દિવ્યાંગથી અભિષેક જૈન સુધીઃઆ ગુજરાતીઓ તૈયાર છે બોલીવુડમાં ધમાલ મચાવવા માટે

Published: Jun 09, 2019, 11:45 IST | Bhavin
 • દિવ્યાંગ ઠક્કર આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે એક્ટર દિવ્યાંગ ઠક્કરનું. ગુજરાતી ફિલ્મોની દિશા બદલી નાખનાર 'કેવી રીતે જઈશ'નો આ છોકરો છેલ્લે 'બે યાર'માં દેખાયો હતો. અને હવે અચાનક જ એવા સમાચાર આવ્યા છે કે દિવ્યાંગ યશરાજ બેનરની ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો છે.

  દિવ્યાંગ ઠક્કર

  આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે એક્ટર દિવ્યાંગ ઠક્કરનું. ગુજરાતી ફિલ્મોની દિશા બદલી નાખનાર 'કેવી રીતે જઈશ'નો આ છોકરો છેલ્લે 'બે યાર'માં દેખાયો હતો. અને હવે અચાનક જ એવા સમાચાર આવ્યા છે કે દિવ્યાંગ યશરાજ બેનરની ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો છે.

  1/15
 • જી હાં, લાંબા સમયથી સવાલ હતો કે દિવ્યાંગ ઠક્કર આજકાલ શું કરે છે. તેનો જવાબ ધમાકેદાર રીતે મળ્યો છે. બોલીવુડના સ્ટાર રણવીરસિંહે પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કરીને અપકિંગ ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ની જાહેરાત કરી છે. જેને દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરશે.

  જી હાં, લાંબા સમયથી સવાલ હતો કે દિવ્યાંગ ઠક્કર આજકાલ શું કરે છે. તેનો જવાબ ધમાકેદાર રીતે મળ્યો છે. બોલીવુડના સ્ટાર રણવીરસિંહે પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કરીને અપકિંગ ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ની જાહેરાત કરી છે. જેને દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરશે.

  2/15
 • અભિષેક જૈન તો દિવ્યાંગ ઠક્કરને લૉન્ચ કરીને અર્બન ગુજરાતી ફિલ્મોનો દોર શરૂ કરનાર ડિરેક્ટર અભિષેક જૈનને પણ ટિકિટ ટુ બોલીવુડ મળી ચૂકી છે. અભિષેક જૈન કેવી રીતે જઈશ અને બે યાર એમ બે સુપહિટ ગુજરાતી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યા છે. જે બાદ તેમણે પોતાના બેનર સિનેમેન સાથે શુભારંભ, રોંગસાઈડ રાજુ ફિલ્મો બનાવી હતી.

  અભિષેક જૈન

  તો દિવ્યાંગ ઠક્કરને લૉન્ચ કરીને અર્બન ગુજરાતી ફિલ્મોનો દોર શરૂ કરનાર ડિરેક્ટર અભિષેક જૈનને પણ ટિકિટ ટુ બોલીવુડ મળી ચૂકી છે. અભિષેક જૈન કેવી રીતે જઈશ અને બે યાર એમ બે સુપહિટ ગુજરાતી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યા છે. જે બાદ તેમણે પોતાના બેનર સિનેમેન સાથે શુભારંભ, રોંગસાઈડ રાજુ ફિલ્મો બનાવી હતી.

  3/15
 • આ ફિલ્મો બાદ ફરી એકવાર અભિષેક જૈન પાસેથી ગુજરાતી દર્શકોને અપેક્ષા છે. અભિષેક જૈન પાછા તો આવી રહ્યા છે પરંતુ હિન્દી ફિલ્મ. અભિષેક જૈન હાલ કન્નડ ફિલ્મ 'કિરિક પાર્ટી'ની હિન્દી રિમેક પર કામ કરી રહ્યા છે. જેમાં લીડમાં કાર્તિક આર્યન અને જેક્લિન ફર્નાન્ડિઝ છે.

  આ ફિલ્મો બાદ ફરી એકવાર અભિષેક જૈન પાસેથી ગુજરાતી દર્શકોને અપેક્ષા છે. અભિષેક જૈન પાછા તો આવી રહ્યા છે પરંતુ હિન્દી ફિલ્મ. અભિષેક જૈન હાલ કન્નડ ફિલ્મ 'કિરિક પાર્ટી'ની હિન્દી રિમેક પર કામ કરી રહ્યા છે. જેમાં લીડમાં કાર્તિક આર્યન અને જેક્લિન ફર્નાન્ડિઝ છે.

  4/15
 • મિખિલ મુસળે આ લિસ્ટમાં ત્રીજું નામ પણ અભિષેક જૈન કેમ્પનું જ છે. આ નામ છે રોંગ સાઈડ રાજુના ડિરેક્ટર મિખિલ મુસળેનું. મિખિલ મુસળેએ નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ રોંગ સાઈડ રાજુ ડિરેક્ટ કરી હતી. અને આ પહેલા તેઓ અભિષેક જૈન સાથે ડિરેક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂક્યા છે.

  મિખિલ મુસળે

  આ લિસ્ટમાં ત્રીજું નામ પણ અભિષેક જૈન કેમ્પનું જ છે. આ નામ છે રોંગ સાઈડ રાજુના ડિરેક્ટર મિખિલ મુસળેનું. મિખિલ મુસળેએ નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ રોંગ સાઈડ રાજુ ડિરેક્ટ કરી હતી. અને આ પહેલા તેઓ અભિષેક જૈન સાથે ડિરેક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂક્યા છે.

  5/15
 • મિખિલ મુસળે પણ મેડ ઈન ચાઈના નામની બોલીવુડ ફિલ્મ સાથે આવી રહ્યા છે. રાજકુમાર રાવ અને મૌની રોયને ચમકાવતી આ ફિલ્મનું શૂટિંગ પુરુ થઈ ચૂક્યુ છે. ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થઈ શકે છે.

  મિખિલ મુસળે પણ મેડ ઈન ચાઈના નામની બોલીવુડ ફિલ્મ સાથે આવી રહ્યા છે. રાજકુમાર રાવ અને મૌની રોયને ચમકાવતી આ ફિલ્મનું શૂટિંગ પુરુ થઈ ચૂક્યુ છે. ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થઈ શકે છે.

  6/15
 • નિરેન ભટ્ટ આ નામ તમને કદાચ યાદ નહીં આવે પરંતુ વ્હાલમ આવોને, ચાંદ ને કહો, બે યારનું ટાઈટલ સોંગ તો તમને યાદ હશે જ. ગુજરાતી ફિલ્મોના મોટા ભાગના હિટ સોંગ્સ નિરેન ભટ્ટે લખ્યા છે. આ ઉપરાંત તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કેટલાક એપિસોડ પણ લખી ચૂક્યા છે.

  નિરેન ભટ્ટ

  આ નામ તમને કદાચ યાદ નહીં આવે પરંતુ વ્હાલમ આવોને, ચાંદ ને કહો, બે યારનું ટાઈટલ સોંગ તો તમને યાદ હશે જ. ગુજરાતી ફિલ્મોના મોટા ભાગના હિટ સોંગ્સ નિરેન ભટ્ટે લખ્યા છે. આ ઉપરાંત તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કેટલાક એપિસોડ પણ લખી ચૂક્યા છે.

  7/15
 • આપણા નિરેન ભટ્ટ પણ બોલીવુડમાં તેમની કલમ આગળ ચલાવી રહ્યા છે. આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ 'બાલા'ની સ્ટોરી નિરેન ભટ્ટે લખી છે. જેનું શૂટિંગ કાનપુરમાં ચાલી રહ્યું છે. આ પહેલા નિરેન ભટ્ટ લવયાત્રી અને  ઓલ ઈઝ વેલ જેવી હિન્દી ફિલ્મો લખી ચૂક્યા છે. 

  આપણા નિરેન ભટ્ટ પણ બોલીવુડમાં તેમની કલમ આગળ ચલાવી રહ્યા છે. આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ 'બાલા'ની સ્ટોરી નિરેન ભટ્ટે લખી છે. જેનું શૂટિંગ કાનપુરમાં ચાલી રહ્યું છે. આ પહેલા નિરેન ભટ્ટ લવયાત્રી અને  ઓલ ઈઝ વેલ જેવી હિન્દી ફિલ્મો લખી ચૂક્યા છે. 

  8/15
 • હાર્દિક મહેતા આ નામ પણ બહુ જાણીતું નથી. પરંતુ વડોદરાનો આ છોકરો બોલીવુડમાં પદાર્પણ કરી રહ્યો છે. અને ફરી એકવાર તેની ફિલ્મમાં લીડ રોલમાં છે રાજકુમાર રાવ. લાગે છે રાજકુમાર રાવને ગુજરાતીઓ સાથે સારું બને છે.

  હાર્દિક મહેતા

  આ નામ પણ બહુ જાણીતું નથી. પરંતુ વડોદરાનો આ છોકરો બોલીવુડમાં પદાર્પણ કરી રહ્યો છે. અને ફરી એકવાર તેની ફિલ્મમાં લીડ રોલમાં છે રાજકુમાર રાવ. લાગે છે રાજકુમાર રાવને ગુજરાતીઓ સાથે સારું બને છે.

  9/15
 • વૈશલ શાહ આમ તો આ નામ હંમેશા કેમેરા પાછળ રહે છે. પરંતુ જો તમે યાદ કરો છેલ્લો દિવસ, શું થયું જેવી ફિલ્મો તો વૈશલ શાહ તમને યાદ આવી જશે. વૈશલ શાહે આ ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. અને હવે તેઓ પણ બોલીવુડમાં આગળ વધી રહ્યા છે.

  વૈશલ શાહ

  આમ તો આ નામ હંમેશા કેમેરા પાછળ રહે છે. પરંતુ જો તમે યાદ કરો છેલ્લો દિવસ, શું થયું જેવી ફિલ્મો તો વૈશલ શાહ તમને યાદ આવી જશે. વૈશલ શાહે આ ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. અને હવે તેઓ પણ બોલીવુડમાં આગળ વધી રહ્યા છે.

  10/15
 • વૈશલ શાહ અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મનો ભાગ બન્યા છે. અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી સ્ટારર થ્રિલર ફિલ્મ 'ચહેરે' સાથે વૈશલ શાહ જોડાયા છે.

  વૈશલ શાહ અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મનો ભાગ બન્યા છે. અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી સ્ટારર થ્રિલર ફિલ્મ 'ચહેરે' સાથે વૈશલ શાહ જોડાયા છે.

  11/15
 • ભક્તિ કુબાવત જો જો એવું ન સમજતા કે ગુજરાતી ઈન્ડસ્ટ્રીના માત્ર મેલ આર્ટિસ્ટ જ બોલીવુડમાં જઈ રહ્યા છે. પેલા અઢી અક્ષર, અને વિટામિન શીમાં RJ ધ્વનિત સાથે દેખાઈ ચૂકેલી ભક્તિ કુબાવત પણ બોલીવુડમાં પગરણ માંડી રહી છે.

  ભક્તિ કુબાવત

  જો જો એવું ન સમજતા કે ગુજરાતી ઈન્ડસ્ટ્રીના માત્ર મેલ આર્ટિસ્ટ જ બોલીવુડમાં જઈ રહ્યા છે. પેલા અઢી અક્ષર, અને વિટામિન શીમાં RJ ધ્વનિત સાથે દેખાઈ ચૂકેલી ભક્તિ કુબાવત પણ બોલીવુડમાં પગરણ માંડી રહી છે.

  12/15
 • ભક્તિ કુબાવત એક મર્ડર મિસ્ટ્રીથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સામે આરવ ચૌધરી છે. ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનાથી શરૂ થઈ ચૂક્યુ છે.

  ભક્તિ કુબાવત એક મર્ડર મિસ્ટ્રીથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સામે આરવ ચૌધરી છે. ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનાથી શરૂ થઈ ચૂક્યુ છે.

  13/15
 • પ્રતીક ગાંધી ગુજરાતી ફિલ્મોના ફેન્સ માટે આ નામ હવે અજાણ્યું નથી, અને આ નામને ઓળખાણની પણ જરૂર નથી. હું ચંદ્રકાંત બક્ષી, મોહનનો મસાલો જેવા સુપરહિટ ગુજરાતી નાટકો અને વેન્ટિલેટર, બે યાર, રોંગસાઈડ રાજુ જેવી મસ્ત મજાની ફિલ્મો બાદ પ્રતીક ગાંધી પણ બોલીવુડમાં પણ ધ્યાન આપી રહ્યા છે.

  પ્રતીક ગાંધી

  ગુજરાતી ફિલ્મોના ફેન્સ માટે આ નામ હવે અજાણ્યું નથી, અને આ નામને ઓળખાણની પણ જરૂર નથી. હું ચંદ્રકાંત બક્ષી, મોહનનો મસાલો જેવા સુપરહિટ ગુજરાતી નાટકો અને વેન્ટિલેટર, બે યાર, રોંગસાઈડ રાજુ જેવી મસ્ત મજાની ફિલ્મો બાદ પ્રતીક ગાંધી પણ બોલીવુડમાં પણ ધ્યાન આપી રહ્યા છે.

  14/15
 •  પ્રતીક ગાંધી અત્યાર સુધી બે બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જેકી ભગનાની અને કૃતિકા કામરાની મિત્રો અને સલમાન ખાન પ્રોડક્શનની લવયાત્રીમાં પ્રતીક ગાંધી દેખાઈ ચૂક્યા છે. 

   પ્રતીક ગાંધી અત્યાર સુધી બે બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જેકી ભગનાની અને કૃતિકા કામરાની મિત્રો અને સલમાન ખાન પ્રોડક્શનની લવયાત્રીમાં પ્રતીક ગાંધી દેખાઈ ચૂક્યા છે. 

  15/15
 • loading...

ફોટોઝ વિશે

પરેશ રાવલ, દીના પાઠક, મનોજ જોશી, સંજીવ કુમાર સહિત સંખ્યાબંધ ગુજરાતીઓ એવા છે, જેમણે બોલીવુડમાં કાઠું કાઢ્યું છે. અને હવે આ ગુજરાતી કલાકારોનો વારસો જાળવવા બીજી પેઢી પણ તૈયાર થઈ રહી છે. ગુજરાતી ફિલ્મોમાં સારું પ્રદાન કરી ચૂકેલા 10 ગુજરાતીઓ હવે બોલીવુડમાં પોતાની ટેલેન્ટ સાબિત કરવા તૈયાર છે. (Image Coutesy: Instagram, Facebook, IMDB)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK