એલિસાબેટ અવરામિડોઉ એટલે કે ઇલિ અવરામ ડિએન પાંડે સાથે માલિદવ્ઝ પહોંચી હતી.
તેમણે ત્યાં જેટ સ્કિઇંગ કર્યું, મસ્ત ફોટોઝ ક્લિક કર્યા અને ફ્લોટિંગ મીલ માણ્યું.
ફેબ્યુલસ? ખરું ને...
ડિએને પણ આ વેકેશનની એકેએક ક્ષણ માણી હતી. સ્વિમ સ્યૂટ અને બ્લેક કેપમાં કેટલી ગોર્જિયસ લાગે છે.
ડિએને આ તસવીર પોસ્ટ કરી લખ્યું હતું કે પૉપ પિંક ઇઝ ધી ન્યુ બ્લેક. તેને ઝાડ પર ચઢવાનો બહુ શોખ છે તેમ પણ તેણે લખ્યું હતું.
જો કે ઇલિએ પણ હૉટ પૅન્ટ્સ અને ટેન્ક ટોપમાં આ ફોટો પોસ્ટ કર્યો હતો.
ડિઆન પાંડેએ ગ્લાસ બોટમ વાળી બોટમાં કાયાકિંગ કર્યું હતું જેથી બોટિંગ દરમિયાન દરિયો પણ દેખાયા કરે.
ફ્લોટિંગ બ્રેકફાસ્ટની આ તસવીર ડિઆને શૅર કરી હતી.
ઇલિએ લખ્યું હતું કે સારું ખાવ અને સારું ઉંઘો.
આ જોડીએ માલદિવ્ઝના દરિયે જેટ સ્કિઇંગ પણ કર્યું હતું.
ડિઆને આ સેમિ શિર્ષાસન પ્રકારના પૉઝમાં તસવીર શૅર કરી હતી.
ઇલિએ પોતાના એરિયલ વર્કઆઉટની આ તસવીર શૅર કરી હતી.
સ્કૂબા ડાઇવિંગની તૈયારીમાં છે બંન્ને સખીઓ.
હૉટ પિંક બિકીનીમાં હૉટ પૉઝ આપતી ઇલિએ જાકૂઝીની મોજ માણી હતી.
આ બંન્ને દોસ્તોએ આઉટ ડોર સ્પોર્ટ્સનો મોકો પણ ઝડપ્યો હતો કારણકે મસલ બિલ્ડિંગ માટે તે જરૂરી છે.
તેમણે તો વેકેશનમાં પેઇન્ટિંગ સુધ્ધાં કરેલું જુઓ ઇલિની આ તસવીર.
આ તસવીરો જોઇને જો તમને માલદિવ્ઝ જવાનું મન થતું હોય તો આગળની તસવીરો પર ચોક્કસ નજર કરજો.
જુઓ પિંગ પોંગ એટલે કે ટેનિસ માણી રહેલી ઇલિ.
આ લેસ્ડ સ્વિમ સ્યૂટમાં ઇલિ કેટલી કોમળ લાગે છે.
આ નિરાંતની ક્ષણો લૉકડાઉન, વાઇરસ અને મુંબઇમાં ક્યાં મળવાની?
લ્યો, આ અહીં સ્ક્રિપ્ટ વાંચે છે એટલે કે આપણે તેને જલ્દી જ કદાચ કોઇ પ્રોજેક્ટની વાત કરતાં સાંભળીશું.
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર પણ પહોંચ્યા હતા માલદિવ્ઝમાં મોજ કરવા.
આ સિલાઉટ તસવીર વિશે તમે શું કહેશો?
શિબાનીએ પોતાના રિસોર્ટની આ સ્પેસને પણ આગવી રીતે માણી હતી.
ઉફ્ફ, આ જ અદાઓ તો શિબાનીની યુએસપી છે.
શિબાની પાણીને સર કરવા આ સ્કૂટર બોટ પર સવાર થઇ હતી.
શિબાનીની આ તસવીર લીધી હતી ફરહાને.
તમે ગૅસ કરી શકશો કે આ અભિનેત્રી કોણ છે?
હમણાં જ લગ્ન કરીને હનીમૂન પર આ અભિનેત્રી પહોંચી છે માલદિવ્ઝ.
કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલુ પહોંચ્યા હતા લગ્ન બાદ માલદિવ્ઝ.
કાજલની આ ફેન્ટાસ્ટિક તસવીર ગૌતમે શૅર કરી હતી.
નવવધુ કાજલે યોગાનું પરફેક્શન આ પૉઝમાં સાબિત કર્યું.
પણ વેકેશનમાં મજા માણવાનું તે નહોતી ચૂકી.
અંડર વૉટર રૂમની આ તસવીર જોઇને એક અલગ જ એક્સાઇટમેન્ટ થાય, ખરું ને?
સ્કૂબા ડાઇવિંગમાં ગૌતમે કાજલની પુરતી કાળજી રાખી.
નેહા ધૂપિયા, અંગદ બેદી અને તેમની નાનકડી દીકરી મહેર ધૂપિયા બેદી પણ વેકેશન માણવા માલદિવ્ઝ પહોંચ્યા હતા.
અંગદ અને નેહાની આ તસવીરો કપલ ગોલ્સની વ્યાખ્યાની પુરક છે..ૉ
અંગદે આ તસવીર શૅર કરી હતી જે છે એક પરફેક્ટ ફેમિલી પિક્ચર.
અન્ય સેલેબ્ઝની માફક નેહા અને અંગદ માટે પણ માલદિવ્ઝ તેમનો ફેવરિટ વેકેશન સ્પોટ છે.
પૉપ કલર્ડ બિકીનીમાં નેહા ઇન્ફિનિટી પૂલની મજા માણી રહી છે.
નેહા અને અંગદની આ તસવીરો હેપ્પી કપલના સમાનાર્થ જેવી છે.
કૅટરિના કૈફ ફોટોશૂટ અસાઇન્ટમેન્ટ માટે માલદિવ્ઝ પહોંચી હતી.
કૅટરિના કૈફે પોતાના વર્ક મોડમાં શૂટિંગના આ ફેન્ટાસ્ટિક લોકેશને વખાણ્યું હતું.
આ અદા પાછળ તો કેટકેટલા દિવાના છે.
વ્હાઇટ બિકીની અને ભીના વાળ અને એ પણ કૅટરિના કૈફના...
શૂટમાં બિઝી કૅટરીના કેટલી હેપનિંગ લાગે છે.
મૌની રોય અને મંદિરા બેદી માલદિવ્ઝ વેકેશન પર સાથે ગયા હતા. તેમણે ત્યાંની સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.
તેઓ કયાકિંગ કરીને બારા બારા બીચ પહોંચ્યા હતા. તેમણે પોતાના જન્મદિવસ ત્યાં ઉજવ્યા.
મૌની અને મંદિરાએ પોતાની જાત સાથે અને એકબીજા સાથે અહીં શ્રેષ્ઠ સમય ગાળ્યો અને તેનો પુરાવો છે આ તસવીરો.
મધ દરિયે આટલી શાંતિનો અનુભવ મળતો હોય તો પછી બીજું શું જોઇએ? મૌની માટે આ બ્રેક જરૂરી હતો કારણકે તે લૉકડાઉનમાં દુબઇ ફસાઇ હતી અને ત્યાંથી ટ્રાવેલિંગની છૂટ મળતા તે લંડન શૂટ માટે ગઇ હતી.
આ છે ફૂટ લુઝ અને ફેન્સી ફ્રી... આ જ કેપ્શન તેણે પોતાની આ તસવીર માટે આપ્યું હતું.
વિલાની મધ્યે મૌનીએ એક ઝોકું પણ લઇ લીધું.
મંદિરા બેદીની આ તસવીર ઇન્ટરનેટ પર છવાઇ હતી.
મૌની અને મંદિરાની પાક્કી દોસ્તીનું પ્રમાણ છે આ તસવીર.
મંદિરાએ ફેન્ટાસ્ટિક બેકગ્રાઉન્ડમાં પોતાની ફિટનેસ અને બેલેન્સનો પરિચય કંઇ આ રીતે આપ્યો.
મંદિરાએ બ્રાઇટ રેડ બિકીનીમાં દરિયાની મોજ કંઇક આ રીતે માણી.
બ્લેક બિકીનીમાં પૉઝ આપતા મંદિરાએ માલદિવ્ઝમાં થતી અઢળક એક્ટવિટીઝનો ઉલ્લેખ કર્યો હતો.
મંદિરા બેદીને જોઇને કોઇ માનશે નહીં કે 45 વટાવી ચૂકી છે અભિનેત્રી.
વાતાવરણને શ્વાસમાં ભરી લેવાની ચેષ્ટા કરી રહેલી રકુલ.
રકુલ તેના ભાઇ અમનપ્રીત સાથે.
ફિટનેસ, બીચ, સનલાઇટનો સમન્વય એટલે રકુલની આ ચક્રાસન પૉઝની તસવીર.
ઓરેન્જ બિકીનમાં ચળકતા તડકાને માણી રહેલી રકુલ.
અંડક વૉટર એક્સપિરિયન્સ ન કર્યો તો પછી માલદિવ્ઝ જવાનો ફાયદો શું વળી?
રકુલે મસ્ત અંદાજમાં સન અને શેડની મજા માણી હતી.
બ્લૂના ફેન્ટાસ્ટિક શેડ્ઝ વચ્ચે વ્હાઇટ હેમોક પર રકુલની આ અદા પર વારી જવાય.
તારા સુતરિયાનો આ લૂક ભૂરા આકાશમાં કેસરી કિરણની ઝલક જેવો લાગે છે, ખરું ને?!
સન કિસ્ડ કે સન ટૅન્ડ કે પછી કોઇ ફિલ્ટર?
તારા સુતરિયા આ મોનોકિનીમાં કેટલી ગોર્જિયસ લાગે છે.
આ તસવીર આદર જૈનની સ્ટોરીઝમાંથી લેવાઇ છે. લાગે છે કપલે ત્યાં શ્રેષ્ઠ સમય પસાર કર્યો.
તાપસીએ તેની બહેનો શગૂન અને ઇવાનિયા સાથે માલદિવ્ઝની ટ્રિપ કરી. સાથે હતો તેનો સ્પોર્ટ્સમેન બૉય ફ્રેન્ડ મૅથિસ બોઇ. તપાસીએ આ તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શૅર કરી હતી.
મૅથિસે આ ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેમનો હૉલીડે મૂડ પરફેક્ટલી કૅચ થયો છે.
પરફેક્ટ વ્યુ અને પરફેક્ટ બ્રેકફાસ્ટ પછી માલદિવ્ઝ જેવા ડેસ્ટિનેશનમાં જોઇએ શું વળી? આ છે તાપસી અને બહેન શગુન.
એગ્ઝ, એવાકાડોઝ, મશરૂમ્સનો બ્રેકફાસ્ટ માણી રહેલી તાપસી. તેણે રશ્મી રૉકેટના આવનારા શૂટને ધ્યાનમાં રાખીને ડાયેટિશ્યનની સૂચનાનું બરાબર પાલન કર્યું હતું અને પ્રોટીન રિચ બ્રેકફાસ્ટ કર્યો હતો.
જોઇ તાપસીની ધમાલ કરતી આ તસવીર?
ઇન્ફિનિટી પૂલમાં તરવાની મજા જ કંઇ અલગ હોય છે. અહીં શગુન માણી રહી છે સ્વિમિંગની મજા જો કે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે તેને ફ્લોટિંગથી વધુ સ્વિમિંગ નથી આવડતું.
આ ક્યૂટ કપલની ડેટ નાઇટનો સેટ-અપ કેટલો રોમેન્ટિક છે. મૅથિસએ બેડમિન્ટન પ્લેયર છે અને તે તાપસીને 2013માં લખનૌમાં ઇન્ડિયન બેડમિન્ટન લિગ દરમિયાન મળ્યો હતો જ્યાં તાપસી હૈદરાબાદ હોટશોટની ટીમની બ્રાન્ડ એમ્બેસેડર હતી અને મૅથિસ અવધ વૉરિયર્સનો ભાગ હતો.
તાપસી તેની બહેન સાથે.
આ તસવીરમાં ત્રણેય બહેનોએ એક સાથે પૉઝ આપ્યો છે.
તાપસીએ આ પેન્ટ અને બ્રાલેટ સૂટ પહેરીને તેના સ્ટાઇલિસ્ટના ગાર્મેન્ટ સેલની વાત કેપ્શનમાં કરી હતી.
આ તાપસીના વેકેશનના દિવસો પુરા થવાના હતા ત્યારની તસવીર છે. તેને ઘરે પાછા ફરવાનું જરાય મન નહોતું.
તાપસીએ પોતાની પોસ્ટ્સમાં લખ્યું હતું તેને સૌથી વધારે વહેલી સવાર અને મોડી સાંજનો સમય ગમે છે.
શગુન પન્નુએ આ તસવીર સાથે પોતાના અંડર વૉટર એક્સપિરીયન્સની વાત લખી હતી.
તાપસી તથા તેની બહેને માલિદવ્ઝમાં એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કર્યો અને ધિંગામસ્તી પણ કરી. તેમનો બિગીની શૂટના ફન મ્યુઝિક પર ડાન્સ કરતો વીડિયો પણ વાઇરલ થયો હતો.
આપણે તો માલદિવ્ઝની તસવીરો જોઇને કલ્પના જ કરવી રહી કે ત્યાંનો મોસમ કેટલો ફેન્ટાસ્ટિક હશે. લાગે છે કે વાઇરસની વિદાય પછી દરેક માટે માલદિવ્ઝ હૉટ ડેસ્ટિનેશન બની જશે. આ છે તાપસીની બહેન શગુનનો સનબર્ન્ટ ફોટો.
છેલ્લા કેટલાક સમયથી લૉકડાઉનમાં કંટાળેલા સેલેબ્ઝને મોકો મળ્યો ્ને બધાંએ વેકેશન માણ્યું. લાગે છે કે સેલેબ્ઝનું ફેવરિટ ડેસ્ટિનેશન છે માલદિવ્ઝ. જુઓ કઇ બૉલીવુડ દિવા પહોંચી માલદિવ્ઝ અને બિકીનીમાં મસ્ત ફોટો શૂટ કર્યા. કોણ બહેનપણી સાથે ગયું અને કોણ બૉયફ્રેન્ડ સાથે, તો કોણ ગયું બહેન સાથે અને કોણે વર્ક ટ્રીપ કરી. જાણવા માટે તસવીરો પર નજર કરવાનું ન ભૂલતાં. (તસવીરો ઇન્સ્ટાગ્રામ)