શેફાલી શાહ એટલે કે દિલ્હી ક્રાઇમ સીરિઝનાં વર્તિકા ચતુર્વેદી. આ સિરીઝને આંતરરાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી છે. વર્તિકા ચતુર્વેદીનો રોલ ભજવનારાં શેફાલી શાહ 1995ની સાલથી અભિનયના ક્ષેત્રે છે. તેમણે ભજવેલું એકેએક પાત્ર દર્શકોના હ્રદયમાં સ્થાન બનાવી ચૂક્યું છે.
જેમની આંખો સતત બોલકી છે તેવા શેફાલી મુંબઇમાં જ ઉછર્યાં છે અને જેમની મૂળ અટક છે શેફાલી શેટ્ટી, તેમનું ગુજરાતી કનેક્શન મજબુત છે, તેમનાં મમ્મી ગુજરાતી છે.
ગુજરાતી નાટકો અને પછી માઇલસ્ટોન સમાન હિંદી સિરીયલ્સ કરનારા શેફાલીનું હસરતેં સિરિયલનું પાત્ર પાત્ર સાવી એટલે કે સાવિત્રી તમને ચોક્કસ યાદ હશે જ.
શેફાલીએ હંમેશા પોતાના પાત્રો બહુ જ ચિવટથી પસંદ કર્યા છે. તેમનું નામ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ સાઉથ એશિયન્સની યાદીમાં પણ સામેલ છે.
તમે માનશો હસરતેં સિરિયલમાં 15 વર્ષની દીકરીની માનો રોલ કરનારા શેફાલી ત્યારે માત્ર 22 વર્ષનાં હતા. તે પોતે એક સમયે એક્ટિંગમાં કારકિર્દી બનાવવા અંગે સિરીયસ નહોતા. અરે એમ થાત તો આપણે એક મજબુત એક્ટ્રેસનું કામ જોવાનું ચોક્કસ મિસ કરતા હોત.
સફળ ફિલ્મ નિર્માતા વિપુલ શાહ, શેફાલનાં લાઇફ પાર્ટનર છે. ગુજરાતી સિરિયલ્સના સફળ ડાયરેક્ટરે દરિયા છોરૂ જેવી ક્લાસિક ગુજરાતી ફિલ્મ બનાવી અને ત્યાં જ તેમની ઓળખાણ શેફાલી સાથે થઇ હતી. તેમણે આંખે ફિલ્મથી હિન્દી ફિલ્મોની સફર શરૂ કરી અને વક્ત- રેસ અગેઇન્સ્ટ ટાઇમ, નમસ્તે લંડન, સિંઘ ઇઝ કિંગ જેવી સફળ ફિલ્મોથી પોતાની કારકિર્દીનું શીખર ઘડ્યું.
શેફાલી અને વિપુલ શાહની તસવીર તેમની કંપેનિયનશીપનો બોલતો પુરાવો છે.
શેફાલી અને વિપુલ શાહને બે દીકરા છે.
આ છે એક મેજર થ્રો બૅક તસવીર, જ્યારે શેફાલી અને વિપુલ શાહે પ્રભૂતામાં પગલા માંડ્યા.
જુઓ આ છે શેફાલીની બે મસ્ત ટેણિયાઓ સાથેની થ્રોબૅક તસવીર.
આ છે શાહ પરિવાર.
ફેસ્ટિવલ્સની ઉજવણી શાહ પરિવારમાં પુરા ઉલ્લાસથી કરાય છે.
શેફાલી શાહ તેમનાં પેરન્ટ્સ સાથે. તેમણે લૉકડાઉનમાં પેરન્ટ્સને મળવાનું બહુ જ મિસ કર્યું હતું અને આ દરમિયાન તેમણે કેટલી હ્રદય સ્પર્શી પોસ્ટ્સ પણ શૅર કરી હતી.
શેફાલી શાહના અભિનયની વાત તરફ પાછા વળીએ તો આ ગોર્જિયસ અભિનેત્રીએ પાથ બ્રેકિંગ રોલ્સ કરવાનું જ પસંદ કર્યું છે.
દિલ ધડકને દોમાં, સુપર રીચ અનિલ કપૂરની ફ્રસ્ટ્રેટેડ પત્નિના પાત્રમાં બીજી કોઇ અભિનેત્રીની કલ્પના કરવી પણ અશક્ય છે.
ગાંધી માય ફાધર, એક નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મમાં તેમણે કસ્તુરબાનું પાત્ર ભજવ્યું હતું.
દર્શન જરીવાલા ગાંધીજીનો રોલ કરતા હતા તો તેમના દીકરાનો રોલ અક્ષય ખન્નાએ ભજવ્યો હતો. શેફાલી શાહે કસ્તુરબાના પાત્રને બખૂબી નિભાવ્યું હતું.
લાસ્ટ લિયર ફિલ્મમાં તેમણે ફરી અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શૅર કરી હતી.
તમને જ્યૂસ નામની આ શોર્ટ ફિલ્મ યાદ છે. પેટ્રીઆર્કી એટલે કે પિતૃસત્તાક માનસિકતાના ગરમાગરમ તવા પર ઠંડુ પાણી રેડતી આ શોર્ટ ફિલ્મમાં એક હોમ મેકર પોતાની સ્પેસ મેળવવા એક એવું કામ કરે છે જે બધાને સ્તબ્ધ કરી દે છે.
જ્યૂસ ફિલ્મમાં શેફાલી શાહના ડાયલૉગ્ઝ નહીં જેવા હતા પણ જેની આંખો જ અભિનયનો પર્યાય હોય તેને શબ્દોની ક્યાં જરૂર હોય છે.
વક્ત ફિલ્મમાં શેફાલીએ પોતાનાથી ઉંમરમાં ઘણા મોટા એવા અમિતાભ બચ્ચનની પત્નીનો અને અક્ષય કુમારની મમ્મીનો રોલ ભજવ્યો હતો. ઉંમરની દ્રષ્ટિએ આ ત્રિરાશી માંડવી કોઇપણ એક્ટર માટે ચેલેન્જિંગ હોય પણ શેફાલીના અભિનયમાં એ વય ભેદ જરાય વર્તાતો નથી.
નેટ ફ્લિક્સની ફિલ્મ વન્સ અગેઇનમાં મેચ્યોર પ્રેમની વાત કોઇ કવિતાની માફક કરાઇ છે, જેમાં શેફાલીએ નીરજ કબી સાથે આ કવિતાને સ્ક્રીન પર તાદ્રશ કરી છે.
આ છે આપણા ભીખુ મ્હાત્રેનાં પત્ની. સત્યા ફિલ્મના આ રોલ માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
દિલ્હી ક્રાઇમ સિરીઝનાં વર્તિકા ચતુર્વેદીની કટિ બદ્ધતા આ આંખોમાંથી જેટલી વ્યક્ત થાય છે એ કદાચ બીજી કોઇ રીતે વ્યક્ત કરવાની જરૂર પણ નહીં રહી હોય.
આ છે શેફાલીની નાનપણની તસવીર. હા આ પાવરફુલ અભિનેત્રી બહુ જ સારાં નૃત્યાંગના પણ છે.
દાદી અને મમ્મી સાથે શેફાલીની આ નાનપણની તસવીર.
આમાંથી એક તસવીર છે શેફાલીનાં દીકરાની અને બીજી તેમની પોતાની... બિલકુલ માતૃમુખી દીકરો છે, ખરું ને!
શેફાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શૅર કરી જુના ફોટો શૂટ્સ અને નવરાત્રીના દિવસો યાદ કર્યા હતા.
ઓછા એક્સપ્રેશન્સ પણ વધુ ભાવ વ્યક્ત કરવાની આવડત જાણે તેમનામાં પહેલેથી જ હતી.
શેફાલીની આ થ્રોબૅક તસવીર તેમના ખાસ મિત્રો સાથે.
તેમની કઝિન્સ અને મિત્રો સાથેની તમામ તસવીરો તેમના લાગણીના તાણાવાણાનાં બોલકાં ચિત્રો છે.
વૈશાલી ઠક્કર ગુજરાતી નાટકો અને હિન્દી સિરીયલ્સનાં જાણીતા અભિનેત્રી છે જે શેફાલી શાહનાં પાક્કા મિત્ર છે.
વૈશાલી અને શેફાલીની દોસ્તી ત્રણ દાયકાથી ય જૂની છે.
પોતાના મિત્રો સાથેની ક્ષણો પણ તે સોશ્યલ મિડીયા પર શૅર કરતાં રહે છે.
તમે જાણો છો કે શેફાલી બહુ જ અચ્છા ચિત્રકાર પણ છે.
તેઓ કવિતાઓ પણ લખે છે અને રંગોથી કેનવાસને પણ વાચા આપે છે.
બેકગ્રાઉન્ડમાં જે પેઇન્ટિંગ તમે જુઓ છો તે આ પ્રતિભાશાળી અભિનેત્રીએ જ પેઇન્ટ કર્યું છે.
શેફાલી શાહની ડેબ્યુ ફિલ્મ હતી રંગીલા, એ તમે જાણો છો ખરાં? તસવીરમાં સ્વજનો સાથે પાર્ટી મોડમાં શેફાલી.
શેફાલી શાહનું સ્મિત અને શાર્પ ફિચર્સ તેમના પાવર હાઉસ અભિનયને વધારે ધારદાર બનાવે છે.
તે પૅટ પેરન્ટ પણ છે, તેમનાં હસ્કીઝ સાથેની તસવીરો પણ તે અવારનવાર શૅર કરે છે.
ઉફ, આ સેવન્ટીઝનાં બૉલીવુડ લુકમાં શેફાલી પરફેક્ટ ફિટ થાય છે, ખરું ને...
બાય ધી વે તમે જાણો છો કે આ અભિનેત્રીએ કૅમેરાની પાછળ પણ કામ કર્યું છે? તેમણે શોર્ટ ફિલ્મ્સ ડાયરેક્ટ કરી છે.
પ્રગતિશીલ અને સ્ટ્રોંગ નેરેટિવ્ઝ જ પસંદ કરનારાં શેફાલીને આપણે વધુ ક્રિએશન્સમાં ઓનસ્ક્રીન જોઇએ તેવી શુભેચ્છાઓ.
લાગે છે કે કોઇ કવિએ જ્યારે લખ્યું હશે કે, "જે કાંઇ છે તારી આંખોમાં છે" ત્યારે કદાચ તેણે શેફાલીની આંખો પરથી જ પ્રેરણા મેળવી હશે.
નેટફ્લિક્સની વેબ સિરીઝ (Delhi Crime) એવી પહેલી ભારતીય સિરીઝ છે જેને આંતરરાષ્ટ્રીય એમ્મી એવોર્ડ (International Emmy Awards) એનાયત થયો છે. બહુ ચર્ચિતા નિર્ભયા ગેંગ રૅપ પરથી બનેલી આ સીરિઝમાં શેફાલી શાહે (Shefali Shah) વર્તિકા ચતુર્વેદીની (Vartika Chaturvedi) ભૂમિકા ભજવી હતી જેને કારણે આ આખો કેસ સોલ્વ થયો અને એકેએક ગુનેગાર પકડાયો હતો. શેફાલી શાહ એક બહુ મજબુત અભિનેત્રી છે. જોઇએ કેટલી નહીં જોયેલી તસવીરો અને જાણીએ તેમના એવા રોલ્સ વિશે જે અવિસ્મરણિય છે.