આર. માધવન: તેનું સ્માઇલ જોઇને છોકરીઓ કહે છે ‘રહેના હૈ તેરે દિલમેં’

Updated: Jun 02, 2020, 11:10 IST | Chirantana Bhatt
 • આર માધવનનો જન્મ 1 જૂન 1970માં જમશેદપુર બિહારમાં થયો હતો. તે તામીલ અયંગર પરિવારનુ ફરજંદ છે અને તે બેંકર માતા તથા તાતા સ્ટીલમાં એક્ઝિક્યૂટિવ તરીકે કામ કરનાર પિતાના આ દીકરાને કલ્પના નહોતી કે તે ફિલ્મોમાં કામ કરશે.

  આર માધવનનો જન્મ 1 જૂન 1970માં જમશેદપુર બિહારમાં થયો હતો. તે તામીલ અયંગર પરિવારનુ ફરજંદ છે અને તે બેંકર માતા તથા તાતા સ્ટીલમાં એક્ઝિક્યૂટિવ તરીકે કામ કરનાર પિતાના આ દીકરાને કલ્પના નહોતી કે તે ફિલ્મોમાં કામ કરશે.

  1/19
 • માધવન કદાચ સૌથી વધુ શિક્ષણ ધરાવતા એક્ટર્સમાંનો એક છે એમ કહી શકાય. તેણે ભારતનું પ્રતિનિધ્વ કૉલેજ સ્તરે કેનેડાનાં સ્ટેટલર ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું હતું જે રોટરીનાં એક્સચેજન્જ પ્રોગ્રામનો ભાગ હતો. તે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે.

  માધવન કદાચ સૌથી વધુ શિક્ષણ ધરાવતા એક્ટર્સમાંનો એક છે એમ કહી શકાય. તેણે ભારતનું પ્રતિનિધ્વ કૉલેજ સ્તરે કેનેડાનાં સ્ટેટલર ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું હતું જે રોટરીનાં એક્સચેજન્જ પ્રોગ્રામનો ભાગ હતો. તે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે.

  2/19
 • ઇન્ડસ્ટ્રીમાં જોડાતા પહેલા માધવને NCC બેસ્ટ કેડેટનો એવોર્ડ મેળવ્યો હતો. તે સૈન્યની ત્રણેય પાંખની તાલીમ લઇ ચૂક્યો છે અને પબ્લિક સ્પિકીંગમાં તેને ચેમ્પિયનશીપ જીતેલા માધવને ભારતનું પ્રતિનિધિત્વ ટોક્યોમાં કર્યું છે.

  ઇન્ડસ્ટ્રીમાં જોડાતા પહેલા માધવને NCC બેસ્ટ કેડેટનો એવોર્ડ મેળવ્યો હતો. તે સૈન્યની ત્રણેય પાંખની તાલીમ લઇ ચૂક્યો છે અને પબ્લિક સ્પિકીંગમાં તેને ચેમ્પિયનશીપ જીતેલા માધવને ભારતનું પ્રતિનિધિત્વ ટોક્યોમાં કર્યું છે.

  3/19
 • મુંબઇ આવ્યા બાદ કોઇનાં સજેશનથી મૉડલિંગ માટે પોતાની તસવીરો એજન્સીમાં આપ્યા બાદ માધવનને જે બ્રેક મળ્યો તે તો બધાં જ જાણે છે.

  મુંબઇ આવ્યા બાદ કોઇનાં સજેશનથી મૉડલિંગ માટે પોતાની તસવીરો એજન્સીમાં આપ્યા બાદ માધવનને જે બ્રેક મળ્યો તે તો બધાં જ જાણે છે.

  4/19
 • સી હૉક્સ, ઘર જમાઇ જેવી સિરિયલ્સમાં કામ કરનારા માધવને મિડ-ડેને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સાઉથનાં દરેક એક્ટરને તેઓ ટાઇટલ આપવાનું પસંદ કરે છે પણ મેં એ માટે ના પાડી હતી. વીસ વર્ષ પછી હજી પણ હું લીડ રોલ કરું છું એ જ બહુ મોટું ટાઇટલ છે.

  સી હૉક્સ, ઘર જમાઇ જેવી સિરિયલ્સમાં કામ કરનારા માધવને મિડ-ડેને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સાઉથનાં દરેક એક્ટરને તેઓ ટાઇટલ આપવાનું પસંદ કરે છે પણ મેં એ માટે ના પાડી હતી. વીસ વર્ષ પછી હજી પણ હું લીડ રોલ કરું છું એ જ બહુ મોટું ટાઇટલ છે.

  5/19
 • તેમને વેદાંત નામનો દીકરો છે જેનો જન્મ 2004માં થયો હતો.

  તેમને વેદાંત નામનો દીકરો છે જેનો જન્મ 2004માં થયો હતો.

  6/19
 • માધવન વીસ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં અડીખમ છે પણ તેણે એક ડિરેક્ટરની સલાહ યાદ રાખી છે કે કોઇપણ શોટ તમારી કારકિર્દી બનાવી કે બગાડી નથી શકતો.

  માધવન વીસ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં અડીખમ છે પણ તેણે એક ડિરેક્ટરની સલાહ યાદ રાખી છે કે કોઇપણ શોટ તમારી કારકિર્દી બનાવી કે બગાડી નથી શકતો.

  7/19
 • વીસ વર્ષની કારકિર્દીમાં તેણે હંમેશા અમુક જ પ્રકારનાં રોલ્સ પસંદ કર્યા છે. તે માને છે કે એક્ટર તેના અનુભવો પરથી ઓળખાય છે અને તે પાત્રને કેટલું આત્મસાત કરે છે તે જ તેની સફળતાની નિશાની છે. રામજી લંડનવાલા પ્રકારની ફ્લોપ ફિલ્મોમાંથી પણ તે શીખ્યો જ છે અને કહે છે કે પોતે દરેક અનુભવમાંથી ઘડાતો રહ્યો છે અને તે ખુશ છે કે પ્રોજેક્ટ હિટ હોય કે ન હોય તે અભિનેતા તરીકે ગ્રો જ થયો છે, તથા તેનું કામ વખણાયું છે.

  વીસ વર્ષની કારકિર્દીમાં તેણે હંમેશા અમુક જ પ્રકારનાં રોલ્સ પસંદ કર્યા છે. તે માને છે કે એક્ટર તેના અનુભવો પરથી ઓળખાય છે અને તે પાત્રને કેટલું આત્મસાત કરે છે તે જ તેની સફળતાની નિશાની છે. રામજી લંડનવાલા પ્રકારની ફ્લોપ ફિલ્મોમાંથી પણ તે શીખ્યો જ છે અને કહે છે કે પોતે દરેક અનુભવમાંથી ઘડાતો રહ્યો છે અને તે ખુશ છે કે પ્રોજેક્ટ હિટ હોય કે ન હોય તે અભિનેતા તરીકે ગ્રો જ થયો છે, તથા તેનું કામ વખણાયું છે.

  8/19
 • માધવને સરીતા બિરજે નામની મરાઠી યુવતી સાથે લગ્ન કર્યા જેને તે પોતાની જ પબ્લિક સ્પિકીંગની વર્કશોપમાં 1991માં મળ્યો હતો. તે આ વર્કશોપ કન્ડક્ટ કરી રહ્યો હતો અને બાદમાં તેઓ પ્રેમમાં પડ્યા અને 1999માં પરણી ગયા.  

  માધવને સરીતા બિરજે નામની મરાઠી યુવતી સાથે લગ્ન કર્યા જેને તે પોતાની જ પબ્લિક સ્પિકીંગની વર્કશોપમાં 1991માં મળ્યો હતો. તે આ વર્કશોપ કન્ડક્ટ કરી રહ્યો હતો અને બાદમાં તેઓ પ્રેમમાં પડ્યા અને 1999માં પરણી ગયા.

   

  9/19
 • માધવનને ફેબ્રુઆરી 2018માં ખભાની સર્જરી કરાવવી પડી હતી જેને કારણે તેને પઠાન  અને સિંબા આ બે ફિલ્મોમાં કામ કરવાનું કેન્સલ કરવું પડ્યું હતું.

  માધવનને ફેબ્રુઆરી 2018માં ખભાની સર્જરી કરાવવી પડી હતી જેને કારણે તેને પઠાન  અને સિંબા આ બે ફિલ્મોમાં કામ કરવાનું કેન્સલ કરવું પડ્યું હતું.

  10/19
 • જો કે તે પોતાની જાતને ચુઝી નથી કહેતો. તે કહે છે કે તે પોતે વધુ પડતું કામ કરીને થાકી જવા નથી માગતો. તે માને છે કે પોતે સારો ડાન્સર નથી, તેનું બૉડી પરફેક્ટનથી અને સુપરસ્ટાર જેવા લુક્સ નથી ધરાવતો.

  જો કે તે પોતાની જાતને ચુઝી નથી કહેતો. તે કહે છે કે તે પોતે વધુ પડતું કામ કરીને થાકી જવા નથી માગતો. તે માને છે કે પોતે સારો ડાન્સર નથી, તેનું બૉડી પરફેક્ટનથી અને સુપરસ્ટાર જેવા લુક્સ નથી ધરાવતો.

  11/19
 • એ વાત અલગ છે કે ગયા વર્ષે તેણે પોતાના રોમન શિલ્પ જેવા સેક્સી અવતારથી ભલભલાનાં દિલ જીતી લીધા હતા. માધવનની શોવર સેલ્ફી સોશ્યલ મીડિયા પર ધમાલ સાબિત થઇ હતી અને લાખો લાઇક્સ અને ફોલોઅર્સને પગલે તેની ઇમેજ ગુડ બૉયમાંથી હૉટ મેન થઇ ગઇ હતી. જો કે સીધા સાદા માધવને પાછું એમ પણ કહ્યું કે એ કંઇ કાયમ આવો નથી લાગતો અને મને લોકોએ હૉટ કીધું તો મને જ નવાઇ લાગી હતી.

  એ વાત અલગ છે કે ગયા વર્ષે તેણે પોતાના રોમન શિલ્પ જેવા સેક્સી અવતારથી ભલભલાનાં દિલ જીતી લીધા હતા. માધવનની શોવર સેલ્ફી સોશ્યલ મીડિયા પર ધમાલ સાબિત થઇ હતી અને લાખો લાઇક્સ અને ફોલોઅર્સને પગલે તેની ઇમેજ ગુડ બૉયમાંથી હૉટ મેન થઇ ગઇ હતી. જો કે સીધા સાદા માધવને પાછું એમ પણ કહ્યું કે એ કંઇ કાયમ આવો નથી લાગતો અને મને લોકોએ હૉટ કીધું તો મને જ નવાઇ લાગી હતી.

  12/19
 • માધવન વીસ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં અડીખમ છે પણ તેણે એક ડિરેક્ટરની સલાહ યાદ રાખી છે કે કોઇપણ શોટ તમારી કારકિર્દી બનાવી કે બગાડી નથી શકતો. 

  માધવન વીસ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં અડીખમ છે પણ તેણે એક ડિરેક્ટરની સલાહ યાદ રાખી છે કે કોઇપણ શોટ તમારી કારકિર્દી બનાવી કે બગાડી નથી શકતો. 

  13/19
 • વેબ સિરીઝ ‘બ્રિધ’માં પણ તેનું કામ બહુ વખણાયું હતું. આ સિરીઝ કરતા પહેલા તેણે પોતાની જાતને ફિટ કરવા માટે ત્રણ વર્ષનો બ્રેક લીધો હતો.

  વેબ સિરીઝ બ્રિધમાં પણ તેનું કામ બહુ વખણાયું હતું. આ સિરીઝ કરતા પહેલા તેણે પોતાની જાતને ફિટ કરવા માટે ત્રણ વર્ષનો બ્રેક લીધો હતો.

  14/19
 • તેણે બહુ નિખાલસતાથી કબુલ્યું હતું કે તે આ ઉંમરનો હોવ છતાં ય છોકરીઓ તેની પર ફિદા છે એ વાતથી એ બહુ ફ્લેટર્ડ ફીલ કરે છે.

  તેણે બહુ નિખાલસતાથી કબુલ્યું હતું કે તે આ ઉંમરનો હોવ છતાં ય છોકરીઓ તેની પર ફિદા છે એ વાતથી એ બહુ ફ્લેટર્ડ ફીલ કરે છે.

  15/19
 • આ તસવીર શેર કરી તેણે 5000 વર્ષ પહેલાં એમ લખ્યું હતું.

  આ તસવીર શેર કરી તેણે 5000 વર્ષ પહેલાં એમ લખ્યું હતું.

  16/19
 • આ તેના ટેલિવિઝનનાં દિવસોના પોર્ટફોલિયોની તસવીર છે.

  આ તેના ટેલિવિઝનનાં દિવસોના પોર્ટફોલિયોની તસવીર છે.

  17/19
 • માધવન ટ્વિટર પર પણ બહુ જ એક્ટિવ છે.

  માધવન ટ્વિટર પર પણ બહુ જ એક્ટિવ છે.

  18/19
 • હેપ્પી બર્થડે માધવન

  હેપ્પી બર્થડે માધવન

  19/19
 • loading...

ફોટોઝ વિશે

આર માધવને રહેના હૈ તેરે દિલ મેં ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં ઝંપલાવ્યું અને ગુડ બૉય ઇમેજ ધરાવતો માધવન ભલભલાનાં દિલમાં રહેવા માંડ્યો. ટેલિવિઝનથી શરૂઆત કરનારા માધવનનું ચાર્મિંગ સ્માઇલ તેની સૌથી સારી ખૂબી છે એમ કહી શકાય. તેણે ફિલ્મો તો ઘણી કરી પણ તેની પહેલી ફિલ્મ અને ત્યાર બાદ તનુ વેડ્ઝ મનુ, તેની સિક્વલ, રંગ દે બસંતી, સાલા ખડૂસ અને 3 ઇડિયટ્સ તેની સુપર હિટ ફિલ્મો છે. માધવને ગયા વર્ષે તેની ફિઝીકને ટ્રાન્ફર કરી અને એક આખી નવી પેઢી તેની ફેન થઇ ગઇ. જુઓ તસવીરોમાં આ હેન્ડસમ હંકને. તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK