Aparshakti Khurana: કેરેક્ટર રોલ્સ નિભાવી પોતાના ઓળખ ખડી કરી છે

Updated: 18th November, 2020 12:32 IST | Chirantana Bhatt
  • અપારશક્તિ ખુરાના 33મા જન્મદિવસે આમ તો પોતાના વતન ચંદીગઢમાં છે પણ તે ત્યાં રાજકુમાર રાવ અને ક્રિતિ સેનન સાથે ફિલ્મના શૂટમાં બિઝી છે.

    અપારશક્તિ ખુરાના 33મા જન્મદિવસે આમ તો પોતાના વતન ચંદીગઢમાં છે પણ તે ત્યાં રાજકુમાર રાવ અને ક્રિતિ સેનન સાથે ફિલ્મના શૂટમાં બિઝી છે.

    1/15
  • આમિર ખાનની ફિલ્મ દંગલમાં તેના ભાણિયાનો રોલ કરીને તેણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી.

    આમિર ખાનની ફિલ્મ દંગલમાં તેના ભાણિયાનો રોલ કરીને તેણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી.

    2/15
  • તેણે એક જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પોતે જ્યારે દંગલ માટે પહેલીવાર આમિર ખાનને મળવા ગયા ત્યારે તેમના વધેલા શરીરને કારણે તેમને ઓળખવામાં થાપ ખાઇ ગયા હતા. 

    તેણે એક જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પોતે જ્યારે દંગલ માટે પહેલીવાર આમિર ખાનને મળવા ગયા ત્યારે તેમના વધેલા શરીરને કારણે તેમને ઓળખવામાં થાપ ખાઇ ગયા હતા. 

    3/15
  • લેક્મે ફેશન વીકમાં રેમ્પ વૉકિં કર્યું ત્યારની તસવીર. અપારશક્તિએ અને ટેલિવિઝન શો હોસ્ટ કર્યા છે અને વૂટની વેબસિરીઝમાં પણ એક્ટિંગ કરી છે. 

    લેક્મે ફેશન વીકમાં રેમ્પ વૉકિં કર્યું ત્યારની તસવીર. અપારશક્તિએ અને ટેલિવિઝન શો હોસ્ટ કર્યા છે અને વૂટની વેબસિરીઝમાં પણ એક્ટિંગ કરી છે. 

    4/15
  • જે ફિલ્મી દુનિયામાં નામ કમાવું સરળ નથી એવા વિશ્વમાં તેણે ધીરા અને મક્કમ પગલે પોતાની ઓળખ ઘડી છે. 

    જે ફિલ્મી દુનિયામાં નામ કમાવું સરળ નથી એવા વિશ્વમાં તેણે ધીરા અને મક્કમ પગલે પોતાની ઓળખ ઘડી છે. 

    5/15
  • પાંચ વર્ષમાં તેણે સપોર્ટિંગ રોલ્સ જ કર્યા છે પણ છતાં પણ તેના અભિનયને કારણે તેણે લોકોના હ્રદયમાં સ્થાન બનાવ્યું છે. 

    પાંચ વર્ષમાં તેણે સપોર્ટિંગ રોલ્સ જ કર્યા છે પણ છતાં પણ તેના અભિનયને કારણે તેણે લોકોના હ્રદયમાં સ્થાન બનાવ્યું છે. 

    6/15
  • દંગલ ઉપરાંત અપારશક્તિએ બદ્રીનાથ કી દુલ્હનિયા, હેપ્પી ફિર ભાગ જાએગી, સ્ત્રી, રાજમા ચાવલ, લુકા છુપી, જબરિયા જોડી, પતિ, પત્નિ ઔર વો અને સ્ટ્રીટ ડાન્સર જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. 

    દંગલ ઉપરાંત અપારશક્તિએ બદ્રીનાથ કી દુલ્હનિયા, હેપ્પી ફિર ભાગ જાએગી, સ્ત્રી, રાજમા ચાવલ, લુકા છુપી, જબરિયા જોડી, પતિ, પત્નિ ઔર વો અને સ્ટ્રીટ ડાન્સર જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. 

    7/15
  • લીડ રોલ નથી મળ્યો પણ છતાં ય સપોર્ટિંગ એક્ટરમાં તેણે કરેલા અભિનય બદલ તેને ફિલ્મ ફેર માટે નોમિનેટ તો કરાયો છે. આ તસવીરમાં પત્ની આકૃતિ અહુજા સાથે અપારશક્તિ. 

    લીડ રોલ નથી મળ્યો પણ છતાં ય સપોર્ટિંગ એક્ટરમાં તેણે કરેલા અભિનય બદલ તેને ફિલ્મ ફેર માટે નોમિનેટ તો કરાયો છે. આ તસવીરમાં પત્ની આકૃતિ અહુજા સાથે અપારશક્તિ. 

    8/15
  • અપારશક્તિને પોતાનો જન્મદિવસ વર્કિંગ હોવાનો કોઇ અફસોસ નથી. તેણે આ મુકામ પર પહોંચતા પહેલા રેડિયો જોકી તરીકે પણ કામ કર્યું છે.

    અપારશક્તિને પોતાનો જન્મદિવસ વર્કિંગ હોવાનો કોઇ અફસોસ નથી. તેણે આ મુકામ પર પહોંચતા પહેલા રેડિયો જોકી તરીકે પણ કામ કર્યું છે.

    9/15
  • આ તસવીરમાં બંન્ને ભાઇઓ પોતાના લાડકી બહેન સાથે.

    આ તસવીરમાં બંન્ને ભાઇઓ પોતાના લાડકી બહેન સાથે.

    10/15
  • આ જુઓ નાનપણની અપારશક્તિની તસવીર જે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. 

    આ જુઓ નાનપણની અપારશક્તિની તસવીર જે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. 

    11/15
  • પોતાની મમ્મી સાથેના ફોટોઝ અને તેની પર લખાયેલા કેપ્શન્સમાં અપાર શક્તિનો મમ્મી માટેનો પ્રેમ સતત ડોકાતો હોય છે.

    પોતાની મમ્મી સાથેના ફોટોઝ અને તેની પર લખાયેલા કેપ્શન્સમાં અપાર શક્તિનો મમ્મી માટેનો પ્રેમ સતત ડોકાતો હોય છે.

    12/15
  • પિતા પી.ખુરાના સાથે પણ બંન્ને દિકરાઓને બહુ જ બને છે. અપારશક્તિ બુદ્ધિઝમ અનુસરે છે અને નિયમિત મેડિટેશન તથા ચેન્ટિંગ્ઝ કરે છે. 

    પિતા પી.ખુરાના સાથે પણ બંન્ને દિકરાઓને બહુ જ બને છે. અપારશક્તિ બુદ્ધિઝમ અનુસરે છે અને નિયમિત મેડિટેશન તથા ચેન્ટિંગ્ઝ કરે છે. 

    13/15
  • અહીં તે પોતાની ભત્રીજી એટલે કે આયુષ્યમાનની દીકરી સાથે લાડકો ચાચુ બનીને પૉઝ આપી રહ્યો છે.

    અહીં તે પોતાની ભત્રીજી એટલે કે આયુષ્યમાનની દીકરી સાથે લાડકો ચાચુ બનીને પૉઝ આપી રહ્યો છે.

    14/15
  • અપારશક્તિને ઑલ ધી બેસ્ટ જેથી તે અભિનયનાં નવા શિખરો સર કરતો રહે.

    અપારશક્તિને ઑલ ધી બેસ્ટ જેથી તે અભિનયનાં નવા શિખરો સર કરતો રહે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

અપારશક્તિ ખુરાના (Aparshakti Khurana)નો જન્મ 18 નવેમ્બરના રોજ 1987ની સાલમાં થયો. આમ તો આયુષ્યમાન ખુરાનાના ભાઇ તરીકેની ઓળખનું લેબલ છે જ પણ છતાં ય સપોર્ટિંગ રોલ કરીને પણ તેણે પોતાની આગવી ઓળખ ઘડી છે. જોઇએ તસવીરોમાં તેની જર્ની (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

First Published: 18th November, 2020 12:12 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK