ડાન્સિંગ ક્વીન સરોજ ખાનના નિધનથી શોકાતુર બૉલીવુડ

Updated: Jul 04, 2020, 12:16 IST | Rachana Joshi
 • પ્રાર્થના. હાથ જુડે હૈં, મન અશાંત - અમિતાભ બચ્ચન

  પ્રાર્થના. હાથ જુડે હૈં, મન અશાંત

  - અમિતાભ બચ્ચન

  1/13
 • ડાન્સની મલ્લિકા સરોજ ખાનજી અલવિદા. તમે માત્ર કલાકારોને જ નહીં, પરંતુ પૂરા ભારતને ખૂબ જ સરસ રીતે એ વાત શીખવાડી કે ‘ઇન્સાન શરીરથી નહીં, દિલ અને આત્માથી નાચે છે.’ તમારા જવાથી નૃત્યનો એક લય ડગમગી જશે. હું પર્સનલી તમારી સાથે તમારા મીઠા ઠપકાને પણ ખૂબ યાદ કરીશ. - અનુપમ ખેર

  ડાન્સની મલ્લિકા સરોજ ખાનજી અલવિદા. તમે માત્ર કલાકારોને જ નહીં, પરંતુ પૂરા ભારતને ખૂબ જ સરસ રીતે એ વાત શીખવાડી કે ‘ઇન્સાન શરીરથી નહીં, દિલ અને આત્માથી નાચે છે.’ તમારા જવાથી નૃત્યનો એક લય ડગમગી જશે. હું પર્સનલી તમારી સાથે તમારા મીઠા ઠપકાને પણ ખૂબ યાદ કરીશ.

  - અનુપમ ખેર

  2/13
 • એક યુગની સમાપ્તિ થઈ છે. મારું તો વ્યક્તિગત નુકસાન થયું છે. મારા મુક્તા આર્ટ્સ ફૅમિલીના ખાસ ભાગ, માધુરી, મીનાક્ષી, મનીષા અને ઐશ્વર્યાને ગ્રૂમિંગ કરવામાં મારાં સ્ટ્રૉન્ગ પાર્ટનર. માસ્ટરનાં માસ્ટર. ભારતીય સિનેમાના કોરિયોગ્રાફીના ઇતિહાસમાં સરોજ ખાન અમર બની જશે. બાય જાન. RIP. - સુભાષ ઘઈ

  એક યુગની સમાપ્તિ થઈ છે. મારું તો વ્યક્તિગત નુકસાન થયું છે. મારા મુક્તા આર્ટ્સ ફૅમિલીના ખાસ ભાગ, માધુરી, મીનાક્ષી, મનીષા અને ઐશ્વર્યાને ગ્રૂમિંગ કરવામાં મારાં સ્ટ્રૉન્ગ પાર્ટનર. માસ્ટરનાં માસ્ટર. ભારતીય સિનેમાના કોરિયોગ્રાફીના ઇતિહાસમાં સરોજ ખાન અમર બની જશે. બાય જાન. RIP.

  - સુભાષ ઘઈ

  3/13
 • હું અંદરથી તૂટી ગઈ છું અને આજે મારી પાસે શબ્દો પણ ખૂટી ગયા છે. શરૂઆતથી જ સરોજજી મારી જર્નીનો એક ભાગ રહ્યાં છે. તેમણે મને ડાન્સ સિવાય પણ ઘણુંબધું શીખવાડ્યું છે. મારા દિમાગમાં તેમની સાથે સંકળાયેલી અનેક યાદો હાલમાં તાજી થઈ ગઈ છે. આ એક ખૂબ મોટું નુકસાન છે. તેમના પરિવાર માટે દિલથી સંવેદના વ્યક્ત કરું છું. - માધુરી દીક્ષિત નેને

  હું અંદરથી તૂટી ગઈ છું અને આજે મારી પાસે શબ્દો પણ ખૂટી ગયા છે. શરૂઆતથી જ સરોજજી મારી જર્નીનો એક ભાગ રહ્યાં છે. તેમણે મને ડાન્સ સિવાય પણ ઘણુંબધું શીખવાડ્યું છે. મારા દિમાગમાં તેમની સાથે સંકળાયેલી અનેક યાદો હાલમાં તાજી થઈ ગઈ છે. આ એક ખૂબ મોટું નુકસાન છે. તેમના પરિવાર માટે દિલથી સંવેદના વ્યક્ત કરું છું.

  - માધુરી દીક્ષિત નેને

  4/13
 • સરોજજીના નિધન વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું છે. તેઓ એક જીનિયસ અને પોતાના કામમાં માસ્ટર હતાં. લેજન્ડ કોરિયોગ્રાફર. સરોજજી તમારી ખૂબ યાદ આવશે. તમારા જેવું કોઈ નથી. તમારી અદા અને સેન્સ્યુઅલિટીની સમજ ગજબની હતી. - રવીના ટંડન

  સરોજજીના નિધન વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું છે. તેઓ એક જીનિયસ અને પોતાના કામમાં માસ્ટર હતાં. લેજન્ડ કોરિયોગ્રાફર. સરોજજી તમારી ખૂબ યાદ આવશે. તમારા જેવું કોઈ નથી. તમારી અદા અને સેન્સ્યુઅલિટીની સમજ ગજબની હતી.

  - રવીના ટંડન

  5/13
 • સૌથી વધુ ટૅલન્ટેડ, કૂલેસ્ટ કોરિયોગ્રાફરના આત્માને શાંતિ મળે. તેમણે મને ઘણુંબધું શીખવાડ્યું છે જેને હું લાઇફમાં અનેક રીતે ઉપયોગમાં લઈ રહી છું. તેઓ જ્યારે ડાન્સ કરતાં તો એમ લાગતું હતું કે એક આખી બુક જોઈ રહ્યા છીએ. તેઓ જે પણ કહેવા માગતાં હતાં એ તેમના ચહેરાના હાવભાવમાં અને બૉડી લૅન્ગ્વેજમાં સ્પષ્ટ દેખાતું હતું. - કાજોલ

  સૌથી વધુ ટૅલન્ટેડ, કૂલેસ્ટ કોરિયોગ્રાફરના આત્માને શાંતિ મળે. તેમણે મને ઘણુંબધું શીખવાડ્યું છે જેને હું લાઇફમાં અનેક રીતે ઉપયોગમાં લઈ રહી છું. તેઓ જ્યારે ડાન્સ કરતાં તો એમ લાગતું હતું કે એક આખી બુક જોઈ રહ્યા છીએ. તેઓ જે પણ કહેવા માગતાં હતાં એ તેમના ચહેરાના હાવભાવમાં અને બૉડી લૅન્ગ્વેજમાં સ્પષ્ટ દેખાતું હતું.

  - કાજોલ

  6/13
 • સરોજજીના આત્માને શાંતિ મળે. તમે મારા માટે અને કેટલાય લોકો માટે પ્રેરણાસ્રોત હતાં. તમારાં ગીતો માટે આભાર. - ફારાહ ખાન

  સરોજજીના આત્માને શાંતિ મળે. તમે મારા માટે અને કેટલાય લોકો માટે પ્રેરણાસ્રોત હતાં. તમારાં ગીતો માટે આભાર.

  - ફારાહ ખાન

  7/13
 • એક લેજન્ડે દુનિયામાંથી વિદાય લીધી. હું એ ક્ષણ હજી પણ નથી ભૂલી શકતી જ્યારે હું તમને પહેલી વખત ‘કિતાબેં’ની કોરિયોગ્રાફી વખતે મળી હતી. તમને જોઈને તો હું ધ્રુસ્કે- ધ્રુસ્કે રડવા લાગી હતી. તમારા કામની તો હું મોટી ફૅન હતી. વિશ્વાસ નથી બેસતો કે તમે નથી રહ્યાં. - શિલ્પા શેટ્ટી કુન્દ્રા

  એક લેજન્ડે દુનિયામાંથી વિદાય લીધી. હું એ ક્ષણ હજી પણ નથી ભૂલી શકતી જ્યારે હું તમને પહેલી વખત ‘કિતાબેં’ની કોરિયોગ્રાફી વખતે મળી હતી. તમને જોઈને તો હું ધ્રુસ્કે- ધ્રુસ્કે રડવા લાગી હતી. તમારા કામની તો હું મોટી ફૅન હતી. વિશ્વાસ નથી બેસતો કે તમે નથી રહ્યાં.

  - શિલ્પા શેટ્ટી કુન્દ્રા

  8/13
 • એક ટેક્નિશ્યનનો દીકરો હોવાથી હું જાણતો હતો કે સિનેમા એટલે કૅમેરાની પાછળના કલાકારો. સરોજજીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું, તમે એક ઇન્સ્ટિટ્યુશન હતાં. તમારી કળા અપ્રિતમ હતી. તમારી ફૅમિલી પ્રતિ સંવેદના. - અજય દેવગન

  એક ટેક્નિશ્યનનો દીકરો હોવાથી હું જાણતો હતો કે સિનેમા એટલે કૅમેરાની પાછળના કલાકારો. સરોજજીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું, તમે એક ઇન્સ્ટિટ્યુશન હતાં. તમારી કળા અપ્રિતમ હતી. તમારી ફૅમિલી પ્રતિ સંવેદના.

  - અજય દેવગન

  9/13
 • અનેક પેઢીની હિરોઇનને તેમણે ઓળખ અપાવી છે. કદાચ સરોજ ખાન વગર તો ‘મિસ્ટર ઇન્ડિયા’ આવી બની પણ ન હોત. તમે તેમને શ્રીદેવી સાથે રિહર્સલ કરતાં જોયાં હશે. તેઓ અદ્ભુત હતાં. તેમનામાં ગજબની એનર્જી હતી. જો તમે આખી રાત પણ શૂટ કરો તો પણ તેમના ચહેરા પર સ્માઇલ હશે અને તેઓ સતત ડાન્સ કરતાં રહેશે. - શેખર કપૂર

  અનેક પેઢીની હિરોઇનને તેમણે ઓળખ અપાવી છે. કદાચ સરોજ ખાન વગર તો ‘મિસ્ટર ઇન્ડિયા’ આવી બની પણ ન હોત. તમે તેમને શ્રીદેવી સાથે રિહર્સલ કરતાં જોયાં હશે. તેઓ અદ્ભુત હતાં. તેમનામાં ગજબની એનર્જી હતી. જો તમે આખી રાત પણ શૂટ કરો તો પણ તેમના ચહેરા પર સ્માઇલ હશે અને તેઓ સતત ડાન્સ કરતાં રહેશે.

  - શેખર કપૂર

  10/13
 • માસ્ટરજી મને હંમેશાં કહેતાં કે તારા પગ નથી ચાલી શકતા તો ચહેરો તો ચલાવ. આ જ બાબત તેમણે મને શીખવાડી છે. ડાન્સને એન્જૉય કરવા માટે સ્માઇલ આપો અને આંખોથી પણ સ્માઇલ કરો. તેમના જેવું તો બીજું કોઈ નહીં આવી શકે. ઍક્ટર્સ જે પણ તેમને પ્રેમ કરે છે તેમના માટે ડાન્સ અને હાવભાવ હવેથી આવા નહીં જોવા મળે. લવ. માસ્ટરજી. જ્યાં સુધી અમે ફરીથી ડાન્સ કરીશું. RIP. - કરીના કપૂર ખાન

  માસ્ટરજી મને હંમેશાં કહેતાં કે તારા પગ નથી ચાલી શકતા તો ચહેરો તો ચલાવ. આ જ બાબત તેમણે મને શીખવાડી છે. ડાન્સને એન્જૉય કરવા માટે સ્માઇલ આપો અને આંખોથી પણ સ્માઇલ કરો. તેમના જેવું તો બીજું કોઈ નહીં આવી શકે. ઍક્ટર્સ જે પણ તેમને પ્રેમ કરે છે તેમના માટે ડાન્સ અને હાવભાવ હવેથી આવા નહીં જોવા મળે. લવ. માસ્ટરજી. જ્યાં સુધી અમે ફરીથી ડાન્સ કરીશું. RIP.

  - કરીના કપૂર ખાન

  11/13
 • સવારના જાગતાં જ દુઃખદ સમાચાર મળ્યા કે સરોજ ખાનજીનું નિધન થયું છે. તેઓ ડાન્સને એટલો તો સરળ બનાવતાં હતાં કે કોઈ પણ ડાન્સ કરી શકતું હતું. ઇન્ડસ્ટ્રી માટે તો આ એક મોટું નુકસાન છે. તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના. - અક્ષયકુમાર

  સવારના જાગતાં જ દુઃખદ સમાચાર મળ્યા કે સરોજ ખાનજીનું નિધન થયું છે. તેઓ ડાન્સને એટલો તો સરળ બનાવતાં હતાં કે કોઈ પણ ડાન્સ કરી શકતું હતું. ઇન્ડસ્ટ્રી માટે તો આ એક મોટું નુકસાન છે. તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના.

  - અક્ષયકુમાર

  12/13
 • સરોજજી તો એક ઇન્સ્ટિટ્યુશન હતાં. તેમણે અનેક કોરિયોગ્રાફર્સ, ડાન્સર્સ, ઍક્ટર્સ અને ડિરેક્ટર્સને પોતાના કામ દ્વારા તેમના લક્ષ્યને સાધવામાં મદદ કરી છે. તેમની કળા અને વારસો હંમેશાં માટે જીવંત રહેશે. તેમનાં ફૅમિલી, ફ્રેન્ડ્સ અને ફૅન્સ માટે દિલથી સંવેદના વ્યક્ત કરું છું. - અનુષ્કા શર્મા

  સરોજજી તો એક ઇન્સ્ટિટ્યુશન હતાં. તેમણે અનેક કોરિયોગ્રાફર્સ, ડાન્સર્સ, ઍક્ટર્સ અને ડિરેક્ટર્સને પોતાના કામ દ્વારા તેમના લક્ષ્યને સાધવામાં મદદ કરી છે. તેમની કળા અને વારસો હંમેશાં માટે જીવંત રહેશે. તેમનાં ફૅમિલી, ફ્રેન્ડ્સ અને ફૅન્સ માટે દિલથી સંવેદના વ્યક્ત કરું છું.

  - અનુષ્કા શર્મા

  13/13
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ માટે સરોજ ખાનનું નિધન કદી ન પૂરી થનારી ક્ષતિ સમાન છે. તેમના અવસાનથી બૉલીવુડમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. સરોજ ખાનનું સાચું નામ નિર્મલા નાગપાલ હતું. તેમણે અનેક ડાન્સ રિયલિટી શો જજ કર્યા હતા. તેમના અવસાનથી બૉલીવુડે સોશ્યલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે.

(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK