સોનમ કપૂરની સૉરી બાબુ મોમેન્ટ્સ, SRKનો પ્રેમ અને આલિયાનું ઇશ્ક

Updated: May 08, 2020, 16:40 IST | Chirantana Bhatt
 • કોઇપણ બૉલીવુડ સ્ટારને છાજે એ રીતે જ સોનમ કપૂરનાં લગ્ન આનંદ અહુજા સાથે થયા. તે બંન્ને લાંબા સમયથી રિલેશનશીપમાં હતા અને તેમનાં લગ્નની એક ક્લિપ ભારે વાઇરલ થઇ હતી. જ્યારે સોનમ અને આનંદને એકબીજાને હાર પહેરાવવાનો મોકો આવ્યો સોનમે ‘મી ફર્સ્ટ’ એમ કહીને પહેલાં હાર પહેરાવી દીધો પણ તેના કાંડે બાંધેલી કલિરેં આનંદની શેરવાનીમાં ફસાઇ ગઇ, પોતાના મિત્રો અને પરિવારથી ઘેરાયલી સોનમે ‘બાબુ સૉરી’ એમ કહી આનંદની માફી માગી અને આ ક્લિપ બહુ વાઇરલ થઇ હતી.

  કોઇપણ બૉલીવુડ સ્ટારને છાજે એ રીતે જ સોનમ કપૂરનાં લગ્ન આનંદ અહુજા સાથે થયા. તે બંન્ને લાંબા સમયથી રિલેશનશીપમાં હતા અને તેમનાં લગ્નની એક ક્લિપ ભારે વાઇરલ થઇ હતી. જ્યારે સોનમ અને આનંદને એકબીજાને હાર પહેરાવવાનો મોકો આવ્યો સોનમે મી ફર્સ્ટ એમ કહીને પહેલાં હાર પહેરાવી દીધો પણ તેના કાંડે બાંધેલી કલિરેં આનંદની શેરવાનીમાં ફસાઇ ગઇ, પોતાના મિત્રો અને પરિવારથી ઘેરાયલી સોનમે બાબુ સૉરી એમ કહી આનંદની માફી માગી અને આ ક્લિપ બહુ વાઇરલ થઇ હતી.

  1/16
 • શાહરૂખ ખાનને ડાન્સ ફ્લોર પર જાણે આગ જ લગાડી દીધી હતી. નેવુંના દાયકાનાં બોલીવુડનો જલસો જાણે સોનમનાં રિસેપ્શનનો હિસ્સો હતો.

  શાહરૂખ ખાનને ડાન્સ ફ્લોર પર જાણે આગ જ લગાડી દીધી હતી. નેવુંના દાયકાનાં બોલીવુડનો જલસો જાણે સોનમનાં રિસેપ્શનનો હિસ્સો હતો.

  2/16
 • ગૌરી સાથે શાહરૂખના લાડ પણ લોકોને આંખે ઉડીને વળગ્યા હતા.

  ગૌરી સાથે શાહરૂખના લાડ પણ લોકોને આંખે ઉડીને વળગ્યા હતા.

  3/16
 • અનીલ કપૂરના એનર્જી લેવલની શું વાત થાય ભલા, એણે તો શાહરૂખ, સલમાન અને રણવીર સાથે જે મન મુકીને ડાન્સ કર્યો હતો કે ન પુછો વાત.

  અનીલ કપૂરના એનર્જી લેવલની શું વાત થાય ભલા, એણે તો શાહરૂખ, સલમાન અને રણવીર સાથે જે મન મુકીને ડાન્સ કર્યો હતો કે ન પુછો વાત.

  4/16
 • શાહરૂખ અને સલમાને એક સાથે ટનટનાટન ટનટન તારા ગીત પર જે ધૂમ ચમાવી હતી કે બસ...અને પછી એક દો તીન, મુઝસે શાદી કરોગી જેવા ગીતો પર પણ આ બંન્ને ખાન્સે નવપરણીત યુગલ સાથે ડાન્સ કર્યો હતો.

  શાહરૂખ અને સલમાને એક સાથે ટનટનાટન ટનટન તારા ગીત પર જે ધૂમ ચમાવી હતી કે બસ...અને પછી એક દો તીન, મુઝસે શાદી કરોગી જેવા ગીતો પર પણ આ બંન્ને ખાન્સે નવપરણીત યુગલ સાથે ડાન્સ કર્યો હતો.

  5/16
 • સલમાન ખાન તો કંઇપણ કરી શકે છે અને એટલે જ એણે ગાવાનું પણ શરૂ કર્યું હતું અને શાહરૂખને પણ જોવડાવા કહ્યું હતું.

  સલમાન ખાન તો કંઇપણ કરી શકે છે અને એટલે જ એણે ગાવાનું પણ શરૂ કર્યું હતું અને શાહરૂખને પણ જોવડાવા કહ્યું હતું.

  6/16
 • એક વાઇરલ વીડિયોમાં શાહરૂખ અને સલમાનને ઘુંટણીયે પડીને યે બંધન તો પ્યાર કા બંધન હે નું ગીત લલકાર્યું, એ પણ અનિલ કપૂરની પત્ની સુનિતા માટે..અહીં તમે રણવીર અને શાહરૂખનો જલવો જોઇ શકો છો.

  એક વાઇરલ વીડિયોમાં શાહરૂખ અને સલમાનને ઘુંટણીયે પડીને યે બંધન તો પ્યાર કા બંધન હે નું ગીત લલકાર્યું, એ પણ અનિલ કપૂરની પત્ની સુનિતા માટે..અહીં તમે રણવીર અને શાહરૂખનો જલવો જોઇ શકો છો.

  7/16
 • રણવીર સિંઘે તો ડાન્સ કરતા કરતા એકવાર આનંદ અહુજાને ઉંચકી જ લીધો હતો, કરીના કપૂરે સૈફનાં ગીત ઓલે ઓલે પર ઠુમકા માર્યા હતા.

  રણવીર સિંઘે તો ડાન્સ કરતા કરતા એકવાર આનંદ અહુજાને ઉંચકી જ લીધો હતો, કરીના કપૂરે સૈફનાં ગીત ઓલે ઓલે પર ઠુમકા માર્યા હતા.

  8/16
 • સોનમ કપૂર તેની બેસ્ટ ફ્રેન્ડ સ્વરા અને બહેન રિયા કપૂર સાથે.

  સોનમ કપૂર તેની બેસ્ટ ફ્રેન્ડ સ્વરા અને બહેન રિયા કપૂર સાથે.

  9/16
 • આમીર ખાન તો રિસેપ્શનમાં ન આવ્યો પણ કિરણ રાવ અને પહેલી પત્ની રીનાથી થયેલો દીકરો જૂનૈદ પહોંચ્યા હતા.

  આમીર ખાન તો રિસેપ્શનમાં ન આવ્યો પણ કિરણ રાવ અને પહેલી પત્ની રીનાથી થયેલો દીકરો જૂનૈદ પહોંચ્યા હતા.

  10/16
 • અમિતાભ બચ્ચનને દીકરી શ્વેતા અને દીકરા અભિષેક સાથે આ તસવીર શેર કરી લખ્યું હતું કે એપલ્સ, ના ના ફ્રુટ બાસ્કેટ ઑફ માય આય્ઝ..

  અમિતાભ બચ્ચનને દીકરી શ્વેતા અને દીકરા અભિષેક સાથે આ તસવીર શેર કરી લખ્યું હતું કે એપલ્સ, ના ના ફ્રુટ બાસ્કેટ ઑફ માય આય્ઝ..

  11/16
 • આલિયા અને રણબીરે જ્યારે રિસેપ્શનમાં સાથે એન્ટ્રી કરી ત્યારે પાપારાઝીનાં મ્હોં પર નવી જ ચમક આવી ગઇ હતી..જુઓ તો ખરા આલિયા કેટલા પ્રેમથી રણબીર સામે જોઇ રહી છે...

  આલિયા અને રણબીરે જ્યારે રિસેપ્શનમાં સાથે એન્ટ્રી કરી ત્યારે પાપારાઝીનાં મ્હોં પર નવી જ ચમક આવી ગઇ હતી..જુઓ તો ખરા આલિયા કેટલા પ્રેમથી રણબીર સામે જોઇ રહી છે...

  12/16
 • મલાઇકા અરોરા તો રિસેપ્શનમાં નહોતી આવી પણ તેની બહેન અમૃતા અરોરા અરબાઝ સાથે દેખાઇ હતી અને તેઓ અહીંથી નિકળ્યા પણ સાથે જ હતા.

  મલાઇકા અરોરા તો રિસેપ્શનમાં નહોતી આવી પણ તેની બહેન અમૃતા અરોરા અરબાઝ સાથે દેખાઇ હતી અને તેઓ અહીંથી નિકળ્યા પણ સાથે જ હતા.

  13/16
 • શ્રીદેવીનાં મૃત્યુ પછી બોની કપૂરે શ્રીદેવીની દીકરી જ્હાનવી, ખુશી તથા પહેલી પત્ની મોનાથી થયેલી દીકરી અંશુલા અને દીકરા અર્જુન સાથે આ તસવીર શેર કરી હતી.

  શ્રીદેવીનાં મૃત્યુ પછી બોની કપૂરે શ્રીદેવીની દીકરી જ્હાનવી, ખુશી તથા પહેલી પત્ની મોનાથી થયેલી દીકરી અંશુલા અને દીકરા અર્જુન સાથે આ તસવીર શેર કરી હતી.

  14/16
 • આલિયા ભટ્ટની દોસ્તી ત્યારે કૈટરીના કૈફ સાથે બગડી હતી અને કારણકે તે રણબીરની નજીક આવી ગઇ હતી..લોકોને આ ગોસિપમાં બહુ રસ હતો પણ આલિયા એ તો તેની સાથે આ સેલ્ફી શેર કરી લોકોને ચુપ કરી દીધા હતા.

  આલિયા ભટ્ટની દોસ્તી ત્યારે કૈટરીના કૈફ સાથે બગડી હતી અને કારણકે તે રણબીરની નજીક આવી ગઇ હતી..લોકોને આ ગોસિપમાં બહુ રસ હતો પણ આલિયા એ તો તેની સાથે આ સેલ્ફી શેર કરી લોકોને ચુપ કરી દીધા હતા.

  15/16
 • સોનમ કપુરે પોતાના ફેશનિસ્ટાના ટેગને પોતાના ફેશન સ્ટેમેન્ટથી બરાબર સાચવ્યું હતું. અનુરાધા વકીલે ડિઝાઇન કરેલા લહેંગા ચોલીમાં તે જાજરમાન લાગતી હતી.

  સોનમ કપુરે પોતાના ફેશનિસ્ટાના ટેગને પોતાના ફેશન સ્ટેમેન્ટથી બરાબર સાચવ્યું હતું. અનુરાધા વકીલે ડિઝાઇન કરેલા લહેંગા ચોલીમાં તે જાજરમાન લાગતી હતી.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટ્રેસ અને સ્ટાર અનીલ કપૂરની દીકરી સોનમ કપૂર અને દિલ્હીનાં આનંદ આહુજાનાં લગ્ન 8 મેનાં રોજ 2018માં થયા હતા. શીખ વિધિથી થયેલા લગ્ન પછી ગ્રાન્ડ રિસેપ્શન થયું હતું જેમાં બૉલીવુડનાં મોટાં માથા સહિત અનેક જાણીતા લોકો આવ્યા હતા. અનીલ કપૂર, અર્જુન કપૂર, રણવીર સિંઘ, શાહરૂખ ખાન, સલમાન ખાન બધાંએ મન મુકીને પરફોર્મ કર્યુ હતું. સોનમ કપૂરનાં લગ્ન અને રિસેપ્શનની એ 15 ક્ષણો જે હંમેશા રહેશે યાદગાર, કરીએ એક નજર.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK