Sanjay Dutt: ડ્રગ્ઝ, ડિપ્રેશન, ત્રણ લગ્ન, જેલવાસની આંટીઘૂંટી પછી પણ સફળ જિંદગી

Updated: Jul 29, 2020, 12:28 IST | Chirantana Bhatt
  • સંજય દત્તનો જન્મ 29 જુલાઇ 1959ના રોજ થયો. પિતા સુનિલ દત્ત અને નરગીસ હિંદી ફિલ્મોનાં ખુબ જાણીતા કલાકારો અને સ્વભાવિક છે કે આ પરિવારના ફરજંદ હોવાને નાતે તેમણે પણ ફિલ્મોમાં જ કામ કરવાનું નક્કી કર્યું. સંજય દત્તે બાળ કલાકાર તરીકે રેશ્મા ઔર શેરા ફિલ્મમાં એક નાનકડા સીનમાં દેખા દીધી હતી, ત્યારે તે માત્ર 13 વર્ષના હતા.

    સંજય દત્તનો જન્મ 29 જુલાઇ 1959ના રોજ થયો. પિતા સુનિલ દત્ત અને નરગીસ હિંદી ફિલ્મોનાં ખુબ જાણીતા કલાકારો અને સ્વભાવિક છે કે આ પરિવારના ફરજંદ હોવાને નાતે તેમણે પણ ફિલ્મોમાં જ કામ કરવાનું નક્કી કર્યું. સંજય દત્તે બાળ કલાકાર તરીકે રેશ્મા ઔર શેરા ફિલ્મમાં એક નાનકડા સીનમાં દેખા દીધી હતી, ત્યારે તે માત્ર 13 વર્ષના હતા.

    1/44
  • સંજય દત્તની લાઇફ બહુ જ અપ-ડાઉન્સ વાળી રહી, તેમની લાઇફને સૌથી મોટો ધક્કો લાગ્યો જ્યારે તેમના મમ્મી નરગીસ દત્તનું કેન્સરથી મૃત્યુ થયું અને એ પણ તેમની પહેલી ફિલ્મ રૉકીનાં પ્રિમયર પહેલાં. જેમ સંજુ ફિલ્મમાં દેખાડ્યું છે તેમ રૉકીનાં પ્રિમિયરમાં તેમની મમ્મી નરગીસની યાદમાં એક ખુરશી ખાલી રાખવામાં આવી હતી.

    સંજય દત્તની લાઇફ બહુ જ અપ-ડાઉન્સ વાળી રહી, તેમની લાઇફને સૌથી મોટો ધક્કો લાગ્યો જ્યારે તેમના મમ્મી નરગીસ દત્તનું કેન્સરથી મૃત્યુ થયું અને એ પણ તેમની પહેલી ફિલ્મ રૉકીનાં પ્રિમયર પહેલાં. જેમ સંજુ ફિલ્મમાં દેખાડ્યું છે તેમ રૉકીનાં પ્રિમિયરમાં તેમની મમ્મી નરગીસની યાદમાં એક ખુરશી ખાલી રાખવામાં આવી હતી.

    2/44
  • મમ્મીની બિમારીને કારણે ડિપ્રેશનમાં સરી પડેલા સંજય દત્તને ડ્રગ્ઝની લત લાગી ગઇ. આ તરફ મમ્મીની યુએસએમાં કેન્સરની સારવાર ચાલતી હતી અને સંજય દત્ત ડ્રગ્ઝની લતમાં ઉંડા ઉતરી રહ્યા હતા.

    મમ્મીની બિમારીને કારણે ડિપ્રેશનમાં સરી પડેલા સંજય દત્તને ડ્રગ્ઝની લત લાગી ગઇ. આ તરફ મમ્મીની યુએસએમાં કેન્સરની સારવાર ચાલતી હતી અને સંજય દત્ત ડ્રગ્ઝની લતમાં ઉંડા ઉતરી રહ્યા હતા.

    3/44
  • નરગીસ દત્ત તેમના દીકરા માટે રેકોર્ડેડ ટેપ્સ મોકલતા પણ ડ્રગની લતે ચઢેલા સંજય દત્ત એ ટેપ્સ ન સાંભળતા અને માતાના મૃત્યુ પછી તેમણે એ ટેપ્સ સાંભળવાનું શરૂ કર્યું અને તેમની માનસિક સ્થિતિ વધુ નબળી બનતી ગઇ.

    નરગીસ દત્ત તેમના દીકરા માટે રેકોર્ડેડ ટેપ્સ મોકલતા પણ ડ્રગની લતે ચઢેલા સંજય દત્ત એ ટેપ્સ ન સાંભળતા અને માતાના મૃત્યુ પછી તેમણે એ ટેપ્સ સાંભળવાનું શરૂ કર્યું અને તેમની માનસિક સ્થિતિ વધુ નબળી બનતી ગઇ.

    4/44
  • 1982માં પણ સંજય દત્તે એકવાર જેલ ભેગા થવું પડ્યું હતું કારણકે તેમની પાસે ડ્રગ્ઝ મળી આવ્યા હતા. સુનિલ દત્તે સંજય દત્તને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા ટેક્સાસના રિહેબ સેન્ટરમાં મોકલ્યા હતા.

    1982માં પણ સંજય દત્તે એકવાર જેલ ભેગા થવું પડ્યું હતું કારણકે તેમની પાસે ડ્રગ્ઝ મળી આવ્યા હતા. સુનિલ દત્તે સંજય દત્તને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા ટેક્સાસના રિહેબ સેન્ટરમાં મોકલ્યા હતા.

    5/44
  • રિહેબમાંથી પાછા ફરી સંજયે પોતાના કરિયર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને તે મહેશ ભટ્ટ દિગ્દર્શિત નામ ફિલ્મમાં કુમાર ગૌરવ સાથે દેખાયા. આ ફિલ્મ હિટ રહી.

    રિહેબમાંથી પાછા ફરી સંજયે પોતાના કરિયર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને તે મહેશ ભટ્ટ દિગ્દર્શિત નામ ફિલ્મમાં કુમાર ગૌરવ સાથે દેખાયા. આ ફિલ્મ હિટ રહી.

    6/44
  • પર્સનલ લાઇફમાં પણ સંજયને માટે સ્થિતિ સુધરી. તેમણે એક્ટર્સ રિચા શર્મા સાથે 1987માં લગ્ન કર્યા.

    પર્સનલ લાઇફમાં પણ સંજયને માટે સ્થિતિ સુધરી. તેમણે એક્ટર્સ રિચા શર્મા સાથે 1987માં લગ્ન કર્યા.

    7/44
  • લગ્નના વર્ષ પછી સંજય અને રિચાએ દીકરી ત્રિશલાને જન્મ આપ્યો. પણ જિંદગી હજી ઘણી કસોટીઓ કરવાની હતી.

    લગ્નના વર્ષ પછી સંજય અને રિચાએ દીકરી ત્રિશલાને જન્મ આપ્યો. પણ જિંદગી હજી ઘણી કસોટીઓ કરવાની હતી.

    8/44
  • રિચા શર્માને બ્રેઇન ટ્યુમર હોવાની ખબર પડી અને તે થોડા વર્ષોમાં ગુજરી ગઇ. આ રિચા અને સંજયની હૉસ્પિટલમાં લેવાયલી તસવીર છે જે ત્રિશલાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

    રિચા શર્માને બ્રેઇન ટ્યુમર હોવાની ખબર પડી અને તે થોડા વર્ષોમાં ગુજરી ગઇ. આ રિચા અને સંજયની હૉસ્પિટલમાં લેવાયલી તસવીર છે જે ત્રિશલાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

    9/44
  • 1993માં સંજય દત્ત પાસેથી હથિયાર મળી આવ્યા અને ફરી એકવાર માથે આફત પડી.

    1993માં સંજય દત્ત પાસેથી હથિયાર મળી આવ્યા અને ફરી એકવાર માથે આફત પડી.

    10/44
  • જામીન મળ્યા તે પહેલાં સંજય દત્તે 18 મહીના જેલમાં કાઢ્યા અને આ સમયે તેમની ફિલ્મ ખલનાયક (1993) બૉક્સ ઑફિસ હીટ રહી.

    જામીન મળ્યા તે પહેલાં સંજય દત્તે 18 મહીના જેલમાં કાઢ્યા અને આ સમયે તેમની ફિલ્મ ખલનાયક (1993) બૉક્સ ઑફિસ હીટ રહી.

    11/44
  • સંજય દત્તને અંતે જામીન મળ્યા અને ફિક્કા પડેલા એક્ટરે 1995માં જેલમાંથી બહાર પગ મૂક્યો.

    સંજય દત્તને અંતે જામીન મળ્યા અને ફિક્કા પડેલા એક્ટરે 1995માં જેલમાંથી બહાર પગ મૂક્યો.

    12/44
  • પહેલીવાર અઢાર મહીનાના જેલવાસ પછી બહાર આવેલા સંજય દત્તની તસવીર.

    પહેલીવાર અઢાર મહીનાના જેલવાસ પછી બહાર આવેલા સંજય દત્તની તસવીર.

    13/44
  • ખલનાયકનો આ લૂક લોકોને ગમી ગયો હતો. ખલનાયક પણ લોકોને ગમવા માંડ્યો હતો.

    ખલનાયકનો આ લૂક લોકોને ગમી ગયો હતો. ખલનાયક પણ લોકોને ગમવા માંડ્યો હતો.

    14/44
  • એમ કહેવાય છે કે સંજય દત્ત અને માધુરી દીક્ષિત એકબીજાના પ્રેમમાં હતા પણ તેની ધરપકડ થઇ પછી માધુરીએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો.

    એમ કહેવાય છે કે સંજય દત્ત અને માધુરી દીક્ષિત એકબીજાના પ્રેમમાં હતા પણ તેની ધરપકડ થઇ પછી માધુરીએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો.

    15/44
  • જેલમાંથી બહાર આવી ફરી સંજયે કરિયર બનાવવાનો ટ્રાય કર્યો પણ તેમની ફિલ્મો ન ચાલી.  

    જેલમાંથી બહાર આવી ફરી સંજયે કરિયર બનાવવાનો ટ્રાય કર્યો પણ તેમની ફિલ્મો ન ચાલી.

     
    16/44
  • આ દરમિયાન તેણે મોડલ રિયા પિલ્લાઇ સાથે 1998માં લગ્ન કર્યા. આ પહેલાં રિયાના લગ્ન માઇકલ વાઝ નામના એક અમેરિકન સાથે થયા હતા પણ દસ વર્ષનાં લગ્ન જીવન પછી તેણે છૂટાછેડા લીધા હતા.

    આ દરમિયાન તેણે મોડલ રિયા પિલ્લાઇ સાથે 1998માં લગ્ન કર્યા. આ પહેલાં રિયાના લગ્ન માઇકલ વાઝ નામના એક અમેરિકન સાથે થયા હતા પણ દસ વર્ષનાં લગ્ન જીવન પછી તેણે છૂટાછેડા લીધા હતા.

    17/44
  • સંજય દત્તે 1999માં વાસ્તવ ફિલ્મ કરી અને ફરી તેના કરિયરની ગાડી પાટે ચઢી.

    સંજય દત્તે 1999માં વાસ્તવ ફિલ્મ કરી અને ફરી તેના કરિયરની ગાડી પાટે ચઢી.

    18/44
  • ચારેક વર્ષ થયા અને 2003માં મુન્નાભાઇ MBBS ફિલ્મથી સંજયને વધુ લોકચાહના મળી. તેમની ઓનસ્ક્રીન પર્સનાલિટી બદલાઇ ગઇ. બૅડ બૉય સંજય હવે લોકોને વ્હાલો લાગવા માંડ્યો.  

    ચારેક વર્ષ થયા અને 2003માં મુન્નાભાઇ MBBS ફિલ્મથી સંજયને વધુ લોકચાહના મળી. તેમની ઓનસ્ક્રીન પર્સનાલિટી બદલાઇ ગઇ. બૅડ બૉય સંજય હવે લોકોને વ્હાલો લાગવા માંડ્યો.

     

    19/44
  • સંજય અને સલમાનની ફિલ્મ સાજન સુપર હિટ ફિલ્મ રહી હતી.

    સંજય અને સલમાનની ફિલ્મ સાજન સુપર હિટ ફિલ્મ રહી હતી.

    20/44
  • આ પછી લગે રહો મુન્નાભાઇ ફિલ્મથી ફરી એકવાર એ પૉપ્યુલારીટી વધી. તસવીરમાં શાહરૂખ ખાન અને કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે સંજય દત્ત.

    આ પછી લગે રહો મુન્નાભાઇ ફિલ્મથી ફરી એકવાર એ પૉપ્યુલારીટી વધી. તસવીરમાં શાહરૂખ ખાન અને કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે સંજય દત્ત.

    21/44
  • સંજય દત્તે સ્ટાઇલને મામલે અવારનવાર પોતાના વાળ અને ખાસ કરીને ફિઝીક સાથે સફળ એક્સેપરીમેન્ટ્સ કર્યા છે.

    સંજય દત્તે સ્ટાઇલને મામલે અવારનવાર પોતાના વાળ અને ખાસ કરીને ફિઝીક સાથે સફળ એક્સેપરીમેન્ટ્સ કર્યા છે.

    22/44
  • પિતા સુનિલ દત્ત સંજયની સ્થિતિથી બહુ વ્યથિત રહેતા.

    પિતા સુનિલ દત્ત સંજયની સ્થિતિથી બહુ વ્યથિત રહેતા.

    23/44
  • વ્હાલી મમ્મી સાથે સંજય દત્ત.

    વ્હાલી મમ્મી સાથે સંજય દત્ત.

    24/44
  • કામ સારું ચાલ્યું પણ ફરી અંગત જિંદગીમાં તકલીફ થઇ અને રિયા પિલ્લઇથી સંજય દત્તે 2008માં છૂટાછેડા લીધા, તેઓ આ પહેલાં 2005થી અલગ રહેવા માંડ્યા હતા.

    કામ સારું ચાલ્યું પણ ફરી અંગત જિંદગીમાં તકલીફ થઇ અને રિયા પિલ્લઇથી સંજય દત્તે 2008માં છૂટાછેડા લીધા, તેઓ આ પહેલાં 2005થી અલગ રહેવા માંડ્યા હતા.

    25/44
  • જંગ ફિલ્મમાં જેકી શ્રોફ અને સંજય દત્ત.

    જંગ ફિલ્મમાં જેકી શ્રોફ અને સંજય દત્ત.

    26/44
  • વિલનના રોલમાં પણ સંજુબાબાએ કમાલ કરી છે, અહીં તે અગ્નિપથની રિમેઇકમાં કાંચા ચીનાના પાત્રમાં દેખાય છે.

    વિલનના રોલમાં પણ સંજુબાબાએ કમાલ કરી છે, અહીં તે અગ્નિપથની રિમેઇકમાં કાંચા ચીનાના પાત્રમાં દેખાય છે.

    27/44
  • આ પછી મોટો ફટકો આવ્યો જ્યારે ફરી સંજય દત્તને છ વર્ષ માટે જેલવાસની સજા ફટકારાઇ અને આ 1993માં શસ્ત્રો મળવાના કેસ સાથે સંબંધિત સજા હતી. તેણે થોડા દિવસ જેલમાં રહેવું પડ્યું અને પછી હંગામી જામીન પર તે બહાર હતા.

    આ પછી મોટો ફટકો આવ્યો જ્યારે ફરી સંજય દત્તને છ વર્ષ માટે જેલવાસની સજા ફટકારાઇ અને આ 1993માં શસ્ત્રો મળવાના કેસ સાથે સંબંધિત સજા હતી. તેણે થોડા દિવસ જેલમાં રહેવું પડ્યું અને પછી હંગામી જામીન પર તે બહાર હતા.

    28/44
  • 2008માં સંજય દત્ત દિલનવાઝ શેખના પ્રેમમાં પડ્યા. હવે તે માન્યતા તરીકે ઓળખાય છે અને તેમને 2010માં ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો.

    2008માં સંજય દત્ત દિલનવાઝ શેખના પ્રેમમાં પડ્યા. હવે તે માન્યતા તરીકે ઓળખાય છે અને તેમને 2010માં ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો.

    29/44
  • અંગત જિંદગી થાળે પડી અને કરિયરમાં પણ ટોટલ ધમાલ જેવી ફિલ્મોને કારણે સંજય દત્તને સારો એવો બૂસ્ટ મળ્યો.

    અંગત જિંદગી થાળે પડી અને કરિયરમાં પણ ટોટલ ધમાલ જેવી ફિલ્મોને કારણે સંજય દત્તને સારો એવો બૂસ્ટ મળ્યો.

    30/44
  • જો કે આ બધું ફરી ખોરંભે ચઢ્યું જ્યારે માર્ચ 2013માં સુપ્રિમ કોર્ટે તેમને પાંચ વર્ષની જેલની સજા ફટકારી અને મે 2013માં સંજય દત્તે સરન્ડર કરી પુનાની યરવડા જેલમાં કારાવાસ ભોગવ્યો.

    જો કે આ બધું ફરી ખોરંભે ચઢ્યું જ્યારે માર્ચ 2013માં સુપ્રિમ કોર્ટે તેમને પાંચ વર્ષની જેલની સજા ફટકારી અને મે 2013માં સંજય દત્તે સરન્ડર કરી પુનાની યરવડા જેલમાં કારાવાસ ભોગવ્યો.

    31/44
  • 2016ના ફેબ્રુઆરીમાં સંજય દત્તે સજા પુરી કરી અને જેલમાંથી બહાર આવ્યા. તેમણે કહ્યું કે જે દિવસે હું જેલમાંથી બહાર આવ્યો તે મારી જિંદગીનો સૌથી સારો દિવસ હતો અને હું મારા પિતા સુનિલ દત્તને બહુ જ મિસ કરતો હતો, તે મને જેલમાંથી બહાર જોવા માટે જીવીત હોત તો સારું થાત અને તે બહુ ખુશ થયા હોત. આપણે આપણા કુટુંબને ક્યારેય ન ભુલવું જોઇએ કારણકે તે જ આપણો ખરો ટેકો હોય છે.

    2016ના ફેબ્રુઆરીમાં સંજય દત્તે સજા પુરી કરી અને જેલમાંથી બહાર આવ્યા. તેમણે કહ્યું કે જે દિવસે હું જેલમાંથી બહાર આવ્યો તે મારી જિંદગીનો સૌથી સારો દિવસ હતો અને હું મારા પિતા સુનિલ દત્તને બહુ જ મિસ કરતો હતો, તે મને જેલમાંથી બહાર જોવા માટે જીવીત હોત તો સારું થાત અને તે બહુ ખુશ થયા હોત. આપણે આપણા કુટુંબને ક્યારેય ન ભુલવું જોઇએ કારણકે તે જ આપણો ખરો ટેકો હોય છે.

    32/44
  • સંજય દત્તના મતે જેલવાસે તેમના અહમને તોડી નાખ્યો અને તે બહેતર માણસ બન્યા.

    સંજય દત્તના મતે જેલવાસે તેમના અહમને તોડી નાખ્યો અને તે બહેતર માણસ બન્યા.

    33/44
  • તેમણે કહ્યું હતું કે, “જેલમાં પોતાના પરિવારથી દૂર રહેવું સૌથી મુશ્કેલ હતું. મેં મારા શરીરને ફિટ બનાવ્યું અને એ માટે કચરાટોપલીથી માંડીને કાદવથી ભરેલા કુંડા ઉંચકી મેં વેઇટ્સ અને ડમ્બેલ્સ તરીકે તેનો ઉપયોગ કર્યો. જેલમાં થતા કાર્યક્રમોમાં હું સાથી કેદીઓને ડાયલૉગ્ઝ, ગીતો અને ડાન્સ શીખવતો અને બધા મળીને સ્કિટ્સ કરતા. આ કેદીઓ જ આ જેલવાસ દરમિયાન મારું કુટુંબ બની રહ્યા.”

    તેમણે કહ્યું હતું કે, “જેલમાં પોતાના પરિવારથી દૂર રહેવું સૌથી મુશ્કેલ હતું. મેં મારા શરીરને ફિટ બનાવ્યું અને એ માટે કચરાટોપલીથી માંડીને કાદવથી ભરેલા કુંડા ઉંચકી મેં વેઇટ્સ અને ડમ્બેલ્સ તરીકે તેનો ઉપયોગ કર્યો. જેલમાં થતા કાર્યક્રમોમાં હું સાથી કેદીઓને ડાયલૉગ્ઝ, ગીતો અને ડાન્સ શીખવતો અને બધા મળીને સ્કિટ્સ કરતા. આ કેદીઓ જ આ જેલવાસ દરમિયાન મારું કુટુંબ બની રહ્યા.”

    34/44
  • સંજય દત્તના મતે તેમની પત્ની માન્યતાએ તેમના જેલવાસ દરમિયાન વધારે વેઠવું પડ્યું કારણકે તે એકલા હાથે બે બાળકોને ઉછેરતી હતી.

    સંજય દત્તના મતે તેમની પત્ની માન્યતાએ તેમના જેલવાસ દરમિયાન વધારે વેઠવું પડ્યું કારણકે તે એકલા હાથે બે બાળકોને ઉછેરતી હતી.

    35/44
  • સંજય દત્ત તેમના સંતાનો, પત્ની સાથે ખુબ ખુશ છે અને શાંતિથી જીવન જીવી રહ્યા છે. તેમના નામે પ્રોડક્શન હાઉસ છે જે તેમની પત્ની માન્યતા સંભાળે છે. તસવીરમાં પહેલાં લગ્નથી થયેલી દીકરી ત્રિશલા પણ દત્ત પરિવાર સાથે હળી ગઇ છે તે જોઇ શકાય છે.

    સંજય દત્ત તેમના સંતાનો, પત્ની સાથે ખુબ ખુશ છે અને શાંતિથી જીવન જીવી રહ્યા છે. તેમના નામે પ્રોડક્શન હાઉસ છે જે તેમની પત્ની માન્યતા સંભાળે છે. તસવીરમાં પહેલાં લગ્નથી થયેલી દીકરી ત્રિશલા પણ દત્ત પરિવાર સાથે હળી ગઇ છે તે જોઇ શકાય છે.

    36/44
  • પોતાના માતાપિતા અને બહેનો સાથે નાનપણની તસવીર.

    પોતાના માતાપિતા અને બહેનો સાથે નાનપણની તસવીર.

    37/44
  • એક સમયે પજેરોથી સ્વેગ દર્શાવનારા સંજય દત્ત આ અનોખી મોટરબાઇક પર જામે છે.

    એક સમયે પજેરોથી સ્વેગ દર્શાવનારા સંજય દત્ત આ અનોખી મોટરબાઇક પર જામે છે.

    38/44
  • પોતાનાં બાળકો માટે સંજય એ પ્રોટેક્ટિવ પિતા છે તે દેખાઇ આવે છે અને તે સ્વાભાવિક છે.

    પોતાનાં બાળકો માટે સંજય એ પ્રોટેક્ટિવ પિતા છે તે દેખાઇ આવે છે અને તે સ્વાભાવિક છે.

    39/44
  • પિતા સાતે મોજ કરતા ભાઇ બહેનની આ તસવીર સંજય દત્તે શેર કરી હતી.

    પિતા સાતે મોજ કરતા ભાઇ બહેનની આ તસવીર સંજય દત્તે શેર કરી હતી.

    40/44
  • આ નાનપણની તસવીર કેટલી ક્યૂટ છે.

    આ નાનપણની તસવીર કેટલી ક્યૂટ છે.

    41/44
  • સંજય દત્તે અનેક એવા કામ કર્યા છે જે સમાજમાં માન્ય નથી કે ગુનો ગણાય છે પણ તેના ચહેરા પર કોઇ માસુમિયત ચોક્કસ છે.

    સંજય દત્તે અનેક એવા કામ કર્યા છે જે સમાજમાં માન્ય નથી કે ગુનો ગણાય છે પણ તેના ચહેરા પર કોઇ માસુમિયત ચોક્કસ છે.

    42/44
  • સંજય દત્ત તેમના જમાનાના સૌથી વધુ સ્ટાઇલિશ એક્ટર ગણાતા. તેમની પાસે સૌથી પહેલી પજેરો જીપ આવી હતી જેના બોને પર તે બેઠા હોય તે ફોટોગ્રાફ એ જમાનામાં બહુ પૉપ્યુલર થયો હતો.

    સંજય દત્ત તેમના જમાનાના સૌથી વધુ સ્ટાઇલિશ એક્ટર ગણાતા. તેમની પાસે સૌથી પહેલી પજેરો જીપ આવી હતી જેના બોને પર તે બેઠા હોય તે ફોટોગ્રાફ એ જમાનામાં બહુ પૉપ્યુલર થયો હતો.

    43/44
  • સંજુ બાબાનું સ્વૅગ હંમેશા કાયમ રહે તેવી શુભેચ્છા.

    સંજુ બાબાનું સ્વૅગ હંમેશા કાયમ રહે તેવી શુભેચ્છા.

    44/44
  • loading...

ફોટોઝ વિશે

સંજુ બાબાના હુલામણા નામથી જાણીતા એક્ટર સંજય દત્તની (Sanjay Dutt) લાઇફ કોઇ રોલર કોસ્ટર રાઇડથી કમ નથી. ત્રણ લગ્નો, જેલવાસ, ડ્રગ્ઝ અને બીજી કેટલીક ઘટનાઓ પછી પણ સંજય દત્ત માટે ફેન્સનો પ્રેમ યથાવત્ છે. 29 જુલાઇ સંજય દત્તનો જન્મદિવસ છે અને આ વર્ષે તેઓ 61 વર્ષના થયા છે. તેમની લાઇફના આલ્બમમાંથી કેટલીક તસવીરો પર નજર કરીએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK