દિલવાલે દુલ્હનિયા લે જાએંગે: ફિલ્મના 25 વર્ષ બાદ સ્ટાર કાસ્ટ લાગે છે આવી

Published: 20th October, 2020 19:34 IST | Rachana Joshi
 • દાદીના પાત્રમાં અચલા સચદેવ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ ફિલ્મમાં પ્રેમાળ, દયાળુ અને દરેકના મનપસંદ પંજાબી દાદીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી એટલે અચલા સચદેવ. પીઢ અભિનેત્રીએ 130 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ‘પ્રેમ પુજારી’ ‘મેરા નામ જોકર’, ‘હરે રામા હરે ક્રિષ્ના’, ‘અંદાઝ’, ‘ના તુમ જાનો ના હમ’, ‘કભી ખુશી કભી ગમ’ તેમની યાદગાર ફિલ્મો છે. અભિનેત્રીનું 88 વર્ષની વયે વર્ષ 2012માં નિધન થયું હતું.

  દાદીના પાત્રમાં અચલા સચદેવ

  ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ ફિલ્મમાં પ્રેમાળ, દયાળુ અને દરેકના મનપસંદ પંજાબી દાદીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી એટલે અચલા સચદેવ. પીઢ અભિનેત્રીએ 130 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ‘પ્રેમ પુજારી’ ‘મેરા નામ જોકર’, ‘હરે રામા હરે ક્રિષ્ના’, ‘અંદાઝ’, ‘ના તુમ જાનો ના હમ’, ‘કભી ખુશી કભી ગમ’ તેમની યાદગાર ફિલ્મો છે. અભિનેત્રીનું 88 વર્ષની વયે વર્ષ 2012માં નિધન થયું હતું.

  1/24
 • સિમરનના પિતા ચૌધરી બલદેવ સિંઘના પાત્રમાં અમરીશ પુરી બલદેવ ભલે લંડનમાં રહેતા હોય પણ તેનું મન અને હૃદય પંજાબમાં હતું. તેમણે ભજવેલા સીનમાંથી અનેક સીન યાદગાર બની ગયા છે. ભારતથી તેના મિત્ર અજિતના પત્રની સુગંધ વતનની યાદ અપાવે છે તે સીન કે પછી રાજ અને મિત્રો સાથે સ્ટોર સિક્વન્સ, 'આઓ આઓ' કબૂતરને ખવડાવવાનું દ્રશ્ય અને સહુથી છેલ્લે ફિલ્મના ક્લાયમેક્સનો સીન. આદર્શવાદી પિતાની ભૂમિકામાં અમરીશ પુરી ખરા ઉતર્યા છે. અભિનેતાનું વર્ષ 2005માં 73 વર્ષની વયે નિધન થયું હતું. પણ તેમણે ભજવેલા પાત્રો આજે પણ લોકોના દિલમાં એક અલગ જગ્યા ધરાવે છે.

  સિમરનના પિતા ચૌધરી બલદેવ સિંઘના પાત્રમાં અમરીશ પુરી

  બલદેવ ભલે લંડનમાં રહેતા હોય પણ તેનું મન અને હૃદય પંજાબમાં હતું. તેમણે ભજવેલા સીનમાંથી અનેક સીન યાદગાર બની ગયા છે. ભારતથી તેના મિત્ર અજિતના પત્રની સુગંધ વતનની યાદ અપાવે છે તે સીન કે પછી રાજ અને મિત્રો સાથે સ્ટોર સિક્વન્સ, 'આઓ આઓ' કબૂતરને ખવડાવવાનું દ્રશ્ય અને સહુથી છેલ્લે ફિલ્મના ક્લાયમેક્સનો સીન. આદર્શવાદી પિતાની ભૂમિકામાં અમરીશ પુરી ખરા ઉતર્યા છે. અભિનેતાનું વર્ષ 2005માં 73 વર્ષની વયે નિધન થયું હતું. પણ તેમણે ભજવેલા પાત્રો આજે પણ લોકોના દિલમાં એક અલગ જગ્યા ધરાવે છે.

  2/24
 • રાજના પિતા ધરમવીર મલ્હોત્રાના પાત્રમાં અનુપમ ખેર ધરમવીર ઓન સ્ક્રીન સહુથી કુલેસ્ટ પિતાનું પાત્ર ભજવે છે. કુલ, પ્રેમાળ, સંભાળ રાખનારા અને સૌથી અગત્યનું સપોર્ટ કરતા પિતાના પાત્રમાં અનુપમ ખેરે બહુ જ સરસ અભિનય કર્યો છે. રાજ અને તેના પિતાનો અનેક ડાયલોગ બહુ જ લોકપ્રિય થયા છે. ‘ફેઈલ હોના ઔર પઢાઈ ના કરના, યે હમારે પરિવાર કી પરંપરા હૈ’, ‘ઓ પોટચી, ઓ કોકા, ઓ બોબી, ઓ લોલા’.

  રાજના પિતા ધરમવીર મલ્હોત્રાના પાત્રમાં અનુપમ ખેર

  ધરમવીર ઓન સ્ક્રીન સહુથી કુલેસ્ટ પિતાનું પાત્ર ભજવે છે. કુલ, પ્રેમાળ, સંભાળ રાખનારા અને સૌથી અગત્યનું સપોર્ટ કરતા પિતાના પાત્રમાં અનુપમ ખેરે બહુ જ સરસ અભિનય કર્યો છે. રાજ અને તેના પિતાનો અનેક ડાયલોગ બહુ જ લોકપ્રિય થયા છે. ‘ફેઈલ હોના ઔર પઢાઈ ના કરના, યે હમારે પરિવાર કી પરંપરા હૈ’, ‘ઓ પોટચી, ઓ કોકા, ઓ બોબી, ઓ લોલા’.

  3/24
 • ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 34 વર્ષ પુર્ણ કરનાર અભિનેતા અનુપ ખેરે બૉલીવુડ, હૉલીવુડ અને સાઉથની એમ 500 કરતા વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

  ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 34 વર્ષ પુર્ણ કરનાર અભિનેતા અનુપ ખેરે બૉલીવુડ, હૉલીવુડ અને સાઉથની એમ 500 કરતા વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

  4/24
 • સિમરનની માતા લાજવંતી લાજ્જો સિંઘના પાત્રમાં ફરીદા જલાલ લંડન સ્થિત ભારતીયની આદર્શ પત્નીની સાથેસાથે તેમણે પુત્રીની મિત્રની ભૂમિકા ભજવી હતી. જેણે લોકોના દિલ જીતી લીધા હતા. ‘જબ લડકી જવાન હોતી હૈ ના...તો માં ઉસકી માં નહીં રહેતી...સહેલી બન જાતી હૈ’, ‘સપને દેખો, ઝરુર દેખો...બસ ઉનકે પુરે હોને કી શર્ત મત રખો’ફિલ્મમાંથી ફરીદા જલાલના આ બે ડાયલોગ આજે પણ એટલા જ લોકપ્રિય છે.

  સિમરનની માતા લાજવંતી લાજ્જો સિંઘના પાત્રમાં ફરીદા જલાલ

  લંડન સ્થિત ભારતીયની આદર્શ પત્નીની સાથેસાથે તેમણે પુત્રીની મિત્રની ભૂમિકા ભજવી હતી. જેણે લોકોના દિલ જીતી લીધા હતા. ‘જબ લડકી જવાન હોતી હૈ ના...તો માં ઉસકી માં નહીં રહેતી...સહેલી બન જાતી હૈ’, ‘સપને દેખો, ઝરુર દેખો...બસ ઉનકે પુરે હોને કી શર્ત મત રખો’ફિલ્મમાંથી ફરીદા જલાલના આ બે ડાયલોગ આજે પણ એટલા જ લોકપ્રિય છે.

  5/24
 • 50 વર્ષની લાંબી કારકિર્દીમાં પીઢ અભિનેત્રી ફરીદા જલાલે 110 કરતા વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે અનેક સિરિયલો અને વૅબ સિરીઝમાં પણ અભિનય કર્યો છે.

  50 વર્ષની લાંબી કારકિર્દીમાં પીઢ અભિનેત્રી ફરીદા જલાલે 110 કરતા વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે અનેક સિરિયલો અને વૅબ સિરીઝમાં પણ અભિનય કર્યો છે.

  6/24
 • બલદેવના મિત્ર અજિત સિંઘના પાત્રમાં સતીશ શાહ બલદેવનો બાળપણનો મિત્ર અજિત, જેનો પુત્ર કુલજીત સિમરન સાથે લગ્ન કરવા માટે નીકળ્યો હતો, તે ખૂબ જ આનંદી વ્યક્તિ હતો. ફિલ્મના એક સીનમાં જ્યાં શાહરૂખ ખાન અને અમરીશ પુરી ચેસ રમે છે ત્યારે તે જીતવા માટે એક ચાલ રમે છે અને તે સમયે જે ડાયલોગ બોલે છે 'You are not only genius but indigenous' તે બહુ જ લોકપ્રિય થયો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે, આ ડાયલોગનું ઈમ્પ્રોવાઈઝેશન સતીશ શાહે પોતે કર્યું હતું.

  બલદેવના મિત્ર અજિત સિંઘના પાત્રમાં સતીશ શાહ

  બલદેવનો બાળપણનો મિત્ર અજિત, જેનો પુત્ર કુલજીત સિમરન સાથે લગ્ન કરવા માટે નીકળ્યો હતો, તે ખૂબ જ આનંદી વ્યક્તિ હતો. ફિલ્મના એક સીનમાં જ્યાં શાહરૂખ ખાન અને અમરીશ પુરી ચેસ રમે છે ત્યારે તે જીતવા માટે એક ચાલ રમે છે અને તે સમયે જે ડાયલોગ બોલે છે 'You are not only genius but indigenous' તે બહુ જ લોકપ્રિય થયો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે, આ ડાયલોગનું ઈમ્પ્રોવાઈઝેશન સતીશ શાહે પોતે કર્યું હતું.

  7/24
 • ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ પહેલાં પણ સતિશ શાહનું નામ ઘરઘરમાં લોકપ્રિય હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 40 વર્ષની કારકિર્દીમાં બીગ સ્ક્રીન અને સ્મૉલ સ્ક્રીન પર બહુ કામ કર્યું છે અને ઘરમાં ઘરમાં જાણીતું નામ છે.

  ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ પહેલાં પણ સતિશ શાહનું નામ ઘરઘરમાં લોકપ્રિય હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 40 વર્ષની કારકિર્દીમાં બીગ સ્ક્રીન અને સ્મૉલ સ્ક્રીન પર બહુ કામ કર્યું છે અને ઘરમાં ઘરમાં જાણીતું નામ છે.

  8/24
 • રાજ મલ્હોત્રાના પાત્રમાં શાહરૂખ ખાન હમમમ, રાજ મલ્હોત્રા વિશે શું કહેવું? એમ કહેવું ખોટું નથી કે કુલ, સ્માર્ટ અને હેન્ડસમ એનઆરઆઈ રાજ મલ્હોત્રા દિલથી તો દેશી જ છે અને તેણે વૈશ્વિક સ્તરે દરેકના દિલ જીતી લીધા છે. ભલે ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને 25 વર્ષ થયા હોય પણ શાહરૂખ ખાન આજે પણ દરેકના દિલમાં રાજ કરે છે.

  રાજ મલ્હોત્રાના પાત્રમાં શાહરૂખ ખાન

  હમમમ, રાજ મલ્હોત્રા વિશે શું કહેવું? એમ કહેવું ખોટું નથી કે કુલ, સ્માર્ટ અને હેન્ડસમ એનઆરઆઈ રાજ મલ્હોત્રા દિલથી તો દેશી જ છે અને તેણે વૈશ્વિક સ્તરે દરેકના દિલ જીતી લીધા છે. ભલે ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને 25 વર્ષ થયા હોય પણ શાહરૂખ ખાન આજે પણ દરેકના દિલમાં રાજ કરે છે.

  9/24
 • બૉલીવુડના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાનના નામથી કોઈ અજાણ્યું નથી. DDLJ પહેલાં શાહરુખે ‘ડર’, ‘બાઝીગર,’ ‘અંજામ’ જેવી ફિલ્મોમાં નેગેટિવ પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. પરંતુ આ ફિલ્મે તેને બહુ લોકપ્રિયતા અપાવી હતી અને ખરા અર્થમાં સ્ટારનું ટૅગ મેળવ્યું હતું. અત્યારે તે બૉળિવુડના સૌથી સફળ અભિનેતાઓમાંથી એક છે.

  બૉલીવુડના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાનના નામથી કોઈ અજાણ્યું નથી. DDLJ પહેલાં શાહરુખે ‘ડર’, ‘બાઝીગર,’ ‘અંજામ’ જેવી ફિલ્મોમાં નેગેટિવ પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. પરંતુ આ ફિલ્મે તેને બહુ લોકપ્રિયતા અપાવી હતી અને ખરા અર્થમાં સ્ટારનું ટૅગ મેળવ્યું હતું. અત્યારે તે બૉળિવુડના સૌથી સફળ અભિનેતાઓમાંથી એક છે.

  10/24
 • સિમરન સિંઘના પાત્રમાં કાજોલ પિતાની ફૅવરેટ, માતાની મિત્ર અને રાજની સેનોરીટા પણ સંસ્કારી સિમરન ટ્રેડિશનલની સાથે સાથે મોર્ડન પન હતી. ભલે ફેશનમાં જુનવાણી હોય પણ તેનું પાત્રએ સહુને આકર્ષયા હતા.

  સિમરન સિંઘના પાત્રમાં કાજોલ

  પિતાની ફૅવરેટ, માતાની મિત્ર અને રાજની સેનોરીટા પણ સંસ્કારી સિમરન ટ્રેડિશનલની સાથે સાથે મોર્ડન પન હતી. ભલે ફેશનમાં જુનવાણી હોય પણ તેનું પાત્રએ સહુને આકર્ષયા હતા.

  11/24
 • ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ ફિલ્મે કાજોલને પ્રતિભાશાળી અભિનેત્રીઓની યાદીમાં સ્થાન આપ્યું હતું. 46 વર્ષીય અભિનેત્રી છેલ્લે બ્લોકબસ્ટર ફિલ્મમાં ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’માં જોવા મળી હતી. હવે અભિનેત્રી ડિજીટલ ડેબ્યૂ કરવા તૈયાર છે.

  ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ ફિલ્મે કાજોલને પ્રતિભાશાળી અભિનેત્રીઓની યાદીમાં સ્થાન આપ્યું હતું. 46 વર્ષીય અભિનેત્રી છેલ્લે બ્લોકબસ્ટર ફિલ્મમાં ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’માં જોવા મળી હતી. હવે અભિનેત્રી ડિજીટલ ડેબ્યૂ કરવા તૈયાર છે.

  12/24
 • સિમરનની બહેન રાજેશ્વરી ‘ચુટકી’ સિંઘના પાત્રમાં પુજા રુપારેલ ત્રાસ આપતી સિમરનની નાની બહેન, માતાની લાડકી અને સ્કુલ જતી પણ ઉંમર કરતા હોશિયાર રાજેશ્વરી ‘ચુટકી’ સિંઘ ફિલ્મનું લોકપ્રિય પાત્ર હતી.

  સિમરનની બહેન રાજેશ્વરી ‘ચુટકી’ સિંઘના પાત્રમાં પુજા રુપારેલ

  ત્રાસ આપતી સિમરનની નાની બહેન, માતાની લાડકી અને સ્કુલ જતી પણ ઉંમર કરતા હોશિયાર રાજેશ્વરી ‘ચુટકી’ સિંઘ ફિલ્મનું લોકપ્રિય પાત્ર હતી.

  13/24
 • ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ સિવાય પુજા રુપારેલ 1993માં આવેલી કિંગ અંકલમાં જોવા મળી હતી. તેણે મોડેલિંગ ક્ષેત્રે પણ બહુ કામ કર્યું છે. પુજાએ સાયકૉલોજીમાં એમએ કર્યું છે. તેની માતા ભાવના રુપારેલ પણ અભિનેત્રી છે. અત્યારે પુજા તેના સ્ટેન્ડઅપ-કૉમેડી શોમાં વ્યસ્ત છે.

  ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ સિવાય પુજા રુપારેલ 1993માં આવેલી કિંગ અંકલમાં જોવા મળી હતી. તેણે મોડેલિંગ ક્ષેત્રે પણ બહુ કામ કર્યું છે. પુજાએ સાયકૉલોજીમાં એમએ કર્યું છે. તેની માતા ભાવના રુપારેલ પણ અભિનેત્રી છે. અત્યારે પુજા તેના સ્ટેન્ડઅપ-કૉમેડી શોમાં વ્યસ્ત છે.

  14/24
 • રાજના મિત્ર રૉકીના પાત્રમાં કરણ જોહર કરણ જોહરે આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું સાથે જ સહાયક પાત્રમાં પણ જોવા મળ્યો હતો. રાજ રૉકીને ઈડિયટ કહેતો. એક સીનમાં તે રાજને ટપલી મારે છે તે ફિલ્મનો સૌથી મનોરંજક ભાગ હતો.

  રાજના મિત્ર રૉકીના પાત્રમાં કરણ જોહર

  કરણ જોહરે આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું સાથે જ સહાયક પાત્રમાં પણ જોવા મળ્યો હતો. રાજ રૉકીને ઈડિયટ કહેતો. એક સીનમાં તે રાજને ટપલી મારે છે તે ફિલ્મનો સૌથી મનોરંજક ભાગ હતો.

  15/24
 • અત્યારે બૉલીવુડના દરેક ક્ષેત્રમાં કરણ જોહરનું નામ છે. ભલે પછી તે એક્ટિંગ હોય, ડિરેક્શન હોય, પ્રોડ્યુસર તરીકે હોય કે પછી હોસ્ટ હોય કે જજ તરીકે. દરેક ક્ષેત્રમાં કરણ જોહરે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

  અત્યારે બૉલીવુડના દરેક ક્ષેત્રમાં કરણ જોહરનું નામ છે. ભલે પછી તે એક્ટિંગ હોય, ડિરેક્શન હોય, પ્રોડ્યુસર તરીકે હોય કે પછી હોસ્ટ હોય કે જજ તરીકે. દરેક ક્ષેત્રમાં કરણ જોહરે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

  16/24
 • અજીતની દીકરી પ્રિતી સિંહના પાત્રમાં મંદિરા બેદી રાજ અને સિમરનની લવ સ્ટોરીને કેન્દ્રિત કરી ફિલ્મની વાર્તામાં આપણે સ્વીકારવું જ જોઇએ, પ્રીતિ (મંદિરા બેદી) ની ભૂમિકાએ સહુનું ધ્યાન ખેચ્યું હતું તે આપણે સ્વીકારવું જ રહ્યું. રાજ સાથે ચેનચાળા કરતી બહેનને ભુલી જ ન શકાય.

  અજીતની દીકરી પ્રિતી સિંહના પાત્રમાં મંદિરા બેદી

  રાજ અને સિમરનની લવ સ્ટોરીને કેન્દ્રિત કરી ફિલ્મની વાર્તામાં આપણે સ્વીકારવું જ જોઇએ, પ્રીતિ (મંદિરા બેદી) ની ભૂમિકાએ સહુનું ધ્યાન ખેચ્યું હતું તે આપણે સ્વીકારવું જ રહ્યું. રાજ સાથે ચેનચાળા કરતી બહેનને ભુલી જ ન શકાય.

  17/24
 • અત્યારે મંદિરા બેદીની એક જુદી જ ફેન ફોલોઈંગ છે. અત્યારે અભિનેત્રી ફીટનેસ ગોલ આપે છે. તેની તંદુરસ્તીને જોઈને કોઈ ન કહે કે, તે 48 વર્ષની છે.

  અત્યારે મંદિરા બેદીની એક જુદી જ ફેન ફોલોઈંગ છે. અત્યારે અભિનેત્રી ફીટનેસ ગોલ આપે છે. તેની તંદુરસ્તીને જોઈને કોઈ ન કહે કે, તે 48 વર્ષની છે.

  18/24
 • અજીત સિંહના દીકરા કુલજીત સિંહના પાત્રમાં પરમિત શેઠી સિમરન સાથે લગ્ન કરવા નીકળેલા પંજાબ-દા-પુત્તરના પાત્રમાં પરમિત શેઠીએ બહુ સરસ અભિનય કર્યો છે.

  અજીત સિંહના દીકરા કુલજીત સિંહના પાત્રમાં પરમિત શેઠી

  સિમરન સાથે લગ્ન કરવા નીકળેલા પંજાબ-દા-પુત્તરના પાત્રમાં પરમિત શેઠીએ બહુ સરસ અભિનય કર્યો છે.

  19/24
 • ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ બાદ પરમિત શેઠીએ ‘દિલજલે’, ‘હીરો હિંદુસ્તાની’, ‘ધડકન’, ‘ઓમ જય જગદીશ’, ‘લક્ષ્ય’, ‘દિલ ઘડકને દો’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ત્યારબાદ તેણે ફિલ્મ ‘બદમાશ કંપની’ દ્વારા ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે તે ડિઝની પ્લસ હૉટસ્ટારની ‘સ્પેશ્યલ ઓપ્સ’ અને ‘હન્ડ્રેડ’માં જોવા મળ્યો હતો.

  ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ બાદ પરમિત શેઠીએ ‘દિલજલે’, ‘હીરો હિંદુસ્તાની’, ‘ધડકન’, ‘ઓમ જય જગદીશ’, ‘લક્ષ્ય’, ‘દિલ ઘડકને દો’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ત્યારબાદ તેણે ફિલ્મ ‘બદમાશ કંપની’ દ્વારા ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે તે ડિઝની પ્લસ હૉટસ્ટારની ‘સ્પેશ્યલ ઓપ્સ’ અને ‘હન્ડ્રેડ’માં જોવા મળ્યો હતો.

  20/24
 • સિમરનની આંટી કમ્મો કૌરના પાત્રમાં હિમાની શિવપુરી ‘અભી તો મેં જવાન હું’ કહેતી કમ્મો બુઆ ભલે સ્ક્રીન પર બહુ ઓછો સમય દેખાઈ પણ તેને લોકોના દિલ જીતી લીધા હતા. રાજના પિતા સાથે રૉમેન્ટિક સીન હોય કે પછી રાજ તેમને સાડી પસંદ કરવામાં મદદ કરતો હોય. ઓછા સમયમાં વધુ લોકપ્રિયતા મેળવી છે આ પાત્રએ.

  સિમરનની આંટી કમ્મો કૌરના પાત્રમાં હિમાની શિવપુરી

  ‘અભી તો મેં જવાન હું’ કહેતી કમ્મો બુઆ ભલે સ્ક્રીન પર બહુ ઓછો સમય દેખાઈ પણ તેને લોકોના દિલ જીતી લીધા હતા. રાજના પિતા સાથે રૉમેન્ટિક સીન હોય કે પછી રાજ તેમને સાડી પસંદ કરવામાં મદદ કરતો હોય. ઓછા સમયમાં વધુ લોકપ્રિયતા મેળવી છે આ પાત્રએ.

  21/24
 • 25 વર્ષ પહેલાં ટીવી શોથી શોબિઝમાં કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી હિમાની શિવપુરીએ અનેક સિરિયલો અને ફિલ્મોમાં અભિનય કર્યો છે. પરંતુ કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’એ તેને 19990ના દાયકામાં લોકપ્રિય બનાવી હતી. અત્યારે તેઓ ‘અસ્તિત્વ...એક પ્રેમ કહાની રાધા જી’માં જોવા મળે છે.

  25 વર્ષ પહેલાં ટીવી શોથી શોબિઝમાં કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી હિમાની શિવપુરીએ અનેક સિરિયલો અને ફિલ્મોમાં અભિનય કર્યો છે. પરંતુ કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’એ તેને 19990ના દાયકામાં લોકપ્રિય બનાવી હતી. અત્યારે તેઓ ‘અસ્તિત્વ...એક પ્રેમ કહાની રાધા જી’માં જોવા મળે છે.

  22/24
 • સિમરનની મિત્ર શીનાના પાત્રમાં અનાહિતા શ્રોફ અદાજાનિયા સિમરનની હોટ સહેલી શીના, જેની સાથે રાજ યુરોપ ટ્રિપ પર ફ્લર્ટ કરતો હતો તેણે ફિલ્મમાં નાનકડી પણ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ અનાહિતાની ડેબ્યૂ ફિલ્મ હતી.

  સિમરનની મિત્ર શીનાના પાત્રમાં અનાહિતા શ્રોફ અદાજાનિયા

  સિમરનની હોટ સહેલી શીના, જેની સાથે રાજ યુરોપ ટ્રિપ પર ફ્લર્ટ કરતો હતો તેણે ફિલ્મમાં નાનકડી પણ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ અનાહિતાની ડેબ્યૂ ફિલ્મ હતી.

  23/24
 • અનાહિતા શ્રોફ અદાજાનિયા હવે ‘Vogue India’ની સ્ટાઈલિશ અને ફેશન ડિરેક્ટર છે.

  અનાહિતા શ્રોફ અદાજાનિયા હવે ‘Vogue India’ની સ્ટાઈલિશ અને ફેશન ડિરેક્ટર છે.

  24/24
 • loading...

ફોટોઝ વિશે

રાજ, સિમરન, કુલજીત સિંહ, પ્રીતિ, કમ્મો બુઆ, રાજના પોપ્સ, ચૂટકી આ બધા નામ યાદ છે? આ નામ છે આદિત્ય ચોપડાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના યાદગાર પાત્રોના. 20 ઓક્ટોબર 1995ના રોજ રિલીઝ આ ફિલ્મે આજે 25 વર્ષ પુર્ણ કર્યા છે. આજના આ અવસરે આપણે જોઈએ કે ફિલ્મના મુખ્ય અને લોકપ્રિય કલાકારો ત્યારે કેવા લાગતા હતા અને અત્યરે કેવા લાગે છે.

(તસવીર સૌજન્ય: યશરાજ ફિલ્મસની ઓફિશ્યલ વૅબસાઈટ અને યુટ્યુબ ચેનલ, સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK