ઓજસ રાવલ સ્ટારર ફિલ્મ ધુમ્મસના બિહાઇન્ડ ધ સીન્સની ખાસ તસવીરો, જુઓ અહીં

Published: 6th February, 2021 16:04 IST | Shilpa Bhanushali
 • આ સસ્પેન્સ થ્રિલર જોનરમાં બનેલી ફિલ્મ છે. અત્યાર સુધી આ પ્રકારની ફિલ્મ ગુજરાતીમાં જોવા મળી નથી. આ ફિલ્મમાં મુખ્ય ત્રણ પાત્રો છે અને ફિલ્મની આખી વાર્તા એક જ ઘરની છે તેમ જ ફિલ્મનું કથાનક આ ત્રણ પાત્રોની આસપાસ વણાયેલું જોવા મળશે.

  આ સસ્પેન્સ થ્રિલર જોનરમાં બનેલી ફિલ્મ છે. અત્યાર સુધી આ પ્રકારની ફિલ્મ ગુજરાતીમાં જોવા મળી નથી. આ ફિલ્મમાં મુખ્ય ત્રણ પાત્રો છે અને ફિલ્મની આખી વાર્તા એક જ ઘરની છે તેમ જ ફિલ્મનું કથાનક આ ત્રણ પાત્રોની આસપાસ વણાયેલું જોવા મળશે.

  1/8
 • ફિલ્મનું પોસ્ટર ફર્સ્ટ લૂક જોતાં ધ્યાનમાં આવે છે કે તેમાં છરી, ચપ્પુ અને બંદૂક બતાવવામાં આવી છે. આમ આ ફિલ્મમાં મર્ડર મિસ્ટ્રી જોવા મળશે.

  ફિલ્મનું પોસ્ટર ફર્સ્ટ લૂક જોતાં ધ્યાનમાં આવે છે કે તેમાં છરી, ચપ્પુ અને બંદૂક બતાવવામાં આવી છે. આમ આ ફિલ્મમાં મર્ડર મિસ્ટ્રી જોવા મળશે.

  2/8
 • આજના સમયમાં આ જોનરમાં એક્ટિંગ કરવાની તક મળવી પણ દુર્લભ હોય છે. એક તરફ જ્યાં માત્ર કૉમેડી જ ચાલતી હોય એવામાં આ પ્રકારની ફિલ્મ બનાવવી એ ખરેખર નવીનતા લાવવાની વાત છે.

  આજના સમયમાં આ જોનરમાં એક્ટિંગ કરવાની તક મળવી પણ દુર્લભ હોય છે. એક તરફ જ્યાં માત્ર કૉમેડી જ ચાલતી હોય એવામાં આ પ્રકારની ફિલ્મ બનાવવી એ ખરેખર નવીનતા લાવવાની વાત છે.

  3/8
 • ફિલ્મ કેવી રીતે મળી તે અંગે વાત કરતાં અભિનેતા ઓજસ રાવલ જણાવે છે કે, "ડિરેક્ટર કર્તવ્ય શાહે જ્યારે મને આ ફિલ્મ માટે અપ્રોચ કર્યો ત્યારે તેમણે મને જણાવ્યું આ પ્રકારની ફિલ્મ છે અને તેમાં તમારે આ પ્રકારનું પાત્ર ભજવવાનું છે ત્યારે મને ખૂબ જ આનંદ થયો."

  ફિલ્મ કેવી રીતે મળી તે અંગે વાત કરતાં અભિનેતા ઓજસ રાવલ જણાવે છે કે, "ડિરેક્ટર કર્તવ્ય શાહે જ્યારે મને આ ફિલ્મ માટે અપ્રોચ કર્યો ત્યારે તેમણે મને જણાવ્યું આ પ્રકારની ફિલ્મ છે અને તેમાં તમારે આ પ્રકારનું પાત્ર ભજવવાનું છે ત્યારે મને ખૂબ જ આનંદ થયો."

  4/8
 • નોંધનીય છે કે આ ફિલ્મનું શૂટ માત્ર 20 દિવસમાં પૂરું કરી દેવામાં આવ્યું હતું. ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ અમદાવાદમાં જ થયું છે. આ ફિલ્મ માટે ખૂબ જ નાની ટીમ અને ફિલ્મની જરૂરિયાત પ્રમાણે ખૂબ જ સરળતાથી સાદગીથી કોઇપણ પ્રકારના તામજામ વગર આ ફિલ્મનું શૂટ પૂરું કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટ અનલૉક 1-2 દરમિયાન જ કરવામાં આવ્યું છે અને શૂટ દરમિયાન દરેક સરકારી ગાઇડલાઇન્સ ફોલો કરવામાં આવી હતી.

  નોંધનીય છે કે આ ફિલ્મનું શૂટ માત્ર 20 દિવસમાં પૂરું કરી દેવામાં આવ્યું હતું. ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ અમદાવાદમાં જ થયું છે. આ ફિલ્મ માટે ખૂબ જ નાની ટીમ અને ફિલ્મની જરૂરિયાત પ્રમાણે ખૂબ જ સરળતાથી સાદગીથી કોઇપણ પ્રકારના તામજામ વગર આ ફિલ્મનું શૂટ પૂરું કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટ અનલૉક 1-2 દરમિયાન જ કરવામાં આવ્યું છે અને શૂટ દરમિયાન દરેક સરકારી ગાઇડલાઇન્સ ફોલો કરવામાં આવી હતી.

  5/8
 • આ ફિલ્મ વિશે વાત કરતા ઓજસ રાવલ જણાવે છે કે આ ફિલ્મ માટે જો હું કોઇ બાબતે ઉત્સુક છું તો તે છે ફિલ્મનું મ્યૂઝિક, કારણકે સસ્પેન્સ થ્રિલર એ એક એવું જોનર છે જેમાં મ્યૂઝિક એક પાત્ર તરીકે ભાગ ભજવે છે. 

  આ ફિલ્મ વિશે વાત કરતા ઓજસ રાવલ જણાવે છે કે આ ફિલ્મ માટે જો હું કોઇ બાબતે ઉત્સુક છું તો તે છે ફિલ્મનું મ્યૂઝિક, કારણકે સસ્પેન્સ થ્રિલર એ એક એવું જોનર છે જેમાં મ્યૂઝિક એક પાત્ર તરીકે ભાગ ભજવે છે. 

  6/8
 • આ ફિલ્મમાં ઓજસ રાવલ સહિત જયેશ મોરે, ચેતન દહિયાં, કિંજલ રાજપ્રિયા અને આકાશ ઝાલા પણ મુખ્ય કલાકાર તરીકે જોવા મળશે.

  આ ફિલ્મમાં ઓજસ રાવલ સહિત જયેશ મોરે, ચેતન દહિયાં, કિંજલ રાજપ્રિયા અને આકાશ ઝાલા પણ મુખ્ય કલાકાર તરીકે જોવા મળશે.

  7/8
 • ફિલ્મ વિશે એક સસ્પેન્સ ડિસ્ક્લૉઝ કરતા ઓજસ રાવલ જણાવે છે કે સરપ્રાઇઝ ધમાકો તો છે ફિલ્મમાં અને દર્શકોને આ ધમાકો ક્લાઇમેક્સ દરમિયાન જોવા મળશે. જે ખૂબ જ લોકપ્રિય ચહેરો છે તે ક્લાઇમેક્સમાં જોવા મળશે.

  ફિલ્મ વિશે એક સસ્પેન્સ ડિસ્ક્લૉઝ કરતા ઓજસ રાવલ જણાવે છે કે સરપ્રાઇઝ ધમાકો તો છે ફિલ્મમાં અને દર્શકોને આ ધમાકો ક્લાઇમેક્સ દરમિયાન જોવા મળશે. જે ખૂબ જ લોકપ્રિય ચહેરો છે તે ક્લાઇમેક્સમાં જોવા મળશે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

ધુમ્મસ એટલે શું તે તો સૌને ખબર જ છે પણ અહીં વાત થઈ રહી છે ધુમ્મસ ફિલ્મની. ત્યારે જણાવવાનું કે આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર મર્ડર મિસ્ટ્રીની સ્ટોરી છે, જેમાં ત્રણ મુખ્ય પાત્રો જોવા મળશે. દર્શકો માટે ક્લાઇમેક્સમાં એક સરપ્રાઇઝ ધમાકો છે, અને જ્યાં ઇન્ડસ્ટ્રીમાં કૉમેડીનું વલણ છે ત્યાં એક જુદાં પ્રકારના જોનરની ફિલ્મ લાવવી એ પોતાનામાં જ ચીલો ચાતરવા જેવી વાત છે. આ વિશે જાણો વધુ...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK