Happy Birthday: પહેલા કરતાં વધારે હોટ અને નશીલી બની ગઈ છે કેટરીના કૅફ

Updated: Jul 16, 2020, 13:18 IST | Chirantana Bhatt
 • કૅટરીના કૈફ બૉલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેની ચમકદાર ત્વચા હોય કે પછી ફિટ બૉડી હોય લોકો તેના દિવાના છે. જાણો તેના વિષે કેટલીક અજાણી વાતો.

  કૅટરીના કૈફ બૉલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેની ચમકદાર ત્વચા હોય કે પછી ફિટ બૉડી હોય લોકો તેના દિવાના છે. જાણો તેના વિષે કેટલીક અજાણી વાતો.

  1/22
 • હોંગકોંગમાં જન્મેલી કૅટરીનાના પિતા કાશ્મીરી અને માતા ઇંગ્લિશ છે. તે બહુ નાની હતી ત્યારે જ તેના પેરન્ટ્સ છુટા પડી ગયા હતા.

  હોંગકોંગમાં જન્મેલી કૅટરીનાના પિતા કાશ્મીરી અને માતા ઇંગ્લિશ છે. તે બહુ નાની હતી ત્યારે જ તેના પેરન્ટ્સ છુટા પડી ગયા હતા.

  2/22
 • આઠ વર્ષની વયે તે ફ્રાંસ ગઇ અને ત્યાર બાદ માતા સાથે સ્વિટ્ઝરલેન્ડ, પોલેન્ડ, જર્મની અને બેલ્જીયમ જેવા દેશોમાં રહી છે. તેણે લંડનમાં એન્જિનિયરીંગ કરવાની શરૂઆત કરી પણ એને મજા ન આવી.

  આઠ વર્ષની વયે તે ફ્રાંસ ગઇ અને ત્યાર બાદ માતા સાથે સ્વિટ્ઝરલેન્ડ, પોલેન્ડ, જર્મની અને બેલ્જીયમ જેવા દેશોમાં રહી છે. તેણે લંડનમાં એન્જિનિયરીંગ કરવાની શરૂઆત કરી પણ એને મજા ન આવી.

  3/22
 • ચૌદ વર્ષની વયે તેણે હવાઇમાં મોડલિંગ કરવાની શરૂઆત કરી.

  ચૌદ વર્ષની વયે તેણે હવાઇમાં મોડલિંગ કરવાની શરૂઆત કરી.

  4/22
 • તેની મૂળ અટક તો જુદી છે પણ તેને પોતાની અટક બદલવી હતી અને એ દિવસોમાં ક્રિકેટ મોહમંદ કૈફ બહુ ફેમસ હતો તો એણે આ અટક અપનાવી લીધી.

  તેની મૂળ અટક તો જુદી છે પણ તેને પોતાની અટક બદલવી હતી અને એ દિવસોમાં ક્રિકેટ મોહમંદ કૈફ બહુ ફેમસ હતો તો એણે આ અટક અપનાવી લીધી.

  5/22
 • મુસ્લિમ પિતા અને ખ્રિસ્તી મા હોવાને નાતે કેટરીના બધા જ ધર્મોને અનુસરી અને તે ભગવાનમાં બહુ વિશ્વાસ ધરાવે છે.

  મુસ્લિમ પિતા અને ખ્રિસ્તી મા હોવાને નાતે કેટરીના બધા જ ધર્મોને અનુસરી અને તે ભગવાનમાં બહુ વિશ્વાસ ધરાવે છે.

  6/22
 • તે સાત બહેનોથી ભર્યા કુટુંબમાં ઉછરી છે અને ઘરનું વાતાવરણ બહુ ભારતીય ટચ વાળું હતું અને માટે જ તે પોતાની જાતમાં આટલી બધી ભારતીયતા હોવાની વાતને પુષ્ટિ આપે છે.

  તે સાત બહેનોથી ભર્યા કુટુંબમાં ઉછરી છે અને ઘરનું વાતાવરણ બહુ ભારતીય ટચ વાળું હતું અને માટે જ તે પોતાની જાતમાં આટલી બધી ભારતીયતા હોવાની વાતને પુષ્ટિ આપે છે.

  7/22
 • કૅટરીનાએ 2003માં બૂમ ફિલ્મથી બૉલીવુડમાં શરૂઆત કરી. ફિલ્મ તો ન ચાલી પણ કૈટરીના ચાલી ગઇ. તેણે શરૂઆતી વર્ષોમાં સલમાન ખાનની સલાહ લઇને ફિલ્મો પસંદ કરવાનું નક્કી કર્યું. વળી તે સાજીદ નડિયાદવાલા અને ડેવીડ ધવનની પણ સલાહ લેતી. જો કે તેણે કહેલું કે અંતિમ નિર્ણય તો તેનો પોતાનો જ રહેતો.

  કૅટરીનાએ 2003માં બૂમ ફિલ્મથી બૉલીવુડમાં શરૂઆત કરી. ફિલ્મ તો ન ચાલી પણ કૈટરીના ચાલી ગઇ. તેણે શરૂઆતી વર્ષોમાં સલમાન ખાનની સલાહ લઇને ફિલ્મો પસંદ કરવાનું નક્કી કર્યું. વળી તે સાજીદ નડિયાદવાલા અને ડેવીડ ધવનની પણ સલાહ લેતી. જો કે તેણે કહેલું કે અંતિમ નિર્ણય તો તેનો પોતાનો જ રહેતો.

  8/22
 • તે મુંબઇ મૉડલ બનવા આવી હતી અને ફોટોગ્રાફર ફારુખ ચૌથિયાની મદદથી સારા એસાઇન્ટમેન્ટ મળ્યા પણ બહુ લાંબુ ન ચાલ્યા અને ડબ્બુ રત્નાનીએ તેનું ગ્લેમરસ ફોટો શૂટ કર્યું પછી તે વિષે બૉલીવુડમા ચર્ચા થવા માંડી.

  તે મુંબઇ મૉડલ બનવા આવી હતી અને ફોટોગ્રાફર ફારુખ ચૌથિયાની મદદથી સારા એસાઇન્ટમેન્ટ મળ્યા પણ બહુ લાંબુ ન ચાલ્યા અને ડબ્બુ રત્નાનીએ તેનું ગ્લેમરસ ફોટો શૂટ કર્યું પછી તે વિષે બૉલીવુડમા ચર્ચા થવા માંડી.

  9/22
 • તેમે કહેલું કે બૂમ ફિલ્મમાં તો તેને કેમેરા એંગલ્સ કે ભાષાની પણ સમજ નહોતી. તે માને છે કે રામગોપાલ વર્માની સરકાર ફિલ્મને પગલે તેનું ફિલ્મી કરિયર સાચે પાટે ચઢ્યું.

  તેમે કહેલું કે બૂમ ફિલ્મમાં તો તેને કેમેરા એંગલ્સ કે ભાષાની પણ સમજ નહોતી. તે માને છે કે રામગોપાલ વર્માની સરકાર ફિલ્મને પગલે તેનું ફિલ્મી કરિયર સાચે પાટે ચઢ્યું.

  10/22
 • તેણે દક્ષિણના સુપર સ્ટાર વેંકટેશની સાથે તેલુગુ ફિલ્મ મલ્લિસ્વરી પણ કરી.

  તેણે દક્ષિણના સુપર સ્ટાર વેંકટેશની સાથે તેલુગુ ફિલ્મ મલ્લિસ્વરી પણ કરી.

  11/22
 • રિઝ્વી કૉલેજ પાસે બે બેડરૂમનાં ફ્લેટમાં રહેનારી કૅટરીના તેના પરિવારને બહુ મિસ કરતી. તે કહે છે કે સદનસીબે તેની સાથે કોઇ અણછાજતો બનાવ ન બન્યો અને તેને સરળતાથી કામ મળતું ગયું.

  રિઝ્વી કૉલેજ પાસે બે બેડરૂમનાં ફ્લેટમાં રહેનારી કૅટરીના તેના પરિવારને બહુ મિસ કરતી. તે કહે છે કે સદનસીબે તેની સાથે કોઇ અણછાજતો બનાવ ન બન્યો અને તેને સરળતાથી કામ મળતું ગયું.

  12/22
 • તેને હિંદી બહુ આવડતું નહીં પણ તેને એનાથી ફેર ન પડતો બસ એને રિક્ષા વાળા સાથે બહુ માથાકુટ કરવી પડતી એમ તેનું કહેવું છે.

  તેને હિંદી બહુ આવડતું નહીં પણ તેને એનાથી ફેર ન પડતો બસ એને રિક્ષા વાળા સાથે બહુ માથાકુટ કરવી પડતી એમ તેનું કહેવું છે.

  13/22
 • તે લંડનથી આવી હોવાથી તેનું ડ્રેસિંગ વધુ કેઝ્યૂઅલ હતું અને લોકો તેને મ્હોં ફાડીને જોયા કરતા તો કૅટરીનાને અજુગતું લાગતું, તેણે પોતાનું ડ્રેસિંગ બદલી નાખ્યું હતું.

  તે લંડનથી આવી હોવાથી તેનું ડ્રેસિંગ વધુ કેઝ્યૂઅલ હતું અને લોકો તેને મ્હોં ફાડીને જોયા કરતા તો કૅટરીનાને અજુગતું લાગતું, તેણે પોતાનું ડ્રેસિંગ બદલી નાખ્યું હતું.

  14/22
 • સમયાંતરે તેણે હિંદી શિખવાનું અને કથકની ટ્રેઇનિંગ લેવાનું શરૂ કર્યું.

  સમયાંતરે તેણે હિંદી શિખવાનું અને કથકની ટ્રેઇનિંગ લેવાનું શરૂ કર્યું.

  15/22
 • તેણે તેલુગુમાં અલ્લારી પિડુગુ અને લમયાલમમાં બલરામ વર્સિઝ તારાદાસ ફિલ્મોમાં કામ કર્યું.

  તેણે તેલુગુમાં અલ્લારી પિડુગુ અને લમયાલમમાં બલરામ વર્સિઝ તારાદાસ ફિલ્મોમાં કામ કર્યું.

  16/22
 • સલમાન ખાને તેને બહુ ગાઇડ કરી છે તેમ કહેતા કૅટરીના ઉમેરે છે કે ખાન પરિવારને કારણે તેને મુંબઇમાં ક્યારેય એકલું નથી લાગ્યું.

  સલમાન ખાને તેને બહુ ગાઇડ કરી છે તેમ કહેતા કૅટરીના ઉમેરે છે કે ખાન પરિવારને કારણે તેને મુંબઇમાં ક્યારેય એકલું નથી લાગ્યું.

  17/22
 • તેણે એમ પણ કહ્યું છે કે તે જાણે અજાણ્યે તેના પુરુષ સાથીમાં ફાધર ફિગર શોધતી રહે છે કારણકે તે પિતા વગર ઉછરી છે. તેને પોતાની ઉંમરનાં લોકો સાથે બહુ ફાવતું નથી.

  તેણે એમ પણ કહ્યું છે કે તે જાણે અજાણ્યે તેના પુરુષ સાથીમાં ફાધર ફિગર શોધતી રહે છે કારણકે તે પિતા વગર ઉછરી છે. તેને પોતાની ઉંમરનાં લોકો સાથે બહુ ફાવતું નથી.

  18/22
 • થોડી ફિલ્મો તો ફેઇલ ગઇ પણ વિપુલ શાહની નમસ્તે લંડન જેમાં તેની સાથે અક્ષય કુમાર હતો તે ફિલ્મ સારી એવી હિટ ગઇ અને ફરી આ જોડીએ વેલકમ અને સિંઘ ઇઝ કિંગમાં કામ કર્યું. આ પછી તેણે ન્યુ યોર્ક, રાજનિતિ, ઝિંદગી ના મિલેગી દુબારા અને એક થા ટાઇગર જેવી ફિલ્મો અન્ય અભિનેતાઓ સાથે પણ કરી.

  થોડી ફિલ્મો તો ફેઇલ ગઇ પણ વિપુલ શાહની નમસ્તે લંડન જેમાં તેની સાથે અક્ષય કુમાર હતો તે ફિલ્મ સારી એવી હિટ ગઇ અને ફરી આ જોડીએ વેલકમ અને સિંઘ ઇઝ કિંગમાં કામ કર્યું. આ પછી તેણે ન્યુ યોર્ક, રાજનિતિ, ઝિંદગી ના મિલેગી દુબારા અને એક થા ટાઇગર જેવી ફિલ્મો અન્ય અભિનેતાઓ સાથે પણ કરી.

  19/22
 • હિંદી ખરાબ હોવાને કારણે તેનું ડબિંગ બીજા કોઇ પાસે કરાવાતું પણ બાદમાં દે દનાદન સિવાયની બધી ફિલ્મોમાં તેણે પોતે જ ડબિંગ કરવાનું નક્કી કર્યું.

  હિંદી ખરાબ હોવાને કારણે તેનું ડબિંગ બીજા કોઇ પાસે કરાવાતું પણ બાદમાં દે દનાદન સિવાયની બધી ફિલ્મોમાં તેણે પોતે જ ડબિંગ કરવાનું નક્કી કર્યું.

  20/22
 • કૅટરીના એક ફ્રેન્ડલી છોકરી છે અને તે કોઇને ઝડપથી ઉતારી નથી પાડતી. તે કહે છે કે તે સારી પેઠે જાણે છે કે તેને જિંદગીમાં શું જોઇએ છે.

  કૅટરીના એક ફ્રેન્ડલી છોકરી છે અને તે કોઇને ઝડપથી ઉતારી નથી પાડતી. તે કહે છે કે તે સારી પેઠે જાણે છે કે તેને જિંદગીમાં શું જોઇએ છે.

  21/22
 • કૅટરીનાને જન્મ દિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ...

  કૅટરીનાને જન્મ દિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ...

  22/22
 • loading...

ફોટોઝ વિશે

ચૌદ વર્ષની વયે પોતાની કારકિર્દી શરૂ કરનારી કૅટરીના કૈફની સફર મજાની રહી છે. તેણે બૉલીવુડમાં બ્લોક બસ્ટર ફિલ્મોમાં અભિનય કર્યો છે અને આજે 16, જુલાઇ તેનો જન્મ દિવસ છે. તેની જુની તસવીરો જોઇ તમે પણ એક વાર વિચારમાં પડી જશો કે શું આ સેઇમ છોકરી છે? તસવીરો- ઇન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK