જુઓ આ બૉલીવુડ સેલેબ્ઝે ડૉક્ટર્સ અને પોલીસ પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી...

Updated: Apr 04, 2020, 15:19 IST | Rachana Joshi
 • આજે આખા દેશમાં ડૉક્ટર્સ, હેલ્થ વર્કર્સ અને પૅરામેડિક્સના સમર્પણની પ્રશંસા કરવામાં આવે છે એવામાં ઇન્દોરમાં ડૉક્ટરો પર કરવામાં આવેલો હુમલો ખરેખર નિંદનીય છે. લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોની સારવાર કરે છે, તેમના પર કેવી રીતે હુમલો કરી શકાય? દુખદ અને શરમજનક છે. - હેમા માલિની

  આજે આખા દેશમાં ડૉક્ટર્સ, હેલ્થ વર્કર્સ અને પૅરામેડિક્સના સમર્પણની પ્રશંસા કરવામાં આવે છે એવામાં ઇન્દોરમાં ડૉક્ટરો પર કરવામાં આવેલો હુમલો ખરેખર નિંદનીય છે. લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોની સારવાર કરે છે, તેમના પર કેવી રીતે હુમલો કરી શકાય? દુખદ અને શરમજનક છે.

  - હેમા માલિની

  1/9
 • ‘કૂલી’ ફિલ્મનું મારું આ ગીત ડૉક્ટર્સ, પોલીસ અને નર્સિસને સમર્પિત છે. ‘સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈં.’ - અમિતાભ બચ્ચન

  ‘કૂલી’ ફિલ્મનું મારું આ ગીત ડૉક્ટર્સ, પોલીસ અને નર્સિસને સમર્પિત છે. ‘સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈં.’

  - અમિતાભ બચ્ચન

  2/9
 • ડૉક્ટર તૃપ્તિ આનંદ અને ડૉક્ટર રઝિયા ખરા રોલ મૉડલ્સ છે. તેમના પર પથ્થરબાજી કરનારા લોકોનું વર્તન શરમજનક અને નિંદનીય છે. - શબાના આઝમી

  ડૉક્ટર તૃપ્તિ આનંદ અને ડૉક્ટર રઝિયા ખરા રોલ મૉડલ્સ છે. તેમના પર પથ્થરબાજી કરનારા લોકોનું વર્તન શરમજનક અને નિંદનીય છે.

  - શબાના આઝમી

  3/9
 • ઇન્દોરમાં ડૉક્ટર્સ પર કરવામાં આવેલી પથ્થરબાજીની ઘટનાની હું સખતાઈથી નિંદા કરું છું. આશા રાખું છું કે ઇન્દોર પોલીસ દોષીઓ માટે નરમ વલણ ન દેખાડે. સાથે જ હું લોકોને વિનંતી કરું છું કે તેઓ ડૉક્ટર્સ, પોલીસ અને પ્રશાસનને સાથ-સહકાર આપે. આખા દેશે સાથે મળીને કોરોનાને માત આપવી જોઈએ. - જાવેદ અખ્તર

  ઇન્દોરમાં ડૉક્ટર્સ પર કરવામાં આવેલી પથ્થરબાજીની ઘટનાની હું સખતાઈથી નિંદા કરું છું. આશા રાખું છું કે ઇન્દોર પોલીસ દોષીઓ માટે નરમ વલણ ન દેખાડે. સાથે જ હું લોકોને વિનંતી કરું છું કે તેઓ ડૉક્ટર્સ, પોલીસ અને પ્રશાસનને સાથ-સહકાર આપે. આખા દેશે સાથે મળીને કોરોનાને માત આપવી જોઈએ.

  - જાવેદ અખ્તર

  4/9
 • શું ખરેખર આવું થયું છે? આપણે આપણા હેલ્થ વર્કર્સનો દરરોજ આભાર માનવો જોઈએ. તેમના કલ્યાણ માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. તેઓ આ બીમારીને માત આપવા માટે પોતાની જિંદગી દાવ પર લગાવી રહ્યા છે. એવામાં આ નિર્દયી લોકો એનો બદલો આવી રીતે આપી રહ્યા છે. - રવીના ટંડન

  શું ખરેખર આવું થયું છે? આપણે આપણા હેલ્થ વર્કર્સનો દરરોજ આભાર માનવો જોઈએ. તેમના કલ્યાણ માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. તેઓ આ બીમારીને માત આપવા માટે પોતાની જિંદગી દાવ પર લગાવી રહ્યા છે. એવામાં આ નિર્દયી લોકો એનો બદલો આવી રીતે આપી રહ્યા છે.

  - રવીના ટંડન

  5/9
 • જરા વિચારો કે જે ડૉક્ટર્સ સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે તેઓ આપણી સારવાર કરવાની ના પાડી દે તો શું થાય?  - પરેશ રાવલ

  જરા વિચારો કે જે ડૉક્ટર્સ સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે તેઓ આપણી સારવાર કરવાની ના પાડી દે તો શું થાય?

   - પરેશ રાવલ

  6/9
 • આપણા મેડિકલ પ્રોફેશનલ્સ ફીલ્ડ પર પોતાનો જીવ જોખમમાં મૂકીને આપણી રક્ષા માટે કામ કરે છે. આપણે એક સમાજ તરીકે સાથે આવી શકીએ છીએ અને તેમને આ લડતનો સામનો કરવા માટે સામર્થ્ય તો પૂરું પાડી શકીએ છીએ. - શિલ્પા શેટ્ટી કુન્દ્રા

  આપણા મેડિકલ પ્રોફેશનલ્સ ફીલ્ડ પર પોતાનો જીવ જોખમમાં મૂકીને આપણી રક્ષા માટે કામ કરે છે. આપણે એક સમાજ તરીકે સાથે આવી શકીએ છીએ અને તેમને આ લડતનો સામનો કરવા માટે સામર્થ્ય તો પૂરું પાડી શકીએ છીએ.

  - શિલ્પા શેટ્ટી કુન્દ્રા

  7/9
 • તમામ ભાઈઓ અને બહેનોને સામાજિક સ્તરે અને શ્રદ્ધા સાથે અપીલ કરું છું. મહેરબાની કરીને હિંસા, પથ્થરબાજી જેવી ઘટનાઓમાં સામેલ ન થાઓ. ડૉક્ટર્સ, નર્સિસ, મેડિક્સ, પોલીસ વગેરે પોતાનો જીવ જોખમમાં મૂકીને તમારી રક્ષા કરે છે. કોરોના વાઇરસના જંગમાં આપણે જીતવાનું છે. પ્લીઝ. જય હિન્દ. - રિશી કપૂર

  તમામ ભાઈઓ અને બહેનોને સામાજિક સ્તરે અને શ્રદ્ધા સાથે અપીલ કરું છું. મહેરબાની કરીને હિંસા, પથ્થરબાજી જેવી ઘટનાઓમાં સામેલ ન થાઓ. ડૉક્ટર્સ, નર્સિસ, મેડિક્સ, પોલીસ વગેરે પોતાનો જીવ જોખમમાં મૂકીને તમારી રક્ષા કરે છે. કોરોના વાઇરસના જંગમાં આપણે જીતવાનું છે. પ્લીઝ. જય હિન્દ.

  - રિશી કપૂર

  8/9
 • આ જોઈને ખૂબ દુઃખ થયું કે જ્યારે લાખો લોકો ઘરની અંદર રહે છે જેથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય તો બીજી તરફ આ લૉકડાઉનમાં લોકો ભૂખ્યા છે. તો એવા કેટલાક લોકો પણ છે જે આ ક્વૉરન્ટીનને તોડી રહ્યા છે અને પોલીસો તથા ડૉક્ટર્સ પર પથ્થર ફેંકી રહ્યા છે. તેઓ તો પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ વગર કામ કરી રહ્યા છે. ઇન્ડિયાને શું થઈ રહ્યું છે?    - પ્રીતિ ઝિન્ટા

  આ જોઈને ખૂબ દુઃખ થયું કે જ્યારે લાખો લોકો ઘરની અંદર રહે છે જેથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય તો બીજી તરફ આ લૉકડાઉનમાં લોકો ભૂખ્યા છે. તો એવા કેટલાક લોકો પણ છે જે આ ક્વૉરન્ટીનને તોડી રહ્યા છે અને પોલીસો તથા ડૉક્ટર્સ પર પથ્થર ફેંકી રહ્યા છે. તેઓ તો પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ વગર કામ કરી રહ્યા છે. ઇન્ડિયાને શું થઈ રહ્યું છે?   

  - પ્રીતિ ઝિન્ટા

  9/9
 • loading...

ફોટોઝ વિશે

દેશનાં વિવિધ શહેરોમાં ડૉક્ટરો અને પોલીસો પર લોકો હુમલાઓ અને પથ્થરબાજી કરી રહ્યા છે. એને લઈને બૉલીવુડે આવા લોકોની સખત શબ્દોમાં ટીકા કરી છે. ઇન્દોર, હૈદરાબાદ અને અમદાવાદમાં આવી ઘટનાઓ ખાસ્સી ઉગ્ર રૂપ લઈ રહી છે. કેટલાક ડૉક્ટરની ટીમ ઇન્દોરના એક વિસ્તારમાં કોરોના સંક્રમિત લોકોની તપાસ માટે ગઈ હતી. એ દરમ્યાન તેમના પર લોકોએ હુમલો શરૂ કરી દીધો હતો. એ ઘટનામાં બે મહિલા ડૉક્ટર તૃપ્તિ આનંદ અને ડૉક્ટર રઝિયા ઘાયલ થઈ હતી. આ ઘટના સંદર્ભે બૉલીવુડ સેલિબ્રિટીઝે સોશ્યલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવ્યો હતો.

(તસવીરો: સેલેબ્ઝના સોશ્યલ મિડિયા અકાઉન્ટ, મિડડે આર્કાઈવ્સ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK