રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પ્રેમ વ્યક્ત કરવામાં વ્યસ્ત હતા. આ ફોટો શેર કરી રણવીરે લખ્યું કે તે આસપાસ હોય છે ત્યારે એન્ડ્રોફાઇન રશ ડબલ થઇ જાય છે. કેવા કોઝી થઇ રહ્યા છે આ લોકો.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનું સ્ટાર કપલ પોતે ક્યાં છે અને શું કરી રહ્યા છે તેની અપડેટ્સ આપતા રહે છે. જુઓ એ શાંતિથી ઉંઘી રહી છે નિકનાં ખોળામાં માથું મૂકીને અને બાજુમાં તેનો પૅડ ડૉગ જીનો પણ આરામ ફરમાવે છે. આ તસવીર તેણે શૅર કરી હતી.
અનુષ્કા અને વિરાટનાં હેરકટ વીડિયો તમે જોયો હશે, તેમણે આવી પોસ્ટ કરીને બતાવ્યું કે તેઓ કેવી ધમાલ મસ્તી કરીને સમય પસાર કર્યો છે.
ફરહાન અને શિવાની દાંડેકરની આ તસવીર બતાડે છે તેમણે પણ લૉકડાઉનમાં કેવી રીતે એકબીજાનો સાથ માણ્યો.
અક્ષય કુમારે કોરોના વાઇરસ સામેની લડત માટે વડાપ્રધાનના ભંડોળમાં ૨૫ કરોડ રૂપિયા આપ્યા અને તેની પત્નીને તેનું આ જેશ્ચર બહુ જ ગર્વિલું લાગ્યું. લૉકડાઉનનાં શરૂઆતી દિવસોમાં આમ કરી રહ્યા હતા તેઓ એકબીજા સાથે સમય પસાર.
બિપાશા અને કરણસિંહ ગ્રોવરનો મંકી લવ લૉકડાઉન દરમિયાન વધારે લવી-ડવી બન્યો.
રીચા ચઢ્ઢા અને અલી ફઝલનાં લગ્ન તો પાછા ઠેલાઇ ગયા છે પણ તેઓ એકબીજા સાથે વર્ચુઅલી કનેક્ટેડ છે.
મેઇડ ઇન ઇન્ડિયા મિલિંદ સોમણ અને અંકિતાનું કપલ આમે ય ચર્ચામાં હોય છે, અંકિતાએ શેર કર્યો હતો આ થ્રોબૅક ફોટોગ્રાફ.
ઇન્સ્ટા પર એક્ટિવ થયેલી કરીના કપૂરે પણ થ્રોબૅક ફોટોગ્રાફ શેર કર્યો હતો અને પોતે સૈફ સાથે ઇટાલીમાં જે સમય ગાળ્યો હતો તેની યાદ તાજી કરી હતી.
શિલ્પા શેટ્ટી પોતે ફિટનેસ એક્સપર્ટ છે અને પતિ રાજ પાસે પણ દોરડાં કૂદાવ્યા હતા.
અમૃતા અરોરાએ પોતાના પતિ શકીલ લદાક સાથેની આ જૂની તસવીર શેર કરી હતી અને પતિને બર્થ ડે વિશ કર્યું હતું. તેમણે આ વર્ષે તો ઘરમાં જ ઉજવણી કરી.
અનિતા હંસનંદાની અને રોહિત રેડ્ડીએ ક્વોરેન્ટાઇન પિરીયડની મોજ આ રીતે માણી હતી અને સાથે હતું તેમનું મસ્ત મજાનું બિગલ ડૉગ પણ.
ગુરમિત ચૌધરી અને દેબોલીના બેનર્જીએ જીમ અને ડાન્સ ક્લાસનો ઉપાય ઘરે શોધ્યો અને ઘરે જ એક્સર્સાઇઝનાં વિકલ્પ સમો ડાન્સ કરી લીધો હતો.
દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા પણ નિયમિત રીતે પોતાના ફોટોગ્રાફ્સ શેર કરી લૉકડાઉનમાં પોતાનો સમય કેવી રીતે પસાર કર્યો છે તેની જાણ ફેન્સને કરી.
દીપિકા કક્કરે પતિ શોહેબ ઇબ્રાહિમ સાથે આ રીતે મસ્તી કરીને સમય પસાર કર્યો.
લૉકડાઉનમાં ઘરમાં જ રહો મસ્ત, એ જ કહે છે સૈફ અને ટેણિયા તૈમુરનો આ ફોટોગ્રાફ જે કરીના કપૂરે શેર કર્યો હતો. ગુડી પાડવાનો દિવસ હતો અને તેણે સાથે તમામને શુભેચ્છા આપવા સાથે તમામને ઘરે રહેવા અનુરોધ કર્યો હતો.
શિલ્પા શેટ્ટીએ દીકરા વિવાન સાથે બેકિંગ કરીને સમય પસાર કર્યો અને તેની તસવીર પણ શૅર કરી. સમય વધારે મળ્યો હોવાથી તેમણે વધારે ક્રિએટીવ ચીજો પણ કરી.
કરિશ્મા કપૂરનાં બાળકો તો મોટાં થઇ ગયા છે એટલે તેણે શાંતિથી વાંચવામાં સમય પસાર કર્યો અને તેણે આ સમયને સંપૂર્ણ રીતે માણ્યો.
યોગનાં ટ્યુટોરિયલ્સ, ફ્રેન્ડ્ઝને ફોન કૉલ્સ અને રસોઇની વચ્ચે મલાઇકા હૈયે ટાઢક વળે તેવા સંદેશા સાથે વીડિયોઝ પણ શેર કરે છે અને તમામને સલામત રહેવા અપિલ કરે છે.
લીસા હેઇડને શેર કરી હતી આ તસવીર. તેણે હમણાં જ નાનકડા દીકરાને જન્મ આપ્યો છે અને ત્યાર બાદ 8 અઠવાડિયા પછી તે બહાર નીકળી હતી અને હોંગકોંગમાં બધું ફરી નોર્મલ થઇ રહ્યું છે તેમ તેણે જણાવ્યું હતું.
મીરા રાજપૂતે પોતાની આ તસવીર શેર કરીને રમૂજ કરી હતી કે ના, પોતે છીંક નથી ખાઇ રહી.
એમી જેક્સન બિઝી છે તેના નાનકા એન્ડ્રિએસ સાથે આ મજાની તસવીર શેર કરી હતી.
હિતેન તેજવાનીએ લંબાવ્યું છે અને ફરમાવી રહ્યો છે આરામ.
આમના શરીફ રમી રહી છે પોતાની ગમતી રમત, ચેસનાં કાવાદાવા તેને બિઝી રાખી રહ્યા છે લૉકડાઉનમાં.
દલજીત કૌર ઘરે કરી રહી છે વેઇટ ટ્રેઇનિંગ અને એ પણ ઇંટોની મદદથી.
શરગુન મહેતા કોઇને ખતમ કરવા નથી બેઠી પણ આ ચપ્પુની ધારથી અને આંખોના વારથી લૉકડાઉનનો ભંગ કરનારાઓને વઢી રહી છે, ઇચ્છે છે કે લોકો સમજે અને બહાર જવાની ભૂલો ન કરે.
સુરભી ચંદ્રા તેની મમ્મી સાથે સમય પસાર કરી રહી છે, મોટે ભાગે બધાનાં લાંબા કલાકો શૂટિંગમાં જ જતા હોય છે ત્યારે આવો સમય તો બહુ જરૂરી બની જાય છે. લૉકડાઉનમાં તે ગુંથી રહી છે કિંમતી ક્ષણો.
ક્રિસ્ટલ ડિસોઝાની આ તસવીર બતાડે છે કે કેટલા ગહન વિચારમાં છે, બની શકે કે લૉકડાઉનમાં તે પોતાના દ્રષ્ટિકોણને વધુ ઉંડો બનાવશે.
માહી વિજે પોતાના પતિ અને નાનકડા બાળક સાથેની આ તસવીર શેર કરી જણાવ્યું હતું કે આ છે પરિવાર સાથે કિંમતી ક્ષણો માણવાનો સમય.
સંજીદા શેખ પોતાના વ્હાલા ટચૂકડા પૅટ ડૉગ સાથે સમય પસાર કરી રહી છે.
જસ્મીન ભસીન બિઝી છે ટીવી જોવામાં, કારણકે સમય પસાર કરવા જરૂરી છે એન્ટરટેઇનમેન્ટ.
પાર્થ સમથાન તેની વહાલી મમ્મી પાસે લાડ લડાવી રહ્યો છે, કસૌટી ઝિંદગી કીનો અનુરાગ પ્રેરણાથી દૂર જીવનની ખરી પ્રેરણાની નજીક છે.
એરિકા ફર્નાન્ડિસે પોતાના શૂટનો એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો.
ત્રિણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાંએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું કે કઇ રીતે બનાવી રહી છે રસોઇ. અને નુસરતે બિરયાની તૈયાર કર્યા પછી તેની સોડમ લઇ બધું બરાબર બન્યું છે કે કેમ તે ચેક કર્યું હતું.
રાજકીય વ્યુઝની સાથે સાથે રસોડામાં પણ વ્યુ મજાનો રહે તેની તકેદારી રાખી નુસરત જહાંએ.
નુસરતની ખાસ મિત્ર મિમિ ચક્રબોર્તીએ પોતાનો લૉકડાઉનનો સમય પોતાના વ્હાલા પૅટ્સ ચિકૂ અને મેક્સ સાથે ગાળ્યો હતો.
જુઓ મેક્સ સાથે મીમીની આ સેલ્ફી.
જો કે તેઓ વાંચવામાં પણ પસાર કરી રહ્યા છે. એનસીપીનાં ૭૯ વર્ષનાં શરદ પવાર પુસ્તકને માણસનાં શ્રેષ્ઠ મિત્ર માને છે.શરદ પવાર જેવા મુત્સદ્દી રાજકારણી સફળ હોય તેની પાછળ હોય શાર્પનેસ અને ચેસ જ તો એક એવી રમત છે જે આ વિચારોની ધાર કાઢી શકે. જુઓ તેઓ રમી રહ્યા છે પરિવાર સાથે શતરંજ.
જો કે તેઓ વાંચવામાં પણ પસાર કરી રહ્યા છે. એનસીપીનાં ૭૯ વર્ષનાં શરદ પવાર પુસ્તકને માણસનાં શ્રેષ્ઠ મિત્ર માને છે.
આસામી મોડલ જ્યોતિશમિતા બહુઆએ ક્વોરેટાઇન ટાઇમની આ કેન્ડિડ તસવીર શેર કરી હતી.
ડિઝાઇનર મસાબા ગુપ્તાએ પોતાનાં મહિલા કર્મચારીઓ સાથે મળીને આ તસવીર રચી અને તમામને ધીરજ બંધાવતો સંદેશ આપ્યો.
માસ્ટર શેફ ઇન્ડિયા સિઝન 6ની ટોપ ફાઇનાલિસ્ટમાંની એક નતાશા ગાંધી ક્વોરેન્ટિનમાં માણી રહી છે ગરમાગરમ કૉફીનો સાથ.
મુંબઇની મોડલ ઉર્વી શેટ્ટીએ પોતાની આ તસવીર શેર કરી અને મોડલિંગની શરૂઆતનાં દિવસો યાદ કર્યા હતા અને ફેન્સને પુછ્યું હતું કે તેઓ કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે.
કિમ શર્માએ મુંબઇની બૅલી ડાન્સર સંજના મુથરેજા પાસેથી વીડિયો કૉલ પર લીધા બૅલી ડાન્સિંગના ક્લાસિઝ.
કોંગ્રેસના નેતા મિલિંદ દેવરાએ પોતાના ઘરે બંધાયેલી ગુડીનો ફોટો ગુડી પાડવાને દિવસે શેર કરી ને તમામને શુભેચ્છા આપી હતી.
માસ્ટર શૅફ ઇન્ડિયા સિઝન 6ની ફાઇનલિસ્ટ આકાંક્ષા ખત્રીએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરીને બતાવ્યું કે લૉકડાઉનમાં બનાવી રહી છે પેનકેક્સ એ પણ ચૉકલેટ્સ સૉસ સાથે.
શૅફ આંકાક્ષાએ તેની વહાલી બિલ્લી સાથેની આ તસવીર શેર કરી હતી અને આ લાડ પ્યારથી ડોક્ટરોની દવાની જરૂર નથી રહેતી તેમ કેપ્શન લખ્યું હતું.
કૉલકત્તાની શૅફ ઓઇન્દ્રિલા બાલાએ પણ બૅકિંગ કર્યું હતું અને ફોકાશિયા બ્રેડ બનાવી તેની તસવીર શેર કરી હતી.
મોડલ અર્ચના અકિલ કુમારે તેના ફેન્સની સાથે પોતાનો વર્ક આઉટ વીડિયો શેર કર્યો હતો.
કુમાર મંગલમ બિરલાની દીકરી અનન્યાએ મોજીલો વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાના વાળ કટ કરી રહી હતી કારણકે સલુન બંધ હોવાથી ટ્રિમિંગ ઘરે જ કરવું પડ્યું.
આર્ટિસ્ટ બહાર ધવન રોહતગીએ પોતાના પતિ નિખિલ રોહતગી સાથેની આ તસવીર શેર કરી હતી અને આ સમય એકબીજા સાથે વધુ સમય ગાળવાનો છે તે પ્રકારની કોમેન્ટ કરી હતી.
બૉલીવૂડ સેલિબ્રિટીઝ હોય કે ટેલિવૂડ સેલિબ્રિટીઝ કે પછી રાજકારણનાં મોટા માથા, બધાં લૉકડાઉન દરમિયાન ઘરમાં બંધ હતા. લાઇમ લાઇટ અને સમાચારોમાં ઝળકવાનાં દિવસો જ્યારે લૉક થઇ ગયા હતા ત્યારે બધાં પાસે કનેક્શનનો એક જ રસ્તો હતો અને એ હતો સોશ્યલ મીડિયા. તમામ આગવી રીતે પોતાની ક્ષણો સોશ્યલ મીડિયા પર શેર કરતા હોય છે, જુઓ કોણે શું કર્યું...