Boney Kapoor: બે લગ્ન, સંતાનો સાથેના સંબંધો અને હિટ-ફ્લોપ ફિલ્મોની દાસ્તાન

Updated: 11th November, 2020 15:48 IST | Chirantana Bhatt
  • 11મી નવેમ્બર 1955ના રોજ જન્મેલા પ્રોડ્યુસર બોની કપૂરનું સાચું નામ છે અચલ કપૂર. તે પ્રોડ્યુસર સુરિંદર  કપૂરના દીકરા છે અને તેમની મમ્મીનું નામ છે નિર્મલ કપૂર. તે ચાર ભાઇ-બહેનમાં સૌથી મોટા છે. બોની કપૂર પછી છે અનિલ કપૂર, રીના મારવાહ અને સંજય કપૂર. 

    11મી નવેમ્બર 1955ના રોજ જન્મેલા પ્રોડ્યુસર બોની કપૂરનું સાચું નામ છે અચલ કપૂર. તે પ્રોડ્યુસર સુરિંદર  કપૂરના દીકરા છે અને તેમની મમ્મીનું નામ છે નિર્મલ કપૂર. તે ચાર ભાઇ-બહેનમાં સૌથી મોટા છે. બોની કપૂર પછી છે અનિલ કપૂર, રીના મારવાહ અને સંજય કપૂર. 

    1/15
  • બોની કપૂરની ભત્રીજી રિયા કપૂર જે અનિલ કપૂરની દીકરી છે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ એપિક થ્રો બૅક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં સોનમ કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, હર્ષવર્ધન કપૂર જોઇ શકાય છે. તમે કેટલા કપૂર્સને ઓળખી લીધા?

    બોની કપૂરની ભત્રીજી રિયા કપૂર જે અનિલ કપૂરની દીકરી છે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ એપિક થ્રો બૅક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં સોનમ કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, હર્ષવર્ધન કપૂર જોઇ શકાય છે. તમે કેટલા કપૂર્સને ઓળખી લીધા?

    2/15
  • 1983માં બોની કપૂરે પોતાનાથી દસ વર્ષ નાની મોના શૌરી સાથે લગ્ન કર્યા અને તેમના પરિવારમાં દીકરા અર્જુન - 1985માં અને દીકરી અંશુલા-1990માંનો ઉમેરો થયો. 

    1983માં બોની કપૂરે પોતાનાથી દસ વર્ષ નાની મોના શૌરી સાથે લગ્ન કર્યા અને તેમના પરિવારમાં દીકરા અર્જુન - 1985માં અને દીકરી અંશુલા-1990માંનો ઉમેરો થયો. 

    3/15
  • બોની કપૂરે પોતાની ઓળખ બનાવી અને એક બહુ જ સફળ પ્રોડ્યૂસર તરીકે સ્થાપિત થયા. મોના શૌરી પણ સફળ બિઝનેસ પર્સન હતાં પણ 1996માં આ કપલ 13 વર્ષનાં લગ્ન જીવન બાદ છૂટું પડી ગયું. બોની કપૂર સાથે મોના અને અર્જુન-અંશુલા. 

    બોની કપૂરે પોતાની ઓળખ બનાવી અને એક બહુ જ સફળ પ્રોડ્યૂસર તરીકે સ્થાપિત થયા. મોના શૌરી પણ સફળ બિઝનેસ પર્સન હતાં પણ 1996માં આ કપલ 13 વર્ષનાં લગ્ન જીવન બાદ છૂટું પડી ગયું. બોની કપૂર સાથે મોના અને અર્જુન-અંશુલા. 

    4/15
  • મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ 1997માં બની રહી હતી અને ત્યારે બોની કપૂર શ્રીદેવીના પ્રેમમાં પડ્યા. તે આ ફિલ્મના પ્રોડ્યૂસર

    મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ 1997માં બની રહી હતી અને ત્યારે બોની કપૂર શ્રીદેવીના પ્રેમમાં પડ્યા. તે આ ફિલ્મના પ્રોડ્યૂસર

    5/15
  • શ્રીદેવી પણ બોની કપૂરની નજીક આવ્યાં કારણકે બોની કપૂરે તેમને તકલીફના સમયમાં ખૂબ મદદ કરી. તેઓ પ્રેમમાં પડ્યા અને ગંધર્વ લગ્ન કરી લીધાં. આ સમયે હજી બોની કપૂરના લિગલી ડિવોર્સ નહોતાં થયા. 

    શ્રીદેવી પણ બોની કપૂરની નજીક આવ્યાં કારણકે બોની કપૂરે તેમને તકલીફના સમયમાં ખૂબ મદદ કરી. તેઓ પ્રેમમાં પડ્યા અને ગંધર્વ લગ્ન કરી લીધાં. આ સમયે હજી બોની કપૂરના લિગલી ડિવોર્સ નહોતાં થયા. 

    6/15
  • છ મહિના સુધી બોની કપૂરે આ લગ્ન છાના રાખ્યા હતા. શ્રીદેવી જ્યારે જુદાઇ ફિલ્મનું શુટિંગ કરી રહ્યાં હતા ત્યારે પ્રેગનન્ટ હતાં. જુદાઇમાં તેમના પાત્રનું નામ હતું જ્હાનવી અને દીકરીનું નામ પણ તેમણે રાખ્યું જ્હાનવી. જુઓ નાનકડી જ્હાનવી તેના મમ્મી-પપ્પા સાથે. 

    છ મહિના સુધી બોની કપૂરે આ લગ્ન છાના રાખ્યા હતા. શ્રીદેવી જ્યારે જુદાઇ ફિલ્મનું શુટિંગ કરી રહ્યાં હતા ત્યારે પ્રેગનન્ટ હતાં. જુદાઇમાં તેમના પાત્રનું નામ હતું જ્હાનવી અને દીકરીનું નામ પણ તેમણે રાખ્યું જ્હાનવી. જુઓ નાનકડી જ્હાનવી તેના મમ્મી-પપ્પા સાથે. 

    7/15
  • બોની કપૂર અને શ્રીદેવીની બીજી દીકરી છે ખુશી કપૂર.  ખુશી હજી ભણે છે તો જ્હાનવીએ અભિનેત્રી તરીકે પોતાની ઓળખાણ કેળવી છે. 

    બોની કપૂર અને શ્રીદેવીની બીજી દીકરી છે ખુશી કપૂર.  ખુશી હજી ભણે છે તો જ્હાનવીએ અભિનેત્રી તરીકે પોતાની ઓળખાણ કેળવી છે. 

    8/15
  • 2018ની સાલમાં 24મી ફેબ્રુઆરીએ શ્રીદેવીનું અચાનક મૃત્યુ થયું અને આ પરિવાર પર પસ્તાળ પડી. બોની કપૂરનાં પહેલાં પત્ની મોના શૌરી પણ કેન્સર પેશન્ટ હતાં અને 2012માં તે ગુજરી ગયાં. 

    2018ની સાલમાં 24મી ફેબ્રુઆરીએ શ્રીદેવીનું અચાનક મૃત્યુ થયું અને આ પરિવાર પર પસ્તાળ પડી. બોની કપૂરનાં પહેલાં પત્ની મોના શૌરી પણ કેન્સર પેશન્ટ હતાં અને 2012માં તે ગુજરી ગયાં. 

    9/15
  • બોની કપૂરે કરિયારની શરૂઆતમાં શક્તિ સામંત જેલા લેજન્ડ્ઝ સાથે કામ કર્યું. બોની કપૂરે વોહ સાત દિન, મિસ્ટર ઇન્ડિયા, રાત, રૂપ કી રાની ચોરોં કા રાજા, પ્રેમ, લોફર, જુદાઇ, સિર્ફ તુમ અને પુકાર જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે. 

    બોની કપૂરે કરિયારની શરૂઆતમાં શક્તિ સામંત જેલા લેજન્ડ્ઝ સાથે કામ કર્યું. બોની કપૂરે વોહ સાત દિન, મિસ્ટર ઇન્ડિયા, રાત, રૂપ કી રાની ચોરોં કા રાજા, પ્રેમ, લોફર, જુદાઇ, સિર્ફ તુમ અને પુકાર જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે. 

    10/15
  • સતત ફિલ્મોને સફળતા મળતી રહી અને બોની કપૂર બૉલીવુડના ટોપ પ્રોડ્યૂસર્સના લિસ્ટમાં મુકાયા પણ 2000ની શરૂઆતના વર્ષોમાં તેમની મોટાભાગની ફિલ્મો નિષ્ફળ રહી. જેમ કે હમારા દિલ આપ કે પાસ હૈ, કોઇ મેરે દિલ સે પુછે, શક્તિ, ખુશી, રન, ક્યું હો ગયાના અને બેવફા કોમર્શિયલી સાવ ફ્લોપ ફિલ્મો રહી. 

    સતત ફિલ્મોને સફળતા મળતી રહી અને બોની કપૂર બૉલીવુડના ટોપ પ્રોડ્યૂસર્સના લિસ્ટમાં મુકાયા પણ 2000ની શરૂઆતના વર્ષોમાં તેમની મોટાભાગની ફિલ્મો નિષ્ફળ રહી. જેમ કે હમારા દિલ આપ કે પાસ હૈ, કોઇ મેરે દિલ સે પુછે, શક્તિ, ખુશી, રન, ક્યું હો ગયાના અને બેવફા કોમર્શિયલી સાવ ફ્લોપ ફિલ્મો રહી. 

    11/15
  • જો કે 2005માં નો એન્ટ્રી ફિલ્મ જામી ગઇ અને પછી વૉન્ટેડ ફિલ્મની સફળતા પણ બોની કપૂરના કરિયરને ફરી ઉંચાઇઓ પર લઇ ગઇ. શ્રીદેવીની છેલ્લી ફિલ્મ મોમ પણ તેમણે જ પ્રોડ્યૂસ કરી હતી. આ તસવીર સ્વર્ગિય ઋષિ કપૂરે શૅર કરી હતી. આ તસવીરમાં બોની અને અનિલ કપૂર સાથે ઋષિ કપૂર કોકોકોલા પી રહ્યા છે. સાથે આદિત્ય કપૂર, ટુટુ શર્મા પણ છે. તમે ઓળખ્યા ખરા બધાંને?

    જો કે 2005માં નો એન્ટ્રી ફિલ્મ જામી ગઇ અને પછી વૉન્ટેડ ફિલ્મની સફળતા પણ બોની કપૂરના કરિયરને ફરી ઉંચાઇઓ પર લઇ ગઇ. શ્રીદેવીની છેલ્લી ફિલ્મ મોમ પણ તેમણે જ પ્રોડ્યૂસ કરી હતી. આ તસવીર સ્વર્ગિય ઋષિ કપૂરે શૅર કરી હતી. આ તસવીરમાં બોની અને અનિલ કપૂર સાથે ઋષિ કપૂર કોકોકોલા પી રહ્યા છે. સાથે આદિત્ય કપૂર, ટુટુ શર્મા પણ છે. તમે ઓળખ્યા ખરા બધાંને?

    12/15
  • આ છે ત્રણેય કપૂર ભાઇઓ. અને કૉલાજમાં તેઓ પોતાના દીકરાઓ સાથે પણ જોઇ શકાય છે. 

    આ છે ત્રણેય કપૂર ભાઇઓ. અને કૉલાજમાં તેઓ પોતાના દીકરાઓ સાથે પણ જોઇ શકાય છે. 

    13/15
  • નાનકડી જ્હાનવી સાથે બોની કપૂર. 

    નાનકડી જ્હાનવી સાથે બોની કપૂર. 

    14/15
  • બોની કપૂર પહેલા અનિલના ભાઇ તરીકે ઓળખાતા અને પછી શ્રીદેવીના પતિ તરીકે તો પછી અર્જુન અને જ્હાનવીના પિતા હોવું તેમની ઓળખાણ બની. પણ આ સિક્યોર પ્રોડ્યુસરને આ ઓળખાણો નડી નથી. હેપ્પી બર્થડે બોની કપૂર.

    બોની કપૂર પહેલા અનિલના ભાઇ તરીકે ઓળખાતા અને પછી શ્રીદેવીના પતિ તરીકે તો પછી અર્જુન અને જ્હાનવીના પિતા હોવું તેમની ઓળખાણ બની. પણ આ સિક્યોર પ્રોડ્યુસરને આ ઓળખાણો નડી નથી. હેપ્પી બર્થડે બોની કપૂર.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

બોની કપૂરનો જન્મદિવસ છે 11 નવેમ્બર. આ વર્ષે 65 વર્ષના થયેલા બોની કપૂરના ફેમિલી આલ્બમમાંથી જોઇએ રસપ્રદ તસવીરો. (તસવીરો- ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ - શ્રીદેવી, અનિલ કપૂર, સંજય કપૂર, અર્જુન કપૂર અને જ્હાનવી કપૂર)

First Published: 11th November, 2020 12:50 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK