બૉલીવુડે કરી અપીલ પેટ્સ નથી ફેલાવતા વાઇરસ

Updated: Mar 23, 2020, 14:47 IST | Shilpa Bhanushali
 • એવા કોઈ પુરાવા નથી કે ડૉગ્સ અને કૅટ્સ દ્વારા કોરોના વાઇરસ ફેલાય છે. ખોટી માહિતી પ્રસરાવતાં પોસ્ટર્સ અને ખોટી જાણકારી ફેલાવતાં માધ્યમોને કારણે લોકો પોતાનાં પેટ્સનો ત્યાગ કરી રહ્યા છે. પેટ્સને ગળે લગાવવાથી ડૉક્ટર અને વૅટ્સને પણ દૂર રાખી શકાય છે. એથી પેટ્સને વહાલથી ભેટો. - ટ‍્વિન્કલ ખન્ના

  એવા કોઈ પુરાવા નથી કે ડૉગ્સ અને કૅટ્સ દ્વારા કોરોના વાઇરસ ફેલાય છે. ખોટી માહિતી પ્રસરાવતાં પોસ્ટર્સ અને ખોટી જાણકારી ફેલાવતાં માધ્યમોને કારણે લોકો પોતાનાં પેટ્સનો ત્યાગ કરી રહ્યા છે. પેટ્સને ગળે લગાવવાથી ડૉક્ટર અને વૅટ્સને પણ દૂર રાખી શકાય છે. એથી પેટ્સને વહાલથી ભેટો.
  - ટ‍્વિન્કલ ખન્ના

  1/8
 • કોરોના વાઇરસ પ્રાણીઓ અને પેટ્સ મારફત ફેલાય છે એને લઈને હાલમાં અનેક પ્રકારની ખોટી માહિતી અને ખોટી ધારણા ફેલાયેલી છે. એ ખરેખર દિલ તોડનારી છે. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ આવા કોઈ પણ પુરાવા નથી કે પેટ્સ ઇન્ફેક્શન ફેલાવે છે. - સોનાલી બેન્દ્રે બહલ

  કોરોના વાઇરસ પ્રાણીઓ અને પેટ્સ મારફત ફેલાય છે એને લઈને હાલમાં અનેક પ્રકારની ખોટી માહિતી અને ખોટી ધારણા ફેલાયેલી છે. એ ખરેખર દિલ તોડનારી છે. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ આવા કોઈ પણ પુરાવા નથી કે પેટ્સ ઇન્ફેક્શન ફેલાવે છે.
  - સોનાલી બેન્દ્રે બહલ

  2/8
 • પેટ્સ કદી પણ કોરોના વાઇરસ નથી ફેલાવતા. એથી શાંત રહો, તેમને વહાલ કરો અને તેમની સાથે સમય વિતાવો. - ક્રિતી સૅનન

  પેટ્સ કદી પણ કોરોના વાઇરસ નથી ફેલાવતા. એથી શાંત રહો, તેમને વહાલ કરો અને તેમની સાથે સમય વિતાવો.
  - ક્રિતી સૅનન

  3/8
 • પશુઓ કદી પણ કોરોના વાઇરસ નથી ફેલાવતાં. મહેરબાની કરીને ખોટી માહિતી ન પ્રસરાવો. - જૉન એબ્રાહમ

  પશુઓ કદી પણ કોરોના વાઇરસ નથી ફેલાવતાં. મહેરબાની કરીને ખોટી માહિતી ન પ્રસરાવો.
  - જૉન એબ્રાહમ

  4/8
 • ડૉગ્સ કદી પણ કોરોના વાઇરસ નથી પ્રસરાવતા. પ્લીઝ... પ્લીઝ... પ્લીઝ... તમારા પેટ્સની કાળજી લો. તેઓ એમ માને છે કે તમે એના પેરન્ટ્સ છો. શું તમે તમારા બાળકનો ત્યાગ કરશો? તેઓ ખૂબ કન્ફ્યુઝ થશે અને તેમનું દિલ પણ તૂટી જશે. મહેરબાની કરીને આવું ન કરો. - રિચા ચઢ્ઢા

  ડૉગ્સ કદી પણ કોરોના વાઇરસ નથી પ્રસરાવતા. પ્લીઝ... પ્લીઝ... પ્લીઝ... તમારા પેટ્સની કાળજી લો. તેઓ એમ માને છે કે તમે એના પેરન્ટ્સ છો. શું તમે તમારા બાળકનો ત્યાગ કરશો? તેઓ ખૂબ કન્ફ્યુઝ થશે અને તેમનું દિલ પણ તૂટી જશે. મહેરબાની કરીને આવું ન કરો.
  - રિચા ચઢ્ઢા

  5/8
 • શું ખરેખર લોકો પોતાના પેટ્સને ત્યજી રહ્યા છે? પશુઓ અને ડૉગ્સ તો હાલના આઇસોલેશનના સમયમાં આપણા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. મશીન્સની સાથે જ બેસ્ટ... બેસ્ટ... ફ્રેન્ડ્સને પણ પ્રેમ કરો. - સોના મોહપાત્રા

  શું ખરેખર લોકો પોતાના પેટ્સને ત્યજી રહ્યા છે? પશુઓ અને ડૉગ્સ તો હાલના આઇસોલેશનના સમયમાં આપણા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. મશીન્સની સાથે જ બેસ્ટ... બેસ્ટ... ફ્રેન્ડ્સને પણ પ્રેમ કરો.
  - સોના મોહપાત્રા

  6/8
 • જનતા કર્ફ્યૂના દિવસે પિતા સૈફ સાથે ગાર્ડનિંગ કરતો જોવા મળ્યો તૈમૂર અલી ખાન. પાપા સૈફ અલી ખાન પાસે ગાર્ડનિંગ શીખતો તૈમુર તૈમુર તેના પપ્પા પાસે ગાર્ડનિંગ શીખી રહ્યો છે. માટીના કૂંડામાં તે છોડ રોપી રહ્યો છે. તે એકદમ મગ્ન બની ગયો છે આ નવી પ્રવૃત્તિ શીખવા માટે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીના કપૂર ખાને કૅપ્શન આપી હતી કે ‘મારાં બન્ને બૉય્ઝે તેમની ફરજ બજાવી. સાથે મળીને આપણે આ વિશ્વને આપણા માટે રહેવાનું સારું સ્થાન બનાવીએ. તમારી પણ ફરજ બજાવો.’

  જનતા કર્ફ્યૂના દિવસે પિતા સૈફ સાથે ગાર્ડનિંગ કરતો જોવા મળ્યો તૈમૂર અલી ખાન.

  પાપા સૈફ અલી ખાન પાસે ગાર્ડનિંગ શીખતો તૈમુર
  તૈમુર તેના પપ્પા પાસે ગાર્ડનિંગ શીખી રહ્યો છે. માટીના કૂંડામાં તે છોડ રોપી રહ્યો છે. તે એકદમ મગ્ન બની ગયો છે આ નવી પ્રવૃત્તિ શીખવા માટે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીના કપૂર ખાને કૅપ્શન આપી હતી કે ‘મારાં બન્ને બૉય્ઝે તેમની ફરજ બજાવી. સાથે મળીને આપણે આ વિશ્વને આપણા માટે રહેવાનું સારું સ્થાન બનાવીએ. તમારી પણ ફરજ બજાવો.’

  7/8
 • રોમૅન્ટિક અંદાજમાં પ્રિયંકા-નિક પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસનો રોમૅન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. પ્રિયંકા હસબન્ડના ખોળામાં માથું રાખીને નિરાંતે સૂતી છે. નિકે તેનો હાથ થામી રાખ્યો છે. આટલું જ નહીં, તેમની સાથે તેમનો ડૉગી જીનો પણ હાજર છે. ફોટો ખાસ્સો વાઇરલ થઈ રહ્યો છે. તેમના ફૅન્સને આ ફોટો પણ ખૂબ પસંદ પડી રહ્યો છે. આ ફોટોને પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. કોરોના વાઇરસને કારણે આ બન્ને સેલ્ફ-ક્વૉરન્ટીન થઈ ગયાં છે. આ બન્ને હાલમાં એકબીજાનો સહવાસ ખૂબ માણી રહ્યાં છે.

  રોમૅન્ટિક અંદાજમાં પ્રિયંકા-નિક
  પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસનો રોમૅન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. પ્રિયંકા હસબન્ડના ખોળામાં માથું રાખીને નિરાંતે સૂતી છે. નિકે તેનો હાથ થામી રાખ્યો છે. આટલું જ નહીં, તેમની સાથે તેમનો ડૉગી જીનો પણ હાજર છે. ફોટો ખાસ્સો વાઇરલ થઈ રહ્યો છે. તેમના ફૅન્સને આ ફોટો પણ ખૂબ પસંદ પડી રહ્યો છે. આ ફોટોને પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. કોરોના વાઇરસને કારણે આ બન્ને સેલ્ફ-ક્વૉરન્ટીન થઈ ગયાં છે. આ બન્ને હાલમાં એકબીજાનો સહવાસ ખૂબ માણી રહ્યાં છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ સેલિબ્રિટીઝે લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે પેટ્સ કદી પણ વાઇરસ નથી ફેલાવતા. દેશ અને દુનિયામાં કોરોના વાઇરસે ખાસ્સો કેર વર્તાવ્યો છે. તાજેતરમાં જ અફવા ફેલાઈ હતી કે પેટ્સ વાઇરસ ફેલાવે છે. આ જ કારણ છે કે આ દિશામાં લોકોને જાગ્રત કરતાં સેલિબ્રિટીઝે સોશ્યલ મીડિયામાં એ સંદર્ભે માહિતી આપી હતી. ચાલો જોઈએ કોણે શું કહ્યું...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK