અપરા મહેતાને દેવદાસ માટે સંજય લીલા ભણસાળીનાં મમ્મીએ કર્યાં હતાં પસંદ

Updated: Aug 18, 2020, 00:21 IST | Chirantana Bhatt
 • અપરા મહેતા મૂળ ભાવનગરનાં નાગર છે, તેઓ કથક શીખ્યાં છે અને તેઓ બહુ સારુ રાંધે છે ખરાં પણ રસોઇ કરવાનો તેમને શોખ નથી.

  અપરા મહેતા મૂળ ભાવનગરનાં નાગર છે, તેઓ કથક શીખ્યાં છે અને તેઓ બહુ સારુ રાંધે છે ખરાં પણ રસોઇ કરવાનો તેમને શોખ નથી.

  1/24
 • તેમણે અઢળક ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે જેમ કે ’પતિ નામ પતંગિયું’, ‘અધુરાં તોય મધુરાં’, ‘અજાતશત્રુ’ વગેરે તેમના માઇલ સ્ટોન નાટકોમાંના કેટલાંક નામ છે.

  તેમણે અઢળક ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે જેમ કે ’પતિ નામ પતંગિયું’, ‘અધુરાં તોય મધુરાં’, ‘અજાતશત્રુ’ વગેરે તેમના માઇલ સ્ટોન નાટકોમાંના કેટલાંક નામ છે.

  2/24
 •  ‘ક્યુંકી સાસ ભી કભી બહુથી’ માં તુલસી વિરાણીનાં સાસુ સવિતા વિરાણીનું પાત્ર ભજવતા હતાં અને ગંભીર, કઠોર સાસુનો રોલ કરનારા અપરા મહેતાએ ‘સજન રે જૂઠ મત બોલો’ સિરિયલમાં મસ્ત કૉમેડી પણ કરી.

   ‘ક્યુંકી સાસ ભી કભી બહુથી’ માં તુલસી વિરાણીનાં સાસુ સવિતા વિરાણીનું પાત્ર ભજવતા હતાં અને ગંભીર, કઠોર સાસુનો રોલ કરનારા અપરા મહેતાએ ‘સજન રે જૂઠ મત બોલો’ સિરિયલમાં મસ્ત કૉમેડી પણ કરી.

  3/24
 • તેમણે ‘એક મહેલ હો સપનોં કા’ સિરિયલમાં કામ કર્યું અને મજાની વાત એ હતી કે એ જ સિરીયલ ગુજરાતીમાં ‘સપનાનાં વાવેતર’ નામે આવતી. તેમણે મિડ-ડે.કોમ સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ આ બંન્ને સિરીયલનું શૂટિંગ એક સાથે જ થતું હતું. કલાકારો પહેલા એક ભાષામાં શોટ આપે અને પછી બીજી ભાષામાં શોટ આપે.

  તેમણે ‘એક મહેલ હો સપનોં કા’ સિરિયલમાં કામ કર્યું અને મજાની વાત એ હતી કે એ જ સિરીયલ ગુજરાતીમાં ‘સપનાનાં વાવેતર’ નામે આવતી. તેમણે મિડ-ડે.કોમ સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ આ બંન્ને સિરીયલનું શૂટિંગ એક સાથે જ થતું હતું. કલાકારો પહેલા એક ભાષામાં શોટ આપે અને પછી બીજી ભાષામાં શોટ આપે.

  4/24
 • દીકરી ખુશાલી સાથે અપરા મહેતા. ખુશાલી અભિનેત્રી અને લેખિક છે અને અપરા મહેતા સાથે અનેક નાટકોમાં કામ કરી ચૂકી છે. 

  દીકરી ખુશાલી સાથે અપરા મહેતા. ખુશાલી અભિનેત્રી અને લેખિક છે અને અપરા મહેતા સાથે અનેક નાટકોમાં કામ કરી ચૂકી છે. 

  5/24
 • 'સપનાના વાવેતર' અને 'એક મહેલ હો સપનોં કા' આ બાય લિંગ્વલ સિરીયલમાં કામ કરતાં હતાં અને ત્યારે તેમને એકતા કપૂરની ઑફિસમાંથી ‘ક્યૂંકી....’ માટે ફોન આવ્યો હતો પણ ત્યારે તે શ્યોર નહોતા કે આ સિરિયલમાં કામ કરવાનો તેમની પાસે સમય હશે કે કેમ, અને પહેલીવાર તો તેમણે ના જ પાડી દીધી હતી.

  'સપનાના વાવેતર' અને 'એક મહેલ હો સપનોં કા' આ બાય લિંગ્વલ સિરીયલમાં કામ કરતાં હતાં અને ત્યારે તેમને એકતા કપૂરની ઑફિસમાંથી ‘ક્યૂંકી....’ માટે ફોન આવ્યો હતો પણ ત્યારે તે શ્યોર નહોતા કે આ સિરિયલમાં કામ કરવાનો તેમની પાસે સમય હશે કે કેમ, અને પહેલીવાર તો તેમણે ના જ પાડી દીધી હતી.

  6/24
 • અંતે તે એકતા કપૂરને મળવા ગયા અને પછી નેરેશન સાંભળીને તેમને થયું હતું કે 26 વર્ષના મિહીર વિરાણીની મમ્મીનો રોલ તે કેવી રીતે કરશે જો કે તેમને અંતે પ્રોડક્શન હાઉસની વાત માની લીધી.

  અંતે તે એકતા કપૂરને મળવા ગયા અને પછી નેરેશન સાંભળીને તેમને થયું હતું કે 26 વર્ષના મિહીર વિરાણીની મમ્મીનો રોલ તે કેવી રીતે કરશે જો કે તેમને અંતે પ્રોડક્શન હાઉસની વાત માની લીધી.

  7/24
 • તેમને માટે ‘ક્યૂં કી’માં કામ કરવું એક લાઇફ ચેન્જિગ એક્સપિરીયન્સ રહ્યો. આ તેમની બાળપણની તસવીર છે, તેનું સ્માઇલ હજી પણ બિલકુલ આવું જ છે. 

  તેમને માટે ‘ક્યૂં કી’માં કામ કરવું એક લાઇફ ચેન્જિગ એક્સપિરીયન્સ રહ્યો. આ તેમની બાળપણની તસવીર છે, તેનું સ્માઇલ હજી પણ બિલકુલ આવું જ છે. 

  8/24
 • તેઓ સિરિયલનાં શૂટિંગની વાત કરતાં કહે છે કે, ડેઇલી સોપમાં ત્યારે કામ કરવું એટલે બેઝમેન્ટમાં એકવાર શૂટ ચાલુ થાય પછી ત્રણ દિવસ પછી બહાર નિકળવાનો મોકો મળે. 

  તેઓ સિરિયલનાં શૂટિંગની વાત કરતાં કહે છે કે, ડેઇલી સોપમાં ત્યારે કામ કરવું એટલે બેઝમેન્ટમાં એકવાર શૂટ ચાલુ થાય પછી ત્રણ દિવસ પછી બહાર નિકળવાનો મોકો મળે. 

  9/24
 • તેમણે ઉમેર્યું કે, શૂટ ન હોય ત્યારે રાત્રે જ્યારે સમય અને સ્થળ મળે ત્યાં ખૂણામાં સહેજ ઉંઘ ખેંચી કાઢવી. જો કે શોભા કપૂર તેમના કલાકારોનું બહુ જ ધ્યાન રાખતા તેમ પણ તેમણે જણાવ્યું અને બધાને એ પ્લસ કેટેગરીના સ્ટારની ટ્રીટમેન્ટ મળતી.

  તેમણે ઉમેર્યું કે, શૂટ ન હોય ત્યારે રાત્રે જ્યારે સમય અને સ્થળ મળે ત્યાં ખૂણામાં સહેજ ઉંઘ ખેંચી કાઢવી. જો કે શોભા કપૂર તેમના કલાકારોનું બહુ જ ધ્યાન રાખતા તેમ પણ તેમણે જણાવ્યું અને બધાને એ પ્લસ કેટેગરીના સ્ટારની ટ્રીટમેન્ટ મળતી.

  10/24
 • અપરા મહેતાને કલ્પના તો નહોતી કે તેઓ દેવદાસનો ભાગ બનશે પણ એકવાર તેમણે મૅગેઝીનમાં વાંચ્યું કે સંજય લીલા ભણસાળી દેવદાસ પર ફિલ્મ બનાવવાના છે અને ત્યારે અપરાબહેનને થયું કે તેઓ જો ક્યારેય પણ ફિલ્મો કરશે તો આવી જ કરશે. 

  અપરા મહેતાને કલ્પના તો નહોતી કે તેઓ દેવદાસનો ભાગ બનશે પણ એકવાર તેમણે મૅગેઝીનમાં વાંચ્યું કે સંજય લીલા ભણસાળી દેવદાસ પર ફિલ્મ બનાવવાના છે અને ત્યારે અપરાબહેનને થયું કે તેઓ જો ક્યારેય પણ ફિલ્મો કરશે તો આવી જ કરશે. 

  11/24
 • દેવદાસ ફિલ્મ બની રહી હતી ત્યારે તેઓ ટેલિવિઝનમાં બહુ બિઝી હતા અને ફિલ્મોમાં જવા અંગે હજી સુધી કંઇ વિચાર્યું નહોતું.

  દેવદાસ ફિલ્મ બની રહી હતી ત્યારે તેઓ ટેલિવિઝનમાં બહુ બિઝી હતા અને ફિલ્મોમાં જવા અંગે હજી સુધી કંઇ વિચાર્યું નહોતું.

  12/24
 • દિવાળીના દિવસે બટેટાની પેટિસ વાળતાં અપરા મહેતાને સંજય લીલા ભણસાળીએ લેન્ડલાઇન પર ફોન કર્યો દેવાદાસમાં રોલ ઓફર કર્યો. અપરા મહેતાની એકદમ બાળપણની તસવીર, તેમની બોલકી આંખો પરથી તે તરત ઓળખાઇ આવે છે, ખરું ને!

  દિવાળીના દિવસે બટેટાની પેટિસ વાળતાં અપરા મહેતાને સંજય લીલા ભણસાળીએ લેન્ડલાઇન પર ફોન કર્યો દેવાદાસમાં રોલ ઓફર કર્યો. અપરા મહેતાની એકદમ બાળપણની તસવીર, તેમની બોલકી આંખો પરથી તે તરત ઓળખાઇ આવે છે, ખરું ને!

  13/24
 • તેઓ સંજય લીલા ભાણસાળીને ઘરે પહેલીવાર મળવા ગયા ત્યારે સંજય લીલા ભણસાળીનાં મમ્મીએ અપરા બહેનને હગ જ કરી લીધું હતું.

  તેઓ સંજય લીલા ભાણસાળીને ઘરે પહેલીવાર મળવા ગયા ત્યારે સંજય લીલા ભણસાળીનાં મમ્મીએ અપરા બહેનને હગ જ કરી લીધું હતું.

  14/24
 • સંજય લીલા ભણસાળીનાં મમ્મી લીલાબહેને અપરા મહેતાને ટેલિવિઝન પર જોયા હતા અને તેમણે જ સંજય લીલા ભાણસાળીને કહ્યું હતું કે અપરા મહેતાને દેવદાસમાં રોલ આપવો.

  સંજય લીલા ભણસાળીનાં મમ્મી લીલાબહેને અપરા મહેતાને ટેલિવિઝન પર જોયા હતા અને તેમણે જ સંજય લીલા ભાણસાળીને કહ્યું હતું કે અપરા મહેતાને દેવદાસમાં રોલ આપવો.

  15/24
 • દેવદાસમાં કામ કરવાનો અનુભવ તેમને માટે જાણે એક જુદાં જ વિશ્વનો અનુભવ રહ્યો.

  દેવદાસમાં કામ કરવાનો અનુભવ તેમને માટે જાણે એક જુદાં જ વિશ્વનો અનુભવ રહ્યો.

  16/24
 • અપરા મહેતાને સાડીઓ, દુપટ્ટા અને નેઇલ આર્ટનો જબરો શોખ છે. તેમને તૈયાર થવાનું તો ગમે જે છે પણ તેમની પાસે જાણવા શીખવા જેવું તો એ છે કે તેઓ જાતને પ્રેમ કરે છે અને જાતને પ્રેમ કરવો જ જોઇએ તેવું બીજાઓને પણ કહે છે.

  અપરા મહેતાને સાડીઓ, દુપટ્ટા અને નેઇલ આર્ટનો જબરો શોખ છે. તેમને તૈયાર થવાનું તો ગમે જે છે પણ તેમની પાસે જાણવા શીખવા જેવું તો એ છે કે તેઓ જાતને પ્રેમ કરે છે અને જાતને પ્રેમ કરવો જ જોઇએ તેવું બીજાઓને પણ કહે છે.

  17/24
 • તેઓ બૉડી પૉઝીટિવીટીના આઇડિયાને બહુ જ પુશ કરે છે અને કહે છે કે લોકોએ બીજા પર ટિપ્પણી કરતાં પહેલાં એકવાર વિચારવું જ રહ્યું.

  તેઓ બૉડી પૉઝીટિવીટીના આઇડિયાને બહુ જ પુશ કરે છે અને કહે છે કે લોકોએ બીજા પર ટિપ્પણી કરતાં પહેલાં એકવાર વિચારવું જ રહ્યું.

  18/24
 • તેઓ કહે છે કે લોકોને હંમેશા આજે ય હું નાટકમાં ડાન્સ કરું તો નવાઇ લાગે કે મને કોઇ પ્રકારની પગની કે સાંધાની તકલીફ નથી. તેઓ ઉમેરે છે કે મારે લોકોને એમ જ કહેવું છે કે બીજી વ્યક્તિને તકલીફ છે કે કેમ એ જોવાનું ટાળે અને જે સારું છે તેને વખાણે, બૉડી પૉઝિટીવીટી માટે આ બહુ જ અગત્યનું છે, કે લોકો કોઇને કંઇપણ કહેતાં પહેલાં પોતાના શબ્દો વખાણ છે કે ટિકા તે ગણતરીમાં લે. 

  તેઓ કહે છે કે લોકોને હંમેશા આજે ય હું નાટકમાં ડાન્સ કરું તો નવાઇ લાગે કે મને કોઇ પ્રકારની પગની કે સાંધાની તકલીફ નથી. તેઓ ઉમેરે છે કે મારે લોકોને એમ જ કહેવું છે કે બીજી વ્યક્તિને તકલીફ છે કે કેમ એ જોવાનું ટાળે અને જે સારું છે તેને વખાણે, બૉડી પૉઝિટીવીટી માટે આ બહુ જ અગત્યનું છે, કે લોકો કોઇને કંઇપણ કહેતાં પહેલાં પોતાના શબ્દો વખાણ છે કે ટિકા તે ગણતરીમાં લે. 

  19/24
 • તૈયાર થવાના શોખીન અપરા બહેનનાં વોર્ડરોબને જોઇને ભલભલા ડિઝાઇનર્સ પણ છક્કડ ખાઇ જાય છે. 

  તૈયાર થવાના શોખીન અપરા બહેનનાં વોર્ડરોબને જોઇને ભલભલા ડિઝાઇનર્સ પણ છક્કડ ખાઇ જાય છે. 

  20/24
 • તેઓ મજાકિયા, શાર્પ સેન્સ ઑફ હ્યુમર ધરાવતા અને બહુ જ લાઇવલી પર્સનાલિટી છે. 

  તેઓ મજાકિયા, શાર્પ સેન્સ ઑફ હ્યુમર ધરાવતા અને બહુ જ લાઇવલી પર્સનાલિટી છે. 

  21/24
 • તેમને ટ્રાવેલિંગ ગમે છે અને નાટકો સાથે કરાયેલા વિદેશ પ્રવાસની તેમની પાસે ઘણી સ્ટોરીઝ છે.

  તેમને ટ્રાવેલિંગ ગમે છે અને નાટકો સાથે કરાયેલા વિદેશ પ્રવાસની તેમની પાસે ઘણી સ્ટોરીઝ છે.

  22/24
 •  તેઓ પ્રવાસ કરે ત્યારે નાની નાની બાબતો ધ્યાનમાં લે છે, જગ્યાઓ વિષે જાણવું અને સમય મળે તો એ અનુભવો લખવાનું પણ તેમને બહુ ગમે છે. 

   તેઓ પ્રવાસ કરે ત્યારે નાની નાની બાબતો ધ્યાનમાં લે છે, જગ્યાઓ વિષે જાણવું અને સમય મળે તો એ અનુભવો લખવાનું પણ તેમને બહુ ગમે છે. 

  23/24
 • તેઓ કહે છે કે,”હું તો એક ગુજરાતી મિડલ ક્લાસ પ્રકારની જ છું અને આજે ય મને નાની બાબતોમાં આનંદ મળે છે.”  ગ્રેસફુલ અપરા મહેતાને જન્મદિવસની શુભેચ્છાઓ.

  તેઓ કહે છે કે,”હું તો એક ગુજરાતી મિડલ ક્લાસ પ્રકારની જ છું અને આજે ય મને નાની બાબતોમાં આનંદ મળે છે.”  ગ્રેસફુલ અપરા મહેતાને જન્મદિવસની શુભેચ્છાઓ.

  24/24
 • loading...

ફોટોઝ વિશે

અપરા મહેતાના નામથી કોઇ અજાણ્યું નથી. અનેક નાટકો અને પછી "ક્યૂંકી સાસ ભી કભી બહુથી..." સિરીયલમાં સવીતા વિરાણીનું ઠસ્સાદાર, મજબુત પાત્ર. 13 ઑગસ્ટ આ જાજરમાન અભિનેત્રીનો જન્મદિવસ છે. ચાલો જોઇએ તેમની કેટલીક નહીં જોયેલી તસવીરો અને જાણીએ તેમના વિશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK