૨૧ દિવસના લૉકડાઉનને બૉલિવુડના કયા સૅલેબ્ઝે કર્યો સર્પોટ, જુઓ તસવીરોમાં....

Updated: Mar 26, 2020, 17:21 IST | Rachana Joshi
 • હાથ જોડતે હૈં વિનમ્રતા સે આજ હમ, સુનેં આદેશ પ્રધાન કા સદા તુમ ઔર હમ, યે બંદિશે જો લગી હૈ, જીવદાયી બનેગી, ૨૧ દિનોં કા સંકલ્પ નિશ્ચ‌િત કોરોના દફનાએગી... - અમિતાભ બચ્ચન

  હાથ જોડતે હૈં વિનમ્રતા સે આજ હમ,

  સુનેં આદેશ પ્રધાન કા સદા તુમ ઔર હમ,

  યે બંદિશે જો લગી હૈ, જીવદાયી બનેગી,

  ૨૧ દિનોં કા સંકલ્પ નિશ્ચ‌િત કોરોના દફનાએગી...

  - અમિતાભ બચ્ચન

  1/15
 • મોદીજીએ દેશના ૧.૩ બિલ્યન લોકો પર સંપૂર્ણ લૉકડાઉનનો આદેશ કર્યો છે. આ નિર્ણય પૂરા વિશ્વ માટે અદ્ભુત છે. આશા રાખીએ છીએ કે આ નિર્ણય દ્વારા વાઇરસનો આપણે ખાતમો કરી શકીએ. આપણે તેમના આદેશનું પાલન કરીને ગર્વ લેવો જોઈએ. ઘરમાં રહેવુ જોઈએ. એનાથી અનેક લોકોને આપણે બચાવી શકીએ છીએ. - હેમા માલિની

  મોદીજીએ દેશના ૧.૩ બિલ્યન લોકો પર સંપૂર્ણ લૉકડાઉનનો આદેશ કર્યો છે. આ નિર્ણય પૂરા વિશ્વ માટે અદ્ભુત છે. આશા રાખીએ છીએ કે આ નિર્ણય દ્વારા વાઇરસનો આપણે ખાતમો કરી શકીએ. આપણે તેમના આદેશનું પાલન કરીને ગર્વ લેવો જોઈએ. ઘરમાં રહેવુ જોઈએ. એનાથી અનેક લોકોને આપણે બચાવી શકીએ છીએ.

  - હેમા માલિની

  2/15
 • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી સ્પીચને આપણે પૂરી રીતે ગંભીરતાથી લેવી જોઈએ. સાથે જ એનું અનુકરણ કરવું જોઈએ. આપણે હાલમાં એક અદૃશ્ય દુશ્મન એવા કોરોના સાથે લડી રહ્યા છીએ. પૂરા દેશે સાથે આવીને આ દુશ્મનનો ખાતમો કરવાની જરૂર છે. - જાવેદ અખ્તર

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી સ્પીચને આપણે પૂરી રીતે ગંભીરતાથી લેવી જોઈએ. સાથે જ એનું અનુકરણ કરવું જોઈએ. આપણે હાલમાં એક અદૃશ્ય દુશ્મન એવા કોરોના સાથે લડી રહ્યા છીએ. પૂરા દેશે સાથે આવીને આ દુશ્મનનો ખાતમો કરવાની જરૂર છે.

  - જાવેદ અખ્તર

  3/15
 • એક અપીલ કરવા માગું છું. હું એ જ વાત કહેવા માગું છું જે આજના સમયમાં દરેક જવાબદાર વ્યક્તિ કહી રહી છે. નિયમોનું પાલન કરો. ઘરમાં રહો અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવી રાખો. - અનુપમ ખેર

  એક અપીલ કરવા માગું છું. હું એ જ વાત કહેવા માગું છું જે આજના સમયમાં દરેક જવાબદાર વ્યક્તિ કહી રહી છે. નિયમોનું પાલન કરો. ઘરમાં રહો અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવી રાખો.

  - અનુપમ ખેર

  4/15
 • વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની પહેલ ૨૧ દિવસના લૉકડાઉનનું પાલન કરવામાં આવે એ આપણા બધા માટે ખૂબ જરૂરી છે. ઘરમાં રહો અને આ વાઇરસને પ્રસરાવતાં અટકાવો. સાથે જ સુરક્ષાના નિયમોનું પાલન કરો. - અનુષ્કા શર્મા

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની પહેલ ૨૧ દિવસના લૉકડાઉનનું પાલન કરવામાં આવે એ આપણા બધા માટે ખૂબ જરૂરી છે. ઘરમાં રહો અને આ વાઇરસને પ્રસરાવતાં અટકાવો. સાથે જ સુરક્ષાના નિયમોનું પાલન કરો.

  - અનુષ્કા શર્મા

  5/15
 • તમારા પ્રિયજનોની સાથે ઘરમાં રહો. પ્રાર્થના કરો, મેડિટેશન કરો, ઉતાવળા ન થાઓ, બહાર ન નીકળો, તમારી અને અન્ય લોકોની રક્ષા કરો. મૂરખા ન બનતા, નિયમો તોડતા નહીં, એક વાત યાદ રાખો જાન હૈ તો જહાન હૈ. - શેખર સુમન

  તમારા પ્રિયજનોની સાથે ઘરમાં રહો. પ્રાર્થના કરો, મેડિટેશન કરો, ઉતાવળા ન થાઓ, બહાર ન નીકળો, તમારી અને અન્ય લોકોની રક્ષા કરો. મૂરખા ન બનતા, નિયમો તોડતા નહીં, એક વાત યાદ રાખો જાન હૈ તો જહાન હૈ.

  - શેખર સુમન

  6/15
 • ગુડ મૉર્નિંગ. હું આને પૂરો ટેકો આપું છું. ભગવાનની કૃપાથી બધું સારું જ થવાનું છે. આ જ્યારે ખતમ થશે દરેક વસ્તુ વેચાશે. દરેક રેસ્ટોરાંમાં બે કલાકનું વેઇટ‌િંગ જોવા મળશે. બાળકો સ્કૂલમાં જઈને ખુશ થશે. દરેકને પોતાનું કામ પસંદ પડશે. શૅર માર્કેટમાં ઉછાળ જોવા મળશે. દરેક ઘરમાં ટીપી હશે. આપણે બધા એકબીજાને ગળે ભેટીશું અને હાથ પણ મિલાવીશું. એ ખરેખર સારો દિવસ બનવાનો છે. ત્યાં સુધી દુનિયાવાળા ટકી રહો. - રિશી કપૂર

  ગુડ મૉર્નિંગ. હું આને પૂરો ટેકો આપું છું. ભગવાનની કૃપાથી બધું સારું જ થવાનું છે. આ જ્યારે ખતમ થશે દરેક વસ્તુ વેચાશે. દરેક રેસ્ટોરાંમાં બે કલાકનું વેઇટ‌િંગ જોવા મળશે. બાળકો સ્કૂલમાં જઈને ખુશ થશે. દરેકને પોતાનું કામ પસંદ પડશે. શૅર માર્કેટમાં ઉછાળ જોવા મળશે. દરેક ઘરમાં ટીપી હશે. આપણે બધા એકબીજાને ગળે ભેટીશું અને હાથ પણ મિલાવીશું. એ ખરેખર સારો દિવસ બનવાનો છે. ત્યાં સુધી દુનિયાવાળા ટકી રહો.

  - રિશી કપૂર

  7/15
 • મને ભારતના ગરીબ લોકોની ચિંતા છે અને તેમના માટે હું પ્રાર્થના કરું છું. આગામી ૩ અઠવાડિયાં સુધી રોજનું કમાતા લોકોએ ઘણું સહન કરવું પડશે. ગરીબી પણ એક બીમારી છે અને હાલના સમયમાં તો એ વધુ વકરી છે. આશા રાખીએ કે પોલીસ અને પ્રશાસન તેમની સાથે ઉદારતાથી વર્તે.  - ચેતન ભગત

  મને ભારતના ગરીબ લોકોની ચિંતા છે અને તેમના માટે હું પ્રાર્થના કરું છું. આગામી ૩ અઠવાડિયાં સુધી રોજનું કમાતા લોકોએ ઘણું સહન કરવું પડશે. ગરીબી પણ એક બીમારી છે અને હાલના સમયમાં તો એ વધુ વકરી છે. આશા રાખીએ કે પોલીસ અને પ્રશાસન તેમની સાથે ઉદારતાથી વર્તે. 

  - ચેતન ભગત

  8/15
 • મહેરબાની કરીને ઘરમાં, શાંત અને સલામત રહો. સાથે મળીને આપણે આને હરાવી શકીશું. - અનિલ કપૂર

  મહેરબાની કરીને ઘરમાં, શાંત અને સલામત રહો. સાથે મળીને આપણે આને હરાવી શકીશું.

  - અનિલ કપૂર

  9/15
 • વાઇરસને ફેલાતો અટકાવો. સરળ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ આપણી સૌની જવાબદારી છે. - હૃતિક રોશન

  વાઇરસને ફેલાતો અટકાવો. સરળ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ આપણી સૌની જવાબદારી છે.

  - હૃતિક રોશન

  10/15
 • આ ૨૧ દિવસનો સમય વર્તમાનમાં આપણા દેશ માટે ખૂબ જરૂરી છે. આપણી જાતનું અને આપણા લોકોનું આપણે જ ઘરે રહીને રક્ષણ કરવાનું છે. સલામત રહો. સાથે મળીને આપણે કોરોના વિરુદ્ધની લડાઈ જીતવાની છે. - કરણ જોહર

  આ ૨૧ દિવસનો સમય વર્તમાનમાં આપણા દેશ માટે ખૂબ જરૂરી છે. આપણી જાતનું અને આપણા લોકોનું આપણે જ ઘરે રહીને રક્ષણ કરવાનું છે. સલામત રહો. સાથે મળીને આપણે કોરોના વિરુદ્ધની લડાઈ જીતવાની છે.

  - કરણ જોહર

  11/15
 • સરકારે એ વાતની પૂરી ખાતરી લીધી છે કે તેઓ આપણા સૌની સલામતી અને જરૂરિયાત માટે યોગ્ય પગલાં લેશે. આપણે તેમને પૂરો સાથ આપવાની જરૂર છે. વસ્તુઓની ખરીદી માટે ઉતાવળા ન બનો અને સૌથી અગત્યની વાત એ કે ઘરમાં જ રહો. - માધુરી દીક્ષિત નેને

  સરકારે એ વાતની પૂરી ખાતરી લીધી છે કે તેઓ આપણા સૌની સલામતી અને જરૂરિયાત માટે યોગ્ય પગલાં લેશે. આપણે તેમને પૂરો સાથ આપવાની જરૂર છે. વસ્તુઓની ખરીદી માટે ઉતાવળા ન
  બનો અને સૌથી અગત્યની વાત એ કે ઘરમાં જ રહો.

  - માધુરી દીક્ષિત નેને

  12/15
 • જય હિન્દ. આપણે એકસાથે મળીને દેશમાંથી આ બીમારીને માત આપી શકીશું. - રિતેશ દેશમુખ

  જય હિન્દ. આપણે એકસાથે મળીને દેશમાંથી આ બીમારીને માત આપી શકીશું.

  - રિતેશ દેશમુખ

  13/15
 • નરેન્દ્ર મોદીજી તમારી વાત સાથે સહમત છું. દરેક વ્યક્તિ અને બિઝનેસના માલિકો તમને સપોર્ટ કરશે. કર્મચારીઓ અને ભાડા પર રહેતા લોકોને આ સ્થિતિમાં મદદ કરો. સાથે જ તેમને સત્વરે તાકાત પણ આપો. - વિશાલ દાદલાણી

  નરેન્દ્ર મોદીજી તમારી વાત સાથે સહમત છું. દરેક વ્યક્તિ અને બિઝનેસના માલિકો તમને સપોર્ટ કરશે. કર્મચારીઓ અને ભાડા પર રહેતા લોકોને આ સ્થિતિમાં મદદ કરો. સાથે જ તેમને સત્વરે તાકાત પણ આપો.

  - વિશાલ દાદલાણી

  14/15
 • નિર્માણ કરવાનું રહેશે. આપણે એક પ્રૉમિસ કરવાનું રહેશે કે આવું ફરીથી ન બને. - નિખિલ અડવાણી

  નિર્માણ કરવાનું રહેશે. આપણે એક પ્રૉમિસ કરવાનું રહેશે કે આવું ફરીથી ન બને.

  - નિખિલ અડવાણી

  15/15
 • loading...

ફોટોઝ વિશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસના આતંકને જડમૂળમાંથી ખતમ કરવા માટે દેશમાં ૨૧ દિવસનું સંપૂર્ણ રીતે લૉકડાઉન કરવાની જાહેરાત કરી છે. પીએમમોદીની આ પહેલને બૉલીવુડે સમર્થન આપ્યું છે. વડા પ્રધાન મોદીનો આ નિર્ણય લોકોના અને દેશહિતમાં હોવાનું સૌકોઈ કહી રહ્યા છે. તો જાણીએ બૉલિવુડના કયા સૅલેબ્ઝે શું કહ્યું...

(તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK