ગુજરાતી સંસ્કૃતિ અને રિવાજોને સ્ક્રિન પર ઉજાગર કર્યા છે આ હિન્દી સિરિયલોએ

Updated: 21st September, 2020 09:23 IST | Rachana Joshi
 • એક મહલ હો સપનો કા (1999 - 2002) 'એક મહલ હો સપનો કા' સોની ટીવી પર પ્રસારિત થતી હતી. આ સિરિયલ ભારતીય ટેલિવિઝનની સૌથી લાંબી ટેલિવિઝન સિરીયલોમાંની એક છે. હિન્દી કાલ્પનિક શ્રેણીમાં 1000 એપિસોડ સુધી પહોંચનાર પ્રથમ સિરિયલ હતી. જે ઇટીવી ગુજરાતીની સિરિયલ 'સપના ના વાવેતર'ની રિમેક હતી. આ સિરિયલની વાર્તા ગુજરાતી બિઝનેસ ટાઇકૂન પુરુષોત્તમ નાણાવટીના જીવનની આસપાસ ફરતી હતી. જે તેના ચાર પરિણીત પુત્રોના સંયુક્ત કુટુંબના વડા હતા. સંયુક્ત કુટુંબના સભ્યો જુદા થઈ જાય કે પછી સાથે રહે ત્યારે તેમને કયા પ્રકારના પરીક્ષણો અને વિપત્તિઓમાંથી પસાર થવું પડે તે આ સિરિયલમાં દર્શાવવામાં આવ્યું હતું. આ સિરિયલમાં મોટા ભાગના કલાકારો પણ ગુજરાતી જ હતા. મુખ્ય પાત્રોમાં અજીત વચ્છાની, દિના પાઠક, કલ્પના દિવાન, સનત વ્યાસ, રાજીવ મહેતા, અપરા મહેતા, દેવેન ભોજાણી, મનોજ જોશી વગેરે જોવા મળ્યા હતા. સિરિયલનું દિગ્દર્શન વિપુલ શાહે કર્યું હતું અને લેખક આતિશ કાપડિયા હતા.

  એક મહલ હો સપનો કા (1999 - 2002)

  'એક મહલ હો સપનો કા' સોની ટીવી પર પ્રસારિત થતી હતી. આ સિરિયલ ભારતીય ટેલિવિઝનની સૌથી લાંબી ટેલિવિઝન સિરીયલોમાંની એક છે. હિન્દી કાલ્પનિક શ્રેણીમાં 1000 એપિસોડ સુધી પહોંચનાર પ્રથમ સિરિયલ હતી. જે ઇટીવી ગુજરાતીની સિરિયલ 'સપના ના વાવેતર'ની રિમેક હતી. આ સિરિયલની વાર્તા ગુજરાતી બિઝનેસ ટાઇકૂન પુરુષોત્તમ નાણાવટીના જીવનની આસપાસ ફરતી હતી. જે તેના ચાર પરિણીત પુત્રોના સંયુક્ત કુટુંબના વડા હતા. સંયુક્ત કુટુંબના સભ્યો જુદા થઈ જાય કે પછી સાથે રહે ત્યારે તેમને કયા પ્રકારના પરીક્ષણો અને વિપત્તિઓમાંથી પસાર થવું પડે તે આ સિરિયલમાં દર્શાવવામાં આવ્યું હતું. આ સિરિયલમાં મોટા ભાગના કલાકારો પણ ગુજરાતી જ હતા. મુખ્ય પાત્રોમાં અજીત વચ્છાની, દિના પાઠક, કલ્પના દિવાન, સનત વ્યાસ, રાજીવ મહેતા, અપરા મહેતા, દેવેન ભોજાણી, મનોજ જોશી વગેરે જોવા મળ્યા હતા. સિરિયલનું દિગ્દર્શન વિપુલ શાહે કર્યું હતું અને લેખક આતિશ કાપડિયા હતા.

  1/19
 • ક્યુંકી સાસ ભી કભી બહુથી (2000-2008) 'ક્યુંકી સાસ ભી કભી બહુથી'ની વાર્તા આદર્શ પુત્રવધૂ તુલસી વિરાણી અને તેના પરિવારની આસપાસ ફરે છે. એક પંડિતની પુત્રીએ સમૃદ્ધ બિઝનેસ ટાઇકૂન ગોર્વધન વિરાનીના પૌત્ર સાથે કર્યા હતા. સિરિયલ ખુબ જ લોકપ્રિય હતી અને તેના 1,833 એપિસોડ જુલાઈ 2000થી નવેમ્બર 2008 સુધી પ્રસારિત થયા હતા. આ સિરિયલના મુખ્ય કલાકારો અને મોટા ભાગના કલાકારો ગુજરાથી જ હતા. એકતા કપૂરની સિરિયલમાં તુલસી વિરાણીના પાત્રમાં સ્મ્રુતિ ઈરાની અને મિહિર વિરાણીના પાત્રમાં અમર ઉપાધ્યાય, ઈન્દર કુમાર અને રોનિત રૉય જોવા મળ્યા હતા.

  ક્યુંકી સાસ ભી કભી બહુથી (2000-2008)

  'ક્યુંકી સાસ ભી કભી બહુથી'ની વાર્તા આદર્શ પુત્રવધૂ તુલસી વિરાણી અને તેના પરિવારની આસપાસ ફરે છે. એક પંડિતની પુત્રીએ સમૃદ્ધ બિઝનેસ ટાઇકૂન ગોર્વધન વિરાનીના પૌત્ર સાથે કર્યા હતા. સિરિયલ ખુબ જ લોકપ્રિય હતી અને તેના 1,833 એપિસોડ જુલાઈ 2000થી નવેમ્બર 2008 સુધી પ્રસારિત થયા હતા. આ સિરિયલના મુખ્ય કલાકારો અને મોટા ભાગના કલાકારો ગુજરાથી જ હતા. એકતા કપૂરની સિરિયલમાં તુલસી વિરાણીના પાત્રમાં સ્મ્રુતિ ઈરાની અને મિહિર વિરાણીના પાત્રમાં અમર ઉપાધ્યાય, ઈન્દર કુમાર અને રોનિત રૉય જોવા મળ્યા હતા.

  2/19
 • ખીચડી (2002-2004, 2005-2006, એપ્રિલ 2018-જુન 2018) સિરિયલ 'ખીચડી'ની ત્રન સિઝન આવી હતી. પહેલી અને ત્રીજી સિઝનનું નામ 'ખીચડી' હતું. જ્યારે બીજી સિઝનને ઈનસ્ટન્ટ 'ખીચડી' નામ આપવામાં આવ્યું હતું. સિરિયલમાં એક જૂની હવેલીમાં રહેતા પારેખ નામના ગુજરાતી પરિવારની વાર્તા છે. આ સંયુક્ત કુટુંબ અનેક પરિસ્થિતિઓનો કાલ્પનિક અને હળવા ક્ષેત્રમાં સામનો કરે છે. તુલસીદાસ પારેખના પરિવારમાં દરેક વ્યક્તિ મજેદાર વ્યક્તિત્વ ધરાવે છે. સિરિયલ ખુબ જ લોકપ્રિય થઈ હતી. મુખ્ય પાત્રોમાં અનંગ દેસાઈ, રાજીવ મહેતા, સુપ્રિયા પાઠક, વંદના પાઠક, જમનાદાસ મજીઠિયા, રિચા ભદ્રા, યશ મિત્તલ હતા. આ સિરિયલમાં પણ મોટાભાગના કલાકારો ગુજરાતી જ હતા.

  ખીચડી (2002-2004, 2005-2006, એપ્રિલ 2018-જુન 2018)

  સિરિયલ 'ખીચડી'ની ત્રન સિઝન આવી હતી. પહેલી અને ત્રીજી સિઝનનું નામ 'ખીચડી' હતું. જ્યારે બીજી સિઝનને ઈનસ્ટન્ટ 'ખીચડી' નામ આપવામાં આવ્યું હતું. સિરિયલમાં એક જૂની હવેલીમાં રહેતા પારેખ નામના ગુજરાતી પરિવારની વાર્તા છે. આ સંયુક્ત કુટુંબ અનેક પરિસ્થિતિઓનો કાલ્પનિક અને હળવા ક્ષેત્રમાં સામનો કરે છે. તુલસીદાસ પારેખના પરિવારમાં દરેક વ્યક્તિ મજેદાર વ્યક્તિત્વ ધરાવે છે. સિરિયલ ખુબ જ લોકપ્રિય થઈ હતી. મુખ્ય પાત્રોમાં અનંગ દેસાઈ, રાજીવ મહેતા, સુપ્રિયા પાઠક, વંદના પાઠક, જમનાદાસ મજીઠિયા, રિચા ભદ્રા, યશ મિત્તલ હતા. આ સિરિયલમાં પણ મોટાભાગના કલાકારો ગુજરાતી જ હતા.

  3/19
 • સારાભાઈ વર્સિસ સારાભાઈ (2004-2006) 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'ની બે સિઝન આવી હતી. પ્રથમ સિઝન 2004થી 2006 સુધી સ્ટાર વન પર આવતી હતી. જ્યારે બીજી સિઝન ડાયરેક્ટ ઓટીટી પર રિલીઝ થઈ હતી. આ શો એક લક્ઝરી અપાર્ટમેન્ટમાં રહેતા એક ઉચ્ચ વર્ગના ગુજરાતી પરિવાર, સારાભાઈના જીવનની આસપાસ ફરે છે. જે સમયે સિરિયલ ટીવી પર આવતિ હતી ત્યારે તે સમયે તે ત્યારની જનરેશન કરતા કલ્પના અને લેખનની દ્રષ્ટિએ આગળ હતી. શરૂઆતમાં સિરિયલને પરતિસાદ નહોતો મળ્યો. પરંતુ પછી તેને ભારતીય ટેલિવિઝનની કૉમેડી સિરિયલોની શ્રેષ્ઠ સિરિયલમાં ગણવામાં આવે છે. મૂક્ય પાત્રોમાં રત્ના પાઠક શાહ, સતિશ શાહ, સુમિત રાઘવન, રૂપાલી ગાંગુલી અને રાજેશ કુમાર હતા. આતિશ કાપડિયા લિખિત સિરિયલનું દિગ્દર્શન દેવેન ભોજાણી અને આતિશ કાપડીયાએ કર્યું હતું.

  સારાભાઈ વર્સિસ સારાભાઈ (2004-2006)

  'સારાભાઈ વર્સિસ સારાભાઈ'ની બે સિઝન આવી હતી. પ્રથમ સિઝન 2004થી 2006 સુધી સ્ટાર વન પર આવતી હતી. જ્યારે બીજી સિઝન ડાયરેક્ટ ઓટીટી પર રિલીઝ થઈ હતી. આ શો એક લક્ઝરી અપાર્ટમેન્ટમાં રહેતા એક ઉચ્ચ વર્ગના ગુજરાતી પરિવાર, સારાભાઈના જીવનની આસપાસ ફરે છે. જે સમયે સિરિયલ ટીવી પર આવતિ હતી ત્યારે તે સમયે તે ત્યારની જનરેશન કરતા કલ્પના અને લેખનની દ્રષ્ટિએ આગળ હતી. શરૂઆતમાં સિરિયલને પરતિસાદ નહોતો મળ્યો. પરંતુ પછી તેને ભારતીય ટેલિવિઝનની કૉમેડી સિરિયલોની શ્રેષ્ઠ સિરિયલમાં ગણવામાં આવે છે. મૂક્ય પાત્રોમાં રત્ના પાઠક શાહ, સતિશ શાહ, સુમિત રાઘવન, રૂપાલી ગાંગુલી અને રાજેશ કુમાર હતા. આતિશ કાપડિયા લિખિત સિરિયલનું દિગ્દર્શન દેવેન ભોજાણી અને આતિશ કાપડીયાએ કર્યું હતું.

  4/19
 • બા બહુ ઓર બેબી (2005-2010) પાર્લા ઈસ્ટમાં રહેતા ઠક્કર પરિવારની વાર્તા એટલે સિરિયલ 'બા બહુ ઓર બેબી'. ઠક્કર પરિવારની મોભી ગોદાવરી ઠક્કર ઉર્ફ બાના પતિ લાભશંકર ઠક્કર આલ્કોહોલિક છે. ગોદાવરી ઠક્કરે ટિફિન સેવા ચલાવીને છ દીકરા અને બે દીકરીઓનો ઉછેર કર્યો. સયુક્ત કુટુંબમાં કઈ રીતે રહેવું તે બા દરેકને શીખવે છે અને તમામને એક તાંતણે બાંધીને રાખે છે. સિરિયલની વાર્તા સાથે દરેક સામાન્ય માણસ પોતાની જાતને રિલેટ કરી શકે છે. સિરિયલમાં ઘટતી ઘટનાઓમાં એવુ લાગે છે કે, દરેક વસ્તુ મધ્યમવર્ગના ગુજરાતી સાથે થતી જ હોય છે. મુખ્ય કલાકારોમાં સરિતા જોશી, અરવિંદ વૈદ્ય, બેનફ દાદાચંદજી, દેવેન ભોજાણી, રાજીવ મહેતા, લુબના સલીમ, પરેશ ગણાત્રા, વૈશાલી ઠક્કર, નિમિશા વખારિયા, નિતિન વખારિયા, જમનાદાસ મજીઠિયા, સોનાલી સચદેવા, રાજેશ કુમાર, સુચિતા ત્રિવેદી, કમલેશ ઓઝા, શ્વેતા કેસવાની, માનવા નાઈક, ગૌતમ રોડે, જય સોની વગેરે છે. સિરિયલની ખાસ વાત એ હતી કે, લગભગ બધા જ કલાકારો ગુજરાતી હતા. સિરિયલે ખુબ લોકપ્રિયતા મેળવી હતી.

  બા બહુ ઓર બેબી (2005-2010)

  પાર્લા ઈસ્ટમાં રહેતા ઠક્કર પરિવારની વાર્તા એટલે સિરિયલ 'બા બહુ ઓર બેબી'. ઠક્કર પરિવારની મોભી ગોદાવરી ઠક્કર ઉર્ફ બાના પતિ લાભશંકર ઠક્કર આલ્કોહોલિક છે. ગોદાવરી ઠક્કરે ટિફિન સેવા ચલાવીને છ દીકરા અને બે દીકરીઓનો ઉછેર કર્યો. સયુક્ત કુટુંબમાં કઈ રીતે રહેવું તે બા દરેકને શીખવે છે અને તમામને એક તાંતણે બાંધીને રાખે છે. સિરિયલની વાર્તા સાથે દરેક સામાન્ય માણસ પોતાની જાતને રિલેટ કરી શકે છે. સિરિયલમાં ઘટતી ઘટનાઓમાં એવુ લાગે છે કે, દરેક વસ્તુ મધ્યમવર્ગના ગુજરાતી સાથે થતી જ હોય છે. મુખ્ય કલાકારોમાં સરિતા જોશી, અરવિંદ વૈદ્ય, બેનફ દાદાચંદજી, દેવેન ભોજાણી, રાજીવ મહેતા, લુબના સલીમ, પરેશ ગણાત્રા, વૈશાલી ઠક્કર, નિમિશા વખારિયા, નિતિન વખારિયા, જમનાદાસ મજીઠિયા, સોનાલી સચદેવા, રાજેશ કુમાર, સુચિતા ત્રિવેદી, કમલેશ ઓઝા, શ્વેતા કેસવાની, માનવા નાઈક, ગૌતમ રોડે, જય સોની વગેરે છે. સિરિયલની ખાસ વાત એ હતી કે, લગભગ બધા જ કલાકારો ગુજરાતી હતા. સિરિયલે ખુબ લોકપ્રિયતા મેળવી હતી.

  5/19
 • તીન બહુરાનિયા (2007-2009) 'તીન બહુરાનિયા'માં અમદાવાદમાં રહેતા ગુજરાતી પરિવાર ધીવાલાની ત્રણ વહુઓની વાર્તા છે. ત્રણ વહુઓ જુદી જુદી જાતિની હોય છે અને ગુજરાતી પરિવારમાં લગ્ન કરીને આવે છે. ઘીવાલા પરિવાર અમદાવાદમાં રહેતા ઉચ્ચ ગુજરાતીઓનો સંયુક્ત પરિવાર છે. ત્રણે વહુઓ જુદા બૅકગ્રાઉન્ડમાંથી આવી હોવાથી સાસરાવાળા અને પરિવારના અન્ય સભ્યો સાથે તેઓ કઈ રીતે વ્યવહાર કરે છે તે દર્શાવે છે. સિરિયલનું પ્રસારણ ઝી ટીવ પર થયું હતું.

  તીન બહુરાનિયા (2007-2009)

  'તીન બહુરાનિયા'માં અમદાવાદમાં રહેતા ગુજરાતી પરિવાર ધીવાલાની ત્રણ વહુઓની વાર્તા છે. ત્રણ વહુઓ જુદી જુદી જાતિની હોય છે અને ગુજરાતી પરિવારમાં લગ્ન કરીને આવે છે. ઘીવાલા પરિવાર અમદાવાદમાં રહેતા ઉચ્ચ ગુજરાતીઓનો સંયુક્ત પરિવાર છે. ત્રણે વહુઓ જુદા બૅકગ્રાઉન્ડમાંથી આવી હોવાથી સાસરાવાળા અને પરિવારના અન્ય સભ્યો સાથે તેઓ કઈ રીતે વ્યવહાર કરે છે તે દર્શાવે છે. સિરિયલનું પ્રસારણ ઝી ટીવ પર થયું હતું.

  6/19
 • જસુ બેન જયંતિલાલ જોશી કી જોઈન્ટ ફૅમેલી (2008-2009) એનડીટીવી ઈમેજીનની લોકપ્રિય સિરિયલોમાંની એક એટલે 'જસુ બેન જયંતિલાલ જોશી કી જોઈન્ટ ફૅમેલી'. ગુજરાતી સંયુક્ત પરિવારની આ વાર્તા છે. સિરિયલમાં જસુબેન અને જયંતિલાલ મૂલ્યો હેઠળ તેમના સંયુક્ત કુટુંબને માન્યતાઓ, નૈતિકતા અને સંજોહોને આધારે ચાલવુ પડે છે. આ શોની પ્રકૃતિ એ હકીકત પર આધારિત છે કે, આખું કુટુંબ સુખેથી પોતાનું જીવન જીવે છે પછી કેટલીક સમસ્યાઓ આવે ત્યારે બધા સાથે ઉભા રહે છે. મૂળભૂત રીતે આ સિરિયલ સંયુક્ત કુટુંબના મહત્વને ખૂબ જ મનોરંજક અને હળવા રૂપમાં રજુ કરવામાં આવ્યું છે. આ સિરિયલમાં પણ મોટા ભાગના કલાકારો ગુજરાતી હતા. સ્ટાર પ્લસની સિરિયલ 'બા બહુ ઓર બેબી' સાથે આ સિરિયલની સરખામણી કરવામાં આવી હતી.

  જસુ બેન જયંતિલાલ જોશી કી જોઈન્ટ ફૅમેલી (2008-2009)

  એનડીટીવી ઈમેજીનની લોકપ્રિય સિરિયલોમાંની એક એટલે 'જસુ બેન જયંતિલાલ જોશી કી જોઈન્ટ ફૅમેલી'. ગુજરાતી સંયુક્ત પરિવારની આ વાર્તા છે. સિરિયલમાં જસુબેન અને જયંતિલાલ મૂલ્યો હેઠળ તેમના સંયુક્ત કુટુંબને માન્યતાઓ, નૈતિકતા અને સંજોહોને આધારે ચાલવુ પડે છે. આ શોની પ્રકૃતિ એ હકીકત પર આધારિત છે કે, આખું કુટુંબ સુખેથી પોતાનું જીવન જીવે છે પછી કેટલીક સમસ્યાઓ આવે ત્યારે બધા સાથે ઉભા રહે છે. મૂળભૂત રીતે આ સિરિયલ સંયુક્ત કુટુંબના મહત્વને ખૂબ જ મનોરંજક અને હળવા રૂપમાં રજુ કરવામાં આવ્યું છે. આ સિરિયલમાં પણ મોટા ભાગના કલાકારો ગુજરાતી હતા. સ્ટાર પ્લસની સિરિયલ 'બા બહુ ઓર બેબી' સાથે આ સિરિયલની સરખામણી કરવામાં આવી હતી.

  7/19
 • હમારી દેવરાની (2008-2012) સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી સિરિયલ 'હમારી દેવરાની' ગુજરાતના નાનકડા ગામમાં રહેતી કૃષ્ણ ભક્ત છોકરી ભક્તિની વાત છે. જેણે જીવનમાં દુ:ખ જ જોયુ છે. દરમિયાન તેના લગ્ન અમદાવાદના અમીર પરિવાર નાણાવટી પરિવારમાં થાય છે. જ્યા તેની પાંચ જેઠાણીઓ હેરાન કરે છચે. પછી તે પરિવારમાં અને પતિના દિલમાં પોતાનું સ્થાન કઈ રીતે બનાવે છે તેની વાર્તા છે.

  હમારી દેવરાની (2008-2012)

  સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી સિરિયલ 'હમારી દેવરાની' ગુજરાતના નાનકડા ગામમાં રહેતી કૃષ્ણ ભક્ત છોકરી ભક્તિની વાત છે. જેણે જીવનમાં દુ:ખ જ જોયુ છે. દરમિયાન તેના લગ્ન અમદાવાદના અમીર પરિવાર નાણાવટી પરિવારમાં થાય છે. જ્યા તેની પાંચ જેઠાણીઓ હેરાન કરે છચે. પછી તે પરિવારમાં અને પતિના દિલમાં પોતાનું સ્થાન કઈ રીતે બનાવે છે તેની વાર્તા છે.

  8/19
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (2008) 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ભારતનો સૌથી લાંબો ચાલતો ટેલિવિઝન શો છે. 28 જુલાઈ 2008થી શરૂ થયેલી સિરિયલે 3000 એપિસોડ પુર્ણ કરી લીધા છે અને અત્યારે પણ લોકોને ખડખડાટ હસાવી રહ્યો છે. આ શ્રેણી ગોકુલધામ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓની છે. આમ તો તેમા બધી જ જાતીના લોકો રહે છે. આ સોસાયટીને મિનિ ભારત પણ કહેવામાં આવે છે. સિરિયલી વાર્તા મુખ્યત્વે સફળ ઉદ્યોગપતિ જેઠાલાલ ચંપકલાલ ગડા, તેના પિતા ચંપકલાલ જયંતિલાલ ગડા, તેની પત્ની દયા અને તેના તોફાની પુત્ર ટીપેન્દ્ર ઉર્ફ "ટપુ"ની આસપાસ ફરે છે. આ સિરિયલ ગુજરાતી સાપ્તાહિક મેગેઝિન ચિત્રલેખાના કટાર લેખક, લેખક અને પત્રકાર, નાટ્યકાર તારક મહેતા દ્વારા લખેલી કલમ 'દુનિયા ને ઉંધા ચશ્મા' પર આધારિત છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (2008)

  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ભારતનો સૌથી લાંબો ચાલતો ટેલિવિઝન શો છે. 28 જુલાઈ 2008થી શરૂ થયેલી સિરિયલે 3000 એપિસોડ પુર્ણ કરી લીધા છે અને અત્યારે પણ લોકોને ખડખડાટ હસાવી રહ્યો છે. આ શ્રેણી ગોકુલધામ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓની છે. આમ તો તેમા બધી જ જાતીના લોકો રહે છે. આ સોસાયટીને મિનિ ભારત પણ કહેવામાં આવે છે. સિરિયલી વાર્તા મુખ્યત્વે સફળ ઉદ્યોગપતિ જેઠાલાલ ચંપકલાલ ગડા, તેના પિતા ચંપકલાલ જયંતિલાલ ગડા, તેની પત્ની દયા અને તેના તોફાની પુત્ર ટીપેન્દ્ર ઉર્ફ "ટપુ"ની આસપાસ ફરે છે. આ સિરિયલ ગુજરાતી સાપ્તાહિક મેગેઝિન ચિત્રલેખાના કટાર લેખક, લેખક અને પત્રકાર, નાટ્યકાર તારક મહેતા દ્વારા લખેલી કલમ 'દુનિયા ને ઉંધા ચશ્મા' પર આધારિત છે.

  9/19
 • બંદિની (2009-2011) એનડિટીવી ઈમેજીન પર પ્રસારિત થયેલી એકતા કપૂરની સિરિયલ 'બંદિની'માં મુખ્ય પાત્રમાં રોનિત રોય અને આસિયા કાઝી હતા. ગુજરાતના સુરત પાસેના એક ગામ ધરમપુરની આ વાર્તા હતી. જુના સમયમાં ગુજરાતી પરિવારો કેટલા ચુસ્ત હતા તે આ સિરિયલમાં દર્શાવવામાં આવ્યું હતું. લગ્ન માટે અને લગ્ન સમયના રિતી-રિવાજો અને તે સમયની પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી.

  બંદિની (2009-2011)

  એનડિટીવી ઈમેજીન પર પ્રસારિત થયેલી એકતા કપૂરની સિરિયલ 'બંદિની'માં મુખ્ય પાત્રમાં રોનિત રોય અને આસિયા કાઝી હતા. ગુજરાતના સુરત પાસેના એક ગામ ધરમપુરની આ વાર્તા હતી. જુના સમયમાં ગુજરાતી પરિવારો કેટલા ચુસ્ત હતા તે આ સિરિયલમાં દર્શાવવામાં આવ્યું હતું. લગ્ન માટે અને લગ્ન સમયના રિતી-રિવાજો અને તે સમયની પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી.

  10/19
 • પાપડપોલ (2010-2011) સબ ટીવી પર પ્રસારિત થયેલી અને મુખ્ય ભુમિકામાં સ્વપ્નિલ જોષી અને અમી ત્રિવેદીને ચમકાવતી 'પાપડપોલ - શાહબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયા' ગુજરાતી રિત-ભાત અને ગુજરાતની ઝલક જોવા મળી હતી. ગુજરાતની પોળમાં રહેતા સામાન્ય અને મધ્યમ વર્ગના માણસોની વાર્તા આ સિરિયલમાં દર્શાવવામાં આવી હતી. સિરિયલના પાત્રો પ્રખ્યાત લેખક શહાબુદ્દીન રાઠોડ દ્વારા સર્જાયેલ કાલ્પનિક દુનિયાને આધારિત હતા.

  પાપડપોલ (2010-2011)

  સબ ટીવી પર પ્રસારિત થયેલી અને મુખ્ય ભુમિકામાં સ્વપ્નિલ જોષી અને અમી ત્રિવેદીને ચમકાવતી 'પાપડપોલ - શાહબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયા' ગુજરાતી રિત-ભાત અને ગુજરાતની ઝલક જોવા મળી હતી. ગુજરાતની પોળમાં રહેતા સામાન્ય અને મધ્યમ વર્ગના માણસોની વાર્તા આ સિરિયલમાં દર્શાવવામાં આવી હતી. સિરિયલના પાત્રો પ્રખ્યાત લેખક શહાબુદ્દીન રાઠોડ દ્વારા સર્જાયેલ કાલ્પનિક દુનિયાને આધારિત હતા.

  11/19
 • ગુલાલ (2010-2011) સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી સિરિયલ 'ઝિંદગી કા હર રંગ....ગુલાલ' કચ્છના એક ગામડામાં રહેતી છોકરીની વાર્તા હતી. તે જે ગામડામાં રહેતી હતી ત્યા પાણીની અછત હતી અને ગુલાલ પાસે સુકી જમીન અને તળાવમાં પાણી ભરવાની કળા હતી. આગળ જતા તે પ્રેમમાં પડે છે અને પછી તેના જીવનમાં જે બદલાવ આવે તેની આસપાસ આખી વાર્તા ઘેરાય છે. સિરિયલમાં ગુજરાતી સંસ્કૃતિની ખુબ સરસ ઝાંખી કરાવવામાં આવી હતી. મુખ્ય પાત્રમાં માનસી પારેખ ગોહિલ અને નિલ ભટ્ટ હતા.

  ગુલાલ (2010-2011)

  સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી સિરિયલ 'ઝિંદગી કા હર રંગ....ગુલાલ' કચ્છના એક ગામડામાં રહેતી છોકરીની વાર્તા હતી. તે જે ગામડામાં રહેતી હતી ત્યા પાણીની અછત હતી અને ગુલાલ પાસે સુકી જમીન અને તળાવમાં પાણી ભરવાની કળા હતી. આગળ જતા તે પ્રેમમાં પડે છે અને પછી તેના જીવનમાં જે બદલાવ આવે તેની આસપાસ આખી વાર્તા ઘેરાય છે. સિરિયલમાં ગુજરાતી સંસ્કૃતિની ખુબ સરસ ઝાંખી કરાવવામાં આવી હતી. મુખ્ય પાત્રમાં માનસી પારેખ ગોહિલ અને નિલ ભટ્ટ હતા.

  12/19
 • ક્રિષ્નાબેન ખાખરાવાલા (2010-2011) સોની ટીવી પર પ્રસારિત થયેલી 'ક્રિષ્નાબેન ખાખરાવાલા' 45 વર્ષની ક્રિષ્ના બેનની વાર્તા છે. જેઓ ખાખરા વેચતા હતા. તેમના ખાખરા કરતા લોકો તેમને વધુ પસંદ કરતા હતા. પતિનું નાની ઉંમરમાં મૃત્યુ થતા તેમણે ત્રણે દીકરાઓની જવાબદારી સંભાળી હતી અને સુ:ખ-દુ:ખ જોતા જીવનનો સામનો કરતા હતા. રાત-દિવસ મહેનત કરીને ક્રિષ્નાબહેને છોકરાઓને સારા સંસ્કાર અને ભણતર આપ્યુ હતું અને સાથે જ લોકોને પણ પ્રોત્સાહન આપતા હતા. વિધવા હોવા છતા ક્યારેય વિધવા જેવો વેશ ધારણ નહોતો કર્યો, ફક્ત બાળકો માટે થઈને. એક ગુજરાતી મહિલા સાહસિક કઈ રીતે પોતાનું જીવન વિતાવે છે તેની આખી વાત હતી આ સિરિયલમાં

  ક્રિષ્નાબેન ખાખરાવાલા (2010-2011)

  સોની ટીવી પર પ્રસારિત થયેલી 'ક્રિષ્નાબેન ખાખરાવાલા' 45 વર્ષની ક્રિષ્ના બેનની વાર્તા છે. જેઓ ખાખરા વેચતા હતા. તેમના ખાખરા કરતા લોકો તેમને વધુ પસંદ કરતા હતા. પતિનું નાની ઉંમરમાં મૃત્યુ થતા તેમણે ત્રણે દીકરાઓની જવાબદારી સંભાળી હતી અને સુ:ખ-દુ:ખ જોતા જીવનનો સામનો કરતા હતા. રાત-દિવસ મહેનત કરીને ક્રિષ્નાબહેને છોકરાઓને સારા સંસ્કાર અને ભણતર આપ્યુ હતું અને સાથે જ લોકોને પણ પ્રોત્સાહન આપતા હતા. વિધવા હોવા છતા ક્યારેય વિધવા જેવો વેશ ધારણ નહોતો કર્યો, ફક્ત બાળકો માટે થઈને. એક ગુજરાતી મહિલા સાહસિક કઈ રીતે પોતાનું જીવન વિતાવે છે તેની આખી વાત હતી આ સિરિયલમાં

  13/19
 • રામ મિલાઈ જોડી (2010-2012) સિરિયલ 'પ્રિત સે બંધી યે દોરી રામ મિલાઈ જોડી' 2010થી 2012માં ઝીટીવી પર પ્રસારિત થતી હતી. વાર્તા હતી મોના નામની એક શીખ પંજાબી યુવતીની. જે તેના સપનાઓના રાજકુમાર અનુકલ્પને મળે છે, જે એક ગુજરાતી પરિવારનો છે. બન્નેના પરિવારજનો સતત ઝઘડતા જ હોય છે. તેમના લગ્ન તો જ શખ્ય છે જો બન્ને પરિવાર ઝઘડવાનું ઓછું કરે. વાર્તા બે સાંસ્કૃતિક રીતે વિભિન્ન પરિવારોના જોડાણમાં પીડા અને આનંદની વિરોધાભાસી લાગણીઓને વ્યક્ત કરે છે. સાથે જ પોતાની સંસ્કૃતિ અને વિશિષ્ટતાઓ દર્શાવે છે. મુખ્ય પાત્રમાં પ્રિયલ ગોર અને નિશાંત સિંઘ મલ્કાની હતા. થોડાક સમય પછી પ્રિયલ ગોરને સ્થાને સારા અલી ખાન અને નિશાંત સિંઘ મલ્કાનીના સ્થાને સુજય રેઉ જોવા મળ્યા હતા.

  રામ મિલાઈ જોડી (2010-2012)

  સિરિયલ 'પ્રિત સે બંધી યે દોરી રામ મિલાઈ જોડી' 2010થી 2012માં ઝીટીવી પર પ્રસારિત થતી હતી. વાર્તા હતી મોના નામની એક શીખ પંજાબી યુવતીની. જે તેના સપનાઓના રાજકુમાર અનુકલ્પને મળે છે, જે એક ગુજરાતી પરિવારનો છે. બન્નેના પરિવારજનો સતત ઝઘડતા જ હોય છે. તેમના લગ્ન તો જ શખ્ય છે જો બન્ને પરિવાર ઝઘડવાનું ઓછું કરે. વાર્તા બે સાંસ્કૃતિક રીતે વિભિન્ન પરિવારોના જોડાણમાં પીડા અને આનંદની વિરોધાભાસી લાગણીઓને વ્યક્ત કરે છે. સાથે જ પોતાની સંસ્કૃતિ અને વિશિષ્ટતાઓ દર્શાવે છે. મુખ્ય પાત્રમાં પ્રિયલ ગોર અને નિશાંત સિંઘ મલ્કાની હતા. થોડાક સમય પછી પ્રિયલ ગોરને સ્થાને સારા અલી ખાન અને નિશાંત સિંઘ મલ્કાનીના સ્થાને સુજય રેઉ જોવા મળ્યા હતા.

  14/19
 • સાથ નિભાના સાથિયા (2010-2017) 'સાથ નિભાના સાથિયા'માં પર્ફેક્ટ ગુજરાતી પરિવારની વાર્તા હતી. મોદી પરિવાર રાજકોટના ધનિક પરિવારોમાંનો એક દર્શાવવામાં આવ્યો હતો. સિરિયલની વાર્તા રાજકોટની હવેલીમાં રહેતા મોદી પરિવારની આસપાસ ફરે છે. જેમા એક ગુજરાતી સંયુક્ત કુટુંબની નૈતિકતા અને મૂલ્યોની વાત કરવામાં આવી છે. પિતરાઈ બહેનો ગોપી અને રાશી મોદી પુત્રો અહેમ અને જીગર સાથે લગ્ન કરે છે. પછી જીવનમાં અને પરિવારમાં શુ બદલાવ આવે છે તેની વાત છે. મુખ્ય પાત્ર ગોપી વહુના કિરદારમાં સહુ પ્રથમ જીયા માણેક હતી અને પછી દેવોલીના ભટ્ટાચાર્જી હતી. સાથે જ રૂચા હાસાબનિસ, મોહમ્મદ નાઝિમ, વિશાલ સિંઘ અને રૂપલ પટેલ હતા. આ સિરિયલની બીજી સિઝન આવવાની છે, જેની જાહેરાત તાજેતરમાં જ કરવામાં આવી છે.

  સાથ નિભાના સાથિયા (2010-2017)

  'સાથ નિભાના સાથિયા'માં પર્ફેક્ટ ગુજરાતી પરિવારની વાર્તા હતી. મોદી પરિવાર રાજકોટના ધનિક પરિવારોમાંનો એક દર્શાવવામાં આવ્યો હતો. સિરિયલની વાર્તા રાજકોટની હવેલીમાં રહેતા મોદી પરિવારની આસપાસ ફરે છે. જેમા એક ગુજરાતી સંયુક્ત કુટુંબની નૈતિકતા અને મૂલ્યોની વાત કરવામાં આવી છે. પિતરાઈ બહેનો ગોપી અને રાશી મોદી પુત્રો અહેમ અને જીગર સાથે લગ્ન કરે છે. પછી જીવનમાં અને પરિવારમાં શુ બદલાવ આવે છે તેની વાત છે. મુખ્ય પાત્ર ગોપી વહુના કિરદારમાં સહુ પ્રથમ જીયા માણેક હતી અને પછી દેવોલીના ભટ્ટાચાર્જી હતી. સાથે જ રૂચા હાસાબનિસ, મોહમ્મદ નાઝિમ, વિશાલ સિંઘ અને રૂપલ પટેલ હતા. આ સિરિયલની બીજી સિઝન આવવાની છે, જેની જાહેરાત તાજેતરમાં જ કરવામાં આવી છે.

  15/19
 • સંસ્કાર લક્ષ્મી (જાન્યુઆરી 2011-સપ્ટેમ્બર 2011) ઝિટીવી પર પ્રસારિત થયેલી સિરિયલ 'સંસ્કાર લક્ષ્મી'માં ગરીબ ગામની યુવતી લક્ષ્મીના જીવન પર આધારિત હતી. જેના મુંબઈના એક સમૃદ્ધ ગુજરાતી પરિવારમાં લગ્ન થયા હતા. ઓછું ભણેલી પણ દુનિયાદારીની સમજણ ધરાવતી લક્ષ્મી પરિપક્વ અને પ્રતિભાશાળી લક્ષ્મી જીવનમાં સ્થિર થવા માટે અવરોધો કઈ રીતે દુર કરે છે તેની વાર્તા હતી. મુખ્ય પાત્રમાં વિભા આનંદ અને શક્તિ અરોરા હતા.

  સંસ્કાર લક્ષ્મી (જાન્યુઆરી 2011-સપ્ટેમ્બર 2011)

  ઝિટીવી પર પ્રસારિત થયેલી સિરિયલ 'સંસ્કાર લક્ષ્મી'માં ગરીબ ગામની યુવતી લક્ષ્મીના જીવન પર આધારિત હતી. જેના મુંબઈના એક સમૃદ્ધ ગુજરાતી પરિવારમાં લગ્ન થયા હતા. ઓછું ભણેલી પણ દુનિયાદારીની સમજણ ધરાવતી લક્ષ્મી પરિપક્વ અને પ્રતિભાશાળી લક્ષ્મી જીવનમાં સ્થિર થવા માટે અવરોધો કઈ રીતે દુર કરે છે તેની વાર્તા હતી. મુખ્ય પાત્રમાં વિભા આનંદ અને શક્તિ અરોરા હતા.

  16/19
 • મુક્તિ બંધન (જાન્યુઆરી 2011-સપ્ટેમ્બર 2011) હરકિસન મહેતાની નોવેલ 'મુક્તિ બંધન' પરથી જ સિરિયલનું અડાપ્શન કરવામાં આવ્યું હતું. વિપુલ મહેતાએ અડાપ્શન કર્યું હતું. સિરિયલ વ્યવસાયનું અસામાન્ય જ્ઞાન ધરાવતા સામાન્ય ગુજરાતી માણસની વાર્તા દર્શાવતી હતી. કલર્સ પર ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલી સિરિયલને જોઈએ તેવો પ્રતિસાદ નહોતો મળ્યો.

  મુક્તિ બંધન (જાન્યુઆરી 2011-સપ્ટેમ્બર 2011)

  હરકિસન મહેતાની નોવેલ 'મુક્તિ બંધન' પરથી જ સિરિયલનું અડાપ્શન કરવામાં આવ્યું હતું. વિપુલ મહેતાએ અડાપ્શન કર્યું હતું. સિરિયલ વ્યવસાયનું અસામાન્ય જ્ઞાન ધરાવતા સામાન્ય ગુજરાતી માણસની વાર્તા દર્શાવતી હતી. કલર્સ પર ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલી સિરિયલને જોઈએ તેવો પ્રતિસાદ નહોતો મળ્યો.

  17/19
 • ભાખરવડી (2019-2020) સબ ટીવી પર પ્રસારિત થયેલી સિરિયલ 'ભાખરવડી' પુણેમાં રહેતા બે પાડોશીઓની આસપાસ ફરે છે, ગુજરાતી ઠક્કર પરિવાર અને મહારાષ્ટ્રિયન ગોખલે પરિવાર. બંને પરિવારો વ્યવસાયમાં હરીફ છે અને ભારતીય મસાલેદાર નાસ્તાની સ્વાદિષ્ટ ભાખરવડી બનાવે છે. પરિવારોમાં જુદી જુદી વિચારધારા હોવાથી કડવા સંબંધો વધુ હોય છે, અને જ્યારે તેમના બાળકો પ્રેમમાં પડે છે ત્યારે વસ્તુઓ જટિલ બને છે. તાજેતરમાં જ સિરિયલ ઓફ એર કરવામાં આવી છે. કોરોના કાળ બાદ શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ મહિનામાં સિરિયલનો છેલ્લો એપિરોડ ટેલિકાસ્ટ થયો હતો. મુખ્ય પાત્રોમાં દેવેન ભોજાણી, પરેશ ગણાત્રા, અક્ષય કેલકર અને અક્ષિતા મુદગ્લ હતા.

  ભાખરવડી (2019-2020)

  સબ ટીવી પર પ્રસારિત થયેલી સિરિયલ 'ભાખરવડી' પુણેમાં રહેતા બે પાડોશીઓની આસપાસ ફરે છે, ગુજરાતી ઠક્કર પરિવાર અને મહારાષ્ટ્રિયન ગોખલે પરિવાર. બંને પરિવારો વ્યવસાયમાં હરીફ છે અને ભારતીય મસાલેદાર નાસ્તાની સ્વાદિષ્ટ ભાખરવડી બનાવે છે. પરિવારોમાં જુદી જુદી વિચારધારા હોવાથી કડવા સંબંધો વધુ હોય છે, અને જ્યારે તેમના બાળકો પ્રેમમાં પડે છે ત્યારે વસ્તુઓ જટિલ બને છે. તાજેતરમાં જ સિરિયલ ઓફ એર કરવામાં આવી છે. કોરોના કાળ બાદ શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ મહિનામાં સિરિયલનો છેલ્લો એપિરોડ ટેલિકાસ્ટ થયો હતો. મુખ્ય પાત્રોમાં દેવેન ભોજાણી, પરેશ ગણાત્રા, અક્ષય કેલકર અને અક્ષિતા મુદગ્લ હતા.

  18/19
 • અનુપમા (2020) સિરિયલ 'અનુપમા'માં અમદાવાદમાં રહેતા ગુજરાતી મધ્યમવર્ગના શાહ પરિવારની વાત છે. અનુપમાં એક ગૃહિણી, માતા અને વહુ છે. જે પરિવારનો અને પતિનો ખુબ આદર કરે છે. તેમના સપનાઓ પુરા કરવામાં પોતાની જીંદગી જીવવાનું ભુલી જાય છે. તેમ છતા તેને કોઈ દિવસ પતિ અને સાસુનો પ્રેમ નથી મળતો. જ્યારે અનુપમાનો પતિ વનરાજ એક બિઝનેસમેન છે અને તે સહકર્મચારી કાવ્યાના પ્રેમમાં છે. મુખ્ય કલાકારોમાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મડાલશા શર્મા છે. તાજેતરમાં શરૂ થયેલી સિરિયલને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

  અનુપમા (2020)

  સિરિયલ 'અનુપમા'માં અમદાવાદમાં રહેતા ગુજરાતી મધ્યમવર્ગના શાહ પરિવારની વાત છે. અનુપમાં એક ગૃહિણી, માતા અને વહુ છે. જે પરિવારનો અને પતિનો ખુબ આદર કરે છે. તેમના સપનાઓ પુરા કરવામાં પોતાની જીંદગી જીવવાનું ભુલી જાય છે. તેમ છતા તેને કોઈ દિવસ પતિ અને સાસુનો પ્રેમ નથી મળતો. જ્યારે અનુપમાનો પતિ વનરાજ એક બિઝનેસમેન છે અને તે સહકર્મચારી કાવ્યાના પ્રેમમાં છે. મુખ્ય કલાકારોમાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મડાલશા શર્મા છે. તાજેતરમાં શરૂ થયેલી સિરિયલને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

ગૃહિણીઓ સાંજના સમયે મનોરંજન કરવા સમયે સિરિયલો જોઈને સમય પસાર કરે છે. હિન્દી સિરિયલાના ચાહકોનો બહોળો વર્ગ છે. આજ સુધી લાખો સિરિયલો બની છે. હિન્દી સિરિયલોમાં એવી પણ અનેક સિરિયલો બની છે જેમા ગુજરાતી સંસ્કૃતિ અને રિવાજોને દર્શાવવમાં આવ્યા છે. 1999માં આવેલી સિરિયલ 'એક મહલ હો સપનો કા' દ્વારા ટેલિવિઝન સ્ક્રિન પર ગુજરાતી પરિવાર અને તેમની સંસ્કૃતિ તેમજ રિવાજો દર્શાવવાની શરૂઆત થઈ હતી. જે આજ સુધી ચાલી રહી છે. આજે આપણે એવી હિન્દી સિરિયલ પર નજર કરીએ જેણે સ્ક્રિન પર ગુજરાતી સંસ્કૃતિ અને રિવાજોને સ્ક્રિન પર ઉજાગર કર્યા છે.

(તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

First Published: 20th September, 2020 22:40 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK