Amjad Khan Birth Anniversary: દિવસની ત્રીસ ચા પીતો હતો શોલેનો ડાકુ 'ગબ્બર સિંહ'

Updated: 12th November, 2020 17:14 IST | Sheetal Patel
  • 'શોલે'માં અમજદ ખાન દ્વારા ભજવેલ ગબ્બરને ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસનો સૌથી ખતરનાક પાત્ર માનવામાં આવે છે. હિન્દી સિનેમાના અગાઉ બધા ડાકુઓ કરતા ગબ્બર સૌથી અલગ હતા, તેઓ બિલકુલ એવા વિલનની જેમ વિચારતા નહોતા, જેની આદત હિન્દી સિનેમાના દર્શકોને હતી.

    'શોલે'માં અમજદ ખાન દ્વારા ભજવેલ ગબ્બરને ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસનો સૌથી ખતરનાક પાત્ર માનવામાં આવે છે. હિન્દી સિનેમાના અગાઉ બધા ડાકુઓ કરતા ગબ્બર સૌથી અલગ હતા, તેઓ બિલકુલ એવા વિલનની જેમ વિચારતા નહોતા, જેની આદત હિન્દી સિનેમાના દર્શકોને હતી.

    1/4
  • જોકે ફિલ્મ 'શોલે'માં 'ગબ્બર સિંહ'ના પાત્ર માટે અમજદ ખાન પહેલી પસંદ નહોતા. આ ભૂમિકા માટે અભિનેતા ડેનીની પસંદગી કરવામાં આવી હતી.

    જોકે ફિલ્મ 'શોલે'માં 'ગબ્બર સિંહ'ના પાત્ર માટે અમજદ ખાન પહેલી પસંદ નહોતા. આ ભૂમિકા માટે અભિનેતા ડેનીની પસંદગી કરવામાં આવી હતી.

    2/4
  • અમજદ ખાન આની પહેલા 1951માં આવેલી 'નાઝનીન'માં બાળ કલાકારના રૂપમાં કામ કરી ચૂક્યા હતા. 17 વર્ષની વયે તેમણે 'અબ દિલ્હી દૂર નહી'માં પણ કામ કર્યું હતું. 1973માં આવેલી 'હિન્દુસ્તાન કી કસમ'માં પણ જોવા મળ્યા હતા, પરંતુ તેઓ એવી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, જે તેમને બૉલીવુડમાં સેટ કરી શકે. શોલેએ ન ફક્ત અમજદ ખાને બૉલીવુડમાં સ્થાપિત કર્યા, પરંતુ ગબ્બર સિંહના રૂપમાં જે એક પાત્ર ઘડાયું, જે બૉલીવુડના વિલનની કસોટી બની ગયું.

    અમજદ ખાન આની પહેલા 1951માં આવેલી 'નાઝનીન'માં બાળ કલાકારના રૂપમાં કામ કરી ચૂક્યા હતા. 17 વર્ષની વયે તેમણે 'અબ દિલ્હી દૂર નહી'માં પણ કામ કર્યું હતું. 1973માં આવેલી 'હિન્દુસ્તાન કી કસમ'માં પણ જોવા મળ્યા હતા, પરંતુ તેઓ એવી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, જે તેમને બૉલીવુડમાં સેટ કરી શકે. શોલેએ ન ફક્ત અમજદ ખાને બૉલીવુડમાં સ્થાપિત કર્યા, પરંતુ ગબ્બર સિંહના રૂપમાં જે એક પાત્ર ઘડાયું, જે બૉલીવુડના વિલનની કસોટી બની ગયું.

    3/4
  • 'કિતને આદમી થે?', 'અબ તેરા ક્યા હોગા કાલિયા?', 'જો ડર ગયા, સમજો મર ગયા..' જેવા ડાયલૉગ્સે અમજદ ખાનને હજી પણ જીવંત રાખ્યા છે. 'શોલે' માટે અમજદ ખાનને ફિલ્મફેર એવોર્ડ્સની બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કેટેગરીમાં નામાંકિત કરવામાં આવ્યા હતા. જોકે તેમણે એવોર્ડ મળ્યો નહીં. અભિનેતા અમજદ ખાનને ચા પીવાનો ખૂબ શોખ હતો. દિવસની ત્રીસ કપ ચા પીતા હતા. અમજદ ખાને 'શોલે', 'કાલિયા', 'લાવારિસ', 'કુર્બાની', 'યારાના' સહિત ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

    'કિતને આદમી થે?', 'અબ તેરા ક્યા હોગા કાલિયા?', 'જો ડર ગયા, સમજો મર ગયા..' જેવા ડાયલૉગ્સે અમજદ ખાનને હજી પણ જીવંત રાખ્યા છે. 'શોલે' માટે અમજદ ખાનને ફિલ્મફેર એવોર્ડ્સની બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કેટેગરીમાં નામાંકિત કરવામાં આવ્યા હતા. જોકે તેમણે એવોર્ડ મળ્યો નહીં. અભિનેતા અમજદ ખાનને ચા પીવાનો ખૂબ શોખ હતો. દિવસની ત્રીસ કપ ચા પીતા હતા. અમજદ ખાને 'શોલે', 'કાલિયા', 'લાવારિસ', 'કુર્બાની', 'યારાના' સહિત ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

    4/4
  • loading...

ફોટોઝ વિશે

હિન્દી સિનેમાની બ્લૉકબસ્ટર ફિલ્મ 'શોલે' આજે પણ લોકોની મનગમતી ફિલ્મ છે. આ ફિલ્મના પાત્રોએ તો બધાના દિલમાં એક અલગ છાપ છોડી છે. જય, વીરૂ, બસંતીના રોલમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને હેમા માલિનીના અભિનયથી આ ફિલ્મ સુપરહિટ રહી હતી, એવું જ આ ફિલ્મનું પાત્ર હતું, જે ફિલ્મના વિલેન હોવાછતાં તેઓ બધા માટે હીરો બની ગયા છે. જીહાં એ પાત્ર હતું ગબ્બર સિંહનું. આ ફિલ્મના ખતરનાક ડાકુ ગબ્બર સિંહનો રોલ ભજવનાર એક્ટર અમજદ ખાનની આજે પુણ્યતિથિ છે. અભિનેતાનો જન્મ 12 નવેમ્બર 1940ના રોજ હૈદરાબારમાં થયો હતો. એક્ટર 51 વર્ષના હતા, ત્યારે તેમનું હાર્ટ-એટેકથી નિધન થઈ ગયું હતું. ચાલો આજે એમની પુણ્યતિથિ પર જાણીએ તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો...

First Published: 12th November, 2020 17:09 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK