Lockdown: ગુજરાતી સેલેબ્ઝ આ રીતે પસાર કરે છે સમય...

Updated: Apr 03, 2020, 11:40 IST | Rachana Joshi
 • PS4 માં ક્રિકેટ રમું છું: ધ્વનિ ગૌતમ 'રોમાન્સ કૉમ્પલિકેટેડ' અને 'તૂ તો ગયો' જેવી ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર કરનાર ડાયરેક્ટર ધ્વનિ ગૌતમ લૉકડાઉનને લીધે મળેલા આ ફ્રી ટાઈમનો ભરપુર ઉપયોગ કરે છે. ગૌતમે કહ્યું હતું કે, મને વિડિયો ગેમ્સ રમવાનો બહુ શોખ છે. પણ મને કામમાંથી ક્યારેય એટલો ફ્રી સમય જ નથી મળતો કે હું ગેમ્સ રમી શકું. પણ આ લૉકડાઉન શરૂ થયું છે ત્યારથી હું લગભગ દરરોજ બે-ત્રણ કલાક PS4 માં મારી મનપસંદ ગેમ ક્રિકેટ રમું છું, એ પણ કોઈપણ જાતના ટેન્શન વગર એકદમ રિલેક્સ થઈને. સાથે સાથે જ હું મારી આગમી હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટ પર પણ કામ કરી રહ્યો છું. અત્યારે હું મારા કામ માટે પણ કોઈ મિત્રોને મળી શકતો નથી એટલે વિડિયો કૉલ પર જ બધી ડિસકશન કરી લઈએ છીએ. એટલે જ્યારથી કામ શરૂ થાય ત્યારે અમને વધારે લોડ ન પડે. અને હા, આ લૉકડાઉનના સમયમાં મે એક નવી જ એક્ટિવિટી કરવાનું શરૂ કર્યુઁ છે અને એ છે જીમ. માર ઘરમાં જીમનો બધો જ સામાન છે પણ મે અત્યાર સુધી ક્યારે જીમ કર્યું જ નથી. પણ આ સમય દરમ્યાન મેં બધા જ સાધનો બહાર કાઢયા છે અને ટેરેસ પર આખુ જીમ સેટઅપ કર્યું છે. છેલ્લા ચાર દિવસથી કસરત કરવાનું શરૂ પણ કર્યું છે, જોઈએ હવે કેટલા દિવસ સુધી આ રૂટીન કેળવાય છે.

  PS4 માં ક્રિકેટ રમું છું: ધ્વનિ ગૌતમ

  'રોમાન્સ કૉમ્પલિકેટેડ' અને 'તૂ તો ગયો' જેવી ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર કરનાર ડાયરેક્ટર ધ્વનિ ગૌતમ લૉકડાઉનને લીધે મળેલા આ ફ્રી ટાઈમનો ભરપુર ઉપયોગ કરે છે. ગૌતમે કહ્યું હતું કે, મને વિડિયો ગેમ્સ રમવાનો બહુ શોખ છે. પણ મને કામમાંથી ક્યારેય એટલો ફ્રી સમય જ નથી મળતો કે હું ગેમ્સ રમી શકું. પણ આ લૉકડાઉન શરૂ થયું છે ત્યારથી હું લગભગ દરરોજ બે-ત્રણ કલાક PS4 માં મારી મનપસંદ ગેમ ક્રિકેટ રમું છું, એ પણ કોઈપણ જાતના ટેન્શન વગર એકદમ રિલેક્સ થઈને. સાથે સાથે જ હું મારી આગમી હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટ પર પણ કામ કરી રહ્યો છું. અત્યારે હું મારા કામ માટે પણ કોઈ મિત્રોને મળી શકતો નથી એટલે વિડિયો કૉલ પર જ બધી ડિસકશન કરી લઈએ છીએ. એટલે જ્યારથી કામ શરૂ થાય ત્યારે અમને વધારે લોડ ન પડે. અને હા, આ લૉકડાઉનના સમયમાં મે એક નવી જ એક્ટિવિટી કરવાનું શરૂ કર્યુઁ છે અને એ છે જીમ. માર ઘરમાં જીમનો બધો જ સામાન છે પણ મે અત્યાર સુધી ક્યારે જીમ કર્યું જ નથી. પણ આ સમય દરમ્યાન મેં બધા જ સાધનો બહાર કાઢયા છે અને ટેરેસ પર આખુ જીમ સેટઅપ કર્યું છે. છેલ્લા ચાર દિવસથી કસરત કરવાનું શરૂ પણ કર્યું છે, જોઈએ હવે કેટલા દિવસ સુધી આ રૂટીન કેળવાય છે.

  1/10
 • નવી નવી વાનગીઓ બનાવું છું: માનસી પારેખ ગોહિલ તાજેતરમાં ગુજરાતી પ્રેક્ષકોને સુપરહિટ ફિલ્મ 'ગોળકેરી' આપનરા અભિનેત્રી, ગાયિકા માનસી પારેખ ગોહિલ પરિવાર સાથે સૌથી શ્રેષ્ઠ સમય વિતાવી રહી છે. માનસીએ કહ્યું હતું કે, હું છેલ્લા ગણા સમયથી શુટિંગ અને પછી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી એટલે હું ઘરમાં ઓછો સમય આપી શકતી હતી. પરંતુ અત્યારે હું મારી દીકરી નિરવી અને પરિવાર સાથે બહુ જ સરસ ટાઈમ વિતાવી રહી છું. નિરવી સાથે રમવામાં અને એને નવી એક્ટિવિટિઝ શીખવાડવામાં મને બહુ મજા આવે છે. તે સિવાય હું મારા પરિવાર માટે કંઈક નવુ કુંકિગ પણ કરતી હોવું છું. રોજ સવારે જ્યુસ બનાવું છું. રાત્રે ક્યારેક સ્પેગેટિ, નુડલ્સ વગેરેની નવી નવી રેસિપિ ટ્રાય કરતી હોવ છું. હા પણ એ ખાસ ધ્યાન રાખું છું કે આ બધી જ રેસિપિ હેલ્ધી હોય. માનસી આ સમય દરમ્યાન અવાનરવારસોશ્યલ મિડિયા પર લાઈવ આવીને ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. 

  નવી નવી વાનગીઓ બનાવું છું: માનસી પારેખ ગોહિલ

  તાજેતરમાં ગુજરાતી પ્રેક્ષકોને સુપરહિટ ફિલ્મ 'ગોળકેરી' આપનરા અભિનેત્રી, ગાયિકા માનસી પારેખ ગોહિલ પરિવાર સાથે સૌથી શ્રેષ્ઠ સમય વિતાવી રહી છે. માનસીએ કહ્યું હતું કે, હું છેલ્લા ગણા સમયથી શુટિંગ અને પછી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી એટલે હું ઘરમાં ઓછો સમય આપી શકતી હતી. પરંતુ અત્યારે હું મારી દીકરી નિરવી અને પરિવાર સાથે બહુ જ સરસ ટાઈમ વિતાવી રહી છું. નિરવી સાથે રમવામાં અને એને નવી એક્ટિવિટિઝ શીખવાડવામાં મને બહુ મજા આવે છે. તે સિવાય હું મારા પરિવાર માટે કંઈક નવુ કુંકિગ પણ કરતી હોવું છું. રોજ સવારે જ્યુસ બનાવું છું. રાત્રે ક્યારેક સ્પેગેટિ, નુડલ્સ વગેરેની નવી નવી રેસિપિ ટ્રાય કરતી હોવ છું. હા પણ એ ખાસ ધ્યાન રાખું છું કે આ બધી જ રેસિપિ હેલ્ધી હોય. માનસી આ સમય દરમ્યાન અવાનરવારસોશ્યલ મિડિયા પર લાઈવ આવીને ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. 

  2/10
 • પુસ્તકો વાંચુ છું અને વાંચેલા પુસ્તકો ફરી વાંચુ છું: ચેતન ધનાની નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ 'રેવા' ફેમ ચેતન ધનાની કચ્છમાં એક ફિલ્મનું શુટિંગ કરી રહ્યાં હતા અને પછી જનતા કર્ફ્યુ હોવાથી કચ્છમાં પોતાના ગામ નખત્રાણા જ રોકાઈ ગયા. લૉકડાઉનની જાહેરાત થઈ એટલે હવે ત્યાં રોકાવા સિવાય તેમની પાસે બીજો કોઈ પર્યાય જ નહોતો. ચેતનનું કહેવું છે કે, સારું થયું કે હું વડોદરા પાછો ન જઈ શક્યો. એ બહાને મને મારા મમ્મી-પપ્પા સાથે સમય પસાર કરવાનો સમય મળ્યો. સામાન્ય રીતે તો કામમાં વ્યસ્ત હોવ એટલે મમ્મી-પપ્પા સાથે કચ્છમાં રહેવાનો સમય નથી મળતો. પણ હવે મળ્યો છે ત્યારે એમની સાથે બેસીને ખુબ બધી વાતો કરું છું. એવું લાગે કે જાણે બાળપણ પાછું આવી ગયું હોય. તેમજ મને મારા મનગમતા પુસ્તકો ફરી વાંચવાનો સમય મળ્યો છે. અત્યારે હું અશ્વિનિ ભટ્ટની 'આશકા માંડલ' અને ધ્રુવ ભટ્ટની 'તિમિરપંથી' વાંચી રહ્યો છું. આ બન્ને હું ફરી વાંચુ છું, કારણકે આ મારા પ્રિય પુસ્તકો છે. તે સિવાય દેશ-વિદેશમાં રહેતા મિત્રો જેઓની સાથે છેલ્લા ઘણા સમયથી વાત નથી થઈ તેમને વિડિયો કોલ કરીને તેમની સાથે મનભરીને વાતો કરું છું.

  પુસ્તકો વાંચુ છું અને વાંચેલા પુસ્તકો ફરી વાંચુ છું: ચેતન ધનાની

  નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ 'રેવા' ફેમ ચેતન ધનાની કચ્છમાં એક ફિલ્મનું શુટિંગ કરી રહ્યાં હતા અને પછી જનતા કર્ફ્યુ હોવાથી કચ્છમાં પોતાના ગામ નખત્રાણા જ રોકાઈ ગયા. લૉકડાઉનની જાહેરાત થઈ એટલે હવે ત્યાં રોકાવા સિવાય તેમની પાસે બીજો કોઈ પર્યાય જ નહોતો. ચેતનનું કહેવું છે કે, સારું થયું કે હું વડોદરા પાછો ન જઈ શક્યો. એ બહાને મને મારા મમ્મી-પપ્પા સાથે સમય પસાર કરવાનો સમય મળ્યો. સામાન્ય રીતે તો કામમાં વ્યસ્ત હોવ એટલે મમ્મી-પપ્પા સાથે કચ્છમાં રહેવાનો સમય નથી મળતો. પણ હવે મળ્યો છે ત્યારે એમની સાથે બેસીને ખુબ બધી વાતો કરું છું. એવું લાગે કે જાણે બાળપણ પાછું આવી ગયું હોય. તેમજ મને મારા મનગમતા પુસ્તકો ફરી વાંચવાનો સમય મળ્યો છે. અત્યારે હું અશ્વિનિ ભટ્ટની 'આશકા માંડલ' અને ધ્રુવ ભટ્ટની 'તિમિરપંથી' વાંચી રહ્યો છું. આ બન્ને હું ફરી વાંચુ છું, કારણકે આ મારા પ્રિય પુસ્તકો છે. તે સિવાય દેશ-વિદેશમાં રહેતા મિત્રો જેઓની સાથે છેલ્લા ઘણા સમયથી વાત નથી થઈ તેમને વિડિયો કોલ કરીને તેમની સાથે મનભરીને વાતો કરું છું.

  3/10
 • પત્ની અને પરિવાર સાથે સમય પસાર કરું છું: હિતેનકુમાર લૉકડાઉનના સમયમાં અત્યારે સુપરસ્ટાર હિતેનકુમાર પત્ની અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યાં છે. હિતનેકુમારે કહ્યું હતું કે, કામના લીધે મારે મોટેભાગે ઘરથી દૂર રહેવાનો વારો આવે છે. સામાન્ય રીતે પણ જ્યારે ઘરમાં રહેવાનો મોકો મળે ત્યારે હું ઘરમાં જ રહું છું. પહેલા બે દિવસ તો બહાર જ ન નીકળું. હું, મારો પરિવાર અને આરામ બસ. એટલે લૉકડાઉનનો આ સમય મારા માટે પરિવાર સાથે પસાર કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. હું મારી પત્ની સાથે મનભરીને વાતો કરી રહ્યો છું. આરામદાયક સમય વિતાવી રહ્યો છું. જો હું લોકોને કહેતો હોવ કે જીવનમાં ડિસિપ્લિન રાખવી જોઈએ તો પછી હું કે મારો પરિવાર સરકારના આદેશની અવગણના કઈ રીતે કરી શકીએ?

  પત્ની અને પરિવાર સાથે સમય પસાર કરું છું: હિતેનકુમાર

  લૉકડાઉનના સમયમાં અત્યારે સુપરસ્ટાર હિતેનકુમાર પત્ની અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યાં છે. હિતનેકુમારે કહ્યું હતું કે, કામના લીધે મારે મોટેભાગે ઘરથી દૂર રહેવાનો વારો આવે છે. સામાન્ય રીતે પણ જ્યારે ઘરમાં રહેવાનો મોકો મળે ત્યારે હું ઘરમાં જ રહું છું. પહેલા બે દિવસ તો બહાર જ ન નીકળું. હું, મારો પરિવાર અને આરામ બસ. એટલે લૉકડાઉનનો આ સમય મારા માટે પરિવાર સાથે પસાર કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. હું મારી પત્ની સાથે મનભરીને વાતો કરી રહ્યો છું. આરામદાયક સમય વિતાવી રહ્યો છું. જો હું લોકોને કહેતો હોવ કે જીવનમાં ડિસિપ્લિન રાખવી જોઈએ તો પછી હું કે મારો પરિવાર સરકારના આદેશની અવગણના કઈ રીતે કરી શકીએ?

  4/10
 • પહેલી વાર ઘરે બેસીને સ્ક્રિપ્ટ પુરી કરી રહ્યો છું: વિરલ શાહ ફિલ્મમેકર, લેખક અને ડાયરેક્ટર વિરલ શાહ લૉકડાઉનના સમયમાં ઘરનું કામ પણ જાતે કરે છે અને રસોઈ પણ બનાવે છે. તેઓ જુદા જુદા પ્રકારની સેન્ડવિચ બનાવીને સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરતા હોય છે. વિરલ શાહે કહ્યું હતું કે, આ સમય દરમ્યાન ખાવાનું બનાવવું, ખાવાનું, ઊંઘવાનું અને પુનરાવર્તન કરવાનું, બસ. હું ઘરના કામ પણ જાતે જ કરી રહ્યો છું ત્યારે મને અહેસાસ થયો કે હૉમમેકર બનવું જરાય સરળ નથી. આ લૉકડાઉને જો મને કૌઈ સૌથી મોટી વાત શીખી હોય ને તો એ છે કે હું પોતાના ઘરે રહીને પણ સ્ક્રિપ્ટ લખતા શીખી ગયો. સામાન્ય રીતે હું ગોવા જઈને જ સ્ક્રિપ્ટ લખતો હોવ છું. મે બધી જ સ્ક્રિપ્ટ લગભગ ગોવા જઈને લખી છે. પહેલીવાર હું ઘરે બેસીને સ્ક્રિપ્ટ લખી રહ્યો છું આ પણ એક જુદો અનુભવ છે મારા જીવનનો.

  પહેલી વાર ઘરે બેસીને સ્ક્રિપ્ટ પુરી કરી રહ્યો છું: વિરલ શાહ

  ફિલ્મમેકર, લેખક અને ડાયરેક્ટર વિરલ શાહ લૉકડાઉનના સમયમાં ઘરનું કામ પણ જાતે કરે છે અને રસોઈ પણ બનાવે છે. તેઓ જુદા જુદા પ્રકારની સેન્ડવિચ બનાવીને સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરતા હોય છે. વિરલ શાહે કહ્યું હતું કે, આ સમય દરમ્યાન ખાવાનું બનાવવું, ખાવાનું, ઊંઘવાનું અને પુનરાવર્તન કરવાનું, બસ. હું ઘરના કામ પણ જાતે જ કરી રહ્યો છું ત્યારે મને અહેસાસ થયો કે હૉમમેકર બનવું જરાય સરળ નથી. આ લૉકડાઉને જો મને કૌઈ સૌથી મોટી વાત શીખી હોય ને તો એ છે કે હું પોતાના ઘરે રહીને પણ સ્ક્રિપ્ટ લખતા શીખી ગયો. સામાન્ય રીતે હું ગોવા જઈને જ સ્ક્રિપ્ટ લખતો હોવ છું. મે બધી જ સ્ક્રિપ્ટ લગભગ ગોવા જઈને લખી છે. પહેલીવાર હું ઘરે બેસીને સ્ક્રિપ્ટ લખી રહ્યો છું આ પણ એક જુદો અનુભવ છે મારા જીવનનો.

  5/10
 • નવા કમ્પોઝિશન્સ પર કામ કરી રહ્યો છું: અરવિંદ વેગડા 'ભાઈ ભાઈ' ફેમ અરવિંદ વેગડાએ તો ઘરમાં રહીને કેટલા કામ કરવામાં એનું આખું લિસ્ટ બનાવી રાખ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ સેલ્ફ ડિસિપ્લિનનો સમય છે. એટલે બધા એ ઘરમાં રહેવું જ જોઈએ. ઘરમાં રહેશું તો સુરક્ષિત રહીશું. હું અત્યારે ઘરમાં રહીને મારી ગમતી એક્ટિવિટિઝ કરું છું. ફિલ્મો જોવું છું, મ્યુઝિક સાંભળું છું, ગીતો ગાવ છું અને પરિવાર સાથે સમય પસાર કરું છું. સૌથી મહત્વનું નવા કમ્પોઝિશન્સ અને નવા નવા આઈડિયા પર કામ કરી રહ્યો છું. 

  નવા કમ્પોઝિશન્સ પર કામ કરી રહ્યો છું: અરવિંદ વેગડા

  'ભાઈ ભાઈ' ફેમ અરવિંદ વેગડાએ તો ઘરમાં રહીને કેટલા કામ કરવામાં એનું આખું લિસ્ટ બનાવી રાખ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ સેલ્ફ ડિસિપ્લિનનો સમય છે. એટલે બધા એ ઘરમાં રહેવું જ જોઈએ. ઘરમાં રહેશું તો સુરક્ષિત રહીશું. હું અત્યારે ઘરમાં રહીને મારી ગમતી એક્ટિવિટિઝ કરું છું. ફિલ્મો જોવું છું, મ્યુઝિક સાંભળું છું, ગીતો ગાવ છું અને પરિવાર સાથે સમય પસાર કરું છું. સૌથી મહત્વનું નવા કમ્પોઝિશન્સ અને નવા નવા આઈડિયા પર કામ કરી રહ્યો છું. 

  6/10
 • પરિવાર સાથે જુની રમતો રમું છું: પાર્થ ઓઝા અભિનેતા, ગાયક ડૉક્ટર પાર્થ ઓઝાએ તો લૉકડાઉનના દિવસોમાં શું કરવું તેનો આખો પ્લાન રેડી કર્યો છે. પાર્થે કહ્યું હતું કે, આ સમય સેલ્ફને એક્સપ્લોર કરવાનો અને પરિવાર સાથે સમય પસાર કરવાનો છે. આખા દિવસનું શેડયુલ ફિક્સ થઈ ગયું છે જાણે. બધા જ ઘરે હોય એટલે સમયસર જમવાનું પતી જાય અને ડાયટ પણ સચવાઈ છે. રિયાઝનું રૂટિન વધુ ઈન્ટેન્સ થઈ ગયું છે. તે સિવાય નવી હોબિઝ એક્પ્લોર કરી રહ્યો છું. જો આ દરમ્યાન કોઈ સૌથી સારી બાબત હોય તો તે છે કે પરિવાર સાથે સમય વિતાવવાનો ઉત્તમ સમય મળ્યો છે. હું મારા મમ્મી-પપ્પા, દાદી અને ફોઈ એમ આખો પરિવાર સાથે બેસીએ પત્તા, કેરમ, ડમ શે રાઝ જેવી રમતો રમીએ છીએ. ડૉક્ટર તરીકે હું એટલું જ કહીશ કે, ઘરે રહેવામાં જ અત્યારે આપણી હોશિયારી છે. ઘરે રહીને તમે વાંચન કરો, નવું જુઓ, આર્ટ એક્સપ્લોર કરો.

  પરિવાર સાથે જુની રમતો રમું છું: પાર્થ ઓઝા

  અભિનેતા, ગાયક ડૉક્ટર પાર્થ ઓઝાએ તો લૉકડાઉનના દિવસોમાં શું કરવું તેનો આખો પ્લાન રેડી કર્યો છે. પાર્થે કહ્યું હતું કે, આ સમય સેલ્ફને એક્સપ્લોર કરવાનો અને પરિવાર સાથે સમય પસાર કરવાનો છે. આખા દિવસનું શેડયુલ ફિક્સ થઈ ગયું છે જાણે. બધા જ ઘરે હોય એટલે સમયસર જમવાનું પતી જાય અને ડાયટ પણ સચવાઈ છે. રિયાઝનું રૂટિન વધુ ઈન્ટેન્સ થઈ ગયું છે. તે સિવાય નવી હોબિઝ એક્પ્લોર કરી રહ્યો છું. જો આ દરમ્યાન કોઈ સૌથી સારી બાબત હોય તો તે છે કે પરિવાર સાથે સમય વિતાવવાનો ઉત્તમ સમય મળ્યો છે. હું મારા મમ્મી-પપ્પા, દાદી અને ફોઈ એમ આખો પરિવાર સાથે બેસીએ પત્તા, કેરમ, ડમ શે રાઝ જેવી રમતો રમીએ છીએ. ડૉક્ટર તરીકે હું એટલું જ કહીશ કે, ઘરે રહેવામાં જ અત્યારે આપણી હોશિયારી છે. ઘરે રહીને તમે વાંચન કરો, નવું જુઓ, આર્ટ એક્સપ્લોર કરો.

  7/10
 • જૂના મૂવીઝ જોઈ રહી છું: મહેક ભટ્ટ 'સાવજ - એક પ્રેમગર્જના' ફૅમ મહેક ભટ્ટ અત્યારે હોમ ક્વોરેન્ટાઈન પીરિયડ એન્જોય કરી રહી છે. મહેક ભટ્ટ તેની જૂની ફેવરિટ ફિલ્મોને ફરી એકવાર પરિવાર સાથે મળીને જોઈ રહી છે અને લૉકડાઉનનો સમય પસાર કરી રહી છે. પણ સાથે સાથે તેની બહેનપણીઓ અને ટ્રીપ પણ મિસ કરી રહી છે. એટલે થ્રોબેક પિક્ચર તરીકે રોડ ટ્રીપના અને અન્ય ટ્રીપના ફોટો અવારનાવર સોશ્યલ મિડિયા પર શેર કરી રહી છે.

  જૂના મૂવીઝ જોઈ રહી છું: મહેક ભટ્ટ

  'સાવજ - એક પ્રેમગર્જના' ફૅમ મહેક ભટ્ટ અત્યારે હોમ ક્વોરેન્ટાઈન પીરિયડ એન્જોય કરી રહી છે. મહેક ભટ્ટ તેની જૂની ફેવરિટ ફિલ્મોને ફરી એકવાર પરિવાર સાથે મળીને જોઈ રહી છે અને લૉકડાઉનનો સમય પસાર કરી રહી છે. પણ સાથે સાથે તેની બહેનપણીઓ અને ટ્રીપ પણ મિસ કરી રહી છે. એટલે થ્રોબેક પિક્ચર તરીકે રોડ ટ્રીપના અને અન્ય ટ્રીપના ફોટો અવારનાવર સોશ્યલ મિડિયા પર શેર કરી રહી છે.

  8/10
 • ફિટનેસ પર ફોકસ કરી રહ્યો છું: પ્રતિક ગાંધી પ્રતિક ગાંધી પત્ની ભામિની અને દિકરી સાથે અત્યારે સમય પસાર કરી રહ્યો છે. ત્રણેય દરરોજ સાથે વર્કઆઉટ કરે છે અને ફિટનેસ મેઈન્ટેન કરે છે. પ્રતિકે કહ્યું હતું કે, હું અત્યારે મારા જીવનના સૌથી શ્રેષ્ઠ સમયમાંના એક સમયમાં છું. દેશ પર આફત આવી છે પણ જો આપણે બધા સમજદારી દેખાડીશું અને ઘરમાં રહીશું તો ચોક્કસ આ મહામારીના સંકટમાંથી બહાર આવી શકશું. કોરોનાનો સૌથી મોટો ફાયદો એક જ છે કે પરિવાર સાથે સમય પસાર કરવાનો સમય મળ્યો છે. ઘરની બહાર જવાનું નથી હોતું એટલે હેલ્થનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. હું દરરોજ મારી પત્ની અને દિકરી સાથે વર્કઆએટ કરું છુ. તે સિવાય બીજી બધી એક્ટિવિટી પણ કરીએ છીએ અને સરસ સમય પસાર કરીએ છીએ.

  ફિટનેસ પર ફોકસ કરી રહ્યો છું: પ્રતિક ગાંધી

  પ્રતિક ગાંધી પત્ની ભામિની અને દિકરી સાથે અત્યારે સમય પસાર કરી રહ્યો છે. ત્રણેય દરરોજ સાથે વર્કઆઉટ કરે છે અને ફિટનેસ મેઈન્ટેન કરે છે. પ્રતિકે કહ્યું હતું કે, હું અત્યારે મારા જીવનના સૌથી શ્રેષ્ઠ સમયમાંના એક સમયમાં છું. દેશ પર આફત આવી છે પણ જો આપણે બધા સમજદારી દેખાડીશું અને ઘરમાં રહીશું તો ચોક્કસ આ મહામારીના સંકટમાંથી બહાર આવી શકશું. કોરોનાનો સૌથી મોટો ફાયદો એક જ છે કે પરિવાર સાથે સમય પસાર કરવાનો સમય મળ્યો છે. ઘરની બહાર જવાનું નથી હોતું એટલે હેલ્થનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. હું દરરોજ મારી પત્ની અને દિકરી સાથે વર્કઆએટ કરું છુ. તે સિવાય બીજી બધી એક્ટિવિટી પણ કરીએ છીએ અને સરસ સમય પસાર કરીએ છીએ.

  9/10
 • આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ પુરી કરું છું: નૈતિક રાવલ '47', 'ધનસુખ ભવન', 'જે પણ કહીશ એ સાચુ જ કહીશ' જેવી ગુજરાતી ફિલ્મોના ડાયરેક્ટર નૈતિક રાવલ અત્યારે આગામી પ્રોજેક્ટના પ્લાનિંગમાં વ્યસ્ત છે. અત્યારે બધા જ શુટિંગ ભલે અટકી ગયા હોય પણ નવી સ્ક્રિપ્ટ પર તો કામ ચાલુ જ છે એમ નૈતિકે કહ્યું હતું. હું અત્યારે આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યો છું. હા, પરિવાર સાથે સમય પસાર કરવા મળે છે એ તો બોનસ પોઈન્ટ જ છે.

  આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ પુરી કરું છું: નૈતિક રાવલ

  '47', 'ધનસુખ ભવન', 'જે પણ કહીશ એ સાચુ જ કહીશ' જેવી ગુજરાતી ફિલ્મોના ડાયરેક્ટર નૈતિક રાવલ અત્યારે આગામી પ્રોજેક્ટના પ્લાનિંગમાં વ્યસ્ત છે. અત્યારે બધા જ શુટિંગ ભલે અટકી ગયા હોય પણ નવી સ્ક્રિપ્ટ પર તો કામ ચાલુ જ છે એમ નૈતિકે કહ્યું હતું. હું અત્યારે આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યો છું. હા, પરિવાર સાથે સમય પસાર કરવા મળે છે એ તો બોનસ પોઈન્ટ જ છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

કોરોના વાયરસ (COVID-19)ના કહેરથી બચવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હોવાથી સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી બધા પાસે અત્યારે ઘરમાં રહેવા સિવાય કોઈ બીજો પર્યાય નથી. અચાનક મળેલા આ સમયનો બધા જ પોતપોતાની રીતે ઉપયોગ કરી રહ્યાં છે. ગુજરાતી સેલેબ્ઝ આ સમયનો સરસ સદ્ઉપયોગ કરી રહ્યાં છે. કોઈ જીમ કરે છે, તો કોઈ પુસ્તક વાંચે છે, કોઈ પરિવારજનો સાથે સમય વિતાવે છે તો કોઈ 'Netflix and Chill' કરે છે અએ ફૅન્સને કહે છે કે તમે પણ ઘરે રહો, સુરક્ષિત રહો અને નિયમોનું પાલન કરો. આવો જોઈએ ક્યા સેલિબ્રિટિ શું કરે છે...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK