Ranbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન

Updated: 28th September, 2020 15:40 IST | Chirantana Bhatt
  • વારંવાર તેના પાત્રો, તેની ફિલ્મોની પસંદગી વગેરે દ્વારા રણબીર પોતાની એક્ટિંગ એબિલિટીઝ અનેકવાર સિદ્ધ કરી ચૂક્યો છે. દર વખતે તેની ફિલ્મો બૉક્સ ઑફિસ પર તડાકો કરે જ તેવું નથી થતું પણ છતાં ય તેની ટેલેન્ટ કોઇ દિવસ નાની ફિલ્મોમાં ય ઝાંખી નથી પડતી.

    વારંવાર તેના પાત્રો, તેની ફિલ્મોની પસંદગી વગેરે દ્વારા રણબીર પોતાની એક્ટિંગ એબિલિટીઝ અનેકવાર સિદ્ધ કરી ચૂક્યો છે. દર વખતે તેની ફિલ્મો બૉક્સ ઑફિસ પર તડાકો કરે જ તેવું નથી થતું પણ છતાં ય તેની ટેલેન્ટ કોઇ દિવસ નાની ફિલ્મોમાં ય ઝાંખી નથી પડતી.

    1/27
  • બૉલીવુડના ફર્સ્ટ ફેમિલીના વારસ એવા રણબીરને જોઇને છોકરીઓ તો ઘેલી થાય જ છે. એમાં ય તેની કેર ફ્રી અદાઓ તેના ચાહકોની સંખ્યામાં વધારો જ કર્યા કરે છે. 

    બૉલીવુડના ફર્સ્ટ ફેમિલીના વારસ એવા રણબીરને જોઇને છોકરીઓ તો ઘેલી થાય જ છે. એમાં ય તેની કેર ફ્રી અદાઓ તેના ચાહકોની સંખ્યામાં વધારો જ કર્યા કરે છે. 

    2/27
  • રણબીર એક બહુ જ વ્હાલો લાગે એવો ભાઇ છે, જુઓ બહેન રિદ્ધિમા સાથેની તેની આ તસવીર તેના ભાઇ હોવા અંગેની કેટલીબધી બાબતો કહી જાય છે. 

    રણબીર એક બહુ જ વ્હાલો લાગે એવો ભાઇ છે, જુઓ બહેન રિદ્ધિમા સાથેની તેની આ તસવીર તેના ભાઇ હોવા અંગેની કેટલીબધી બાબતો કહી જાય છે. 

    3/27
  • સંજય લીલા ભણસાળીની સાંવિરયા ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર રણબીરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પોતે ફિલ્મ ફેમિલીનો હોવા છતાં ય તેને કોઇ દિવસ કોઇ સલાહ સૂચનો આપવામાં નથી આવ્યા, કે ન તો કોઇ ટિપ્સ અપાઇ છે. 

    સંજય લીલા ભણસાળીની સાંવિરયા ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર રણબીરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પોતે ફિલ્મ ફેમિલીનો હોવા છતાં ય તેને કોઇ દિવસ કોઇ સલાહ સૂચનો આપવામાં નથી આવ્યા, કે ન તો કોઇ ટિપ્સ અપાઇ છે. 

    4/27
  • જે ઘરમાં જ સિનેમાનો માહોલ હોય ત્યાં ફિલ્મો કોઇ પ્રોફેશન નહીં પણ માત્ર પૅશન હોય છે. મમ્મી નીતુ કપૂર સાથે રણબીર. કેટલો ક્યૂટ લાગે છે, ખરું ને !

    જે ઘરમાં જ સિનેમાનો માહોલ હોય ત્યાં ફિલ્મો કોઇ પ્રોફેશન નહીં પણ માત્ર પૅશન હોય છે. મમ્મી નીતુ કપૂર સાથે રણબીર. કેટલો ક્યૂટ લાગે છે, ખરું ને !

    5/27
  • ઉંમરમાં મોટી સ્ત્રીને પ્રેમ કરનારો, બેફિકર, બધિર, ક્રેઝી બધા જ પ્રકારના પ્રેમીઓના પાત્રમાં રણબીર ફિટ થયો છે અને માટે જ નાનકડી છોકરીથી માંડીને મોટી વયની સ્ત્રીઓને રણબીર બહુ જ ગમે છે. 

    ઉંમરમાં મોટી સ્ત્રીને પ્રેમ કરનારો, બેફિકર, બધિર, ક્રેઝી બધા જ પ્રકારના પ્રેમીઓના પાત્રમાં રણબીર ફિટ થયો છે અને માટે જ નાનકડી છોકરીથી માંડીને મોટી વયની સ્ત્રીઓને રણબીર બહુ જ ગમે છે. 

    6/27
  • રણબીર અને આલિયાની જોડી સ્ટ્રોંગ છે અને એના પહેલાનાં રિલેશનશીપ કરતાં લોકોને આ જોડી પર વધારે મદાર છે.

    રણબીર અને આલિયાની જોડી સ્ટ્રોંગ છે અને એના પહેલાનાં રિલેશનશીપ કરતાં લોકોને આ જોડી પર વધારે મદાર છે.

    7/27
  • આલિયાની આંખોમાં રણબીર માટેનો ભારોભાર પ્રેમ છૂપો નથી. હા આપણો ડાર્લિંગ રણબીર જરા કેર-ફ્રી થઇ જતો હોય છે ક્યારેક ક્યારેક પણ દોસ્ત રણબીર જેવો ડ્રોપ ડેડ હેન્ડસમ માણસ આવો નહીં હોય વળી કોણ હશે આવું ભલા!!

    આલિયાની આંખોમાં રણબીર માટેનો ભારોભાર પ્રેમ છૂપો નથી. હા આપણો ડાર્લિંગ રણબીર જરા કેર-ફ્રી થઇ જતો હોય છે ક્યારેક ક્યારેક પણ દોસ્ત રણબીર જેવો ડ્રોપ ડેડ હેન્ડસમ માણસ આવો નહીં હોય વળી કોણ હશે આવું ભલા!!

    8/27
  • રણબીર-આલિયાની જોડીથી બંન્નેના ફેમિલીઝ પણ ખુશ છે. ખાસ કરીને રણબીની મમ્મીને આલિયા બહુ વ્હાલી છે. આ પહેલાં રણબીરની ગર્લફ્રેન્ડ સાથે નીતુ મોમ બહુ ફ્રેન્ડલી નહોતાં.

    રણબીર-આલિયાની જોડીથી બંન્નેના ફેમિલીઝ પણ ખુશ છે. ખાસ કરીને રણબીની મમ્મીને આલિયા બહુ વ્હાલી છે. આ પહેલાં રણબીરની ગર્લફ્રેન્ડ સાથે નીતુ મોમ બહુ ફ્રેન્ડલી નહોતાં.

    9/27
  • રણબીરની આંખોમાં આ પૅશન દેખાય છે એ જ તેનું બ્રહ્રમાસ્ત્ર છે એમ કહેવામાં કોઇ જ અતિશયોક્તિ નથી. 

    રણબીરની આંખોમાં આ પૅશન દેખાય છે એ જ તેનું બ્રહ્રમાસ્ત્ર છે એમ કહેવામાં કોઇ જ અતિશયોક્તિ નથી. 

    10/27
  • રણબીરે રૉકેટ સિંઘ જેવી ઑફબીટ ફિલ્મો પણ કરી છે મસ્ત મજાની પણ તો ય હટ કે એવી 'વેક અપ સિડ' ફિલ્મમાં પણ કામ કર્યું છે તો અનુરાગ બાસુની 'બર્ફી'માં પણ તેણે મૂક-બધિરનું પાત્ર ભજવ્યું હતું. 

    રણબીરે રૉકેટ સિંઘ જેવી ઑફબીટ ફિલ્મો પણ કરી છે મસ્ત મજાની પણ તો ય હટ કે એવી 'વેક અપ સિડ' ફિલ્મમાં પણ કામ કર્યું છે તો અનુરાગ બાસુની 'બર્ફી'માં પણ તેણે મૂક-બધિરનું પાત્ર ભજવ્યું હતું. 

    11/27
  • રણબીર-આલિયા આ ડિસેમ્બરમાં પરણી જશે તેવી વકી હતી પણ હવે બદલાયેલા સંજોગોમાં એવું થશે કે કેમ તેની કોઇ ગેરંટી નથી. 

    રણબીર-આલિયા આ ડિસેમ્બરમાં પરણી જશે તેવી વકી હતી પણ હવે બદલાયેલા સંજોગોમાં એવું થશે કે કેમ તેની કોઇ ગેરંટી નથી. 

    12/27
  • રણબીરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે જે ફિલ્મો પસંદ કરી છે તેની સાથે તેના પિતા હંમેશા કંઇ સંમત નહોતા થતા પણ તેમણે ક્યારેય તેને કોઇ ફિલ્મ કરતા રોક્યો નથી. 

    રણબીરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે જે ફિલ્મો પસંદ કરી છે તેની સાથે તેના પિતા હંમેશા કંઇ સંમત નહોતા થતા પણ તેમણે ક્યારેય તેને કોઇ ફિલ્મ કરતા રોક્યો નથી. 

    13/27
  • તેના પેરન્ટ્સ સાથેની આ તસવીર. ઋષિ કપૂરે પોતાની બાયોગ્રાફીમાં લખ્યું હતું કે તે એવા પિતા નથી જે દીકરાને ખભે હાથ મુકીને કે વાંસે ધબ્બો મારીને વાતો કરી શકે.  પિતા-પુત્ર વચ્ચે સંબંધો તંગ નહોતાં પણ તેઓ બહુ નિકટ પણ ન હતા. રણબીર પૂરેપૂરો મમ્માઝ બૉય છે. 

    તેના પેરન્ટ્સ સાથેની આ તસવીર. ઋષિ કપૂરે પોતાની બાયોગ્રાફીમાં લખ્યું હતું કે તે એવા પિતા નથી જે દીકરાને ખભે હાથ મુકીને કે વાંસે ધબ્બો મારીને વાતો કરી શકે.  પિતા-પુત્ર વચ્ચે સંબંધો તંગ નહોતાં પણ તેઓ બહુ નિકટ પણ ન હતા. રણબીર પૂરેપૂરો મમ્માઝ બૉય છે. 

    14/27
  • રણબીર કપૂરને સિનેમા વિશે ઉંડી સમજ છે. માત્ર કપૂર ખાનદાનના હોવાને કારણે તેને કામ મળવું જ જોઇએ એવી કોઇ તેને ઘેલછા નથી બલ્કે તેણે તો ફિલ્મોમાં આવતા પહેલાં ન્યૂ યોર્કમાં વિઝ્યુઅલ આર્ટ સ્કૂલમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ પણ કર્યો છે. 

    રણબીર કપૂરને સિનેમા વિશે ઉંડી સમજ છે. માત્ર કપૂર ખાનદાનના હોવાને કારણે તેને કામ મળવું જ જોઇએ એવી કોઇ તેને ઘેલછા નથી બલ્કે તેણે તો ફિલ્મોમાં આવતા પહેલાં ન્યૂ યોર્કમાં વિઝ્યુઅલ આર્ટ સ્કૂલમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ પણ કર્યો છે. 

    15/27
  • તેણે મેથડ એક્ટિંગ માટે લી સ્ટ્રૉસબર્ગ થિએટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોર્સ કર્યો છે. તે સંજય લીલા ભણસાળીની ફિલ્મ બ્લેકમાં આર્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતો હતો અને તેમાંથી તેને સાંવરિયા ફિલ્મ માટે બ્રેક મળ્યો હતો. 

    તેણે મેથડ એક્ટિંગ માટે લી સ્ટ્રૉસબર્ગ થિએટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોર્સ કર્યો છે. તે સંજય લીલા ભણસાળીની ફિલ્મ બ્લેકમાં આર્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતો હતો અને તેમાંથી તેને સાંવરિયા ફિલ્મ માટે બ્રેક મળ્યો હતો. 

    16/27
  • ઉફ્ફ આ આંખો...આમ તો રોમાન્સ રણબીર માટે ડાબા હાથનો ખેલ છે અને તેમાં તો કોઇ બેમત નથી. તે રોમેન્ટિક રોલ્સમાં એકદમ બંધબેસે છે અને દર્શકોને પણ તે આવા રોલ્સમાં પસંદ આવે છે પણ તેણે આઉટ ઑફ ધી બૉક્સ ફિલ્મો કરી છે જેમકે જગ્ગા જાસુસ અને રૉકસ્ટાર. આ મેઇનસ્ટ્રીમ ફિલ્મો ન હતી પણ તેણે કંઇક અલગ કરવાની હિંમત તો કરી જ.

    ઉફ્ફ આ આંખો...આમ તો રોમાન્સ રણબીર માટે ડાબા હાથનો ખેલ છે અને તેમાં તો કોઇ બેમત નથી. તે રોમેન્ટિક રોલ્સમાં એકદમ બંધબેસે છે અને દર્શકોને પણ તે આવા રોલ્સમાં પસંદ આવે છે પણ તેણે આઉટ ઑફ ધી બૉક્સ ફિલ્મો કરી છે જેમકે જગ્ગા જાસુસ અને રૉકસ્ટાર. આ મેઇનસ્ટ્રીમ ફિલ્મો ન હતી પણ તેણે કંઇક અલગ કરવાની હિંમત તો કરી જ.

    17/27
  • રૉકેટ સિંઘના સીખ સેલ્સમેનથી માંડીને બોમ્બેવેલ્વેટમાં સાંઇઠના દાયકાના ગેંગસ્ટરનો રોલ કરવાનું તેણે પસંદ કર્યું. તે પણ તેના પપ્પાની માફક મસ્ત રોમેન્ટિક શેડ ધરાવે છે પણ તે અલગ અલગ રોલ્સ કરતો રહે છે અને તેને બૉક્સ ઑફિસના આંકડાથી ફરક નથી પડતો. 

    રૉકેટ સિંઘના સીખ સેલ્સમેનથી માંડીને બોમ્બેવેલ્વેટમાં સાંઇઠના દાયકાના ગેંગસ્ટરનો રોલ કરવાનું તેણે પસંદ કર્યું. તે પણ તેના પપ્પાની માફક મસ્ત રોમેન્ટિક શેડ ધરાવે છે પણ તે અલગ અલગ રોલ્સ કરતો રહે છે અને તેને બૉક્સ ઑફિસના આંકડાથી ફરક નથી પડતો. 

    18/27
  • રણબીર ઘણો જ ડાઉન ટૂ અર્થ છે અને તેનામાં ભારોભાર નમ્રતા અને શાલિનતા છે. 

    રણબીર ઘણો જ ડાઉન ટૂ અર્થ છે અને તેનામાં ભારોભાર નમ્રતા અને શાલિનતા છે. 

    19/27
  • રણબીર પોતાના ક્રિટિક્સની વાત પણ હકારાત્મકતાથી સ્વીકારે છે અને દરેક પ્રોજેક્ટ સાથે પોતાને બહેતર બનાવવાની કોશીશ કરતો જ રહે છે. ચેરીટી વગેરેમાં પણ આગળ પડતો રણબીર આ બધી વાતો વિશે જાહેરમાં કોઇ ઢંઢેરા નથી પીટતો.

    રણબીર પોતાના ક્રિટિક્સની વાત પણ હકારાત્મકતાથી સ્વીકારે છે અને દરેક પ્રોજેક્ટ સાથે પોતાને બહેતર બનાવવાની કોશીશ કરતો જ રહે છે. ચેરીટી વગેરેમાં પણ આગળ પડતો રણબીર આ બધી વાતો વિશે જાહેરમાં કોઇ ઢંઢેરા નથી પીટતો.

    20/27
  • મિડ-ડેની ઑફિસમાં હિટ લિસ્ટ ઇન્ટરવ્યુ માટે આવેલા રણબીરની આ તસવીરમાં તેની સ્ટાઇલ તેના નફકરા પણામાં દેખાઇ આવે છે. 

    મિડ-ડેની ઑફિસમાં હિટ લિસ્ટ ઇન્ટરવ્યુ માટે આવેલા રણબીરની આ તસવીરમાં તેની સ્ટાઇલ તેના નફકરા પણામાં દેખાઇ આવે છે. 

    21/27
  • આ સ્માઇલથી તો કેટકેટલાયનાં હ્રદય ઝડપથી ધબકવા માંડતા હશે...તમને ખબર છે કે રણબીર કપૂરને બર્થડેઝના થતો હોબાળો જરાય નથી ગમતો. તેને બર્થ ડેઝ પર કશું પણ સ્પેશ્યલ થાય એ નથી પસંદ.

    આ સ્માઇલથી તો કેટકેટલાયનાં હ્રદય ઝડપથી ધબકવા માંડતા હશે...તમને ખબર છે કે રણબીર કપૂરને બર્થડેઝના થતો હોબાળો જરાય નથી ગમતો. તેને બર્થ ડેઝ પર કશું પણ સ્પેશ્યલ થાય એ નથી પસંદ.

    22/27
  • રણબીર કપૂરને વર્ટીગોનો પ્રોબ્લેમ છે અને આ કારણે તેને ઉંચાઇઓ પરથી શૂટિંગ કરવાનું નથી પસંદ તથા આમ કરવું પડે તો તેણે હિંમત રાખીને કામ પતાવ્યું પણ છે. રૉકસ્ટારમાં ઇમ્તિઆઝ અલીને શોમાં ક્રાઉડ હતું એ સીનમાં એરિયલ શોટ્સ લેવાય તેની જરૂર હતી પણ ઇમ્તિઆઝ ગ્રાઉન્ડ પર ક્રાઉડનાં શોટ્સ લઇ રહ્યા હતા ત્યારે તેમણે રણબીરને એરિયલ શોટ્સની જવાબદારી સોંપી જે તેણે હેલિકૉપ્ટરમાં બેસીને પુરી પણ કરી હતી. 

    રણબીર કપૂરને વર્ટીગોનો પ્રોબ્લેમ છે અને આ કારણે તેને ઉંચાઇઓ પરથી શૂટિંગ કરવાનું નથી પસંદ તથા આમ કરવું પડે તો તેણે હિંમત રાખીને કામ પતાવ્યું પણ છે. રૉકસ્ટારમાં ઇમ્તિઆઝ અલીને શોમાં ક્રાઉડ હતું એ સીનમાં એરિયલ શોટ્સ લેવાય તેની જરૂર હતી પણ ઇમ્તિઆઝ ગ્રાઉન્ડ પર ક્રાઉડનાં શોટ્સ લઇ રહ્યા હતા ત્યારે તેમણે રણબીરને એરિયલ શોટ્સની જવાબદારી સોંપી જે તેણે હેલિકૉપ્ટરમાં બેસીને પુરી પણ કરી હતી. 

    23/27
  • રણબીરની મમ્મી તેને વ્હાલ કરે તો એ જરા શરમાઇ જાય છે પણ છતાં ય મમ્મીની તો બહુ જ નજીક છે. રણબીર એક્ટર હોવા છતાં તેને જરા સરખું ગાતા નથી ફાવતું પણ ગિટાર વગાડતાં તે રોકસ્ટાર વખતે શીખ્યો અને તબલા તથા ડ્રમ્સ વગાડતાં તેને આવડે છે. 

    રણબીરની મમ્મી તેને વ્હાલ કરે તો એ જરા શરમાઇ જાય છે પણ છતાં ય મમ્મીની તો બહુ જ નજીક છે. રણબીર એક્ટર હોવા છતાં તેને જરા સરખું ગાતા નથી ફાવતું પણ ગિટાર વગાડતાં તે રોકસ્ટાર વખતે શીખ્યો અને તબલા તથા ડ્રમ્સ વગાડતાં તેને આવડે છે. 

    24/27
  • રણબીર અને તેની બહેન રિદ્ધિમાનો આ નાનપણનો ફોટોગ્રાફ કપૂર ખાનદાનના ફિચર્સ જાણે હાઇલાઇટ કરે છે. રણબીર કપૂરે આ લખનારને એક ઇન્ટરવ્યુમાં પોતાના શોખની વાત કરતાં કહ્યું હતું કે તેને ભવિષ્યમાં ક્યારેક ફૂટબોલ કોચ બનવાની અથવા તો એ ઇન્ટરનેશનલ ક્યૂઝીન વાળું રેસ્ટોરાં ખોલવાની ઇચ્છા છે. 

    રણબીર અને તેની બહેન રિદ્ધિમાનો આ નાનપણનો ફોટોગ્રાફ કપૂર ખાનદાનના ફિચર્સ જાણે હાઇલાઇટ કરે છે. રણબીર કપૂરે આ લખનારને એક ઇન્ટરવ્યુમાં પોતાના શોખની વાત કરતાં કહ્યું હતું કે તેને ભવિષ્યમાં ક્યારેક ફૂટબોલ કોચ બનવાની અથવા તો એ ઇન્ટરનેશનલ ક્યૂઝીન વાળું રેસ્ટોરાં ખોલવાની ઇચ્છા છે. 

    25/27
  • રણબીર કપૂરે સૌથી પહેલાં તો પપ્પા ઋષિની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. રણબીરને નેસલ ડેવિએટેડ સેપ્ટમનો પ્રોબ્લેમ છે અને એટલે એ જલ્દી જલ્દી જમે છે અને બહુ ઝડપથી બોલે છે.તેને ફૂટબોલ રમવાનો શોખ છે અને ગમતી ટીમ છે બાર્સેલોના તથા ફેવરીટ ખેલાડી છે મેસ્સી. રણબીર એક ટ્રેન્ડ બેલે અને જાઝ ડાન્સર છે. 

    રણબીર કપૂરે સૌથી પહેલાં તો પપ્પા ઋષિની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. રણબીરને નેસલ ડેવિએટેડ સેપ્ટમનો પ્રોબ્લેમ છે અને એટલે એ જલ્દી જલ્દી જમે છે અને બહુ ઝડપથી બોલે છે.તેને ફૂટબોલ રમવાનો શોખ છે અને ગમતી ટીમ છે બાર્સેલોના તથા ફેવરીટ ખેલાડી છે મેસ્સી. રણબીર એક ટ્રેન્ડ બેલે અને જાઝ ડાન્સર છે. 

    26/27
  • ઑલ ધી બેસ્ટ રૉકસ્ટાર, લવર બૉય! હેપ્પી બર્થ ડે...

    ઑલ ધી બેસ્ટ રૉકસ્ટાર, લવર બૉય! હેપ્પી બર્થ ડે...

    27/27
  • loading...

ફોટોઝ વિશે

રણબીર કપૂર, હા આ નામ લખીને કે વાંચીને એકવાર દિલ નિસાસો નાખી જ જાય. 28 સપ્ટેમ્બર 1982 એનો જન્મદિવસ છે. કપૂર ખાનદાનનો આ દીકરો ભલેને ઢગલો છોકરીઓના દિલ તોડી ચૂક્યો છે પણ તો ય સખત વ્હાલો લાગે એવો છે. (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)

First Published: 28th September, 2020 14:25 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK