ખૈય્યામઃ ઉમરાવજાન જેવી ફિ્લ્મોમાં સંગીત આપનાર આ મહારથી વલ્ડ વૉર 2ની આર્મીમાં હતા

Updated: Aug 20, 2020, 17:24 IST | Chirantana Bhatt
 • તુમ અપના રંજો ગમ સારી પરેશાની મુઝે દે દો -મોહમ્મદ ઝહુર ‘’ખૈય્યામ’’ હાશ્મીને લોકો ખૈયામ સાહેબ તરીકે ઓળખે છે. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી, 1927ના દિવસે બ્રિટિશ ઈન્ડિયાના પંજાબના નવાનશબર જીલ્લાના રાહોનમાં થયો હતો. 17 વર્ષની ઉંમરે તેમણે મ્યુઝીક ડિરેક્શન શરૂ કર્યું હતું. પરંતુ બીજા વિશ્વ યુદ્ધને લીધે તેમણે સંગીત ક્ષેત્રમાંથી એક વર્ષનો બ્રેક લીધો કારણ કે તે પોતે આર્મીમાં હતા.  

  તુમ અપના રંજો ગમ સારી પરેશાની મુઝે દે દો -મોહમ્મદ ઝહુર ‘’ખૈય્યામ’’ હાશ્મીને લોકો ખૈયામ સાહેબ તરીકે ઓળખે છે. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી, 1927ના દિવસે બ્રિટિશ ઈન્ડિયાના પંજાબના નવાનશબર જીલ્લાના રાહોનમાં થયો હતો. 17 વર્ષની ઉંમરે તેમણે મ્યુઝીક ડિરેક્શન શરૂ કર્યું હતું. પરંતુ બીજા વિશ્વ યુદ્ધને લીધે તેમણે સંગીત ક્ષેત્રમાંથી એક વર્ષનો બ્રેક લીધો કારણ કે તે પોતે આર્મીમાં હતા.

   

  1/19
 • કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ- ત્રણ વર્ષ પછી તે મુંબઈમાં આવ્યા અને સંગીત કારકીર્દીની શરૂઆત કરી. શર્માજી-વર્માજી કંપોઝરમાં તે શર્માજી તરીકે કંપોઝીંગ કરતા હતા. હીર રાંજામાં તેમણે સંગીત આપ્યું હતું. પરંતુ પાર્ટીશન પછી તેમના પાર્ટનર રહમાન વર્માએ મુંબઈ છોડી દીધુ હતું.

  કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ- ત્રણ વર્ષ પછી તે મુંબઈમાં આવ્યા અને સંગીત કારકીર્દીની શરૂઆત કરી. શર્માજી-વર્માજી કંપોઝરમાં તે શર્માજી તરીકે કંપોઝીંગ કરતા હતા. હીર રાંજામાં તેમણે સંગીત આપ્યું હતું. પરંતુ પાર્ટીશન પછી તેમના પાર્ટનર રહમાન વર્માએ મુંબઈ છોડી દીધુ હતું.

  2/19
 • કરોગે યાદ તો, હર બાત યાદ આયેગીઃ તેમ છતાં ખૈય્યામ અટક્યા નહી, પાંચ વર્ષ પછી તેમણે સોલો બ્રેક કર્યું.

  કરોગે યાદ તો, હર બાત યાદ આયેગીઃ તેમ છતાં ખૈય્યામ અટક્યા નહી, પાંચ વર્ષ પછી તેમણે સોલો બ્રેક કર્યું.

  3/19
 • ઇન આંખો કી મસ્તી કે, મસ્તાને હઝારોં હૈઃ 1953માં ખૈય્યામ સાહેબે દિલીપ કુમાર અને મિના કુમારીની ફૂટપાથ માટે મ્યુઝીક કંપોઝ કર્યું. જોકે ક્રેડિટ ફિલ્મના પ્રાઈમરી કંપોઝર તિમીર બરનને મળ્યુ હતું. જોકે ખૈયામજીના ક્લાસિકલ નોટ્સથી લોકો પ્રભાવિત હતા.

  ઇન આંખો કી મસ્તી કે, મસ્તાને હઝારોં હૈઃ 1953માં ખૈય્યામ સાહેબે દિલીપ કુમાર અને મિના કુમારીની ફૂટપાથ માટે મ્યુઝીક કંપોઝ કર્યું. જોકે ક્રેડિટ ફિલ્મના પ્રાઈમરી કંપોઝર તિમીર બરનને મળ્યુ હતું. જોકે ખૈયામજીના ક્લાસિકલ નોટ્સથી લોકો પ્રભાવિત હતા.

  4/19
 • ફિર છીડી રાત બાત ફુલોં કીઃ શરૂઆતની હિટ્સમાં ફિર સુબહ હોગી (1958), શોલા ઓર શબનમ (1961) અને આખરી ખત (1966)નો સમાવેશ છે. ફોટો જગજીત સિંઘ, ખૈય્યામ સાહેબની પત્ની જગજીત કોર અને ખૈયામજી જુહુના ઈસ્કોન મંદિરમાં નવા આલ્બમ નિવેદનના લૉન્ચ સમયનો છે.

  ફિર છીડી રાત બાત ફુલોં કીઃ શરૂઆતની હિટ્સમાં ફિર સુબહ હોગી (1958), શોલા ઓર શબનમ (1961) અને આખરી ખત (1966)નો સમાવેશ છે. ફોટો જગજીત સિંઘ, ખૈય્યામ સાહેબની પત્ની જગજીત કોર અને ખૈયામજી જુહુના ઈસ્કોન મંદિરમાં નવા આલ્બમ નિવેદનના લૉન્ચ સમયનો છે.

  5/19
 • ચાંદની રાત મેં એક બાર તુમ્હેં દેખા હૈઃ તેમને પદ્મભુષણનું સન્માન 2011માં પ્રાપ્ત થયું અને સંગીત નાટક અકાદમી એવોર્ડ 2007માં જ મળ્યો હતો. તેમને ફિલ્મફેર એવોર્ડ્ઝ પણ મળ્યા છે. 

  ચાંદની રાત મેં એક બાર તુમ્હેં દેખા હૈઃ તેમને પદ્મભુષણનું સન્માન 2011માં પ્રાપ્ત થયું અને સંગીત નાટક અકાદમી એવોર્ડ 2007માં જ મળ્યો હતો. તેમને ફિલ્મફેર એવોર્ડ્ઝ પણ મળ્યા છે. 

  6/19
 •  એ દિલ-એ-નાદાનઃ ખૈય્યામ સાબને ઉમરાવ જાન ફિલ્મમાં સંગીત આપવા બદલ નેશનલ એવોર્ડ, ફિલ્મ ફેર એવોર્ડ અને અન્ય સન્માન પણ પ્રાપ્ત થયા હતા.  

   એ દિલ-એ-નાદાનઃ ખૈય્યામ સાબને ઉમરાવ જાન ફિલ્મમાં સંગીત આપવા બદલ નેશનલ એવોર્ડ, ફિલ્મ ફેર એવોર્ડ અને અન્ય સન્માન પણ પ્રાપ્ત થયા હતા.  

  7/19
 • પ્યાર કા દર્દ હે મીઠા મીઠાઃ તેમના ફિલ્મ સંગીત સિવાયનાં કામ જેવા કે ‘પાઉં પડું તોરે શ્યામ’, ‘બ્રિજ મે લૌટ ચલો’ અને ‘ગઝબ કિયા તેરે વાદે પે ઐતબાર કિયા’ ફેન્સને ખૂબ ગમ્યા હતા.      

  પ્યાર કા દર્દ હે મીઠા મીઠાઃ તેમના ફિલ્મ સંગીત સિવાયનાં કામ જેવા કે ‘પાઉં પડું તોરે શ્યામ’, ‘બ્રિજ મે લૌટ ચલો’ અને ‘ગઝબ કિયા તેરે વાદે પે ઐતબાર કિયા’ ફેન્સને ખૂબ ગમ્યા હતા.

   

   

   

  8/19
 • મૈં પલ દો પલ કા શાયર હુંઃ ખૈય્યામ સાહેબે સ્વર્ગસ્થ મીના કુમારીના આલ્બમ 'I Write, I Recite'માં પણ મ્યુઝીક આપ્યું છે. આફોટો તેમના 92માં જન્મદિનની ઉજવણીનો છે.

  મૈં પલ દો પલ કા શાયર હુંઃ ખૈય્યામ સાહેબે સ્વર્ગસ્થ મીના કુમારીના આલ્બમ 'I Write, I Recite'માં પણ મ્યુઝીક આપ્યું છે. આફોટો તેમના 92માં જન્મદિનની ઉજવણીનો છે.

  9/19
 • યે મુલાકાત એક બહાના હૈઃ ખૈય્યામ સાહેબની વિશેષતા ગઝલ, ઠુમરી, દાદરા અને અન્ય હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝીક હતી. ફોટામાં ખૈય્યામ સાહેબ તેમની પત્ની જગજીત કૌર (ડાબે) અને આશા ભોસલે (જમણે) નૈના લગાઈ કેના લોન્ચ સમયનો છે.

  યે મુલાકાત એક બહાના હૈઃ ખૈય્યામ સાહેબની વિશેષતા ગઝલ, ઠુમરી, દાદરા અને અન્ય હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝીક હતી. ફોટામાં ખૈય્યામ સાહેબ તેમની પત્ની જગજીત કૌર (ડાબે) અને આશા ભોસલે (જમણે) નૈના લગાઈ કેના લોન્ચ સમયનો છે.

  10/19
 • ચોરી ચોરી કોઇ આયે, ચુપકે ચુપકેઃ ઑરકેસ્ટ્રા પૉપનો અંત થતા યુગમાં પણ ખૈય્યામજીની બૉલીવુડમાં અલગ જ એક્સપર્ટાઈઝ હતી.

  ચોરી ચોરી કોઇ આયે, ચુપકે ચુપકેઃ ઑરકેસ્ટ્રા પૉપનો અંત થતા યુગમાં પણ ખૈય્યામજીની બૉલીવુડમાં અલગ જ એક્સપર્ટાઈઝ હતી.

  11/19
 • મૌસમ મૌસમ હો લવલી મૌસમઃ તેમણે અંજુમન (1986), રઝિયા સુલ્તાન (1983), બાઝાર (1982), દિલ-એ-નદિન (1982) અને નૂરી (1979)માં કંપોઝિશન કર્યું છે.

  મૌસમ મૌસમ હો લવલી મૌસમઃ તેમણે અંજુમન (1986), રઝિયા સુલ્તાન (1983), બાઝાર (1982), દિલ-એ-નદિન (1982) અને નૂરી (1979)માં કંપોઝિશન કર્યું છે.

  12/19
 • તેરે ચહેરે સે નઝર નહીં હટતી, નઝારે હમ ક્યા દેંખેઃ 19 ઓગસ્ટ, 2019ના રોજ તેમનું નિધન થતા સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે ટ્વીટરમાં તેમની સાથેની યાદો શૅર કરી હતી. તેમણે કહ્યું કે, તેમની સાથે કામ કરવાનું ગમતું હતું. હું ડરતી પણ હતી કેમ કે તે પરફેક્શનિસ્ટ હતા.

  તેરે ચહેરે સે નઝર નહીં હટતી, નઝારે હમ ક્યા દેંખેઃ 19 ઓગસ્ટ, 2019ના રોજ તેમનું નિધન થતા સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે ટ્વીટરમાં તેમની સાથેની યાદો શૅર કરી હતી. તેમણે કહ્યું કે, તેમની સાથે કામ કરવાનું ગમતું હતું. હું ડરતી પણ હતી કેમ કે તે પરફેક્શનિસ્ટ હતા.

  13/19
 •  મોહબ્બત બડે કામ કી ચીઝ હૈઃ ખૈય્યામ સાહેબનું ઉર્દુ ભાષા અને શેર-શાયરીના મીટરનું જ્ઞાન પણ બહુ ગાઢ હતું.

   મોહબ્બત બડે કામ કી ચીઝ હૈઃ ખૈય્યામ સાહેબનું ઉર્દુ ભાષા અને શેર-શાયરીના મીટરનું જ્ઞાન પણ બહુ ગાઢ હતું.

  14/19
 • હઝાર રાહૈંં, મુડ કે દેખી, કહીં સે કોઇ સદા ન આઇઃ ઉમરાવ જાનના ડિરેક્ટર મુઝફ્ફર અલીએ કહ્યું કે, તેમને આ ફિલ્મ માટે સંગીત બનાવતા બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો. હું તેમના ઘરે જતો હતો. તે પોતે ઘરે જ રહેતા હતા. આ સંગીતની ક્રાંતિ હતી. કોઈ પણ કંપોઝર, ડિરેક્ટર કે પ્રોડ્યુસર સંગીત માટે આટલો સમય ન પસાર કરે.

  હઝાર રાહૈંં, મુડ કે દેખી, કહીં સે કોઇ સદા ન આઇઃ ઉમરાવ જાનના ડિરેક્ટર મુઝફ્ફર અલીએ કહ્યું કે, તેમને આ ફિલ્મ માટે સંગીત બનાવતા બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો. હું તેમના ઘરે જતો હતો. તે પોતે ઘરે જ રહેતા હતા. આ સંગીતની ક્રાંતિ હતી. કોઈ પણ કંપોઝર, ડિરેક્ટર કે પ્રોડ્યુસર સંગીત માટે આટલો સમય ન પસાર કરે.

  15/19
 • જાને મન તુમ કમાલ કરતી હોઃ ખૈય્યામ સાહેબ અંતે જુહુની સુજય હોસ્પિટલમાં આઈસીયુમાં હતા કારણ કે તેમને લંગ ઈન્ફેક્શન થયુ હતું. ખૈય્યામ સાહેબ તેમની સંગીતકાર પત્ની જગજીત કોર સાથે હતા. તસવીરમાં તલત અઝીઝ અને અનુપ જલોટા સાથે.

  જાને મન તુમ કમાલ કરતી હોઃ ખૈય્યામ સાહેબ અંતે જુહુની સુજય હોસ્પિટલમાં આઈસીયુમાં હતા કારણ કે તેમને લંગ ઈન્ફેક્શન થયુ હતું. ખૈય્યામ સાહેબ તેમની સંગીતકાર પત્ની જગજીત કોર સાથે હતા. તસવીરમાં તલત અઝીઝ અને અનુપ જલોટા સાથે.

  16/19
 • આજ ભી બીછડી હૈ, કલ કા ડર ભી નહીં, ઝિંદગી ઇતની મુખ્તસર ભી નહીંઃ આ ફોટો 2013નો મુંબઈનો છે, સુશીલકુમાર શિંદે, કંગના રનૌટ અને ખૈય્યામ 'રજ્જો' મૂવીના મ્યુઝીક લોન્ચમાં આવ્યા હતા.

  આજ ભી બીછડી હૈ, કલ કા ડર ભી નહીં, ઝિંદગી ઇતની મુખ્તસર ભી નહીંઃ આ ફોટો 2013નો મુંબઈનો છે, સુશીલકુમાર શિંદે, કંગના રનૌટ અને ખૈય્યામ 'રજ્જો' મૂવીના મ્યુઝીક લોન્ચમાં આવ્યા હતા.

  17/19
 • ઝિંદગી જબ ભી તેરી બઝ્મ મેં લાતી હૈ હમૈંઃ અંતે લતા મંગેશકરે લખ્યું કે, ખૈય્યામજીના અવસાનથી એક યુગનો અંત થયો.

  ઝિંદગી જબ ભી તેરી બઝ્મ મેં લાતી હૈ હમૈંઃ અંતે લતા મંગેશકરે લખ્યું કે, ખૈય્યામજીના અવસાનથી એક યુગનો અંત થયો.

  18/19
 •  શામ-એ-ગમ-કી કસમ, આજ ગમગીન હૈં હમઃ લતા મંગેશકરે લખ્યું કે, ખૈય્યામજીના અવસાનથી એક યુગનો અંત થયો.

   શામ-એ-ગમ-કી કસમ, આજ ગમગીન હૈં હમઃ લતા મંગેશકરે લખ્યું કે, ખૈય્યામજીના અવસાનથી એક યુગનો અંત થયો.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

સુપ્રસિદ્ધ મ્યુઝીક ડિરેક્ટર-કંપોસર મોહમ્મદ ઝહુર ‘’ખૈયામ’’ હાશ્મીની વિદાયને 19 ઑગસ્ટે એક વર્ષ થયું. સંગીત જગતમાં તેમનો ફાળો અમૂલ્ય છે. જોઇએ તેમની તસવીરો, યાદ કરીએ ઉમરાવજાન જેવા માસ્ટરપીસને સંગીત બક્ષનારા આ મહારથીને... (તસવીરો- મિડ-ડે આર્કાઇવ્ઝ, નિમેશ દવે, યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK