Bollywood Vintage Holi: બ્લેક એન્ડ વ્હાઇટમાં જુઓ રંગીન નજારો, હોળીનો મિજાજ

Updated: Mar 18, 2020, 17:36 IST | Chirantana Bhatt
  • રાજેશ ખન્ના અને ડિમ્પલની લવ સ્ટોરી કોણ નથી જાણતું, બૉલીવુડમાં સુપરસ્ટારનો જન્મ એટલે રાજેશ ખન્નાની સફળતા. તેને દરેક તહેવાર ઉજવવાનો શોખ હતો અને ભાંગ ગટગટાવીને રંગોમાં રગદોળાવાનું તેને ખુબ ગમતું. પત્ની ડિમ્પલ અને મિત્રો સાથે તેની હોળીની ઉજવણી ખાસ રહેતી. આ તસવીરમાં દેખાય છે રાજ કપૂર સાથે ડિમ્પલ અને રાજેશ ખન્ના.

    રાજેશ ખન્ના અને ડિમ્પલની લવ સ્ટોરી કોણ નથી જાણતું, બૉલીવુડમાં સુપરસ્ટારનો જન્મ એટલે રાજેશ ખન્નાની સફળતા. તેને દરેક તહેવાર ઉજવવાનો શોખ હતો અને ભાંગ ગટગટાવીને રંગોમાં રગદોળાવાનું તેને ખુબ ગમતું. પત્ની ડિમ્પલ અને મિત્રો સાથે તેની હોળીની ઉજવણી ખાસ રહેતી. આ તસવીરમાં દેખાય છે રાજ કપૂર સાથે ડિમ્પલ અને રાજેશ ખન્ના.

    1/14
  • હોળીનો દિવસ હોય ત્યારે અમિતભ બચ્ચન કંઇ એંગ્રી યંગ મેનની ઇમેજમાં ન રહેતા પણ હાથોમાં રંગ લઇને મન મુકીને નાચતા. બચ્ચન પરિવારમાં હોળીની ભવ્ય ઉજાણી થતી. આ તસવીરમાં આપણે અમિતભ બચ્ચન અને તેમના મિત્રો પ્રેમ ચોપરા અને જીતેન્દ્રને એક સાથે હોળી ઉજવતા જોઇ શકીએ છીએ. 

    હોળીનો દિવસ હોય ત્યારે અમિતભ બચ્ચન કંઇ એંગ્રી યંગ મેનની ઇમેજમાં ન રહેતા પણ હાથોમાં રંગ લઇને મન મુકીને નાચતા. બચ્ચન પરિવારમાં હોળીની ભવ્ય ઉજાણી થતી. આ તસવીરમાં આપણે અમિતભ બચ્ચન અને તેમના મિત્રો પ્રેમ ચોપરા અને જીતેન્દ્રને એક સાથે હોળી ઉજવતા જોઇ શકીએ છીએ. 

    2/14
  • આ તસવીરમાં શત્રુઘ્ન સિંહા પોતાની શોટગન અદામાં હોળી માણતા દેખાય છે. 

    આ તસવીરમાં શત્રુઘ્ન સિંહા પોતાની શોટગન અદામાં હોળી માણતા દેખાય છે. 

    3/14
  • આર કે સ્ટુડિયોઝમાં થતી હોળીની ઉજાણી સાથે તો કશાયની સરખામણી ન થઇ શકે. કહેવાય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોળીની પાર્ટીઝનો ટ્રેન્ડ પણ આર કે સ્ટુડિયોઝને કારણે જ શરૂ થયો હતો. શો-મેન રાજ કપૂર મોટા પાયે હોળી પાર્ટી રાખતા જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉભરાતી. જુઓ ઢોલના તાલે રાજ કપૂર અને શમ્મી કપૂર કેવા ઝૂમી રહ્યા છે.

    આર કે સ્ટુડિયોઝમાં થતી હોળીની ઉજાણી સાથે તો કશાયની સરખામણી ન થઇ શકે. કહેવાય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોળીની પાર્ટીઝનો ટ્રેન્ડ પણ આર કે સ્ટુડિયોઝને કારણે જ શરૂ થયો હતો. શો-મેન રાજ કપૂર મોટા પાયે હોળી પાર્ટી રાખતા જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉભરાતી. જુઓ ઢોલના તાલે રાજ કપૂર અને શમ્મી કપૂર કેવા ઝૂમી રહ્યા છે.

    4/14
  • આ તસવીરમાં પણ આર કે સ્ટુડિયોઝમાં કપૂર પરિવાર પાણીથી ભિંજાયેલો, હોળી માણતો દેખાઇ રહ્યો છે, રાજ કપૂર સાથે ઋષિ કપૂર અને રાજીવ કપૂર પણ મસ્તીમાં ડોલતા દેખાય છે.

    આ તસવીરમાં પણ આર કે સ્ટુડિયોઝમાં કપૂર પરિવાર પાણીથી ભિંજાયેલો, હોળી માણતો દેખાઇ રહ્યો છે, રાજ કપૂર સાથે ઋષિ કપૂર અને રાજીવ કપૂર પણ મસ્તીમાં ડોલતા દેખાય છે.

    5/14
  • પાણીથી ભરેલા ટેમ્પરરી તળામાં શમ્મી કપૂર કોઇ રાજાની અદાથી બેઠા છે અને દેખાઇ રહ્યા છે રણધીર કપૂર, રાજ કપૂર અને ઋષિ કપૂર.

    પાણીથી ભરેલા ટેમ્પરરી તળામાં શમ્મી કપૂર કોઇ રાજાની અદાથી બેઠા છે અને દેખાઇ રહ્યા છે રણધીર કપૂર, રાજ કપૂર અને ઋષિ કપૂર.

    6/14
  • રાજ કપૂર જે હોળીનાં ગ્રાન્ડ સેલિબ્રેશનનાં માહેર હતા તે આ તસવીરમાં પ્રેમ ચોપરા સાથે દેખાય છે. મિત્રોમાં રંગોનો મિજાજ છલકાતો હોય ત્યારે વાતો તો જેટલી થાય એટલી ઓછી હોય.

    રાજ કપૂર જે હોળીનાં ગ્રાન્ડ સેલિબ્રેશનનાં માહેર હતા તે આ તસવીરમાં પ્રેમ ચોપરા સાથે દેખાય છે. મિત્રોમાં રંગોનો મિજાજ છલકાતો હોય ત્યારે વાતો તો જેટલી થાય એટલી ઓછી હોય.

    7/14
  • ગ્રેટ શો મેન રાજ કપૂર આ તસવીરમાં અમિતાભ બચ્ચનની સાથે હાસ્યથી ભરપુર ક્ષણ માણતા દેખાઇ રહ્યા છે.

    ગ્રેટ શો મેન રાજ કપૂર આ તસવીરમાં અમિતાભ બચ્ચનની સાથે હાસ્યથી ભરપુર ક્ષણ માણતા દેખાઇ રહ્યા છે.

    8/14
  •  હોળીની આ ટાંકીમાં રંગની પાણીમાં રાજ કપૂર અને શમ્મી કપૂર ઉલ્લાસ પૂર્વક એકબીજાને ભેટી રહ્યા છે. 

     હોળીની આ ટાંકીમાં રંગની પાણીમાં રાજ કપૂર અને શમ્મી કપૂર ઉલ્લાસ પૂર્વક એકબીજાને ભેટી રહ્યા છે. 

    9/14
  • ઋષિ કપૂરે પણ પિતા રાજ કપૂરની હોળી પાર્ટીની પરંપરા જાળવી રાખી છે અને બાળપણથી જ તેમને પણ આ તહેવાર હંમેશા ફેવરીટ રહ્યો છે. આ તસવીરમાં સંગીત બેલડી શંકર જય કિશન સાથે નાનકડા રણધીર કપૂર અને ઋષિ કપૂર તથા પ્રોડ્યુસર પ્રેમ કિશન દેખાય છે. 

    ઋષિ કપૂરે પણ પિતા રાજ કપૂરની હોળી પાર્ટીની પરંપરા જાળવી રાખી છે અને બાળપણથી જ તેમને પણ આ તહેવાર હંમેશા ફેવરીટ રહ્યો છે. આ તસવીરમાં સંગીત બેલડી શંકર જય કિશન સાથે નાનકડા રણધીર કપૂર અને ઋષિ કપૂર તથા પ્રોડ્યુસર પ્રેમ કિશન દેખાય છે. 

    10/14
  • ઓહ, ઋષિ કપૂરે ક્યુટ દેખાવાનું કદાચ ક્યારેય બંધ જ નથી કર્યું, જુઓ આ તસવીરમાં કેટલા રંગે રંગાયેલા છે બાળ ઋષિ કપૂર. 

    ઓહ, ઋષિ કપૂરે ક્યુટ દેખાવાનું કદાચ ક્યારેય બંધ જ નથી કર્યું, જુઓ આ તસવીરમાં કેટલા રંગે રંગાયેલા છે બાળ ઋષિ કપૂર. 

    11/14
  • આ તસવીરમાં આપણે જોઇ શકીએ છીએ શશી કપૂરને, જે અત્યંત સોહામણા અને દેખાવડા હતા. રાજ કપૂરની હોળી પાર્ટીઝમાં મીડિયાનાં ખાસ મિત્રોને પણ આમંત્રણ અપાતું.

    આ તસવીરમાં આપણે જોઇ શકીએ છીએ શશી કપૂરને, જે અત્યંત સોહામણા અને દેખાવડા હતા. રાજ કપૂરની હોળી પાર્ટીઝમાં મીડિયાનાં ખાસ મિત્રોને પણ આમંત્રણ અપાતું.

    12/14
  • રાજ કપૂર અહીં ઢોલક પર હાથ જમાવીને બેઠા છે કારણકે હોળીનો મુડ હોય અને સંગીતની થાપ ન મળે તો શું કામનું વળી?

    રાજ કપૂર અહીં ઢોલક પર હાથ જમાવીને બેઠા છે કારણકે હોળીનો મુડ હોય અને સંગીતની થાપ ન મળે તો શું કામનું વળી?

    13/14
  • અમિતાભ બચ્ચને આપણને કેટલાક બેસ્ટ હોળી સોંગ્ઝ આપ્યા છે જેમાં રંગ બરસે ભીગે ચુનર વાલી તો નંબર વન છે જે અને પછી છે હોલી કે દિન દિલ મિલ જાતે હૈં અને બાગબાં ફિલ્મમાં હોલી ખેલે રઘુબીરા અવધમેં...એ ગીતોમાં તેઓ જે રીતે ઝૂમે નાચે છે તે જ સાબિત કરે છે કે પર્સનલ લાઇફમાં પણ તે હોળીનાં ફેન છે, ન માનતા હો તો જુઓ આ ફોટગ્રાફમાં તેમની અદા.

    અમિતાભ બચ્ચને આપણને કેટલાક બેસ્ટ હોળી સોંગ્ઝ આપ્યા છે જેમાં રંગ બરસે ભીગે ચુનર વાલી તો નંબર વન છે જે અને પછી છે હોલી કે દિન દિલ મિલ જાતે હૈં અને બાગબાં ફિલ્મમાં હોલી ખેલે રઘુબીરા અવધમેં...એ ગીતોમાં તેઓ જે રીતે ઝૂમે નાચે છે તે જ સાબિત કરે છે કે પર્સનલ લાઇફમાં પણ તે હોળીનાં ફેન છે, ન માનતા હો તો જુઓ આ ફોટગ્રાફમાં તેમની અદા.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

હોળીનો તહેવાર એટલે પુરેપુરી મજા અને વસંતના વધામણા અને ભારતમાં તો તહેવારોની ઉજવણી મોટા પાયે કરવી એક વિશેષતા છે. એમાં ય પાછી બૉલીવુડમાં ઉજવાતી હોળીની તો વાત જ ઓર છે. ઢોલ નગારા સાથે 'હોલી હૈ'ની ધુમ આ પાર્ટીઝમાં પહેલેથી મચતી આવી છે. રાજકપુરથી માંડીને અમિતાભ બચ્ચને એક જમાનામાં પોતાના ઘરે ગ્રાન્ડ હોલી પાર્ટીઝ અરેન્જ કરી છે અને શત્રુઘ્ન સિંહા હોય કે પ્રાણ કે પછી સંગીતકાર બેલડી શંકર જયકિશન, બધાં જ રંગોની છોળોમાં ગુલતાન થઇ જતા. તસવીરો - ઇન્સ્ટાગ્રામ,ટ્વિટર અને મિડ-ડે આર્કાઇવ્ઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK