Happy Birthday Jaideep Ahlawat: એક એવો એક્ટર જેની રસ્ટિકનેસ તેની સ્પેશ્યાલિટી છે

Updated: 8th February, 2021 15:57 IST | Chirantana Bhatt
  • જયદીપ અહલાવતનો જન્મ રોહતક જિલ્લાના ખારકારા ગામમાં 8 ફેબ્રુઆરીના રોજ થયો હતો. જયદીપ તેમનું સ્ટેજ નેમ છે, તેમનું મૂળ નામ છે જય કિશન અહલાવત. તેઓ એક સમયે આર્મી ઑફિસર બનવા માગતા હતા. જયદીપ અહલાવતનું નામ આમ તો પાતાળ લોક સિરીઝને કારણે લોકોને મ્હોંએ ચઢ્યું પણ આ પહેલાં તેમણે દસ વર્ષ સુધી પ્રભાવી પાત્રો ભજવ્યા છે. 

    જયદીપ અહલાવતનો જન્મ રોહતક જિલ્લાના ખારકારા ગામમાં 8 ફેબ્રુઆરીના રોજ થયો હતો. જયદીપ તેમનું સ્ટેજ નેમ છે, તેમનું મૂળ નામ છે જય કિશન અહલાવત. તેઓ એક સમયે આર્મી ઑફિસર બનવા માગતા હતા. જયદીપ અહલાવતનું નામ આમ તો પાતાળ લોક સિરીઝને કારણે લોકોને મ્હોંએ ચઢ્યું પણ આ પહેલાં તેમણે દસ વર્ષ સુધી પ્રભાવી પાત્રો ભજવ્યા છે. 

    1/20
  • તેઓ નાની ઉંમરથી જ થિએટરમાં જોડાયા અને નાટકો કરતા. આર્મીમાં જવાની ઇચ્છા જ્યારે પુરી ન થઇ શકી ત્યારે તેમણે નક્કી કર્યું કે તેઓ હવે અભિનયને જ ગંભીરતાથી લેશે. પૂનાના એફટીઆઇઆઇમાં ભણી તેમણે 2008માં મુંબઇની વાટ પકડી.   

    તેઓ નાની ઉંમરથી જ થિએટરમાં જોડાયા અને નાટકો કરતા. આર્મીમાં જવાની ઇચ્છા જ્યારે પુરી ન થઇ શકી ત્યારે તેમણે નક્કી કર્યું કે તેઓ હવે અભિનયને જ ગંભીરતાથી લેશે. પૂનાના એફટીઆઇઆઇમાં ભણી તેમણે 2008માં મુંબઇની વાટ પકડી. 

     

    2/20
  • 3/20
  • આ તસવીરમાં હાથરામ ચૌધરીના નાનપણનું પાત્ર ભજવનારા એક્ટર સાથે એડલ્ટ હાથીરામ જોવા મળે છે. હાથીરામનું પાત્ર તેમને આટલી સફળતા અપાવશે તેવી તેમને કલ્પના નહોતી તેવું તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. મુંબઇ આવીને તરત જ સફળતા હાથવગી નથી થતી તે તો આપણે જાણીએ જ છીએ. તેમણે સૌથી પહેલાં એક શોર્ટ ફિલ્મમાં ગેસ્ટ રોલ કર્યો અને પછી અજય દેવગન અભિનિત ફિલ્મ આક્રોશમાં તેમને એક રોલ ભજવવા મળ્યો.   

    આ તસવીરમાં હાથરામ ચૌધરીના નાનપણનું પાત્ર ભજવનારા એક્ટર સાથે એડલ્ટ હાથીરામ જોવા મળે છે. હાથીરામનું પાત્ર તેમને આટલી સફળતા અપાવશે તેવી તેમને કલ્પના નહોતી તેવું તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. મુંબઇ આવીને તરત જ સફળતા હાથવગી નથી થતી તે તો આપણે જાણીએ જ છીએ. તેમણે સૌથી પહેલાં એક શોર્ટ ફિલ્મમાં ગેસ્ટ રોલ કર્યો અને પછી અજય દેવગન અભિનિત ફિલ્મ આક્રોશમાં તેમને એક રોલ ભજવવા મળ્યો. 

     

    4/20
  • આ છે જયદીપની તસવીર જે તેમણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી, તેમાં તે પોતાના નાના ભાઇ જગદીપ સાથે છે. ગિટાર પકડીને ઉભેલા જયદીપના ચહેરા પરની કુમાશ આજે પણ તેમના રફ એન્ડ ટફ અથવા સિરીયલ રોલ્સમાં કાળજીથી જોઇએ તો દેખાઇ આવે છે. 

    આ છે જયદીપની તસવીર જે તેમણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી, તેમાં તે પોતાના નાના ભાઇ જગદીપ સાથે છે. ગિટાર પકડીને ઉભેલા જયદીપના ચહેરા પરની કુમાશ આજે પણ તેમના રફ એન્ડ ટફ અથવા સિરીયલ રોલ્સમાં કાળજીથી જોઇએ તો દેખાઇ આવે છે. 

    5/20
  • પિતા સાથેની આ તસવીર સાથે જયદીપે લખ્યું હતું કે તેઓ તેમના પિતા જેવા આબેહુબ દેખાય છે. આક્રોશ પછી તેમને પ્રિયદર્શનની ફિલ્મ ખટ્ટા મીઠામાં રોલ મળ્યો. સંજય રાણા નામના ભ્રષ્ટ રાજકારણનીનું પાત્ર ભજવનારા જયદીપના કામની લોકોએ નોંધ લેવાની શરૂઆત કરી. 

    પિતા સાથેની આ તસવીર સાથે જયદીપે લખ્યું હતું કે તેઓ તેમના પિતા જેવા આબેહુબ દેખાય છે. આક્રોશ પછી તેમને પ્રિયદર્શનની ફિલ્મ ખટ્ટા મીઠામાં રોલ મળ્યો. સંજય રાણા નામના ભ્રષ્ટ રાજકારણનીનું પાત્ર ભજવનારા જયદીપના કામની લોકોએ નોંધ લેવાની શરૂઆત કરી. 

    6/20
  • આ તસવીરમાં એકદમ કૂલ ડૂડ દેખાતા જયદીપે ધીમા અને મક્કમ પગલે પોતાના કરિયરને લગતા નિર્ણયો લીધાં.  2011માં ચિત્તાગોંગમાં તેમણે અનંત સિંઘનું પાત્ર ભજવ્યું અને તમે જાણો છો કે જયદીપે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ રૉકસ્ટારમાં પણ કેમિયો કર્યો છે! અનુરાગ કશ્યપની ફિલ્મ ગેંગ્ઝ ઑફ વાસેપુરમાં શાહિદ ખાનનું પાત્ર ભજવનારા જયદીપની ઓળખાણ આ પાત્રથી વધુ મજબુત બની. આ જ પાત્રથી ગેંગ્ઝ ઑફ વાસેપુરની વાર્તા શરૂ થાય છે જે બે ભાગમાં વહેંચાયેલી છે.   

    આ તસવીરમાં એકદમ કૂલ ડૂડ દેખાતા જયદીપે ધીમા અને મક્કમ પગલે પોતાના કરિયરને લગતા નિર્ણયો લીધાં.  2011માં ચિત્તાગોંગમાં તેમણે અનંત સિંઘનું પાત્ર ભજવ્યું અને તમે જાણો છો કે જયદીપે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ રૉકસ્ટારમાં પણ કેમિયો કર્યો છે! અનુરાગ કશ્યપની ફિલ્મ ગેંગ્ઝ ઑફ વાસેપુરમાં શાહિદ ખાનનું પાત્ર ભજવનારા જયદીપની ઓળખાણ આ પાત્રથી વધુ મજબુત બની. આ જ પાત્રથી ગેંગ્ઝ ઑફ વાસેપુરની વાર્તા શરૂ થાય છે જે બે ભાગમાં વહેંચાયેલી છે. 

     

    7/20
  • હાથીરામના પાત્રની જટિલતાઓ ભજવવામાં તેમને એક એક્ટર તરીકે અલગ જ ચેલેન્જિઝ ફેસ કરવી પડી પણ તેઓ પોતે હરિયાણા છે અને આ પાત્રને આત્મસાત કરવું તેમને માટે અમુક સ્તરે સરળ પણ થઇ ગયું.

    હાથીરામના પાત્રની જટિલતાઓ ભજવવામાં તેમને એક એક્ટર તરીકે અલગ જ ચેલેન્જિઝ ફેસ કરવી પડી પણ તેઓ પોતે હરિયાણા છે અને આ પાત્રને આત્મસાત કરવું તેમને માટે અમુક સ્તરે સરળ પણ થઇ ગયું.

    8/20
  • રાઝી ફિલ્મમાં આલિયા ભટ્ટના ટ્રેનર મીરની ભૂમિકામાં તમે સિરીયસ અને કડક શિક્ષક તરીકે પણ જયદીપ અહલાવતને જોયા છે.

    રાઝી ફિલ્મમાં આલિયા ભટ્ટના ટ્રેનર મીરની ભૂમિકામાં તમે સિરીયસ અને કડક શિક્ષક તરીકે પણ જયદીપ અહલાવતને જોયા છે.

    9/20
  • ઓટટી પર તેમણે પાતાલ લોક પહેલા બાર્ડ ઑફ બ્લડમાં રોલ કર્યો હતો.

    ઓટટી પર તેમણે પાતાલ લોક પહેલા બાર્ડ ઑફ બ્લડમાં રોલ કર્યો હતો.

    10/20
  • જયદીપ અહલાવત આ તસવીરમાં સર્જક ગુલઝાર સાથે. જયદીપ પોતે કવિતાના વાંચવાના શોખીન છે અને તેમના ખરાશ ભર્યા અવાજમાં તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમના ઇન્ટરવ્યુમાં ગીત સુધ્ધાં સંભળાવ્યું હતું.

    જયદીપ અહલાવત આ તસવીરમાં સર્જક ગુલઝાર સાથે. જયદીપ પોતે કવિતાના વાંચવાના શોખીન છે અને તેમના ખરાશ ભર્યા અવાજમાં તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમના ઇન્ટરવ્યુમાં ગીત સુધ્ધાં સંભળાવ્યું હતું.

    11/20
  • પહેલી નજરે ગંભીર લાગતા જયદીપ એક નરમ દીલ, જોશીલા, ખડખડાટ હસી પડનારી વ્યક્તિ છે અને તેમને જુના હિંદી ફિલ્મી ગીતો તથા ગઝલ્સ સાંભળવાનો શોખ છે. 

    પહેલી નજરે ગંભીર લાગતા જયદીપ એક નરમ દીલ, જોશીલા, ખડખડાટ હસી પડનારી વ્યક્તિ છે અને તેમને જુના હિંદી ફિલ્મી ગીતો તથા ગઝલ્સ સાંભળવાનો શોખ છે. 

    12/20
  • આ તેઓ આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારની તસવીર છે, આ તસવીરમાં તમને પણ એમના સ્વૅગની ઝલક દેખાઇ તો ખરીને?

    આ તેઓ આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારની તસવીર છે, આ તસવીરમાં તમને પણ એમના સ્વૅગની ઝલક દેખાઇ તો ખરીને?

    13/20
  • બ્લૅક કૉફીના શોખીન જયદીપ પોતાની જાતને 'કિસાન કા બેટા' કહેવડાવે છે. તેેમને વાંચનનો શોખ તો છે જ પણ માનશો તેમને પોતાના ડાન્સ કરવાનું પણ ખૂબ ગમે છે.

    બ્લૅક કૉફીના શોખીન જયદીપ પોતાની જાતને 'કિસાન કા બેટા' કહેવડાવે છે. તેેમને વાંચનનો શોખ તો છે જ પણ માનશો તેમને પોતાના ડાન્સ કરવાનું પણ ખૂબ ગમે છે.

    14/20
  •  તેમને એવી ચોક્કસ ઇચ્છા છે કે કોઇ તેમને કેન્દ્રમાં રાખીને એક લવ સ્ટોરી લખે. તેમના પાત્રોમાં આપણે તેમને અલગ અલગ લૂક કેરી કરતા જોયા છે પણ તેમને બિયર્ડ અને લોંગ હેરનો લૂક પર્સનલી વધુ ગમે છે. 

     તેમને એવી ચોક્કસ ઇચ્છા છે કે કોઇ તેમને કેન્દ્રમાં રાખીને એક લવ સ્ટોરી લખે. તેમના પાત્રોમાં આપણે તેમને અલગ અલગ લૂક કેરી કરતા જોયા છે પણ તેમને બિયર્ડ અને લોંગ હેરનો લૂક પર્સનલી વધુ ગમે છે. 

    15/20
  • અનુરાગ કશ્યપ સાથેની આ તસવીર એક એક્ટર અને ડાયરેક્ટરની પરફેક્ટ કેમેસ્ટ્રીનું ઉદાહરણ છે. 

    અનુરાગ કશ્યપ સાથેની આ તસવીર એક એક્ટર અને ડાયરેક્ટરની પરફેક્ટ કેમેસ્ટ્રીનું ઉદાહરણ છે. 

    16/20
  • જયદીપ અહલાવતને પાતાલ લોકમાં ભજવેલા તેમના પાત્રને પગલે એવોર્ડ પણ એનાયત થયો છે પણ તેઓ જે પ્રકારના એક્ટર છે તે જોતા કહી શકાય કે આ તો હજી શરૂઆત છે. 

    જયદીપ અહલાવતને પાતાલ લોકમાં ભજવેલા તેમના પાત્રને પગલે એવોર્ડ પણ એનાયત થયો છે પણ તેઓ જે પ્રકારના એક્ટર છે તે જોતા કહી શકાય કે આ તો હજી શરૂઆત છે. 

    17/20
  • તેઓ ઇરફાન ખાનની સાથે થતી પોતાની સરખામણીને લઇને બહુ ઇમોશનલ તો થાય છે જ પણ તેઓ પોતે ઇરફાન ખાનના બહુ જ મોટા ફેન છે અને તેમની વાત કરતાં ઇમોશનલ પણ થઇ જાય છે. 

    તેઓ ઇરફાન ખાનની સાથે થતી પોતાની સરખામણીને લઇને બહુ ઇમોશનલ તો થાય છે જ પણ તેઓ પોતે ઇરફાન ખાનના બહુ જ મોટા ફેન છે અને તેમની વાત કરતાં ઇમોશનલ પણ થઇ જાય છે. 

    18/20
  • જયદીપ અહલાવતને તમે લસ્ટ સ્ટોરીઝની ત્રીજી ફિલ્મમાં મનીષા કોઇરાલાના પ્રેમી સુધીરના પાત્રમાં પણ જોયા છે. જેમાં તે એક સોફ્ટ હાર્ટેડ મિત્ર અને પ્રેમી તરીકે દર્શાવાયા છે. તેમનો વિશેષ ઇન્ટરવ્યુ તમે જોઇ શકશો અહીં ક્લિક કરીને..

    જયદીપ અહલાવતને તમે લસ્ટ સ્ટોરીઝની ત્રીજી ફિલ્મમાં મનીષા કોઇરાલાના પ્રેમી સુધીરના પાત્રમાં પણ જોયા છે. જેમાં તે એક સોફ્ટ હાર્ટેડ મિત્ર અને પ્રેમી તરીકે દર્શાવાયા છે. તેમનો વિશેષ ઇન્ટરવ્યુ તમે જોઇ શકશો અહીં ક્લિક કરીને..

    19/20
  • હેપ્પી બર્થ ડે અને ઑલ ધી બેસ્ટ જયદીપ...!

    હેપ્પી બર્થ ડે અને ઑલ ધી બેસ્ટ જયદીપ...!

    20/20
  • loading...

ફોટોઝ વિશે

જયદીપ અહલાવત (Jaideep Ahlawat)ને હવે તો નાનું છોકરું પણ ઓળખે છે. 2020માં આવેલી વેબ સિરીઝ પાતાળ લોક (Paatal Lok)માં હાથીરામ ચૌધરીનું પાત્ર ભજવીને તેમણે લોકોને ચક્તિ કર્યા પણ આ કંઇ પહેલીવાર નહોતું કે તેમણે પાત્રને આ સ્તરે મૂક્યું. દસ વર્ષના સંઘર્ષ બાદ તેમને આ ઓળખ મળી છે પણ છતાં ય તેમણે એવા જ રોલ્સ કર્યા જેમાં તેમનું કામ જોવાનું લોકો ફરી ફરી પસંદ કરે છે અને તેમના નવા કામની પણ આતૂરતાથી રાહ જુએ છે. આજે 8 ફેબ્રુઆરીએ તેમનો જન્મદિવસ છે ત્યારે જોઇએ તેમની જર્ની, જાણીએ તેમના વિષે થોડી અજાણી વાતો. (તસવીરો - જયદીપ અહલાવત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)

First Published: 8th February, 2021 15:12 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK