Happy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે?

Updated: Jul 06, 2020, 13:38 IST | Chirantana Bhatt
  • 6 જુલાઇ 1986ના રોજ જન્મેલા રણવીર સિંહનું સાચુ નામ છે રણવીર ભાવનાની. બહુ ઓછા લોકો જાણે છે કે તેણે પોતાની અટક પડતી મુકી કારણકે તેને લાગતું હતું કે એ અટક બહુ લાંબી છે અને ‘સેલેબલ કોમોડીટી’ નથી. તેણે પોતાના દાદા શીખ હોવાને કારણે પોતાના નામમાં સિંહ ઉમેરી દીધું. તસવીરમા તે પોતાની મમ્મી અંજુ હિંગોરાની ભાવનાની તથા બહેન રિતીકા ભાવનાની સાથે દેખાય છે.

    6 જુલાઇ 1986ના રોજ જન્મેલા રણવીર સિંહનું સાચુ નામ છે રણવીર ભાવનાની. બહુ ઓછા લોકો જાણે છે કે તેણે પોતાની અટક પડતી મુકી કારણકે તેને લાગતું હતું કે એ અટક બહુ લાંબી છે અને સેલેબલ કોમોડીટી નથી. તેણે પોતાના દાદા શીખ હોવાને કારણે પોતાના નામમાં સિંહ ઉમેરી દીધું. તસવીરમા તે પોતાની મમ્મી અંજુ હિંગોરાની ભાવનાની તથા બહેન રિતીકા ભાવનાની સાથે દેખાય છે.

    1/23
  • તેને નાનપણથી એ એક્ટર થવું હતું અને તે ઘણા ઇન્ટરવ્યુઝમાં આ કબુલી ચુક્યો છે. તસવીરમા તે પોતાના પિતા જગજીત સિંહ તથા દાદા સુરેન્દર સિંહ ભાવનાની સાથે.

    તેને નાનપણથી એ એક્ટર થવું હતું અને તે ઘણા ઇન્ટરવ્યુઝમાં આ કબુલી ચુક્યો છે. તસવીરમા તે પોતાના પિતા જગજીત સિંહ તથા દાદા સુરેન્દર સિંહ ભાવનાની સાથે.

    2/23
  • નેવુંની ફિલ્મોએ તેનો સિનેમામાં ટેસ્ટ વિકસાવ્યો છે અને રણવીર પોતે ગોવિંદાનો બહુ મોટો ફેન છે. તે પહેલેથી જ ટીવી સામે ચોંટીને બેસી રહેતો જ્યારે તેના દોસ્તો બહાર રમતા.

    નેવુંની ફિલ્મોએ તેનો સિનેમામાં ટેસ્ટ વિકસાવ્યો છે અને રણવીર પોતે ગોવિંદાનો બહુ મોટો ફેન છે. તે પહેલેથી જ ટીવી સામે ચોંટીને બેસી રહેતો જ્યારે તેના દોસ્તો બહાર રમતા.

    3/23
  • 1985માં જન્મેલો રણવીર પોતાને નાઇન્ટીઝ કિડ કહે છે, અને આ સમયે જ તેને ઘડ્યો છે એમ પણ તે હંમેશા કહેતો આવ્યો છે. એ સમયની ફિલ્મો, પૉપ કલ્ચર, ફેશન, સંગીત બધું જ તેના ઘડતરનો ભાગ રહ્યું છે. તસવીરમાં ડબલ્યુ ડબલ્યુ એફનાં હલ્ક હોગાનનાં પોસ્ટર પાસે પોઝ આપતો રણવીર.

    1985માં જન્મેલો રણવીર પોતાને નાઇન્ટીઝ કિડ કહે છે, અને આ સમયે જ તેને ઘડ્યો છે એમ પણ તે હંમેશા કહેતો આવ્યો છે. એ સમયની ફિલ્મો, પૉપ કલ્ચર, ફેશન, સંગીત બધું જ તેના ઘડતરનો ભાગ રહ્યું છે. તસવીરમાં ડબલ્યુ ડબલ્યુ એફનાં હલ્ક હોગાનનાં પોસ્ટર પાસે પોઝ આપતો રણવીર.

    4/23
  • દુરદર્શન જોઇને ઉછરેલો રણવીર રામાયણ, મહાભારત અને છાયાગીત પણ પ્રેમથી જોતો.

    દુરદર્શન જોઇને ઉછરેલો રણવીર રામાયણ, મહાભારત અને છાયાગીત પણ પ્રેમથી જોતો.

    5/23
  • તેણે કહ્યું છે કે તેની મમ્મી બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અને સાન્તા બાર્બારા જોતી ત્યારે પણ તે પોતે જોવા બેસી જતો.

    તેણે કહ્યું છે કે તેની મમ્મી બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અને સાન્તા બાર્બારા જોતી ત્યારે પણ તે પોતે જોવા બેસી જતો.

    6/23
  • હાલમાં રણવીર બૉલીવુડનો સૌથી યંગ સુપરસ્ટાર છે. તેણે એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મો કરી છે.

    હાલમાં રણવીર બૉલીવુડનો સૌથી યંગ સુપરસ્ટાર છે. તેણે એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મો કરી છે.

    7/23
  • એક સમયે તે કૉલેજમાં લેખનમાં આગળ વધવાનું પણ વિચારી રહ્યો હતો. નાનપણમાં અક્ષયને મળ્યો હતો તે ફોટોગ્રાફ તેણે ફેન બૉય મોમેન્ટ એમ લખીને શેર કર્યો છે.

    એક સમયે તે કૉલેજમાં લેખનમાં આગળ વધવાનું પણ વિચારી રહ્યો હતો. નાનપણમાં અક્ષયને મળ્યો હતો તે ફોટોગ્રાફ તેણે ફેન બૉય મોમેન્ટ એમ લખીને શેર કર્યો છે.

    8/23
  • બ્લુમિંગ્ટનની ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી તે બેચલર ઑફ આર્ટ્સ ભણી રહ્યો હતો પણ એક્ટિંગનો મોહ યથાવત હતો. ભારત આવી તેણે ફિલ્મોમાં ઑડિશન આપવાનું શરૂ કર્યું. તસવીરમાં તેની બહેન રિતિકા સાથેની રક્ષાબંધનની યાદો.

    બ્લુમિંગ્ટનની ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી તે બેચલર ઑફ આર્ટ્સ ભણી રહ્યો હતો પણ એક્ટિંગનો મોહ યથાવત હતો. ભારત આવી તેણે ફિલ્મોમાં ઑડિશન આપવાનું શરૂ કર્યું. તસવીરમાં તેની બહેન રિતિકા સાથેની રક્ષાબંધનની યાદો.

    9/23
  • મુંબઇ પહોંચીને રણવીરે ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરવાનુ ચાલુ કર્યું અને સાથે થિએટર પણ કરતો હતો. તે બહુ ક્લિયર હતો કે તેને મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મોમાં અભિનય કરવો છે. નાનપણની તસવીરો પુરાવો છે કે એ કેટલો ધમાલિયો હશે.

    મુંબઇ પહોંચીને રણવીરે ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરવાનુ ચાલુ કર્યું અને સાથે થિએટર પણ કરતો હતો. તે બહુ ક્લિયર હતો કે તેને મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મોમાં અભિનય કરવો છે. નાનપણની તસવીરો પુરાવો છે કે એ કેટલો ધમાલિયો હશે.

    10/23
  • રણવીર સિંહની એક્ટર બનવાની જર્ની બહુ રસપ્રદ છે. તે જ્યારે લોકોને કામ માટે મળવા જતો ત્યારે ડિરેક્ટર્સ વગેરેને લાગતું કે સાવ નવો છે તો શિખવાડવું સહેલું રહેશે પણ સાથે તેને માટે એવો અભિપ્રાય પણ હતો કે એ બહુ ગુડલુકિંગ નથી. જુઓ એ નાનો હતો ત્યારે ય આવા વિચિત્ર નખરા કરો, મોહોક હેરસ્ટાઇલ એણે સ્કૂલમાં હતો ત્યારે ટ્રાય કરેલી.

    રણવીર સિંહની એક્ટર બનવાની જર્ની બહુ રસપ્રદ છે. તે જ્યારે લોકોને કામ માટે મળવા જતો ત્યારે ડિરેક્ટર્સ વગેરેને લાગતું કે સાવ નવો છે તો શિખવાડવું સહેલું રહેશે પણ સાથે તેને માટે એવો અભિપ્રાય પણ હતો કે એ બહુ ગુડલુકિંગ નથી. જુઓ એ નાનો હતો ત્યારે ય આવા વિચિત્ર નખરા કરો, મોહોક હેરસ્ટાઇલ એણે સ્કૂલમાં હતો ત્યારે ટ્રાય કરેલી.

    11/23
  • આખરે એક દિવસ તેને યશરાજ ફિલ્મ્સમાંથી કૉલ આવ્યો. તેના મેન્ટોર અને પ્રોડ્યુસર આદિત્ય ચોપરાએ તેને કહ્યું હતું કે તને લોકો પસંદ કરે એવું તું માનતો હોય તો પ્લીઝ એક્ટિંગ તો કરજે જ. આ ઇનડાયરેક્ટલી એમ કહેવાયું હતુ કે લોકો તને જોઇને તાર ફેન નહીં બને, તું દેખાવડો નથી. તસવીરમા રણવીર ફોટોગ્રાફર રોહન શ્રેશ્ઠા સાથે જે તેનો બાળપણનો દોસ્ત છે.

    આખરે એક દિવસ તેને યશરાજ ફિલ્મ્સમાંથી કૉલ આવ્યો. તેના મેન્ટોર અને પ્રોડ્યુસર આદિત્ય ચોપરાએ તેને કહ્યું હતું કે તને લોકો પસંદ કરે એવું તું માનતો હોય તો પ્લીઝ એક્ટિંગ તો કરજે જ. આ ઇનડાયરેક્ટલી એમ કહેવાયું હતુ કે લોકો તને જોઇને તાર ફેન નહીં બને, તું દેખાવડો નથી. તસવીરમા રણવીર ફોટોગ્રાફર રોહન શ્રેશ્ઠા સાથે જે તેનો બાળપણનો દોસ્ત છે.

    12/23
  • રણવીર સિંહે મિડ-ડેને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે રણબીર કપૂરે બેન્ડ બાજા બારાતને ના પાડી હતી અને વાયઆરએફને નવો ચહેરો જોઇતો હતો અને મને આ કૉલ આવ્યો. મને ખબર હતી કે એક દિવસ આવું થશે જ અને માટે મેં આ પહેલાં કોઇ મોડેલિંગ કે મ્યુઝિક વિડીયો ન કર્યા. હું આઉટસાઇડર હતો તો ય મને મોટો બ્રેક મળ્યો અને એ પણ સ્ટાર અનુષ્કા શર્મા સામે અભિનય કરવાની તક મળી. નાનપણની આ તસવીરમાં નાટકમાં ભાગ લીધેલા રણવીરનો લુક.

    રણવીર સિંહે મિડ-ડેને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે રણબીર કપૂરે બેન્ડ બાજા બારાતને ના પાડી હતી અને વાયઆરએફને નવો ચહેરો જોઇતો હતો અને મને આ કૉલ આવ્યો. મને ખબર હતી કે એક દિવસ આવું થશે જ અને માટે મેં આ પહેલાં કોઇ મોડેલિંગ કે મ્યુઝિક વિડીયો ન કર્યા. હું આઉટસાઇડર હતો તો ય મને મોટો બ્રેક મળ્યો અને એ પણ સ્ટાર અનુષ્કા શર્મા સામે અભિનય કરવાની તક મળી. નાનપણની આ તસવીરમાં નાટકમાં ભાગ લીધેલા રણવીરનો લુક.

    13/23
  • જ્યારે રણવીરે એવી વાતો સાંભળી કે તેને લૉન્ચ કરવા માટે તેના પિતાએ બૉલીવુડમાં પૈસા રોક્યા છે ત્યારે તે બહુ હર્ટ થયો હતો. આવી ગૉસિપને કારણે તેને પોતાની જ શરૂઆતી સફળતાની મજા નહોતી આવી.

    જ્યારે રણવીરે એવી વાતો સાંભળી કે તેને લૉન્ચ કરવા માટે તેના પિતાએ બૉલીવુડમાં પૈસા રોક્યા છે ત્યારે તે બહુ હર્ટ થયો હતો. આવી ગૉસિપને કારણે તેને પોતાની જ શરૂઆતી સફળતાની મજા નહોતી આવી.

    14/23
  • રણવીર સિંહ, સોનમ કપૂરનો દુરનો સબંધી પણ છે. સોનમ કપૂરની નાની અને રણવીર સિંહના દાદા ભાઇ બહેન થાય. રણવીરને તેની ટેલેન્ટને કારણે કામ મળ્યું છે, કનેક્શન્સને લીધે નહીં તેનો તેને ગર્વ છે.

    રણવીર સિંહ, સોનમ કપૂરનો દુરનો સબંધી પણ છે. સોનમ કપૂરની નાની અને રણવીર સિંહના દાદા ભાઇ બહેન થાય. રણવીરને તેની ટેલેન્ટને કારણે કામ મળ્યું છે, કનેક્શન્સને લીધે નહીં તેનો તેને ગર્વ છે.

    15/23
  • રણવીરના ઑડિશનની સ્ટોરી પણ કમાલની છે કારણકે તેને બે ત્રણ સીન કરવાના હતા. જેમાંથી બીજા સીનમાં ડાન્સ કરવાનો હતો અને ફિલ્મનાં ડાયરેક્ટર મનીષ શર્માએ કેમેરા ઓન કરી તેને કહ્યું કે જે ગીત પર ડાન્સ કરવો હોય તેની પર કર તો રણવીરે અનીલ કપૂરનાં માય નેમ ઇઝ લખન ગીત પર તથા મલાઇકા અરોરાનાં છૈયા છૈયા પર ડાન્સ કર્યો હતો. રણવીરને બહુ જોરદાર ફિડબેક મળ્યું હતું.

    રણવીરના ઑડિશનની સ્ટોરી પણ કમાલની છે કારણકે તેને બે ત્રણ સીન કરવાના હતા. જેમાંથી બીજા સીનમાં ડાન્સ કરવાનો હતો અને ફિલ્મનાં ડાયરેક્ટર મનીષ શર્માએ કેમેરા ઓન કરી તેને કહ્યું કે જે ગીત પર ડાન્સ કરવો હોય તેની પર કર તો રણવીરે અનીલ કપૂરનાં માય નેમ ઇઝ લખન ગીત પર તથા મલાઇકા અરોરાનાં છૈયા છૈયા પર ડાન્સ કર્યો હતો. રણવીરને બહુ જોરદાર ફિડબેક મળ્યું હતું.

    16/23
  • રણવીરને ડાયરેક્ટરે કહ્યુ કે તને રિધમની સમજ છે પણ તારી ડાન્સ કરવાની સ્ટાઇલ તો બહુ જ ખરાબ છે...શું આવ તમે માની શકશો? રણવીર તેની મમ્મી અને બહેન સાથે આ તસવીરમાં.

    રણવીરને ડાયરેક્ટરે કહ્યુ કે તને રિધમની સમજ છે પણ તારી ડાન્સ કરવાની સ્ટાઇલ તો બહુ જ ખરાબ છે...શું આવ તમે માની શકશો? રણવીર તેની મમ્મી અને બહેન સાથે આ તસવીરમાં.

    17/23
  • રણવીરને તેની પહેલી ફિલ્મમાં અંગે બહુ સારા પ્રતિભાવ મળ્યા અને સતત લાઇમલાઇટમાં તેના ઘેલાંથી ચર્ચામાં રહેતો રણવીર એક સમયે લાઇમલાઇટમાં નર્વસ થઇ જતો હતો.

    રણવીરને તેની પહેલી ફિલ્મમાં અંગે બહુ સારા પ્રતિભાવ મળ્યા અને સતત લાઇમલાઇટમાં તેના ઘેલાંથી ચર્ચામાં રહેતો રણવીર એક સમયે લાઇમલાઇટમાં નર્વસ થઇ જતો હતો.

    18/23
  •  આ તસવીરમાં રણવીર સિંહ તેની ફિલ્મ લેડીઝ વર્સિસ રિક્કી બહેલ ફિલ્મની કોસ્ટાર્સ સાથે મસ્તી કરી રહ્યો છે.

     આ તસવીરમાં રણવીર સિંહ તેની ફિલ્મ લેડીઝ વર્સિસ રિક્કી બહેલ ફિલ્મની કોસ્ટાર્સ સાથે મસ્તી કરી રહ્યો છે.

    19/23
  • ટાઇમ્સનાં પચાસ સૌથી ડિઝાયરેબલ પુરુષનાં લિસ્ટમાં પણ તેનું નામ 2017માં આવ્યું હતું. તે હૉલીવુડમા ડેડપૂલ 2 સાથે એન્ટ્રી કરી રહ્યો છે.

    ટાઇમ્સનાં પચાસ સૌથી ડિઝાયરેબલ પુરુષનાં લિસ્ટમાં પણ તેનું નામ 2017માં આવ્યું હતું. તે હૉલીવુડમા ડેડપૂલ 2 સાથે એન્ટ્રી કરી રહ્યો છે.

    20/23
  • 2018માં પદ્માવતમાં અલ્લાઉદ્દીન ખિલ્જીનું ક્રુર પાત્ર ભજવનારા રણવીરે ફિલ્મની સફળતા બાદ દીપિકા પાદુકોણ સાથેનાં લગ્નની જાહેરાત કરી અને નવેમ્બરમાં તેમણે લગ્ન કર્યા.

    2018માં પદ્માવતમાં અલ્લાઉદ્દીન ખિલ્જીનું ક્રુર પાત્ર ભજવનારા રણવીરે ફિલ્મની સફળતા બાદ દીપિકા પાદુકોણ સાથેનાં લગ્નની જાહેરાત કરી અને નવેમ્બરમાં તેમણે લગ્ન કર્યા.

    21/23
  •  તેની એ જ વર્ષની ફિલ્મ ગલીબૉયે પણ બૉક્સ ઑફિસ પર તડાકો બોલાવ્યો.

     તેની એ જ વર્ષની ફિલ્મ ગલીબૉયે પણ બૉક્સ ઑફિસ પર તડાકો બોલાવ્યો.

    22/23
  • રણવીર સિંહ કબીર ખાનની 83માં કપિલ દેવનું પાત્ર ભજવશે, હેપ્પી બર્થડે હીરો!

    રણવીર સિંહ કબીર ખાનની 83માં કપિલ દેવનું પાત્ર ભજવશે, હેપ્પી બર્થડે હીરો!

    23/23
  • loading...

ફોટોઝ વિશે

બેંડ બાજા બારાત ફિલ્મનો દેસી એન્ટરટેઇનર રણવીર સિંહ લૂટેરા ફિલ્મમાં અંતર્મુખી અને શાંત અભિનય કરી શકે છે તો એ ગોલિયોં કી રાસલીલા-રામલીલાનો ઉર્જાથી ભરપુર રામ પણ બને છે અને એ જ રણવીર સિંહ ગલીબૉયમાં ભલભલાને પોતાના અભિનયથી ફરી એકવાર ચોંકાવી દે છે. રણવીર સિંહનો બૉલીવુડ પોર્ટફોલિયો તેની એક્ટિંગની ક્ષમતાનું સાચું બેરોમિટર છે. આજે તેનો જન્મદિવસ છે, ચાલો આ હંમેશા લાઇવ વાયર સમાન રહેનારા એક્ટરની કેટલીક તસવીરો જોઇએ જે તેના તોફાની બાળપણનો પુરાવો છે. (તસવીરો-રણવીર સિંહ ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK