Happy Birthday: 'મોના ડાર્લિગ'ના રોલમાં એક્ટ્રેસ 'બિંદુ'ને મળી હતી મોટી સફળતા

Published: Apr 17, 2020, 13:01 IST | Sheetal Patel
  • બિંદુએ 160થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેમણે સહાયક અભિનેત્રી તરીકે પુરસ્કાર પણ જીત્યા છે.

    બિંદુએ 160થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેમણે સહાયક અભિનેત્રી તરીકે પુરસ્કાર પણ જીત્યા છે.

    1/15
  • વર્ષ 1962માં આવેલી ફિલ્મ 'અનપઢ'માં માલા સિંહાની દીકરી તરીકે અભિનય કરી બિંદુએ તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી પણ 'દો રાસ્તે' અને 'ઇત્તેફાક' નામની ફિલ્મોથી તેઓ વધારે જાણીતા થયા હતા. આ બન્ને ફિલ્મો બૉકસ ઑફિસ પર હિટ સાબિત થઈ હતી.

    વર્ષ 1962માં આવેલી ફિલ્મ 'અનપઢ'માં માલા સિંહાની દીકરી તરીકે અભિનય કરી બિંદુએ તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી પણ 'દો રાસ્તે' અને 'ઇત્તેફાક' નામની ફિલ્મોથી તેઓ વધારે જાણીતા થયા હતા. આ બન્ને ફિલ્મો બૉકસ ઑફિસ પર હિટ સાબિત થઈ હતી.

    2/15
  • 'અભિમાન' ફિલ્મમાં સહાયક અભિનેત્રી તરીકેનો પુરસ્કાર એમને મળ્યો હતો. જ્યારે બિંદુ 13 વર્ષના હતા ત્યારે એમના પિતા નાનુભાઈ દેસાઈનું અકાળે અવસાન થતા મોટી દીકરી તરીકે આખા કુટુંબનાં ભરણ પોષણની જવાબદારી એમના પર આવી પડી હતી અને એમનાથી નાની બધી જ બહેનોને ભણાવી ને લગ્ન કરાવી ઠરીઠામ પણ કરાવી હતી.

    'અભિમાન' ફિલ્મમાં સહાયક અભિનેત્રી તરીકેનો પુરસ્કાર એમને મળ્યો હતો. જ્યારે બિંદુ 13 વર્ષના હતા ત્યારે એમના પિતા નાનુભાઈ દેસાઈનું અકાળે અવસાન થતા મોટી દીકરી તરીકે આખા કુટુંબનાં ભરણ પોષણની જવાબદારી એમના પર આવી પડી હતી અને એમનાથી નાની બધી જ બહેનોને ભણાવી ને લગ્ન કરાવી ઠરીઠામ પણ કરાવી હતી.

    3/15
  • એમની એક બહેન આજે મુંબઈની એક હોસ્પિટલમાં વરિષ્ઠ ડોક્ટર છે. એમના ફિલ્મોનાં અમુક પાત્રોને કારણે એમની ઘણી ટીકા થઈ હતી.

    એમની એક બહેન આજે મુંબઈની એક હોસ્પિટલમાં વરિષ્ઠ ડોક્ટર છે. એમના ફિલ્મોનાં અમુક પાત્રોને કારણે એમની ઘણી ટીકા થઈ હતી.

    4/15
  • ગુજરાતી ચિત્રપટ 'તાના રીરી'માં એમણે જોરદાર અભિનય કર્યો હતો. આશા પારેખે બનાવેલી 'જ્યોતિ' શ્રેણીના એક એપિસોડમાં પણ એમણે અભિનયનાં કર્યો હતો. 

    ગુજરાતી ચિત્રપટ 'તાના રીરી'માં એમણે જોરદાર અભિનય કર્યો હતો. આશા પારેખે બનાવેલી 'જ્યોતિ' શ્રેણીના એક એપિસોડમાં પણ એમણે અભિનયનાં કર્યો હતો. 

    5/15
  • મોના ડાર્લિંગ બનીને બિંદુએ હિન્દી સિનેમાને આવા વિલન આપ્યા, જેના બોલબાલા હિરોઈન કરતા પણ વધારે હતા. 

    મોના ડાર્લિંગ બનીને બિંદુએ હિન્દી સિનેમાને આવા વિલન આપ્યા, જેના બોલબાલા હિરોઈન કરતા પણ વધારે હતા. 

    6/15
  • બિંદુ 2002માં 'મેરે યાર કરી શાહી હૈ', 2004માં 'મેં હૂ ના' અને 2007માં 'ઓમ શાંતિ ઓમ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

    બિંદુ 2002માં 'મેરે યાર કરી શાહી હૈ', 2004માં 'મેં હૂ ના' અને 2007માં 'ઓમ શાંતિ ઓમ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

    7/15
  • બિંદુનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો હતો એટલે તેઓ ઠીકથી હિન્દી પણ બોલી શક્તા નહોતા. 

    બિંદુનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો હતો એટલે તેઓ ઠીકથી હિન્દી પણ બોલી શક્તા નહોતા. 

    8/15
  • 1970માં આવેલી ફિલ્મ 'કટી પતંગ'નું ગીત 'મેરા નામ શબનમ'થી બિંદુ રાતોરાત આઈટમ ક્વીન બની ગયા.

    1970માં આવેલી ફિલ્મ 'કટી પતંગ'નું ગીત 'મેરા નામ શબનમ'થી બિંદુ રાતોરાત આઈટમ ક્વીન બની ગયા.

    9/15
  • ફિલ્મોમાં નેગેટિવ રોલ ભજવ્યા બાદ એનો અસર બિંદુના અંગત જીવન પર પડવા લાગ્યા. એમણે ઘણી ફિલ્મોમાં એક ગેરવર્તન કરનારી માતાનો રોલ ભજવ્યો હતો. 

    ફિલ્મોમાં નેગેટિવ રોલ ભજવ્યા બાદ એનો અસર બિંદુના અંગત જીવન પર પડવા લાગ્યા. એમણે ઘણી ફિલ્મોમાં એક ગેરવર્તન કરનારી માતાનો રોલ ભજવ્યો હતો. 

    10/15
  • બિંદુને તેના નકારાત્મક પાત્રો માટે યાદ કરવામાં આવે છે. 

    બિંદુને તેના નકારાત્મક પાત્રો માટે યાદ કરવામાં આવે છે. 

    11/15
  • તેમણે ઈમ્તિહાન, હવસ, ઝંજીર, 'આયા સાવન ઝૂમ કે', 'અમર પ્રેમ', 'રાજા જાની', 'મેરે જીવન સાથી', 'અભિમાન', 'ઘર હો તો ઐસા' અને 'બીવી હો તો ઐસી' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

    તેમણે ઈમ્તિહાન, હવસ, ઝંજીર, 'આયા સાવન ઝૂમ કે', 'અમર પ્રેમ', 'રાજા જાની', 'મેરે જીવન સાથી', 'અભિમાન', 'ઘર હો તો ઐસા' અને 'બીવી હો તો ઐસી' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

    12/15
  • બિંદુએ ક્રાંતિવીરમાં નાના પાટેકર સાથે 101 કભી 102 પર ડાન્સ કર્યો હતો અને આ ગીત આજે પણ લોકો જોરદાર ડાન્સ કરે છે.

    બિંદુએ ક્રાંતિવીરમાં નાના પાટેકર સાથે 101 કભી 102 પર ડાન્સ કર્યો હતો અને આ ગીત આજે પણ લોકો જોરદાર ડાન્સ કરે છે.

    13/15
  • બિંદુના પાડોશમાં રહેતા ચંપકલાલ ઝવેરી સાથે એમને પ્રેમ થઈ ગયો અને બન્નેએ લગ્ન કરી લીધા. પતિએ એમની સફળતા માટે પૂરે-પૂરો સાથ આપ્યો હતો.

    બિંદુના પાડોશમાં રહેતા ચંપકલાલ ઝવેરી સાથે એમને પ્રેમ થઈ ગયો અને બન્નેએ લગ્ન કરી લીધા. પતિએ એમની સફળતા માટે પૂરે-પૂરો સાથ આપ્યો હતો.

    14/15
  • બિંદુ આજે પણ અમુક અવસરે ઈવેન્ટ અને કાર્યક્રમોમાં હાજરી આપે છે. 

    બિંદુ આજે પણ અમુક અવસરે ઈવેન્ટ અને કાર્યક્રમોમાં હાજરી આપે છે. 

    15/15
  • loading...

ફોટોઝ વિશે

હિંદી ફિલ્મોનો તે યુગ 70 અને 80નો દાયકો જ્યારે આવ્યો હતો, ત્યારે હિરોઇનો સાથે વિલન પણ મહત્વની ભૂમિકાઓ ભજવવા લાગ્યા હતા. એવા જ દાયકામાં એન્ટ્રી થઈ અભિનેત્રી બિંદુની. એમણે થોડા જ સમયમાં પોતાની ઓળખાણ બનાવી લીધી હતી. એમનો જન્મ 17 એપ્રિલ 1941ના રોજ વલસાડનાં 'હનુમાન ભાગડા' નામનાં ગામમાં ફિલ્મ પ્રોડ્યુસર નાનુભાઈ દેસાઈ અને નાટ્ય અભિનેત્રી જ્યોત્સના દેસાઈને ત્યાં થયો હતો. એમનું પુરું નામ બિંદુ નાનુભાઈ દેસાઈ છે. તો આજે એમના જન્મદિવસે કેટલીક જૂની ફિલ્મો યાદો તાજા કરીએ...  તસવીર સૌજન્ય- ગૂગલ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK