ગુજરાતીઓ હંમેશા તેમની વ્યાપારી સૂઝબુઝ માટે વખણાતા હોય છે. ગુજરાતી હોય અને ધંધો પહેલી પસંદ ન હોય તેવું બને જ નહીં. જાણીતા પ્રોડ્યુસર આનંદ પંડિત (Anand Pandit) એક આવા જ ખુલ્લા દિલના ગુજરાતી છે અને એમની સૌથી મજાની વાત છે કે એ બિંધાસ્ત કહે છે કે રિયલ એસ્ટેટ અને ફિલ્મો તેમના ગમતા ક્ષેત્રો છે જેમાં તેમણે ધારદાર કાઠું કાઢ્યું છે. તેમનો જન્મદિવસ હજી ગઇ કાલે જ ગયો છે ત્યારે જોઇએ આનંદ પંડિતની તસવીરો, જે તેમની સફળતાના પુરાવાનું વિઝ્યૂઅલ છે.