તાંડવના અનેક સીન્સ પટૌડી પૅલેસમાં શૂટ કરવામાં આવ્યા હતા : સુનીલ ગ્રોવર
મુંબઈ : (આઇ.એ.એન.એસ.) કૉમેડિયન અને ઍક્ટર સુનીલ ગ્રોવરે જણાવ્યું હતું કે તેની આવનારી વેબ-સિરીઝ ‘તાંડવ’ના કેટલાક સીન્સનું શૂટિંગ પટૌડી પૅલેસમાં કરવામાં આવ્યું હતું. અલી અબ્બાસ ઝફર ડિરેક્ટેડ આ સિરીઝમાં સુનીલ ગ્રોવરની સાથે સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, ડિનો મોરિયા, ગૌહર ખાન, અમાયરા દસ્તુર, અનુપ સોની, હિતેન તેજવાણી અને તિગ્માંશુ ધુલિયા જોવા મળશે. પટૌડી પૅલેસ વિશે જણાવતાં સુનીલ ગ્રોવરે કહ્યું હતું કે ‘અમે પટૌડી પૅલેસમાં ઠંડીની ઋતુમાં અનેક સીન્સ શૂટ કર્યા હતા. આ ખૂબ જ સુંદર જગ્યા છે અને શિયાળામાં એની મુલાકાત જરૂર લેવી જોઈએ. ટાઇગર પટૌડી સાહેબ જ્યારે ક્રિકેટ રમતા હતા એ વખતના તેમના અનેક ફોટો હતા. અમે ઘણો વખત સુધી ત્યાં રોકાયા હતા. એથી ક્રિકેટ અમારો ફેવરિટ ટાઇમપાસ હતો. સૈફ અલી ખાન, અલી અબ્બાસ સર અને દરેક બ્રેક દરમ્યાન ક્રિકેટને એન્જૉય કરતા હતા. સૈફ ખૂબ જ નમ્ર વ્યક્તિ છે. અમે સાથે ક્રિકેટ રમતા હતા. ઑફ-સ્ક્રીન હું અને સૈફ ખૂબ સારા ફ્રેન્ડ્સ બની ગયા છીએ.’