Saroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો

Updated: Jul 03, 2020, 16:32 IST | Chirantana Bhatt
  • 22મી નવેમ્બર 1948ના રોજ જન્મેલા સરોજ ખાનનું મૂળ નામ નિર્મલા નાગપાલ હતું. તેમણે ત્રણ વર્ષની વયે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી. પચાસના દાયકામાં તેઓ બેકઅપ ડાન્સર તરીકે હિન્દી ફિલ્મોમાં કામ કરતા હતા. મધુબાલાની હાવરા બ્રિજના ‘આઇયે મહેરબાં’ ગીતમાં પણ તેઓ બેક-અપ ડાન્સર હતા.

    22મી નવેમ્બર 1948ના રોજ જન્મેલા સરોજ ખાનનું મૂળ નામ નિર્મલા નાગપાલ હતું. તેમણે ત્રણ વર્ષની વયે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી. પચાસના દાયકામાં તેઓ બેકઅપ ડાન્સર તરીકે હિન્દી ફિલ્મોમાં કામ કરતા હતા. મધુબાલાની હાવરા બ્રિજના આઇયે મહેરબાં ગીતમાં પણ તેઓ બેક-અપ ડાન્સર હતા.

    1/17
  • તેઓ હિન્દી ફિલ્મો ઉદ્યોગનાં એક બહુ જ માંધાતા કોરિયોગ્રાફર રહ્યા છે અને તેમને બૉલીવુડમાં માસ્ટરજી તરીકે જ સંબોધવામાં આવતા. તેમણે પાંત્રીસ વર્ષની કારકિર્દીમાં બે હજારથી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી  છે.

    તેઓ હિન્દી ફિલ્મો ઉદ્યોગનાં એક બહુ જ માંધાતા કોરિયોગ્રાફર રહ્યા છે અને તેમને બૉલીવુડમાં માસ્ટરજી તરીકે જ સંબોધવામાં આવતા. તેમણે પાંત્રીસ વર્ષની કારકિર્દીમાં બે હજારથી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી  છે.

    2/17
  • તેમણે શ્રીદેવી અને માધુરી દિક્ષીત માટે ઘણાં યાદગાર ડાન્સ નંબર્સ કોરિયોગ્રાફ કર્યા. અહીં તેઓ માધુરીના પ્રખ્યાત ગીત ‘ચોલી કે પીછે ક્યા હૈ’ની કોરિયોગ્રાફી કરતા દેખાય છે.  આ તસવીર તેમણે માધુરીના જન્મદિવસે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

    તેમણે શ્રીદેવી અને માધુરી દિક્ષીત માટે ઘણાં યાદગાર ડાન્સ નંબર્સ કોરિયોગ્રાફ કર્યા. અહીં તેઓ માધુરીના પ્રખ્યાત ગીત ચોલી કે પીછે ક્યા હૈની કોરિયોગ્રાફી કરતા દેખાય છે.  આ તસવીર તેમણે માધુરીના જન્મદિવસે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

    3/17
  • કોરિયોગ્રાફર તરીકે તેમણે સિત્તેરના દાયકાની શરૂઆતમાં કામ શરૂ કર્યું. એંશીના દાયકાની મધ્યે તેમનું નામ લોકોની જીભે રમવા માંડ્યું. કોરિયોગ્રાફરનો રોલ કેટલો અગત્યનો હોય છે તે લોકો તેમની કામગીરીને કારણે જ જાણે સમજ્યા. ગીતા મેરા નામ ફિલ્મમાં તેમણે પહેલીવાર કોરિયોગ્રાફી કરી હતી. તેમણે થાઇ વીડુ નામની તામીલ ફિલ્મમાં પણ 1983માં કોરિયોગ્રાફી કરી હતી અને પછી એ જ વર્ષે સુભાષ ઘાઇની ફેમસ ફિલ્મ હીરોમાં કામ કર્યું હતું.

    કોરિયોગ્રાફર તરીકે તેમણે સિત્તેરના દાયકાની શરૂઆતમાં કામ શરૂ કર્યું. એંશીના દાયકાની મધ્યે તેમનું નામ લોકોની જીભે રમવા માંડ્યું. કોરિયોગ્રાફરનો રોલ કેટલો અગત્યનો હોય છે તે લોકો તેમની કામગીરીને કારણે જ જાણે સમજ્યા. ગીતા મેરા નામ ફિલ્મમાં તેમણે પહેલીવાર કોરિયોગ્રાફી કરી હતી. તેમણે થાઇ વીડુ નામની તામીલ ફિલ્મમાં પણ 1983માં કોરિયોગ્રાફી કરી હતી અને પછી એ જ વર્ષે સુભાષ ઘાઇની ફેમસ ફિલ્મ હીરોમાં કામ કર્યું હતું.


    4/17
  • શ્રીદેવીની ફિલ્મ નગીના જે 1986માં રિલીઝ થઇ હતી તેને કારણે સરોજ ખાનને લોકો ઓળખવા માંડ્યા. મૈં નાગીન તું સફેરા ગીતની કોરિયોગ્રાફી તેમણે કરી હતી. એ ગીત આજે પણ એટલું જ પ્રખ્યાત છે.

    શ્રીદેવીની ફિલ્મ નગીના જે 1986માં રિલીઝ થઇ હતી તેને કારણે સરોજ ખાનને લોકો ઓળખવા માંડ્યા. મૈં નાગીન તું સફેરા ગીતની કોરિયોગ્રાફી તેમણે કરી હતી. એ ગીત આજે પણ એટલું જ પ્રખ્યાત છે.

    5/17
  • મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં પણ શ્રીદેવીની કોરિયોગ્રાફી તેમણે જ કરી હતી. હવા હવાઇ ગીતથી તો તેમની સફળતા જાણે આકાશે આંબી.

    મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં પણ શ્રીદેવીની કોરિયોગ્રાફી તેમણે જ કરી હતી. હવા હવાઇ ગીતથી તો તેમની સફળતા જાણે આકાશે આંબી.

    6/17
  • તેમને ત્રણ વાર નેશનલ એવોર્ડ મળ્યો છે અને દેવદાલ ફિલ્મમાં ‘ડોલા રે ડોલા’ગીતની કોરિયોગ્રાફી કરવા બદલ તેમને ત્રીજો નેશનલ એવોર્ડ 2003માં મળ્યો હતો.

    તેમને ત્રણ વાર નેશનલ એવોર્ડ મળ્યો છે અને દેવદાલ ફિલ્મમાં ડોલા રે ડોલાગીતની કોરિયોગ્રાફી કરવા બદલ તેમને ત્રીજો નેશનલ એવોર્ડ 2003માં મળ્યો હતો.

    7/17
  • 2006માં સરોજ ખાને તામીલ ફિલ્મ શ્રીંગારમમાં જેટલા ગીતો કોરિયોગ્રાફ કર્યા હતા તે બધા માટે એવોર્ડ એનાયત થયો.

    2006માં સરોજ ખાને તામીલ ફિલ્મ શ્રીંગારમમાં જેટલા ગીતો કોરિયોગ્રાફ કર્યા હતા તે બધા માટે એવોર્ડ એનાયત થયો.

    8/17
  • ‘યે ઇશ્ક હાયે જન્નત દિખાયે’ ફિલ્મ માટે તેમને 2008માં એવોર્ડ મળ્યો.

    યે ઇશ્ક હાયે જન્નત દિખાયે ફિલ્મ માટે તેમને 2008માં એવોર્ડ મળ્યો.

    9/17
  •  છેલ્લા કેટલાક વર્ષોથી તે પ્રોજેક્ટ પસંદ કરવામાં ઘણા સિલેક્ટિવ હતા. તેમણે રિસન્ટલી માધુરી દિક્ષીતને કલંક ફિલ્મ માટે તથા કંગના રાણૌતને મણિકર્ણીકા માટે કોરિયોગ્રાફ કર્યા હતા.

     છેલ્લા કેટલાક વર્ષોથી તે પ્રોજેક્ટ પસંદ કરવામાં ઘણા સિલેક્ટિવ હતા. તેમણે રિસન્ટલી માધુરી દિક્ષીતને કલંક ફિલ્મ માટે તથા કંગના રાણૌતને મણિકર્ણીકા માટે કોરિયોગ્રાફ કર્યા હતા.

    10/17
  • છેલ્લા થોડા અઠવાડિયાથી ડાયાબિટીસથી પિડાતા સરોજ ખાનને શ્વાસની સમસ્યા થઇ રહી હી અને માટે જે તેમને મુંબઇની ગુરુનાનક હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનો Covid-19નો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આ તસવીર તેમણે ઇન્સ્ટા પર શેર કરીને રેખા સાથેના ટ્રાવેલિંગ ટૂર શો ની યાદો તાજા કરી હતી. તસવીરમાં તેમની દીકરી સુકૈના નાગપાલ પણ છે.

    છેલ્લા થોડા અઠવાડિયાથી ડાયાબિટીસથી પિડાતા સરોજ ખાનને શ્વાસની સમસ્યા થઇ રહી હી અને માટે જે તેમને મુંબઇની ગુરુનાનક હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનો Covid-19નો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આ તસવીર તેમણે ઇન્સ્ટા પર શેર કરીને રેખા સાથેના ટ્રાવેલિંગ ટૂર શો ની યાદો તાજા કરી હતી. તસવીરમાં તેમની દીકરી સુકૈના નાગપાલ પણ છે.

    11/17
  •  ગુરૂવારે મોડી રાત્રે હાર્ટ અટેક આવતા તેમનું દેહાંત થયું. તેમના પરિવારમાં તેમના પતિ, દીકરો અને બે દીકરીઓ છે.

     ગુરૂવારે મોડી રાત્રે હાર્ટ અટેક આવતા તેમનું દેહાંત થયું. તેમના પરિવારમાં તેમના પતિ, દીકરો અને બે દીકરીઓ છે.

    12/17
  •  સરોજ ખાન અને સંજય દત્ત.- આ તેમની કેટલી લાક્ષણિક તસવીરો છે જેમાં તેઓ તેમના બાવડેબાજ હીરોને સ્ટેપ્સ અને અદાઓ શીખવી રહ્યા છે.

     સરોજ ખાન અને સંજય દત્ત.- આ તેમની કેટલી લાક્ષણિક તસવીરો છે જેમાં તેઓ તેમના બાવડેબાજ હીરોને સ્ટેપ્સ અને અદાઓ શીખવી રહ્યા છે.

    13/17
  •  સાંવરીયાના સેટ પર સરોજ ખાન અને રણબીર કપૂર.

     સાંવરીયાના સેટ પર સરોજ ખાન અને રણબીર કપૂર.

    14/17
  • નેવુંના દાયકામાં સેટ્સ પર સરોજ ખાન અને ઐશ્વર્યા રાય.

    નેવુંના દાયકામાં સેટ્સ પર સરોજ ખાન અને ઐશ્વર્યા રાય.

    15/17
  •  અમિતાભ બચ્ચન સાથે કોરિયોગ્રાફર સરોજ ખાન અને સાથે તેમની દીકરી.

     અમિતાભ બચ્ચન સાથે કોરિયોગ્રાફર સરોજ ખાન અને સાથે તેમની દીકરી.

    16/17
  •  પ્રિટી ઝીંટા સાથે સરોજ ખાન.

     પ્રિટી ઝીંટા સાથે સરોજ ખાન.

    17/17
  • loading...

ફોટોઝ વિશે

વરિષ્ઠ કોરિયોગ્રાફર સરોજ ખાન 3જી જુલાઇ 2020ના રોજ હાર્ટ એટેકને કારણે ગુજરી ગયા. તેઓ 71 વર્ષનાં હતા. તેમની કેટલીક લાક્ષણિક તસવીરો જ્યારે તેમણે બૉલીવુડનાં મોટા માથાઓને પોતાના ઇશારે તાલબદ્ધ રીતે નચાવ્યા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK