અમદાવાદ મેટ્રોના કોચ સાઉથ કોરિયાથી રવાના

Dec 08, 2018, 09:20 IST
  • અમદાવાદ મેટ્રોનું સપનું જલ્દી જ સાકાર થવા જઈ રહ્યું છે. જે મેટ્રો પ્રોજેક્ટની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેના કોચ સાઉથ કોરિયાથી આવવા રવાના થયા છે.

    અમદાવાદ મેટ્રોનું સપનું જલ્દી જ સાકાર થવા જઈ રહ્યું છે. જે મેટ્રો પ્રોજેક્ટની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેના કોચ સાઉથ કોરિયાથી આવવા રવાના થયા છે.

    1/6
  • સાઉથ કોરિયાના હુન્ડાઈ રોટેમ પોર્ટથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે. આ કોચ 31 ડિસેંબર સુધીમાં ગુજરાતના મુન્દ્રા પોર્ટ પહોંચી જશે. જ્યાંથી તેમને અમદાવાદ લાવવામાં આવશે.

    સાઉથ કોરિયાના હુન્ડાઈ રોટેમ પોર્ટથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે. આ કોચ 31 ડિસેંબર સુધીમાં ગુજરાતના મુન્દ્રા પોર્ટ પહોંચી જશે. જ્યાંથી તેમને અમદાવાદ લાવવામાં આવશે.

    2/6
  • મેટ્રોનું પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આવતા વર્ષે ડીસેંબર સુધીમાં મેટ્રો દોડતી થઈ જશે. જાન્યુઆરી 2019માં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી મેટ્રોનું ટ્રાયલ રન લેવામાં આવશે. આ પહેલા સાઉથ કોરિયાથી મેટ્રોના મૉક કોચ પણ મંગાવવામાં આવ્યા હતા. જે અસલ કોચ જેવા જ છે. મેટ્રોમાં 3 કોચ અને એક એંજિન હશે. એક કોચમાં 265 મુસાફરો બેસી શકશે. મેટ્રોની ગતિ 34 કિમી પ્રતિકલાકની રહેશે.

    મેટ્રોનું પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આવતા વર્ષે ડીસેંબર સુધીમાં મેટ્રો દોડતી થઈ જશે. જાન્યુઆરી 2019માં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી મેટ્રોનું ટ્રાયલ રન લેવામાં આવશે. આ પહેલા સાઉથ કોરિયાથી મેટ્રોના મૉક કોચ પણ મંગાવવામાં આવ્યા હતા. જે અસલ કોચ જેવા જ છે. મેટ્રોમાં 3 કોચ અને એક એંજિન હશે. એક કોચમાં 265 મુસાફરો બેસી શકશે. મેટ્રોની ગતિ 34 કિમી પ્રતિકલાકની રહેશે.

    3/6
  • અમદાવાદમાં આકાર લેનારો આ મેટ્રો પ્રોજેક્ટ 10 હજાર 700 કરોડ રૂપિયાનો છે. પ્રથમ ચરણમાં 40 કિલોમીટરના રૂટને આવરી લેવામાં આવ્યો છે. જેમાંથી 33.5 કિલોમીટર એવીવેટેડ છે જ્યારે 6.50 કિલોમીટર અંડરગ્રાઉંડ છે. આ માર્ગમાં 32 સ્ટેશન હશે. જેમાંથી એક કાલુપુર રેલ્વે સ્ટેશન પણ છે. કાલુપુર રેલ્વે સ્ટેશનનો ઉપયોગ મલ્ટી પર્પઝ રેલ્વે સ્ટેશન તરીકે થશે. જ્યાંથી મેટ્રો ટ્રેન, રેલવે ટ્રેન અને બુલેટ ટ્રેન ત્રણેય પસાર થશે.

    અમદાવાદમાં આકાર લેનારો આ મેટ્રો પ્રોજેક્ટ 10 હજાર 700 કરોડ રૂપિયાનો છે. પ્રથમ ચરણમાં 40 કિલોમીટરના રૂટને આવરી લેવામાં આવ્યો છે. જેમાંથી 33.5 કિલોમીટર એવીવેટેડ છે જ્યારે 6.50 કિલોમીટર અંડરગ્રાઉંડ છે. આ માર્ગમાં 32 સ્ટેશન હશે. જેમાંથી એક કાલુપુર રેલ્વે સ્ટેશન પણ છે. કાલુપુર રેલ્વે સ્ટેશનનો ઉપયોગ મલ્ટી પર્પઝ રેલ્વે સ્ટેશન તરીકે થશે. જ્યાંથી મેટ્રો ટ્રેન, રેલવે ટ્રેન અને બુલેટ ટ્રેન ત્રણેય પસાર થશે.

    4/6
  • મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદ દિલ્લી અને બેંગલુરુના મોડેલને અનુસરશે. અમદાવાદમાં વ્યસ્ત કલાકોમાં દરેક પોણા બે મિનિટે મેટ્રો ચાલશે. જ્યારે મોડી સાંજે અને ઓછી ભીડ રહે તેવા સમયમાં દર 15 મિનિટે મેટ્રો મળશે. મેટ્રો ટ્રેન એક સ્ટેશન પર 30 સેકંડ રોકાશે. દરવાજો ખુલતા અને બંધ થતા સમયે અલાર્મ વાગશે. સાથે તેમાં ઈમરજંસી અલાર્મ, ઈમરજંસી એર બ્રેકની પણ સુવિધા હશે.

    મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદ દિલ્લી અને બેંગલુરુના મોડેલને અનુસરશે. અમદાવાદમાં વ્યસ્ત કલાકોમાં દરેક પોણા બે મિનિટે મેટ્રો ચાલશે. જ્યારે મોડી સાંજે અને ઓછી ભીડ રહે તેવા સમયમાં દર 15 મિનિટે મેટ્રો મળશે. મેટ્રો ટ્રેન એક સ્ટેશન પર 30 સેકંડ રોકાશે. દરવાજો ખુલતા અને બંધ થતા સમયે અલાર્મ વાગશે. સાથે તેમાં ઈમરજંસી અલાર્મ, ઈમરજંસી એર બ્રેકની પણ સુવિધા હશે.

    5/6
  • મેટ્રો ટ્રેનમાં શરૂઆતના દિવસોમાં રોજ પાંચ લાખ મુસાફરો યાત્રા કરી શકશે. અને આ સંખ્યા ધીમે ધીમે વધશે. મેટ્રો ટ્રેન સંપૂર્ણ રીતે દોડવાની શરૂઆત થતા મુસાફરોની સંખ્યા 7 થી 8 લાખ થશે.

    મેટ્રો ટ્રેનમાં શરૂઆતના દિવસોમાં રોજ પાંચ લાખ મુસાફરો યાત્રા કરી શકશે. અને આ સંખ્યા ધીમે ધીમે વધશે. મેટ્રો ટ્રેન સંપૂર્ણ રીતે દોડવાની શરૂઆત થતા મુસાફરોની સંખ્યા 7 થી 8 લાખ થશે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

અમદાવાદ મેટ્રોનું સપનું જલ્દી જ સાકાર થવા જઈ રહ્યું છે. જે મેટ્રો પ્રોજેક્ટની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેના કોચ સાઉથ કોરિયાથી આવવા રવાના થયા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK