છે. લગ્ન પછી એક તરફ જ્યાં વરુણ ધવન પોતાના કામમાં વ્યસ્ત છે તો તેની પત્ની નતાશા દલાલ ઘરની બહાર જ સ્પૉટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં નતાશા કારમાંથી ઉતરતી જોવા મળે છે. તસવીરમાં નતાશા બ્લેક આઉટફિટમાં દેખાઇ રહી છે. તેણે બ્લેક સ્વેટર સાથે મેચિંગ પેન્ટ પહેર્યું છે.

  1/5
 • સાથે જ તેણે કોરોનાને ધ્યાનમાં રાખીને માસ્ક પણ પહેરી રાખ્યું છે. આ દરમિયાન તેના હાથમાં ચૂડો, ગળામાં પાતળી ચેઇન જોવા મળી રહી છે. તેના હાથ અને પગની મહેન્દી પણ સ્પષ્ટ દેખાઇ રહી છે. જો કે, નતાશાનો આ લૂક ચાહકોને ખાસ પસંદ આવ્યો નથી. હકીકતે, આ દરમિયાન તેણે જ સફેદ ચૂડો પહેર્યો હતો, તેને કારણે તે ટ્રોલ થઈ ગઈ છે. એક યૂઝરે પૂછ્યું, "લગ્ન પછી સફેદ ચૂડો કેમ? તો, એક યૂઝરે લખ્યું, આ કેવા કપડાં પહેર્યા છે?"

  સાથે જ તેણે કોરોનાને ધ્યાનમાં રાખીને માસ્ક પણ પહેરી રાખ્યું છે. આ દરમિયાન તેના હાથમાં ચૂડો, ગળામાં પાતળી ચેઇન જોવા મળી રહી છે. તેના હાથ અને પગની મહેન્દી પણ સ્પષ્ટ દેખાઇ રહી છે. જો કે, નતાશાનો આ લૂક ચાહકોને ખાસ પસંદ આવ્યો નથી. હકીકતે, આ દરમિયાન તેણે જ સફેદ ચૂડો પહેર્યો હતો, તેને કારણે તે ટ્રોલ થઈ ગઈ છે. એક યૂઝરે પૂછ્યું, "લગ્ન પછી સફેદ ચૂડો કેમ? તો, એક યૂઝરે લખ્યું, આ કેવા કપડાં પહેર્યા છે?"

  2/5
 • જણાવવાનું કે નતાશાએ વરુણ ધવન સાથે ધ મેન્શન હાઉસમાં લગ્ન કર્યા હતા. નતાશા સાથે લગ્ન પછી વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તે પત્ની નતાશા સાથે જોવા મળે છે. તસવીરમાં વરુણ ધવન અને નતાશા સિલ્વર આઉટફિટમાં જોવા મળ્યા. આ તસવીરો શૅર કરતા વરુણે લખ્યું હતું, 'જીવનનો પ્રેમ આજે ઑફિશિયલ થઈ ગયો.'

  જણાવવાનું કે નતાશાએ વરુણ ધવન સાથે ધ મેન્શન હાઉસમાં લગ્ન કર્યા હતા. નતાશા સાથે લગ્ન પછી વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તે પત્ની નતાશા સાથે જોવા મળે છે. તસવીરમાં વરુણ ધવન અને નતાશા સિલ્વર આઉટફિટમાં જોવા મળ્યા. આ તસવીરો શૅર કરતા વરુણે લખ્યું હતું, 'જીવનનો પ્રેમ આજે ઑફિશિયલ થઈ ગયો.'

  3/5
 • નતાશા દલાલ એક ફેશન ડિઝાઇનર છે. તેનું પોતાનું એક બ્રાન્ડ લેબલ છે. તેણે પોતાની સ્ટડીઝ ન્યૂયૉર્કમાંથી કરી છે. ન્યૂયૉર્કમાંથી સ્ટડી કર્યા પછી નતાશા દલાલ વર્ષ 2013માં ભારત પાછી આવી. વરુણ અને નતાશા બાળપણથી ફ્રેન્ડ્સ રહ્યા છે. વરુણ અને નતાશા ઘણીવાર પાર્ટીઝ અને બૉલીવુડ ગેધરિંગ્સમાં સાથે પણ જોવા મળ્યા. બન્નેની જોડી ચાહકોમાં પણ ખૂબ જ લોકપ્રિય થઈ છે.

  નતાશા દલાલ એક ફેશન ડિઝાઇનર છે. તેનું પોતાનું એક બ્રાન્ડ લેબલ છે. તેણે પોતાની સ્ટડીઝ ન્યૂયૉર્કમાંથી કરી છે. ન્યૂયૉર્કમાંથી સ્ટડી કર્યા પછી નતાશા દલાલ વર્ષ 2013માં ભારત પાછી આવી. વરુણ અને નતાશા બાળપણથી ફ્રેન્ડ્સ રહ્યા છે. વરુણ અને નતાશા ઘણીવાર પાર્ટીઝ અને બૉલીવુડ ગેધરિંગ્સમાં સાથે પણ જોવા મળ્યા. બન્નેની જોડી ચાહકોમાં પણ ખૂબ જ લોકપ્રિય થઈ છે.

  4/5
 • વરુણ ધવને પોસ્ટ શૅર કરી માન્યો આભાર લગ્ન પછી વરુણ ધવને ટ્વીટ કરીને ચાહકોનો આભાર માન્યો હતો. તેણે લખ્યું, "મને તમારો જે પ્રેમ અને પૉઝિટીવિટી મળી છે તે મારા મનની ખૂબ જ નજીક છે. હું દરેક વ્યક્તિને મનથી થેન્કયૂ કહેવા માગું છું. તમારો પ્રેમ આ જ રીતે અમારા બન્ને પર વરસાવતા રહેજો."

  વરુણ ધવને પોસ્ટ શૅર કરી માન્યો આભાર
  લગ્ન પછી વરુણ ધવને ટ્વીટ કરીને ચાહકોનો આભાર માન્યો હતો. તેણે લખ્યું, "મને તમારો જે પ્રેમ અને પૉઝિટીવિટી મળી છે તે મારા મનની ખૂબ જ નજીક છે. હું દરેક વ્યક્તિને મનથી થેન્કયૂ કહેવા માગું છું. તમારો પ્રેમ આ જ રીતે અમારા બન્ને પર વરસાવતા રહેજો."

  5/5
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ અભિનેતા વરુણ ધવન અને નતાશા દલાલના તાજેતરમાં જ લગ્ન થયા છે. લગ્ન બાદ બન્ને મુંબઇ પાછા આવ્યા ત્યારે સ્પૉટ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી વરુણ ધવન પોતાના કામમાં વ્યસ્ત છે જ્યારે નતાશા દલાલ પોતાની મેરિડ લાઇફ એન્જૉય કરી રહી છે. જણાવવાનું કે તાજેતરમાં જ નતાશા દલાલ પોતાના ઘરની બહાર એક સલોન જતી વખતે સ્પૉટ કરવામાં આવી. ત્યાર બાદ ચાહકોમાં તેના પ્રત્યે નારાજગી છે તેમજ તે ટ્રોલ્સનો પણ શિકાર બની છે. (તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK