વાંચો એ ગુજરાતીઓ વિશે જે આપણને ફિલ્મોમાં ખડખડાટ હસાવે છે

Updated: Jun 23, 2019, 14:14 IST | Bhavin
 • ધ કોમેડી ફેક્ટરીના મનન દેસાઈ સ્ટેન્ડ અપ કોમેડીની સાથે સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ દર્શકોને હસાવે છે. મનન અત્યાર સુધી ચોર બની થનગાટ કરે, ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર અને વેન્ટિલેટર સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

  ધ કોમેડી ફેક્ટરીના મનન દેસાઈ સ્ટેન્ડ અપ કોમેડીની સાથે સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ દર્શકોને હસાવે છે. મનન અત્યાર સુધી ચોર બની થનગાટ કરે, ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર અને વેન્ટિલેટર સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

  1/16
 • હાલના કોમેડિટન્સમાં મનન દેસાઈને જોવા સાંભળવા એક લ્હાવો છે. છેલ્લે મનન જેકી શ્રોફ અને પ્રતીક ગાંધી સ્ટારર ગુજરાતી ફિલ્મ વેન્ટિલેટરમાં દેખાયા હતા. 

  હાલના કોમેડિટન્સમાં મનન દેસાઈને જોવા સાંભળવા એક લ્હાવો છે. છેલ્લે મનન જેકી શ્રોફ અને પ્રતીક ગાંધી સ્ટારર ગુજરાતી ફિલ્મ વેન્ટિલેટરમાં દેખાયા હતા. 

  2/16
 • જો તમે કરસનદાસ પે એન્ડ યુઝ જોયુ છે, તો તમે એના સુંદરને તો નહીં જ ભૂલ્યા હો. મયુર ચૌહાણની સાથે સાથે હેમાંગ શાહે સેકન્ડ લીડમાં કોમેડીથી લોકોના દિલ જીતી લીધા હતા. 

  જો તમે કરસનદાસ પે એન્ડ યુઝ જોયુ છે, તો તમે એના સુંદરને તો નહીં જ ભૂલ્યા હો. મયુર ચૌહાણની સાથે સાથે હેમાંગ શાહે સેકન્ડ લીડમાં કોમેડીથી લોકોના દિલ જીતી લીધા હતા. 

  3/16
 • અત્યાર સુધી હેમાંગ શાહ કરસનદાસ પે એન્ડ યુઝની સાથે સાથે દુનિયાદારી અને નટ સમ્રાટમાં કરી ચૂક્યા છે. ઓગસ્ટમાં તેમની અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ' રિલીઝ થવાની છે. 

  અત્યાર સુધી હેમાંગ શાહ કરસનદાસ પે એન્ડ યુઝની સાથે સાથે દુનિયાદારી અને નટ સમ્રાટમાં કરી ચૂક્યા છે. ઓગસ્ટમાં તેમની અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ' રિલીઝ થવાની છે. 

  4/16
 • અને આ છે બકો. જી હાં રેડિયોના લિસનર્સ માટે આ નામ અજાણ્યું નથી. પણ ખૂબ ઓછા લોકોને ખબર છે કે આ બકો જ ગુજરાતી ફિલ્મોમાં પણ સ્ક્રીન પર આવીને આપણને હસાવી જાય છે. 

  અને આ છે બકો. જી હાં રેડિયોના લિસનર્સ માટે આ નામ અજાણ્યું નથી. પણ ખૂબ ઓછા લોકોને ખબર છે કે આ બકો જ ગુજરાતી ફિલ્મોમાં પણ સ્ક્રીન પર આવીને આપણને હસાવી જાય છે. 

  5/16
 • મૌલિક નાયક અત્યાર સુધી વિટામિન શી, બે યાર, પ્રેમજી રાઈઝ ઓફ વોરિયર, લવની ભવાઈઅને રોમ કોમ જેવી ફિલ્મો કરી ચૂક્યા છે. અને તમામ ફિલ્મોમાં પોતાની કોમેડીથી લોકોને હસાવ્યા છે. 

  મૌલિક નાયક અત્યાર સુધી વિટામિન શી, બે યાર, પ્રેમજી રાઈઝ ઓફ વોરિયર, લવની ભવાઈઅને રોમ કોમ જેવી ફિલ્મો કરી ચૂક્યા છે. અને તમામ ફિલ્મોમાં પોતાની કોમેડીથી લોકોને હસાવ્યા છે. 

  6/16
 • લેટ્સ પ્રેઝન્ટ...નન અધર ધેન.. આમ તો NRG પણ હવે ગુજરાતીમાં સ્ટેન્ડ અપ કોમેડીના સ્ટાર બની ચૂકેલા ઓજસ રાવલ એક્ટિંગમાં પણ એટલા જ ધમાકેદાર છે. 

  લેટ્સ પ્રેઝન્ટ...નન અધર ધેન.. આમ તો NRG પણ હવે ગુજરાતીમાં સ્ટેન્ડ અપ કોમેડીના સ્ટાર બની ચૂકેલા ઓજસ રાવલ એક્ટિંગમાં પણ એટલા જ ધમાકેદાર છે. 

  7/16
 • ઓજસ રાવલના ખાતામાં પોલમપોલ, વેન્ટિલેટર, ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર, તારી માટે વન્સ મોર જેવી ફિલ્મો બોલે છે. અને આગમી મહિને રિલીઝ થનારી ચાસણીમાં પણ ઓજસ રાવલ હસાવવા માટે પાછા આવી રહ્યા છે. 

  ઓજસ રાવલના ખાતામાં પોલમપોલ, વેન્ટિલેટર, ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર, તારી માટે વન્સ મોર જેવી ફિલ્મો બોલે છે. અને આગમી મહિને રિલીઝ થનારી ચાસણીમાં પણ ઓજસ રાવલ હસાવવા માટે પાછા આવી રહ્યા છે. 

  8/16
 • આ લિસ્ટમાં હેમાંગ દવેનું નામ પણ સામેલ છે. હેમાંગ દવે પણ પોતાની કોમિક ટાઈમિંગ છે સ્ક્રીનને હાસ્યથી ભરી દે છે. હેમાંગ બોલીવુડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. 

  આ લિસ્ટમાં હેમાંગ દવેનું નામ પણ સામેલ છે. હેમાંગ દવે પણ પોતાની કોમિક ટાઈમિંગ છે સ્ક્રીનને હાસ્યથી ભરી દે છે. હેમાંગ બોલીવુડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. 

  9/16
 • હેમાંગ દવે અત્યાર સુધીમાં તારી માટે વન્સ મોર, તંબુરો, બસ એક ચાન્સ, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, બે યાર, કેવી રીતે જઈશ, થી જશે જેવી ગુજરાતી ફિલ્મો અને ટુ સ્ટેટ્સ, ડી ડે જેવી બોલીવુડની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

  હેમાંગ દવે અત્યાર સુધીમાં તારી માટે વન્સ મોર, તંબુરો, બસ એક ચાન્સ, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, બે યાર, કેવી રીતે જઈશ, થી જશે જેવી ગુજરાતી ફિલ્મો અને ટુ સ્ટેટ્સ, ડી ડે જેવી બોલીવુડની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

  10/16
 • કિશોર કાકાને તો ઓળખતા જ હશો, યુ ટ્યુબ પર જોયા પણ હશે. આ કિશોર કાકા એટલે સ્મિત પંડ્યા. સ્મિત પણ કોમેડી રોલ્સમાં દમદાર એક્ટિંગ કરે છે. 

  કિશોર કાકાને તો ઓળખતા જ હશો, યુ ટ્યુબ પર જોયા પણ હશે. આ કિશોર કાકા એટલે સ્મિત પંડ્યા. સ્મિત પણ કોમેડી રોલ્સમાં દમદાર એક્ટિંગ કરે છે. 

  11/16
 • સ્મિત પંડ્યા  અત્યાર સુધી વિટામિન શી, શોર્ટ સર્કિટ, બે યાર, ફેમિલી સર્કસ, જેવી ફિલ્મોમાં હસાવી ચૂક્યા છે. 

  સ્મિત પંડ્યા  અત્યાર સુધી વિટામિન શી, શોર્ટ સર્કિટ, બે યાર, ફેમિલી સર્કસ, જેવી ફિલ્મોમાં હસાવી ચૂક્યા છે. 

  12/16
 • એવું નથી કે ફક્ત અર્બન ગુજરાતી ફિલ્મોમાં જ કોમેડિયન્સ હસાવે છે. જૂની ગુજરાતી ફિલ્મોમાં પણ કોમેડી હતી જ . અને તેમાં ચાર ચાંદ લગાવતા હતા અસરાની. 

  એવું નથી કે ફક્ત અર્બન ગુજરાતી ફિલ્મોમાં જ કોમેડિયન્સ હસાવે છે. જૂની ગુજરાતી ફિલ્મોમાં પણ કોમેડી હતી જ . અને તેમાં ચાર ચાંદ લગાવતા હતા અસરાની. 

  13/16
 • હું અમદાવાદનો રિક્ષાવાળો આ ખૂબ જ જાણીતા ગીતમાં રિક્ષા ચાલક તરીકે અસરાની છે. અસરાની સંખ્યાબંઘ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જો કે તેમની ફિલ્મ મા બાપ સૌથી વધુ જાણીતી છે. 

  હું અમદાવાદનો રિક્ષાવાળો આ ખૂબ જ જાણીતા ગીતમાં રિક્ષા ચાલક તરીકે અસરાની છે. અસરાની સંખ્યાબંઘ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જો કે તેમની ફિલ્મ મા બાપ સૌથી વધુ જાણીતી છે. 

  14/16
 • ઓ હો હો હો.. ગુજરાતી ફિલ્મોમાં કોમેડીની વાત હોય અને રમેશ મહેતાના નામ વગર તો પૂરી થાય જ નહીં ને. 

  ઓ હો હો હો.. ગુજરાતી ફિલ્મોમાં કોમેડીની વાત હોય અને રમેશ મહેતાના નામ વગર તો પૂરી થાય જ નહીં ને. 

  15/16
 • રમેશ મહેતાની ડાયલોગ ડિલીવરી સાંભળીને તેમની એન્ટ્રી જ જોઈને લોકો પેટ પકડીને હસતા હતા. 

  રમેશ મહેતાની ડાયલોગ ડિલીવરી સાંભળીને તેમની એન્ટ્રી જ જોઈને લોકો પેટ પકડીને હસતા હતા. 

  16/16
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મોને દર્શકો મળી રહ્યા છે, નવી ફિલ્મો બની રહી છે. જો કે મોટા ભાગની ફિલ્મો કોમેડી હોય છે. ત્યારે મળીએ એવા ગુજરાતીઓને જે આ ફિલ્મોમાં આપણને ખડખડાટ હસાવે છે. (Image Courtesy: Facebook, Youtube)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK