Ali Fazal & Richa Chadha: રિચા ચઢ્ઢાના આઇ લવ યુ પછી અલી 3 મહિના ચૂપ હતો

Updated: 15th October, 2020 14:31 IST | Chirantana Bhatt
  • અલી ફઝલ અને રીચા ચઢ્ઢા 2013માં તેમની ફિલ્મ ફૂકરેના સેટ્સ પર મળ્યા હતા. પહેલાં તો તેઓ બહુ સારા દોસ્ત બન્યાં અને 2016માં તેમણે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.

    અલી ફઝલ અને રીચા ચઢ્ઢા 2013માં તેમની ફિલ્મ ફૂકરેના સેટ્સ પર મળ્યા હતા. પહેલાં તો તેઓ બહુ સારા દોસ્ત બન્યાં અને 2016માં તેમણે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.

    1/20
  • 2017માં તેમણે પોતાના પ્રેમનો ડંકો વગાડ્યો અને રિલેશનશીપ ઑફિશ્યલી જાહેર કર્યા. રિચા આ વખતે અલીની હૉલીવુડ ફિલ્મ વિક્ટોરિયા એન્ડ અબ્દુલના પ્રિમિયર માટે તેની સાથે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ ગઇ હતી. 

    2017માં તેમણે પોતાના પ્રેમનો ડંકો વગાડ્યો અને રિલેશનશીપ ઑફિશ્યલી જાહેર કર્યા. રિચા આ વખતે અલીની હૉલીવુડ ફિલ્મ વિક્ટોરિયા એન્ડ અબ્દુલના પ્રિમિયર માટે તેની સાથે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ ગઇ હતી. 

    2/20
  • જો કે એક સમયે આ જોડીના સંબંધોને તેમની ફિલ્મ ફૂકરે રિટર્ન્સના પ્રમોશનલ ગિમિક તરીકે પણ ગણાવાયા હતા પણ રિચાએ કહી દીધું હતું કે તેઓ સંબંધમાં હોવાનું નાટક નથી કરી રહ્યા. 

    જો કે એક સમયે આ જોડીના સંબંધોને તેમની ફિલ્મ ફૂકરે રિટર્ન્સના પ્રમોશનલ ગિમિક તરીકે પણ ગણાવાયા હતા પણ રિચાએ કહી દીધું હતું કે તેઓ સંબંધમાં હોવાનું નાટક નથી કરી રહ્યા. 

    3/20
  • તેણે મિડ-ડેને 2017માં આપેલા એક ઇન્ટરવ્યુમાં જ આ સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું હતું કે મારે અફવાઓ ફેલાવવી હોત તો ફૂકરેના ચૂચા સાથેના અફેરની ફેલાવત. તેણે કહ્યું હતું કે તે પોતાના સંબંધો અંગે વાત કરવા નહોતી ઇચ્છતી કારણકે તેને ડર હતો કે લોકો આવી જ રીતે રિએક્ટ કરશે. 

    તેણે મિડ-ડેને 2017માં આપેલા એક ઇન્ટરવ્યુમાં જ આ સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું હતું કે મારે અફવાઓ ફેલાવવી હોત તો ફૂકરેના ચૂચા સાથેના અફેરની ફેલાવત. તેણે કહ્યું હતું કે તે પોતાના સંબંધો અંગે વાત કરવા નહોતી ઇચ્છતી કારણકે તેને ડર હતો કે લોકો આવી જ રીતે રિએક્ટ કરશે. 

    4/20
  • 2016માં રિચા અને અલીનો રોમાન્સ જાહેરમાં જોઇને લોકોને ક્યુરિયોસિટી પણ થવા લાગી હતી. 

    2016માં રિચા અને અલીનો રોમાન્સ જાહેરમાં જોઇને લોકોને ક્યુરિયોસિટી પણ થવા લાગી હતી. 

    5/20
  • જો કે રિચાએ બાદમાં જાહેર કર્યું હતું કે તેઓ બંન્ને લાંબા સમયથી હેપ્પી સ્પેસમાં છે. 

    જો કે રિચાએ બાદમાં જાહેર કર્યું હતું કે તેઓ બંન્ને લાંબા સમયથી હેપ્પી સ્પેસમાં છે. 

    6/20
  • રિચાએ કહ્યું હતું કે તેમના સંબંધો અંગે અટકળો તો બહુ ચાલતી હતી પણ મીડિયાને તે અંગે સૌથી છેલ્લે ખબર પડી. 

    રિચાએ કહ્યું હતું કે તેમના સંબંધો અંગે અટકળો તો બહુ ચાલતી હતી પણ મીડિયાને તે અંગે સૌથી છેલ્લે ખબર પડી. 

    7/20
  • પોતે અલીની ફિલ્મના પ્રિમિયરમાં એલએ ગઇ હતી તેનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે જો અમે માત્ર મિત્રો હોત તો હું ત્યાં સુધી લાંબી ન થાત. 

    પોતે અલીની ફિલ્મના પ્રિમિયરમાં એલએ ગઇ હતી તેનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે જો અમે માત્ર મિત્રો હોત તો હું ત્યાં સુધી લાંબી ન થાત. 

    8/20
  • જો કે રિચા અને અલી જે સોશ્યલ મીડિયા પર સતત રોમેન્ટિક પિક્ચર્સ પોસ્ટ કરે છે તેમને રોમાન્સની વાતો કરવાનું બહુ ગમતું નથી.

    જો કે રિચા અને અલી જે સોશ્યલ મીડિયા પર સતત રોમેન્ટિક પિક્ચર્સ પોસ્ટ કરે છે તેમને રોમાન્સની વાતો કરવાનું બહુ ગમતું નથી.

    9/20
  • રિચાના મતે રોમાન્સનું સત્વ ત્યારે જ જળવાય છે જ્યારે તેની સતત વાતો નથી થતી.

    રિચાના મતે રોમાન્સનું સત્વ ત્યારે જ જળવાય છે જ્યારે તેની સતત વાતો નથી થતી.

    10/20
  • 2019માં આ પ્રેમી પંખીડાઓએ સોશ્યલ મીડિયા પર પણ પોતાનો પ્રેમ જાહેર કરવાનું શરૂ કર્યું. 

    2019માં આ પ્રેમી પંખીડાઓએ સોશ્યલ મીડિયા પર પણ પોતાનો પ્રેમ જાહેર કરવાનું શરૂ કર્યું. 

    11/20
  • અલીએ રિચાનો જન્મદિવસ પણ સરપ્રાઇઝ પ્લાન કર્યો હતો અને તે તેને લઇને માલદિવ્ઝ ગયો હતો. આ 2018ના ડિસેમ્બરની વાત છે. 

    અલીએ રિચાનો જન્મદિવસ પણ સરપ્રાઇઝ પ્લાન કર્યો હતો અને તે તેને લઇને માલદિવ્ઝ ગયો હતો. આ 2018ના ડિસેમ્બરની વાત છે. 

    12/20
  • આ તસવીર છે 20018માં યોજાયેલા વૉગ બ્યુટી એવોર્ડ્ઝની.

    આ તસવીર છે 20018માં યોજાયેલા વૉગ બ્યુટી એવોર્ડ્ઝની.

    13/20
  • અલી અને રિચા ટેલેન્ટનાં પાવર હાઉસ છે. 

    અલી અને રિચા ટેલેન્ટનાં પાવર હાઉસ છે. 

    14/20
  • અલી અને રિચાએ જુલાઇ 2020માં બ્રાઇડ્ઝ ટૂડેના ઇશ્યુમાં પોતે કઇ રીતે ફૂકરેના ઇન્ટરવ્યુમાં મળ્યા હતા તેની માંડીને વાત કરી હતી. 

    અલી અને રિચાએ જુલાઇ 2020માં બ્રાઇડ્ઝ ટૂડેના ઇશ્યુમાં પોતે કઇ રીતે ફૂકરેના ઇન્ટરવ્યુમાં મળ્યા હતા તેની માંડીને વાત કરી હતી. 

    15/20
  • રિચાએ કહ્યું કે તેઓ સાથે ઘરે બેસીને 1992માં બનેલી ચાર્લી ચેપ્લીન પરની બાયોગ્રાફિકલ કૉમેડી જોઇ રહ્યા હતા અને અલી જે રીતે ફિલ્મ માણી રહ્યો હતો તેને લાગ્યું કે જેની પસંદ આટલી મજાની હોય અને સરખી હોય તેની સાથે ખરેખર મજા આવે. આ ફિલ્મ જોતી વખતે જ રિચાએ અલીને આઇ લવ યુ કહ્યું હતું અને આ સાંભળી અલી ચોંક્યો હતો અને ત્રણ મહિના બાદ તેણે રિચાના આ પ્રેમનો પ્રતિસાદ આપ્યો હતો. 

    રિચાએ કહ્યું કે તેઓ સાથે ઘરે બેસીને 1992માં બનેલી ચાર્લી ચેપ્લીન પરની બાયોગ્રાફિકલ કૉમેડી જોઇ રહ્યા હતા અને અલી જે રીતે ફિલ્મ માણી રહ્યો હતો તેને લાગ્યું કે જેની પસંદ આટલી મજાની હોય અને સરખી હોય તેની સાથે ખરેખર મજા આવે. આ ફિલ્મ જોતી વખતે જ રિચાએ અલીને આઇ લવ યુ કહ્યું હતું અને આ સાંભળી અલી ચોંક્યો હતો અને ત્રણ મહિના બાદ તેણે રિચાના આ પ્રેમનો પ્રતિસાદ આપ્યો હતો. 

    16/20
  • અલીને રિચાની ક્લમ્ઝીનેસ બહુ ગમે છે એટલે કે રિચા ખાતી હોય તો કંઇ આસપાસ ઢોળાઇ જાય, બધું હંમેશા પરફેક્ટ ન હોય અને એટલે જ એ મને ગમે છે. આ અંગે અલીએ પ્રસંગ પણ ટાંક્યો કે જુડી ડેન્ચ સાથે જમવા બેઠા હતા અને રિચાની પ્લેટમાંથી એક બીન (કઠોળ કે ઠળિયા જેવું ધાન) ઉડ્યું હતું. આ પ્રસંગને તે જુલિયા રોબર્ટ્સની ફિલ્મ પ્રિટી વુમન સાથે સરખાવે છે. 

    અલીને રિચાની ક્લમ્ઝીનેસ બહુ ગમે છે એટલે કે રિચા ખાતી હોય તો કંઇ આસપાસ ઢોળાઇ જાય, બધું હંમેશા પરફેક્ટ ન હોય અને એટલે જ એ મને ગમે છે. આ અંગે અલીએ પ્રસંગ પણ ટાંક્યો કે જુડી ડેન્ચ સાથે જમવા બેઠા હતા અને રિચાની પ્લેટમાંથી એક બીન (કઠોળ કે ઠળિયા જેવું ધાન) ઉડ્યું હતું. આ પ્રસંગને તે જુલિયા રોબર્ટ્સની ફિલ્મ પ્રિટી વુમન સાથે સરખાવે છે. 

    17/20
  • અલીએ રિચાને પ્રપોઝ કરવા માટે ડિનર પ્લાન કર્યું હતું અને માલદિવ્ઝના ટાપુ પર આ આયોજન કરાયું હતું. તેઓ રિચાના બર્થડને નિમિત્તે ત્યાં ગયા હતા એટલે રિચાને તો બીજી કોઇ કલ્પના પણ નહોતી.

    અલીએ રિચાને પ્રપોઝ કરવા માટે ડિનર પ્લાન કર્યું હતું અને માલદિવ્ઝના ટાપુ પર આ આયોજન કરાયું હતું. તેઓ રિચાના બર્થડને નિમિત્તે ત્યાં ગયા હતા એટલે રિચાને તો બીજી કોઇ કલ્પના પણ નહોતી.

    18/20
  • ના ના અલીએ ઘુંટણીયે પડીને રિંગ આપીને પ્રપોઝ નહોતું કર્યું પણ દસ મિનિટ ઉંઘી ગયો હતો કારણકે તેને પ્રપોઝલ પહેલાંનો સ્ટ્રેસ હતો. તેઓ આ વર્ષે એપ્રિલમાં પરણવાના હતા પણ કોવિડ-19ને કારણે તે ન થઇ શક્યું. તેમણે હાલમાં બધું પોસ્ટપોન્ડ રાખ્યું છે. 

    ના ના અલીએ ઘુંટણીયે પડીને રિંગ આપીને પ્રપોઝ નહોતું કર્યું પણ દસ મિનિટ ઉંઘી ગયો હતો કારણકે તેને પ્રપોઝલ પહેલાંનો સ્ટ્રેસ હતો. તેઓ આ વર્ષે એપ્રિલમાં પરણવાના હતા પણ કોવિડ-19ને કારણે તે ન થઇ શક્યું. તેમણે હાલમાં બધું પોસ્ટપોન્ડ રાખ્યું છે. 

    19/20
  • જો કે તાજેતરમાં જ અલીએ કહ્યું હતું કે તેઓ લૉકડાઉનનાં નિયમોને ધ્યાનમાં રાખીને હમણાં લગ્ન નહીં કરે અને જે કરશે તેમાં બધા સામેલ થઇ શકે તે રીતે કરશે. 

    જો કે તાજેતરમાં જ અલીએ કહ્યું હતું કે તેઓ લૉકડાઉનનાં નિયમોને ધ્યાનમાં રાખીને હમણાં લગ્ન નહીં કરે અને જે કરશે તેમાં બધા સામેલ થઇ શકે તે રીતે કરશે. 

    20/20
  • loading...

ફોટોઝ વિશે

અલી ફઝલનો (Ali Fazal) જન્મદિવસ છે 15 ઑક્ટોબર અને આ વર્ષે 34 વર્ષનો થયેલો આ એક્ટર હૉલીવુડ સુધી પોતાના અભિનયનો ડંકો વગાડી ચૂક્યો છે. રિચા ચઢ્ઢા (Richa Chadha) સાથેનો તેનો રોમાન્સ ફુલ ગુલાબી છે અને માટે જ જોઇએ તેમની તસવીરો (ઇન્સ્ટાગ્રામ)

First Published: 15th October, 2020 14:02 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK